WhatsApp ગ્રૂપમાં જોડાવો!
181 Women Helpline Number Details in Gujarat | 181 અભયમ મહિલા હેલ્પલાઈન

181 Women Helpline Number Details in Gujarat | 181 અભયમ મહિલા હેલ્પલાઈન

Short Briefing : 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન |  Mahila Helpline Number 181 | Women & Child Development Department (WCD) Scheme | 181 Mobile Application Information | 181 Abhayam information in Gujarati

ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઘણી યોજનાઓ અમલમાં મૂકાયેલ છે. Women & Child Development Department (WCD) દ્વારા મહિલાઓની સુરક્ષા તથા મહિલા સશક્તિકરણના વિશેષ હેતુથી ‘181 અભયમ્ (181 Abhayam)  મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલ છે. રાજ્યમાં કોઈપણ જગ્યાએ મહિલાઓ પર ઘરેલું હિંસા બની રહી હોય અથવા એવો ભય હોય તો  તે ‘Mahila Helpline Number 181”  પર ફોન કરી તાત્કાલિક મદદ મેળવી શકે છે. આ ઉપરાંત સખી વન સ્ટોપ સેન્‍ટર (OSC) , પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્‍ટર, સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન દ્વારા મહિલાઓ હેલ્પ મેળવી શકે છે.

181 Women Helpline Number

મહિલા અભયમ હેલ્પલાઈન તરીકે આ ખૂબ પ્રચલિત છે. આ હેલ્પલાઈન દ્વારા મહિલાઓ કોઈપણ સમયે, કોઈપણે સ્થળે લાભ મેળવી શકે છે. 181 Women Helpline Number દ્વારા મળતી તમામ સેવાઓ અને લાભ વિનામૂલ્યે આપવામાં આવે છે.

Highlight Point of 181 Women Helpline Number

યોજનાનું નામ181 અભયમ મહિલા હેલ્પલાઈન
આર્ટિકલની ભાષાઅંગ્રેજી અને ગુજરાતી
વિભાગનું નામમહિલા અને બાળ વિકાસ વિભાગ
હેતુરાજ્યમાં કોઈપણ સ્થળે, કોઈપણ સમયે મુશ્કેલમાં મુકાયેલ મહિલાઓને વિનામુલ્યે મદદ કરવાનો હેતુ છે.
કેવી રીતે 181 નો લાભ લઈ શકાય?આ હેલ્પલાઈન પર વિનામૂલ્યે કોલ કરીને મદદ માટે માંગણી કરી શકાય છે.
અધિકૃત વેબસાઈટhttps://wcd.gujarat.gov.in/
Download Sankat Sakhi Mobile ApplicationDownload Now
ઓફિશિયલ વેબસાઈટ (GVK EMRI)https://www.emri.in/privacy-policy/181-women-helpline/
Mahila Helpline number Gujarat181
WhatsApp Group જોડાઓ. Join Now

Read More: ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ અને મરજિયાત રજાઓની યાદી 2024 જાહેર કરી.


181 અભયમ મહિલા હેલ્પલાઈનની સેવાનો ઉપયોગ કોણ કરી શકે ?

રાજ્યમાં કોઈપણ મહિલા આ હેલ્પલાઈનની સેવાનો વિનામૂલ્યે લાભ લઈ શકે છે. જેની માહિતી નીચે મુજબ છે.

●  કોઈપણ જરૂરિયાતમંદ કન્યા, યુવતી કે મહિલા  “અભયમ હેલ્પલાઇન” ની સેવાનો ઉપયોગ કરી શકે છે.

● મુશ્કેલ સંજોગોમાં મુકાયેલી મહિલાને મદદરૂપ બનનાર કોઈપણ પુરૂષ ‘181 women’s helpline number‘ ની સેવાનો ઉપયોગ કરી શકે છે.

● રાજ્યમાં હિંસાનો ભોગ બનેલી અન્ય રાજ્યની મહિલાઓ પણ “૧૮૧ અભયમ” સેવાનો લાભ મેળવી શકે છે.


Read More: પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયામાં થયો ફેરફાર, હવે નહીં જવું પડે પોલીસ સ્ટેશન, જાણો વધુ માહિતી.


‘અભયમ્ 181’ દ્વારા  કેવી મદદ અને માર્ગદર્શન અપાય

  • મહિલા સાથે થતી શારીરિક હિંસા, જાતીય હિંસા, માનસિક કે આર્થિક હિંસા તેમજ કામકાજના સ્થળે જાતીય સતામણી બાબતે સલાહ અને માર્ગદર્શન આપવામાં આવે છે.
  • લગ્નજીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો
  •  જાતિય સતામણી, છેડતી અને બાળ જન્મને લગતી બાબતો (સ્ત્રી ભ્રુણહત્યા) બાબતે માહિતગાર કરાય છે.
  •  કાનુની જોગવાઈઓની પ્રાથમિક માહિતી અપાય છે.
  •  સાયબર ગુનાઓ (Cyber Crime) જેમકે ટેલિફોનિક ટોકિંગ, ચેટિંગ, MMS, ઈન્ટરનેટ વગેરે બાબત વિશે સમજ આપવામાં આવે છે.
  •  સરકારી યોજનાઓ, સરકારી માહિતી તથા કાર્યક્રમ અને સહાયક માળખાઓ અંગેની માહિતી પૂરી પાડવામાં આવે છે.
  •  Mahila Helpline Number 181 ઉપર સંપર્ક કરનારી વ્યક્તિ/મહિલાઓની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે.
  •  181 Abhayam Gujarat પર 24×7 કલાક નિ:શુલ્ક (ટોલ ફ્રી) સંપર્ક કરી શકાય છે.

Read More: કુંવરબાઈનું મામેરું યોજના 2023 | Kuvarbai Nu Mameru Yojana Online Form


Mahila Helpline 181  પર ક્યારે સંપર્ક કરાય?

કોઈપણ પ્રકારની મુશ્કેલ સંજોગોમાં મુકાયેલી “મહિલા હેલ્પલાઇન” નો સંપર્ક કરી શકાય છે. અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઈન પર 24*7 કલાક નિ:શુલ્ક (Toll Free) સંપર્ક કરી શકાય છે.

181 અભયમ એપ । 181 Mobile Application

Mahila Helpline Number 181
  • સ્માર્ટફોનમાં પેનીક બટન દબાવતા 181 મહિલા હેલ્પલાઈનની મદદ મેળવી શકાય છે.
  • મોબાઈલ શેકીંગ કરતા (જોરથી હલાવતા) પણ કોલ થઈ શકે જેથી કટોકટીના સમયમાં ફોન કર્યા વગર Mahila Helpline Number 181′ ની મદદ મળી શકે છે.
  • મોબાઈલ એપ્લિકેશન મારફતે ઘટના સ્થળે મહિલા કોલ કરે તો કોલ કરનારનું ચોક્કસ સ્થળ Google Map ના માધ્યમથી મળી જશે.
  • એપ્લિકેશનમાં 181 બટન દબાવતાની સાથે મુશ્કેલ સ્થિતિમાં રહેલ મહિલાના 5 જેટલા સગા-સંબંધીઓને કે મિત્રોને ઓટોમેટિક SMS થી જાણ થઈ જશે.
  • મહિલા ઘટના સ્થળના ફોટો અને વિડીયો એપ્લિકેશન દ્વારા અપલોડ કરીને પુરાવા તરીકે  ‘મહિલા હેલ્પલાઈન 181′ ના સેન્ટર ખાતે મોકલી શકાશે.
  • 181 મોબાઈલ એપ્લિકેશન થકી કોલ કરનાર મહિલાના ત્રણ એડ્રેસ એક સાથે ‘અભયમ્ મહિલા હેલ્પલાઈન‘ સેન્ટરમાં મળી જશે.

      1. કોલ થયેલ હોય તે સ્થળ  

      2. ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડર પાસે નોંધાયેલ એડ્રેસ 

      3. 181 એપ્લિકેશન રજિસ્ટ્રેશન વખતે જણાવેલ એડ્રેસ

Abhayam women helpline |
state wise women helpline numbers | 
Ministry of Women & Child Development| 
181 abhayam information in gujarati

5 thoughts on “181 Women Helpline Number Details in Gujarat | 181 અભયમ મહિલા હેલ્પલાઈન”

  1. 181-બાબતે પંચમહાલ જિલ્લા 181 ની ટીમ જણાવે છે કે 181 સમાધાન કરાવવા માટે –

    Reply

Leave a Comment