Advertisement
સલાહ- મદદ- માહિતી-માર્ગદર્શન-પરામર્શ
Advertisement
ગુજરાત રાજ્યની વિશેષતા એ છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરવી અને ખાસ કરીને મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસાના કિસ્સામાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે હેલ્પલાઈન ની સુવિધાની ઉપલબ્ધિની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે 181 women’s helpline gujarat શરૂ કરવામાં આવી છે.સમગ્ર રાજ્યમાં આ સેવા 24*7 કાર્યરત છે.
181 women’s helpline gujarat મુખ્ય હેતુઓ:
- મહિલાઓ સામે થતી ઘરેલુ કે અન્ય પ્રકારની હિંસા, દુર્વ્યવહાર છેડતી જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ અને સલાહ-સુચનની કામગીરી હાથ ધરવી અને મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ મહિલાને તાત્કાલિક સહાય આપવી.
- ૧૦૮ની સેવા તેમજ ટેક્નોલોજીનો ઉપયોગ કરી ૨૪ કલાક સેવાઓ આપતી હેલ્પલાઈન કાર્યરત રાખવી.
- પીડિત મહિલાને ટૂંકા ગાળા અને તબક્કવાર લાંબા ગાળાનું પણ કાઉન્સેલિંગ અને માર્ગદર્શન પૂરું પાડવું.
- અન્ય ખાતાઓ અને વિભાગો સાથે જરૂરી સંકલન અને દિશાનિદર્શન.
- મહિલાલક્ષી વિવિધ યોજનાઓની પ્રાથમિક માહિતી પૂરી પાડવી.
- મહિલાઓ આ સેવા અંતર્ગત મુખ્યત્વે બે પ્રકારની સેવાઓ મેળવી શકશે.
- ફોન ઉપર જરૂરી માહિતી, માર્ગદર્શન, કાઉન્સેલિંગની માહિતી.
- કોઈ મહિલા ઉપર કોઈ હિંસા થઈ રહી હોય તો તેને તાત્કાલિક તેમાંથી બચાવવા માટે રેસ્ક્યુની સેવા.
- આ હેલ્પલાઈન ઉપર સંપર્ક કરનાર મહિલાની ઓળખગુપ્ત રાખવામાં આવે છે.
૧૮૧ ‘અભયમ’ – મહિલા હેલ્પલાઈન ના અન્ય હેતુઓ:
- જરૂરી માહિતીમાં સ્થાનિક સ્તરે ઉપલબ્ધ વિવિધ સરકારી સેવાઓ જેવી કે મહિલા પોલીસ સ્ટેશન, મફ્ત કાનુની સહાય સેવાઓ, કાઉન્સેલિંગ સેન્ટર, સ્વયંસેવી સંસ્થાઓ, રક્ષણ અધિકારી, સમાજ સુરક્ષા અધિકારી, મહિલા આયોગ, વગેરે મહત્વના માળખાઓની સંપર્ક માહિતી આપવામાં આવશે. આ સાથે જ, સરકારશ્રી દ્વારા મહિલાઓના વિકાસ માટે શરુ કરવામાં આવેલ વિવિધ યોજનાઓ અને તે મેળવવા માટેના સ્થાનિક સંપર્કની માહિતી આપવામાં આવે છે.
- જો કોઈ મહિલા ઉપર હિંસાની ઘટના બની હોય અથવા તો તેની ઉપર હિંસા આચરવામાં આવશે એવો તેને ડર હોય તો પણ તે પોતાને હિંસાના બનાવનાં સ્થળથી સલામત સ્થળે ખસેડવા માટે તાત્કાલિક સહાયની માંગણી કરી શકે છે.
- આ હેલ્પલાઈનને રાજ્યમાં હાલમાં કાર્યરત અન્ય હેલ્પલાઈન જેવી કે ચાઈલ્ડ હેલ્પલાઈન, મહિલા આયોગની હેલ્પલાઈન, ૧૦૮, ૧૦૯૧,૧૦૦ વગેરે સાથે પણ જોડવામાં આવેલ છે જેથી જરૂર પડ્યે આમાંની કોઈ પણ સેવાનો લાભ મહિલાને તાત્કાલિક મળે છે.
Highlight of 181 women’s helpline gujarat
યોજનાનું નામ | ૧૮૧ ‘અભયમ’ – મહિલા હેલ્પલાઈન |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલી મહિલાઓને તાત્કાલિક મદદ માટે 181 Mahila Helpline અમલમાં મૂકવામાં આવેલ છે. |
વિભાગનું નામ | મહિલા અને બાળ વિકાસ વિભાગ |
લાભાર્થી | રાજ્યની મુશ્કેલીમાં મુકાયેલ મહિલાઓ |
Official Website | Click Here |
Read More: One Stop Center Scheme | સખી વન સ્ટોપ સેન્ટર યોજના
Also Read More: વ્હાલી દીકરી યોજનામાં વારંવાર પૂછાતા પ્રશ્નો
Also Read More: સુકન્યા સમૃદ્ધિ યોજના 2022
Women’s counselling
મહિલાઓને નીચે મુજબની વિવિધ સમસ્યાઓમાં બચાવ, સલાહ અને માર્ગદર્શન આપવામાં આવે છે.
- મહિલા સાથે થતી હિંસા (શારીરિક, જાતીય, માનસિક, આર્થિક, કાર્યના સ્થળે, પ્રજોત્પત્તિને લગતી બાબતો)
- શારીરિક તેમજ માનસિક આરોગ્યને લગતી સેવાઓ
- લગ્ન જીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો
- જાતીય તેમજ બાળજન્મને લગતી બાબતો
- કાનૂની જોગવાઈઓની પ્રાથમિક માહિતી
- માહિતી (કાર્યક્રમો, યોજનાઓ, સેવાઓ)
FAQ’s
મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ કોઈપણ મહિલાને ૨૪ કલાક તાત્કાલિક મદદ આપતી હેલ્પલાઈન છે.
કોઈપણ પ્રકારની મુશ્કેલીના સંજોગોમાં મુકાયેલી મહિલા ૧૮૧ અભયમ હેલ્પલાઈન પર ફોન કરી, પોતાની તકલીફોનો ઉકેલ લાવવા બાબતે નિષ્ણાતો અને તાલીમબદ્ધ કાઉન્સેલર પાસેથી ટેલીફોનીક માર્ગદર્શન અને મદદ મેળવી શકે છે.
૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પલાઈન દ્વારા મહિલાને કટોકટીના સમયે ‘અભયમ’ રેસ્ક્યુવાન દ્વારા તાત્કાલિક બચાવ, મદદ અને સહાયની સેવાઓ આપવામાં આવે છે.
અભયમ રેસ્ક્યુવાનમાં એક મહિલા કાઉન્સેલર, એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ, અને રેસ્ક્યુવાનના ડ્રાયવરનો સમાવેશ થાય છે.
જો કોઈ મહિલા ઘરેલુ અથવા અન્ય પ્રકારની હિંસાનો ભોગ બની રહી હોય અથવા તેને એવો ભય હોય કે તેની સાથે અગમ્ય ઘટના બનવાની શક્યતા છે, ત્યારે ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પલાઈન પર ફોન કરી તાત્કાલિક મદદ મેળવી શકે છે. આ સ્થિતિમાં જરૂર જણાયે ૧૮૧ રેસ્કયુવાન મહિલાને તાત્કાલિક સુરક્ષિત સ્થળે પહોંચાડે છે, તેમજ આગળની કાર્યવાહી મહિલાના અભિપ્રાય અને મંતવ્ય મુજબ કરે છે.
હા, ૧૮૧ “અભયમ” મહિલા હેલ્પલાઈન પર કોલ કરીને મહિલા કે યુવતી જણાવી શકે છે. જેથી અભયમ મહિલા હેલ્પલાઈન નજીકની પી.સી.આર. વાનને તાત્કાલિક તે સ્થળે મોકલે છે, અને મહિલાને સુરક્ષા આપે છે.
૧૮૧ અભયમ રેસ્ક્યુવાન દ્વારા પીડિત મહિલાઓને જરૂર જણાય તો પોલીસ સ્ટેશન, સખી વન સ્ટોપ સેન્ટર (O.S.C.), હોસ્પિટલ, નારીગૃહ, વૃદ્ધાશ્રમ, ફેમેલી કાઉન્સેલિંગ સેન્ટર, નારીઅદાલત વગેરે જેવી સંસ્થાઓ સુધી સુરક્ષિત રીતે પહોચાડવામાં આવે છે.
FAQ’s 08 to 12
· મહિલા સાથે થતી હિંસા ( શારીરિક, માનસિક, જાતિય, આર્થિક તેમજ કર્યના સ્થળે જાતીય સતામણી).
· લગ્નજીવન તેમજ અન્ય સંબંધના વિખવાદો, જાતીય સતામણી, છેડતી અને બાળ જન્મને લગતી બાબતો.
· કાનુની જોગવાઈઓની પ્રાથમિક માહિતી.
· સાયબર ગુનાઓ (ટેલીફોનીક ટોકીંગ, ચેટીંગ, એમ.એમ.એસ., ઈન્ટરનેટ ).
· સરકારી કાર્યક્રમ, યોજનાઓ, સેવાઓ અને સહાયક માળખાઓની માહિતી.
ના, મહિલાઓની મદદ અને સુરક્ષાની સાથે સાથે મહિલા સશક્તિકરણ માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા અમલી યોજનાઓ, લાભો અને સંપર્કની વિગતો પણ મેળવી શકાય છે.
હા, કોઈપણ કન્યા, યુવતી કે મહિલા આ સેવાનો ઉપયોગ કરી શકે છે. મહિલાને મદદરૂપ બનનાર કોઈપણ પુરૂષ આ સેવાનો ઉપયોગ કરી શકે છે. અન્ય રાજ્યની મહિલા પણ ગુજરાતમાં આવતા આ સેવાનો લાભ મેળવી શકે છે.
હા, આ હેલ્પલાઈન ઉપર સંપર્ક કરનાર તમામ વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે.
સ્કુલ, કોલેજમાં કે રસ્તામાં યુવતીની છેડતી થતી હોય ત્યારે ૧૮૧ ‘અભયમ’ હેલ્પલાઈન પર ફોન કરીને તાત્કાલિક મદદ મેળવી શકે છે. આવી સ્થિતિમાં જરૂર જણાય ૧૮૧ રેસ્ક્યુવાન યુવતીની મદદે પહોચી જાય છે.
FAQ’s 13 to 15
મોબાઈલ કે ઘરના ફોનમાં વારંવાર ફોન કરીને મહિલા કે યુવતીને કોઈ પરેશાન કરતું હોય ત્યારે ૧૮૧ ‘અભયમ’ હેલ્પલાઈનને કોલ કરી શકાય છે, અને આ હેલ્પલાઈનમાં “પોલીસ સ્ટેશન ડેસ્ક” ની સેવા ઉપલબ્ધ છે, જે આવા કેસોમાં મહિલા/યુવતીઓને મદદરૂપ થાય છે.
જો કોઈ વ્યક્તિ મહિલા કે યુવતીની અંગત પળોના ફોટા કે વિડીયોનો સોશિયલ મીડિયામાં દુરુપયોગ કરવાની ધમકી આપતો હોય અથવા સોશિયલ મીડિયામાં મુક્યુ હોય ત્યારે ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પલાઈન સાયબર ક્રાઈમ સેલ સાથે રહીને આ ફોટા કે વિડીયો કે અન્ય સાહિત્યને નીકાળવામાં અને જરૂરી કાર્યવાહી કરવામાં મદદ કરે છે.
હા, ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પલાઈન દ્વારા મહિલા કે યુવતીનું ટેલીફોનીક કાઉન્સેલિંગ કરવું હોય તો કરી શકાય છે.
Read More: સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટરનો ઉપયોગ કેવી રીતે કરવો
Also Read More: સોલાર ફેન્સીંગ સહાય યોજના
Also Read More: કોચિંગ સહાય યોજના
FAQ’s 16 to 20
મહિલા અને યુવતી પોતાની સલામતી માટે ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પલાઈનની મોબાઈલ એપ્લીકેશન પોતાના એંડ્રોઈડ મોબાઈલમાં ડાઉનલોડ કરી શકે છે. અને જરૂરિયાતોના સમયે તાત્કાલિક તેનો ઉપયોગ કરી મદદ મેળવી શકે છે.
· ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પલાઈન એપ્લીકેશન એન્ડ્રોઈડ મોબાઈલમાં થઈ શકે તેવી એપ્લીકેશન છે.
· આ એપ્લીકેશનમાં મહિલાના નજીકના પાંચ વ્યક્તિઓના સંપર્કની વિગતો લેવામાં આવે છે.
· આ એપ્લીકેશનમાં “પેનિક બટન” છે જેના દ્વારા મહિલા સમસ્યામાં છે તે અંગે સમજ મળે છે.
· આ એપ્લીકેશન દ્વારા મહિલા પેનિક બટન દબાવે અથવા મોબાઈલ શેક (હલાવે) કરે ત્યારે ત્વરિત ૧૮૧ ને અને મહિલા કે યુવતીના પાંચ નજીકના વ્યક્તિને ખ્યાલ આવે છે કે સમસ્યામાં છે.
· મહિલા કે યુવતી આ એપ્લીકેશન દ્વારા હેરાનગતિ કરનાર વ્યક્તિનો ત્વરિત ફોટો પણ લઈ શકે છે જે ૧૮૧ ના મુખ્ય સેન્ટર પર પહોચી જાય છે જેથી હેરાનગતિ કરનારની ઓળખ થઈ જાય છે અને સમસ્યાને સમજવામાં સરળતા રહે છે.
· મહિલા કે યુવતી ફોન ના લગાવે અને મોબાઈલ શેક કરે અને વાતચીત ચાલુ રાખે તો પણ ૧૮૧ ને તેનું લોકેશન (ભૌગોલીક સ્થળ) નો ખ્યાલ આવી જાય છે, અને તાત્કાલિક નજીકની પી.સી.આર વાન મહિલા કે યુવતીની મદદ માટે પહોંચી જાય છે.
હા, જો આવી ગંભીર પરિસ્થિતિ હોય તો પિયર પક્ષવાળા ૧૮૧ ને કોલ કરી શકે છે, અને ૧૮૧ રેસ્ક્યુવાન તેના કાઉન્સેલર સાથે મહિલાને મળવા જાય છે અને પરિસ્થિતિને સમજીને આગળની કાર્યવાહી કરે છે.
કોઈ મહિલા કે યુવતીને કામકાજના સ્થળે જાતીય સતામણી થતી હોય ત્યારે તેઓ ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પલાઈનને કોલ કરી શકે છે. ૧૮૧ મહિલા હેલ્પલાઈન મહિલા કે યુવતી સાથે વાતચીત કરીને પ્રથમ તેઓની તકલીફ અંગે સમજે છે ત્યારબાદ તેમને જુદા જુદા વિકલ્પો આપે છે, પોલીસ ફરિયાદ, મફત કાનુની સહાય તેમજ સમજણ, અને કાનૂની સલાહ સમાધાનથી કેસના નિકાલ માટે મહિલા તૈયાર હોય તો તે મુજબ ‘અભયમ’ મદદરૂપ થાય છે.
હા, રાજ્યની અન્ય હેલ્પલાઈન જેવી કે ૧૦૮/૧૦૪/૧૦૦/૧૦૯૮/૧૫૫ વગેરે સાથે જરૂરિયાત મુજબ સંપર્ક કરી શકાય તે રીતે જોડાણ કરેલ છે. અન્ય રાજ્યની મહિલાને જે તે રાજ્યના સંસ્થાકીય માળખાઓ સાથે સંકલન કરીને મદદ પૂરી પાડવામાં આવે છે.