ગુજરાતમાં ફળ પાકોનું વાવેતર બધા જિલ્લામાં થાય છે. તેજ પ્રમાણે પપૈયાને પણ સૂકું વાતાવરણ માફક આવે છે અને તે વધુ વરસાદ સહન કરી શકતો નથી. પપૈયાની ખેતી એ ડાંગ સિવાયના દરેક જિલ્લામાં જોવા મળે છે. સરકાર દ્વારા પપૈયાની ખેતીને પ્રોત્સાહન આપવા યોજના શરૂ કરવામાં આવી છે.
મિત્રો અગાઉના આર્ટીકલમાં આપણે સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજના, મશરૂમના ઉત્પાદન એકમ માટે સહાય યોજના, કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ માટે સહાય અને ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજનાની વિગતવાર માહિતી મેળવી. આજના આ આર્ટીકલમાં આપણે પપૈયાની ખેતી માટે સહાય યોજનાની વિગતવાર માહિતી આપીશું. Assistance Scheme for Papaya Cultivation in Gujarat હેઠળ શું લાભ મળે તેની ચર્ચા કરીશું.
Assistance Scheme for Papaya Cultivation in Gujarat
બાગાયત વિભાગ દ્વારા ફળની ખેતી, ફૂલની ખેતી શાકભાજીની ખેતી તેમજ ખેતી માટે જરૂરી સમાન માટે પણ સહાય પૂરી પાડવામાં આવે છે. જેમાં Assistance Scheme for Papaya Cultivation in Gujarat શું છે? તેની માહિતી મેળવીશું. પપૈયાની ખેતી માટે સહાય યોજના હેઠળ શું શું લાભ મળે? કેવી રીતે અરજી કરી શકાય? અને તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તે તમામ માહિતી મેળવીશું.
યોજનાનો હેતુ
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતના હિતમાં અનેક યોજના ચલાવવામાં આવે છે. આ યોજનાઓનો હેતુ ખેડૂતની આવક વધારવાનો ખેડૂતનું જીવન ધોરણ સુધારવાનો છે. આ યોજનાનો હેતુ ખેડૂત કેજે પપૈયાની ખેતી કરે છે તેમને સહાય પૂરી પાડવાનો છે.
Highlight Point
યોજનાનું નામ | પપૈયાની ખેતી માટે સહાય યોજના |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | આ યોજનાનો હેતુ ખેડૂત કેજે પપૈયાની ખેતી કરે છે તેમને સહાય પૂરી પાડવાનો છે. |
વિભાગનું નામ | બાગાયતી વિભાગ |
ક્યા લાભાર્થીઓને સહાય મળે? | ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો |
શું સહાય મળે? | યુનિટ કોસ્ટ- રૂ. 2.00 લાખ /હે. • TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના 50%, મહત્તમ રૂ. 1.00 લાખ/હે • યુનિટ કોસ્ટ- રૂ. 60000/હે. • TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ વિનાખર્ચના 50%, મહત્તમ રૂ. 0.30 લાખ/હે. |
ઓફિશિયલ વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજીની પદ્ધતિ | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31/05/2023 |
Read More: સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજના । Support Scheme For Strawberry Cultivation In Gujarat
યોજનાની પાત્રતા અને નિયમો
પપૈયાની ખેતી માટે સહાય યોજનાની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
- આ યોજનામાં સામાન્ય,અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
- આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે.
- ખેડૂતને બિયારણથી થતા પાકો માટે બિયારણ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી સારી ગુણવત્તાવાળુ બિયારણ ખરીદી કરી વાવેતર કરે તો તેઓને સહાય મળવાપાત્ર રહેશે.
- ખેડૂતને સહાય 2 હપ્તા (75:25)માં મળવાપાત્ર થશે.
- અનુ. જન જાતિના ખેડૂત ખાતેદારે માઇક્રો ઇરીગેશન સીસ્ટમ (M.I.S.) અપનાવેલ હોય તેવા ખેડુત ખાતેદારને પ્રાધાન્ય આપવાનું રહેશે.
- જે તે ખેડૂત ખાતેદારે બાગાયતી પાકોનાં વાવેતરની નોંધ પાણીપત્રકમાં દાખલ કરાવવાની રહેશે. વાવેતરની નોંધ પાણીપત્રકમાં દાખલ ન થાય ત્યાં સુધી જે તે વિસ્તારના તલાટીનો તે બાબતનો દાખલો ખેડુતે રજુ કરવાનો રહેશે.
- ખેડૂતને નવીન ટપક સિંચાઇ પધ્ધતિ ઉભી કરવાની રહેશે.
- ખેડૂત લાભાર્થી દીઠ 4 હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે.
Read More: PM Kisan Beneficiary List 2023 | પીએમ કિસાન સન્માન નિધિ યોજના લિસ્ટ 2023
પપૈયાની ખેતી માટે સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો
આ યોજના હેઠળ જુદી-જુદી જ્ઞાતિઓને અલગ-અલગ લાભ આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.
અનુસુચિત જાતિના ખેડૂતો માટે | ખેડૂતને પ્રતિ હેક્ટર રૂ. 2.00 લાખમાં TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના 40%, મહત્તમ રૂ. 0.80 લાખ/હે મળવા પાત્ર છે. ખેડૂતને પ્રતિ હેક્ટર રૂ. 0.60 લાખમાં TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ વિનાખર્ચના 50%, મહત્તમ રૂ. 0.30 લાખ/હે મળવા પાત્ર છે. |
અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે | ખેડૂતને પ્રતિ હેક્ટર રૂ. 2.00 લાખમાં TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના 50%, મહત્તમ રૂ. 1.00 લાખ/હે મળવા પાત્ર છે. ખેડૂતને પ્રતિ હેક્ટર રૂ. 0.60 લાખમાં TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ વિનાખર્ચના 50%, મહત્તમ રૂ. 0.30 લાખ/હે મળવા પાત્ર છે. |
સામાન્ય જાતિના ખેડૂતો માટે | ખેડૂતને પ્રતિ હેક્ટર રૂ. 2.00 લાખમાં TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના 40%, મહત્તમ રૂ. 0.80 લાખ/હે મળવા પાત્ર છે. ખેડૂતને પ્રતિ હેક્ટર રૂ. 0.60 લાખમાં TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ વિનાખર્ચના 50%, મહત્તમ રૂ. 0.30 લાખ/હે મળવા પાત્ર છે. |
Read More: રાજ્યના પાત્રતા ધરાવતા તમામ નાગરિકોને ઘરઘંટી સાધન સહાય તરીકે મળશે- સંપૂર્ણ માહિતી મેળવો.
Assistance Scheme for Papaya Cultivation in Gujarat | કયાં–ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ?
I khedut Portal પર ચાલતી પપૈયાની ખેતી માટે સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્ટ હોવા જોઈએ.
- ખેડૂતની 7/12 ની જમીનની નકલ
- આધારકાર્ડની નકલ
- જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
- જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
- રેશનકાર્ડની નકલ
- જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
- લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
- ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
- લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
- મોબાઈલ નંબર
Read More: પશુ ખાણદાણ સહાય યોજના | Pashu Khandan Sahay Yojana 2023
પપૈયાની ખેતી માટે સહાય યોજનામાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
પપૈયાની ખેતી માટે સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તે માટે તમારે નીચે પગલાં અનુસરીને અરજી કરવાની રહશે.
- પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
- જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
- ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
- યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-3 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.
- “બાગાયતી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-39 પપૈયા પર ક્લિક કરવું.
- જેમાં પપૈયાની ખેતી માટે સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.
- જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
- ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
- લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
- સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
- ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
Read More: પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 । Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023
FAQ
Ans. પપૈયાની ખેતી માટે સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ છે.
Ans. પપૈયાની ખેતી માટે સહાય યોજના માટે અરજી કરવાની અંતિમ તારીખ 31/05/2023 છે.
Ans. આ યોજનાનો હેતુ ખેડૂત કેજે પપૈયાની ખેતી કરે છે તેમને સહાય પૂરી પાડવાનો છે.