AnyROR Gujarat 2023 : 7/12 અને 8A ના ઉતારાની નકલ ઓનલાઈન મેળવો.

Short Briefing : AnyRoR Gujarat 7/12 and 8A Utara Land Records | 7/12 અને 8A ના ઉતારાની નકલ ઓનલાઈન મેળવવાની પદ્ધતિ જાણો । Anyror @ Anywhere Gujarat Land Records 7/12 । Download 7/12 and 8A Utara Gujarat

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now

દેશ ડિજીટલ યુગમાં હાલ પ્રગતિ કરી રહ્યો છે. દેશ અને ગુજરાતમાં ઘણી બધી સેવાઓ ઓનલાઈન થઈ રહી છે. રાજ્ય સરકાર હેઠળ ઘણા બધા વિભાગોમાં Online Portal અમલી બનેલ છે. જેમાં Digital Gujarat Portal પર તો રાજ્યની અંદાજીત 193 જેટલી સેવા અને યોજનાઓનો લાભ મેળવી શકો છે. ખેડૂતો માટે પણ ikhedut Portal બનાવવામાં આવ્યું છે. હવે રાજ્ય સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને AnyROR Gujarat 2023 અમલી બનાવેલ છે. હવે ખેડૂતો આ પોર્ટલ પરથી મહેસૂલી રેકોર્ડ ઓનલાઈન મેળવી શકશે. જમીનોના દસ્તાવેજો જેવા કે, 7/12, 8-A, 6 વગેરે ઓનલાઈન ડાઉનલોડ કરી શકાશે. આ DIGITALLY SIGNED ROR નકલ AnyRoR Anywhere Portal અને iORA Portal પરથી મેળવી શકાશે.

AnyRoR Gujarat 2023

            ગુજરાત સરકારશ્રીના મહેસૂલ વિભાગ દ્વારા Land Records Online બનાવવામાં આવેલ છે. Gujarat e-Dhara તરીકે ઓળખાતી ડીજીટાઈઝેશન સિસ્ટમને ભારત સરકાર તરફથી પ્રશંસા મેળવી છે. આ ઓનલાઈન સિસ્ટમને e-Governance Project માટે એવોર્ડ પણ મળેલો છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે રાજ્યના ખેડૂતો મહેસૂલી રેકોર્ડ ઓનલાઈન મૂકવામાં આવ્યો છે. જમીના દસ્તાવેજો જેવા કે, 7/12, 8-A, 6 વગેરે ડાઉનલોડ કરી શકાશે. આ ડીજીટલ સાઈન્ડની નકલ AnyRoR @ Anywhere અને iORA Portal પરથી મેળવી શકાશે.

7 12 Utara & 8-A શું છે.। 7 12 8અ ના ઉતારા વિશે માહિતી

        ખેડૂતોના પોતાની જમીન દસ્તાવેજોની વિગતો 7/12 અને 8-અ ઉતારાઓમાં સમાવેશ કરવામાં આવે છે. આ ઉતારાઓમાં માલિકી, સર્વે નંબર, જમીનનો પ્રકાર, પાકની માહિતી, જમીનનું ક્ષેત્રફળ વગેરે માહિતીનો સમાવેશ થાય છે. આ અગત્યના રેકોર્ડ દ્વારાએ  જમીનમાં નવા પાક વાવેતર વિશે માહિતી મેળવી શકાય છે. ખેડૂતોઓએ પાક લોન લીધેલી હોય તો પણ જાણી શકાય છે. અને પાક ધિરાણ લોન પણ મેળવી શકાય છે.

Online Digitally Signed 7/12 Download । 7/12 8અ ગુજરાત online

      ગુજરાત રાજ્યમાં જમીન માટેનું અગત્યના ડોક્યુમેન્‍ટ એટલે ગામના નમૂના નંબર 6, 7/12 ઉતારા, 8-અ ની નકલ છે. આ ઉતારાઓ તાલુકાના ઈ-ધરા કેન્દ્રો તથા ઈ-ગ્રામ કક્ષાએથી મેળવી શકાય છે. પરંતુ સરકારશ્રી દ્વારા Digitally Signed નકલ Online Download પણ કરી શકાય છે. આ ઉતારાઓમાં e-Sign અને e-Seal સામેલ હશે. આવી નકલનો ઉપયોગ તમામ અધિકૃત ગણાશે. Anyror Gujarat અથવા i-ORA પોર્ટલ પરથી ઓનલાઈન મેળવી શકાશે. જમીનના આ ઉતારા પર QR Code સામેલ હશે, તેની સત્યતા કે ખરાઈ પણ કોઈપણ જગ્યાએથી કોઈપણ વ્યક્તિ કે સંસ્થા કરી શકાશે. આ નકલ માટે ખેડૂતોએ ઓનલાઈન ફી ભરવાની રહેશે.

Highlight Point Of AnyROR Gujarat 2023

આર્ટિકલનો વિષયAnyROR Gujarat 2023
ભાષાગુજરાતી અને અંગ્રેજી
સેવાનો ઉદ્દેશગુજરાતના ખેડૂતો પોતાની જમીનના 6, 7/12અને ૮-અ ઘરે બેઠા ઓનલાઈન કાઢી શકશે.
લાભાર્થીગુજરાતના તમામ ખેડૂતો
Official Website AnyRoRAny Ror @Anywhere
Official Website i-ORAi-ORA Website

Read More: કાચા મંડપ સહાય યોજના । Kacha Mandap Sahay Yojana


Any RoR Gujarat પરથી કયા-કયા લેન્‍ડ રેકોર્ડ ઓનલાઈન જોઈ શકાશે.

        Anyror @Anywhere ની અધિકૃટ વેબસાઈટ પરથી ગ્રામ્ય વિસ્તારના જમીન રેકોર્ડ અને શહેરી વિસ્તારના જમીન રેકોર્ડ જોઈ શકાય છે. જેની માહિતી નીચે મુજબ છે.

ગ્રામ્ય વિસ્તારો માટેના રેકોર્ડ

        જે ખેડૂતો કે ખાતેદારોની ગ્રામ્ય વિસ્તારમાં જમીનો છે તે ઓનલાઈન જોઈ શકશે. જેના માટે મહેસૂલ વિભાગની અધિકૃત વેબસાઇટ જવાનું રહેશે. ગ્રામ્ય વિસ્તારના  કયા-કયા જમીન રેકોર્ડ ઓનાલાઈન જોઈ શકાય તેની માહિતી નીચે મુજબ છે.

  • e-CHAVDI (ઈ-ચાવડી)
  • જૂના સ્કેન કરેલા ગામ નંબર- 7/12 ની વિગતો)
  • જૂના સ્કેન કરેલા હકક પત્રક ગામ નંબર-6 ની વિગતો)
  • VF-7 Survey No Details (ગામ નંબર-7 ની વિગતો)
  • ગા.ન- 8અ ની વિગતો)
  • VF-6 એન્ટ્રી Detail (હક્ક પત્રક ગા. ન. 6 ની વિગતો)
  • 135-D Notice for Mutation ( હક્ક પત્રક ફેરફાર માટે 135-ડી ની નોટીસ)
  • New Survey No From Old For Promulgated Village
  • Entry List By Month Year
  • Integrated Survey No Detail (સરવે નંબરને લગતી સંપૂર્ણ માહિતી)
  • Revenue Case Details
  • Know Khata By Owner Name (ખાતેદારના નામ પરથી ખાતુ જાણવા)
  • Know Survery No Detail By UPIN

Read More: ખેડૂત મોબાઈલ સહાય યોજના | Khedut Mobile Sahay Yojana 2023


શહેરી વિસ્તારો માટેના રેકોર્ડ

               શહેરી વિસ્તારના નાગરિકો પોતાની જમીન કે માલિકની સંપત્તિનો રેકોર્ડ ઓનલાઈન જોઈ શકે છે. શહેરી વિસ્તારનો જમીન રેકોર્ડ જોવા માટે પણ મહેસૂલ વિભાગની અધિકૃત વેબસાઇટ જવાનું રહેશે. શહેરી વિસ્તારના કયા-કયા જમીન રેકોર્ડ ઓનાલાઈન જોઈ શકાય તેની માહિતી નીચે મુજબ છે.

  • Survey No Detail (સરવે નંબરની વિગતો)
  • Nondh No.Details
  • 135-D Notice Details
  • Know Survey No. By Owner Name
  • Entry List By Month Year
  • Know Survey No Detail By UPIN
AnyROR Gujarat 2023

આ પણ વાંચો: દેવીપૂજક ખેડુતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય યોજના


i-ORA Gujarat પર ઓનલાઈન મળતી સેવાઓ

        iORA એટલે કે Integrated Online Revenue Applications થાય છે. મહેસૂલ વિભાગની આ અધિકૃત વેબસાઈટ પર જમીનને લગતી ઘણી બધી સેવાઓ ઓનલાઈન પૂરી આપવામાં આવે છે. જમીનને લગતી સેવાઓ નીચે મુજબ છે.

  • પ્રિમિયમ ભરવા પરવાનગી મેળવવા
  • બિનખેતી પરવાનગી મેળવવા
  • બિનખેતી પ્રિમિયમ સાથે બિનખેતી પરવાનગી
  • પ્રામાણિક ઔદ્યોગિક હેતુ પ્રમાણપત્ર મેળવવા
  • જમીન ખરીદવા પરવાનગી મેળવવા
  • હક્કપત્રક સંબંધિત અરજી
  • સિટી સરવે કચેરી સંબંધિત અરજીઓ
  • સબ-રજીસ્ટ્રાર કચેરી સંબંધિત અરજી
  • જમીન માપણી સંબંધિત અરજી
  • ખેડૂત ખરાઈ પ્રમાણપાત્ર મેળવવા
  • ગુજરાત જમીન પચાવવા પર અધિનિયમ-2020

7/12 ની નકલ online print gujarat

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ઓનલાઈન 7/12 ની નકલ મેળવી શકે તેવી સેવા બહાર પાડેલી છે. રાજ્યના તમામ નાગરિકો 7/12 ની નકલ Online Print Gujarat મેળવી શકશે. આ સેવા ઘરે બેઠા ઓનલાઈન લઈ શકાશે.


આ પણ વાંચો: PM Kisan 14th Installment Release Date : 14 મો હપ્તો મે મહિનામાં આ તારીખે આવશે, આ લિસ્ટ તમારું નામ તપાસો.


કઈ-કઈ જગ્યાએ 7/12 ની નકલ અને 8-અ ની નકલનો ઉપયોગ થાય છે?

જમીન મહેસૂલી દસ્તાવેજો તરીકે ઓળખાતા આ ૦૭/૧૨ અને ૮-અ ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે. જેમાં ગુજરાત સરકાર દ્વારા બાગાયતી યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, મસ્ત્ય પાલનની યોજનાઓ તથા ખેડૂતલક્ષી યોજનાનો લાભ માટે ઉપયોગી બને છે. આ ઉપરાંત ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનાનો લાભ લેવા માટે પણ ઉપયોગી છે. વધુમાં કિસાન ક્રેડિટ કાર્ડ યોજના જેવી લોન યોજનાનો લાભ લેવા માટે પણ ખૂબ ઉપયોગી છે.

How to Download Online Digitally Signed RoR । 7/12 ની નકલ online download

      મહેસૂલ વિભાગ દ્વારા જમીનના ઓનલાઈન દસ્તાવેજો માન્ય કરેલ છે. જેના માટે તા-18/11/2021 ના સરકારી ઠરાવ બહાર પાડવામાં આવેલ છે. જેમાં જાહેર કરવામાં આવ્યું છે કે, મહેસૂલી દસ્તાવેજોમાં e-sign અને e-Seal નો અમલ કરવામાં આવે. હવેથી ગામ નમૂના 6,  7/12 અને 8-અ ની નકલો કોઈપણ વ્યક્તિ કોઈપણ જગ્યાએથી ઓનલાઈન મેળવી શકાશે. જેના માટે Anyror Gujarat અને i-ORA પરથી ડાઉનલોડ કરી શકાશે. આ જમીનના ઉતારા કેવી રીતે ડાઉનલોડ કરવા તેની સ્ટેપ બાય સ્ટેપસ માહિતી મેળવીશું.

  • સૌપ્રથમ Google માં જઈને “AnyRor” કે “i-ORA” ટાઈપ કરવાનું રહેશે.
iora gujarat 7/12
  • જેમાં મહેસુલ વિભાગના AnyRoR (https://ayeke.gujarat.gov.in,)  i-ORA (https://kita.gujarat.gov.in) પર પોર્ટલ પર જાઓ.
  • AnyRoR અથવા i-ora પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ “Digitally Signed RoR/ડિજિટલ સાઇન્ડ ગામ નમૂના નંબર” પર ક્લિક કરો.
07/12 utara gujarat
  • તમારો મોબાઈલ નંબર દાખલ કરો.
  • વેબસાઈટની પેજમાં દેખાતા Captcha Code વાંચીને તેની નીચેના ટેક્સબોક્ષમાં દાખલ કરો. 
  • જો captcha code વાંચી શકાય એમ ન હોય તો “Refresh Code” પર ક્લિક કરો. જેથી નવો કોડ સ્ક્રીન પર આવશે.
  • Cpatcha Code નાખ્યા બાદ “Generate OTP” પર ક્લિક કરો. OTP જનરેટ કરવાથી તમારા દ્વારા દાખલ કરેલા મોબાઈલ નંબર પર વેરિફિકેશન કોડ આવશે.
  • મોબાઇલ નંબર પર પર આવેલા વેરિફિકેશન કોડ Textbook મા દાખલ કરીને “Login” પર click કરો.

After Login Process

  • Login પર click કર્યા બાદ ડિજિટલી સાઈન્ડ ગામ નમૂના મેળવવા માટેનું ફોર્મ ઓપન થશે.
  • ગામ નમૂના નંબર મેકવાવા માટે તમારો જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરવાનું રહેશે. જેમાં સર્વે નંબર / બ્લોક નંબર / ખાતા નંબર / નોંધ નંબર પસંદ કરી “Add Village Form”પર click કરો.
  • તમારે જરૂરી ગામ નમૂના નંબર ની વિગતો એક પછી એક ઉપર જણાવેલ મુદ્દા નંબર- 8 મુજબ “Add Village Form” પર click કરી યાદી તૈયાર કરો.
  • ત્યારબાદ ગામ નમૂના નંબરની યાદી તૈયાર કર્યા બાદ તેની જરૂરી ચકાસણી કરી “Procced For Payment” પર click કરો.

Read More: Gyan Sadhana Scholarship | જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના વિદ્યાર્થીઓને 25000 સુધી શિષ્યવૃત્તિ મળશે.


Online Procced For Payment

  • હવે “Procced For Payment” પર ક્લિક કર્યા બાદ જો કોઈ સુધારો કરવો હોય તો “Cancel Request” પર ક્લિક કરો.
Any RoR @ Anywhere "Process for Payment
  • જો તમામ માહિતી બરાબર હોય તો “Pay Amount” પર click કરી જરૂરી રકમની ચૂકવણી ઓનલાઇન કરો.
  • નોંધ:- A) ગામ નમૂના માટે ફી Online જ ભરવાની છે. B) ઓનલાઈન રકમ ભરતાં પહેલાં ઓન-લાઈન પેમેન્ટ કરવા અંગેની પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી લેવી.

Download Digitally Signed RoR

  • પેમેન્ટની ચુકવણી કર્યા બાદ ડિજિટલ ગામ નમૂના નંબર Download કરવા માટે સ્ક્રીન પર મળશે. જેમાં “Download RoR” પર ક્લિક કરીને ડીજીટલ ગામ નમૂના ડાઉનલોડ કરી શકાશે.
Download Digitally Signed RoR
  • નોંધ:- A) જો રકમની ચુકવણી કર્યા બાદ ડીજીટલ ગામ નમૂના નંબર તૈયાર થયેલા ન હોય તો “Generate રોર” પર ક્લિક કરી ડીજીટલ ગામ નમૂના નંબર તૈયાર કરો.
  • ડીજીટલ ગામ નમૂના નંબર તમારા login માં 24 કલાક સુધી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે. ત્યારબાદ લોગીનમાંથી રદ થશે.
  • Digital Gam Namuna Number માં ડીજીટલ સાઇન્ડ હોય છે. અને તે રાજ્ય સરકાર દ્વારા માન્ય કરેલી નકલ છે.
  • ડીજીટલ ગામ નમૂના નંબરમાં દર્શાવેલ QR Code સ્કેન કરવાથી કોઈપણ વ્યક્તિ કે સંસ્થા તેને સર્વરની કોપીની ખરાઈ તેમજ ચકાસણી કરી શકશે.
  • ડીજીટલ ગામ નમૂના નંબર માં સામેલ QR Code ની નીચે યુનિક નંબર https://anyror.gujarat.gov.in/rorverify.aspx પર દાખલ કરીને પણ કોઈપણ વ્યક્તિ કે સંસ્થા તેને ચકાસણી કરી શકાશે.

આ પણ વાંચો: રાજ્યના પાત્રતા ધરાવતા તમામ નાગરિકોને ઘરઘંટી સાધન સહાય તરીકે મળશે- સંપૂર્ણ માહિતી મેળવો.


Important Links

Sr.NoSubject
1AnyRoR Gujarat Website
2i-ORA Gujarat Portal
3Download Digitally Signed RoR
4Check URBAN Land Records
5Check Rural Land Records
6New Online Application
7Home Page
Important Links

Read More: PM Kisan 14th Installment Beneficiary List : આ ખેડૂતોને 14 મા હપ્તાની સહાય મળશે.- તમારું નામ ચેક કરો.


FAQ’s – વારંવાર પૂછાતા પ્રશ્નો

મહેસૂલ વિભાગના AnyROR Gujarat 2023 અને i-ORA Portal પર Digitally Signed ROR બાબતે ખેડૂતોના મનમાં ઘણા પ્રશ્નો હોય છે. જેમાં વારંવાર પૂછાતા પ્રશ્નો અને તેના જવાબ નીચે મુજબ છે.

1.   મહેસૂલ વિભાગ ગુજરાતની અધિકૃત વેબસાઇટ કઈ છે?

જવાબ: ગુજરાત રાજ્યમાં મહેસૂલ વિભાગની અધિકૃત વેબસાઈટ Anyror Gujarat તથા i-ORA છે.

2.   શું AnyRoR Gujarat પરથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારના જમીન રેકોર્ડ જોઈ શકાય?

જવાબ:  હા, આ વેબસાઈટ પર ગ્રામ્ય લેન્‍ડ રેકોર્ડ અને શહેરી વિસ્તારોની લેન્‍ડ રેકોર્ડ અલગ-અલગ રીતે જોઈ શકાય છે.

3.   Digitally Singed નમૂના કઈ વેબસાઈટ પરથી મેળવી શકાશે?

જવાબ: ડીજીટલ સાઇન્ડ નમૂના મેળવવા માટે i-ORA portal પર જવાનું રહેશે. ત્યાંથી ઓનલાઇન ડાઉનલોડ કરી શકાશે.

4.   ખેડૂતોઓએ ડીજીટલ સાઈન્ડ વાળી નકલ મેળવવા માટે કેટલી ફી ભરવાની હોય છે?

જવાબ: ડીજીટલ સાઈન્ડ નકલ મેળવવા માટે ફક્ત રૂ. 5 ભરવાના હોય છે. આ ફી ઓનલાઇન થી જ ભરવાની હોય છે.

5.   ડીજીટલ સાઇન્ડ ગામ નમૂનાને કોઈ કચેરીમાં જઈને પ્રમાણિત કરવાના હોય છે?

જવાબ: ઓનલાઇન QR Code સાથે જનરેટ થયેલા ડીજીટલ સાઇન્ડની નકલ કોઈપણ જગ્યાએ ખરાઈ કે પ્રમાણિત કરવા નથી.

Leave a Comment

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now