Aadhar Card Misuse Complaint Online Complaint Online :તમારા આધારકાર્ડનો ખોટો ઉપયોગ તો થતો નથી ને? ઘરે બેઠા ફરિયાદ કરો.

Aadhar Card Misuse Complaint Online: આજના ડિજીટલ યુગમાં લોકો ઓનલાઈન રહેતા થયા છે. લોકો ઓનલાઈન ખરીદી, વિવિધ યોજનાઓના લાભ લેવા માટે ઓનલાઈન અરજીઓ કરતા થયા છે. જેના લીધે લોકો સાથે ઘણા બધા સ્કેમ થતા જોવા મળે છે. આવા સ્કેમમાં તમારા ડોક્યુમેન્ટનો દૂરઉપયોગ કરીને લોકો ગેરલાભ ઉઠાવતા હોય છે. ખાસ તો હાલમાં આધારકાર્ડ સબંધિત વિવિધ સ્કેમ થતા જોવા મળે છે.

Aadhar Card Misuse Complaint Online Complaint Online

આજના ટેકનોલોજીના યુગમાં લોકો સાથે વિવિધ ઓનલાઇન છેતરપીંડ થાય છે. ઓનલાઈન ગુનાઓ કરનાર સ્કેમર દ્વારા તમારા ડોક્યુમેન્ટનો દૂરઉપયોગ કરીને તમારા બેન્ક એકાઉન્ટમાંથી નાણાંકીય ઉઠાંતરી કરતા હોય છે. આવા સ્કેમથી બચવા માટે તમારે શું-શું કરવું જોઈએ? તમે કેવી રીતે જાણી શકશો કે, તમારા ડોક્યુમેન્ટનો દૂર ઉપયોગ થઈ રહ્યો છે કે કેમ? અને તમે તેની ફરિયાદ કેવી રીતે કરી શકશો? આ તમામ માહિતી અમે તમને આ આર્ટિકલમાં આપવાના છીએ. તમારા આધારકાર્ડનો દુરુપયોગ થઈ રહ્યો છે? તો તમે તેને ઘરે બેઠા ઓનલાઈન ફરિયાદ કેવી રીતે કરી શકશો?.આ સંપૂર્ણ માહિતી મેળવવા માટે અમારા આર્ટિકલને છેલ્લે સુધી વાંચો.

Highlight Point

આર્ટિકલનું નામતમારા આધારકાર્ડનો ખોટો ઉપયોગ તો થતો નથી ને? ઘરે બેઠા ફરિયાદ કરો.  
જો આધારનો ખોટો ઉપયોગ થાય તો? ક્યાં જાણ કરવી?UIDAI ની ઓફિશિયલ વેબસાઈટ
ટોલ ફ્રી નંબર1947
સંપર્ક ઈ-મેઈલ આઈ.ડી.help@uidai.gov.in
UIDAI ઓફિશિયલ વેબસાઈટઅહી ક્લિક કરો

આધારકાર્ડ વિશે અગત્યની માહિતી

ભારતના નાગરિકો માટે આધારકાર્ડ ખૂબ જ અગત્યનો આધાર છે. આધારકાર્ડ દ્વારા વ્યક્તિની ઓળખ સુનિશ્ચિત કરવામાં આવે છે. જેથી, આધાર કાર્ડ એ દેશના નાગરિકો માટે મહત્વનું દસ્તાવેજ માનવામાં આવે છે. આધારકાર્ડનો ઉપયોગ લગભગ દરેક સરકારી અને બિનસરકારી કામમાં થઈ રહ્યો છે. તમારા આધારકાર્ડમાં તમારું નામ, સરનામું, ફોન નંબર થી માંડીને ફિંગર પ્રિન્ટ સુધીની તમામ માહિતી હોય છે. આ સ્થિતિમાં જો તમારું આધારકાર્ડ ખોટા હાથમાં જાય તો તમારા માટે મોટી મુશ્કેલી થઈ શકે છે.

 જો તમારા આધારકાર્ડનો ખોટો ઉપયોગ થતો હોય તો

જો તમારું આધાર કાર્ડ ખોટી વ્યક્તિ પાસે જાય તો તેનો દૂરપયોગ થવાનો સંભવ રહે છે. આવા અગત્યના દસ્તાવેજને આધારે તમને ખૂબ જ નુકસાન પહોંચાડી શકે છે તેથી, જો તમને ડર છે કે કોઈ તમારા આધારકાર્ડનો દૂરઉપયોગ કરી રહ્યું છે. તો તમે ઘરે બેઠા બેઠા જાતે જ તેની તપાસ કરી શકો છો. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા(uidai)ની એક ઓફિસિયલ વેબસાઈટ છે. જેના પરથી તમે જોઈ શકો છો કે તમારો આધારકાર્ડ નો ઉપયોગ ક્યારે અને કઈ જગ્યાએથી કરવામાં આવ્યો છે. અને આ તદ્દન ફ્રીમાં તમે ઘરે બેઠા જ કરી શકો છો તમારી પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.

તમારા Aadhar Card Misuse નો થઈ રહ્યો છે કે નહીં? તે આવી રીતે ચેક કરો.

  • સૌપ્રથમ તમારે આધારની અધિકૃત વેબસાઈટની મુલાકાત લેવી.
  • હવે તેમાં આધાર સર્વિસની નીચે તમને આધાર ઓથેન્ટિકેશન હિસ્ટ્રીનો ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારે “આધાર નંબર” અને “સિક્યુરિટી કોડ” દાખલ કરવાનો રહેશે, ત્યારબાદ Send ઓટીપી પર ક્લિક કરો.
  • ત્યારબાદ આધારકાર્ડ સાથે રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર પર વેરિફિકેશન માટે એક OTP આવશે, ઓટીપી દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારે ઓથેન્ટીકેશન ટાઈપ, ડેટા રેન્જ અને ઓટીપી સહિત તમામ માહિતી દાખલ કરવાની રહેશે.(આમાં તમે છ મહિના સુધીનો ડેટા પણ જોઈ શકો છો)
  • વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરો, ત્યારે તમારી સામે એક લિસ્ટ દેખાશે જેમાં છેલ્લા છ મહિનામાં આધારકાર્ડ નો ઉપયોગ ક્યારે અને ક્યાં થયો તેની માહિતી આપવામાં આવી હશે.

આધારકાર્ડ દુરુપયોગ વિશે ફરિયાદ કરવાની રીત:

જો તમને પણ એવું લાગતું હોય કે, આધારકાર્ડનો દૂરપયોગ થયો છે તો તમે તેની ફરિયાદ ઘરે બેઠા બેઠા તરત જ નોંધાવી શકો છો. આ માટે તમે ટોલ ફ્રી નંબર 1947 પર કોલ કરીને અથવા help@uidai.gov.in પર ઇમેઇલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો. તથા તમે આધાર કાર્ડ ઓથેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા ની ઓફિશિયલ વેબસાઈટ પર ઓનલાઇન ફરિયાદ પણ નોંધાવી શકો છો.

જો તમારા પરિવારમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું છે, તો તેનું આધારકાર્ડ રદ કરવાની કોઈ વ્યવસ્થા નથી. આવી સ્થિતિમાં મૃતકના આધારકાર્ડને સુરક્ષિત રાખવા અને તેના દૂર ઉપયોગ ન થાય તેની જવાબદારી મૃતકના પરિવારજનોની હોય છે. જો મૃત્યુ પામનાર વ્યક્તિ આધારકાર્ડ દ્વારા કોઈ યોજના અથવા સબસીડીનો લાભ લેતો હોય, તો સંબંધિત વિભાગની વ્યક્તિના મૃત્યુ વિશે જાણકારી આપવી જોઈએ. તેની સાથે જ તેનું નામ તે સ્કીમમાંથી હટાવી દેવામાં આવશે.

આધાર એપ અથવા UIDAI ની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા મૃતક વ્યક્તિના આધારને લોક કરી શકાય છે. જેથી કરીને મૃતક વ્યક્તિના આધાર કાર્ડનો દૂરઉપયોગ અટકાવવામાં મદદ મળશે.


how to report Aadhaar card misuse,

Important Link

UIDAI ઓફિશિયલ વેબસાઈટઅહી ક્લિક કરો
આધારકાર્ડના દુરુપયોગની ઉપયોગ ફરિયાદ કરવાઅહી ક્લિક કરો
હોમપેજ પર જવાhttps://www.sarkariyojanaguj.com/

Leave a Comment