દક્ષિણ ભારતમાં ઘણા રાજયોમાં સરગવાની ખેતી વર્ષોથી થાય છે. થોડા વર્ષોથી ગુજરાતમાં ઉત્તરોત્તર સરગવાની ખેતી પ્રચલિત થતી જાય છે અને તેનો વ્યાપ વધતો જાય છે. ઝાડમાં ચોમાસું ઉતરતા શિયાળામાં કૂલ આવે છે અને શિંગો જાન્યુઆરી માસથી ઉતરવાની શરૂઆત થાય છે અને માર્ચ – એપ્રિલ માસમાં મોટા પ્રમાણમાં શિંગો તૈયાર થાય છે.
સરકાર દ્વારા સરગવાની ખેતીને પ્રોત્સાહન આપવા યોજના શરૂ કરવામાં આવી છે. મિત્રો અગાઉના આર્ટીકલમાં આપણે સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજના, મશરૂમના ઉત્પાદન એકમ માટે સહાય યોજના, કાચા મંડપ ટામેટા/મરચાં અને પપૈયાની ખેતી માટે સહાય યોજના અને ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજનાની વિગતવાર માહિતી મેળવી. આજના આ આર્ટીકલમાં આપણે સરગવાની ખેતી માટે સહાય યોજનાની વિગતવાર માહિતી આપીશું. Assistance Scheme for Sargava Cultivation in Gujarat હેઠળ શું લાભ મળે તેની ચર્ચા કરીશું.
Assistance Scheme for Sargava Cultivation in Gujarat
બાગાયત વિભાગ દ્વારા અનેક યોજનાઓ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન કરવામાં આવી છે. આ યોજનાનો ઉદેશ્ય બગાયતી ખેતી કરતા ખેડૂતોને સહાય પુરી પાડવાનો છે. જેમાં Assistance Scheme for Sargava Cultivation in Gujarat શું છે? તેની માહિતી મેળવીશું. સરગવાની ખેતી માટે સહાય યોજના હેઠળ શું શું લાભ મળે? કેવી રીતે અરજી કરી શકાય? અને તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તે તમામ માહિતી મેળવીશું.
યોજનાનો હેતુ
ગુજરાતના ખેડૂતોને સરગવાની વાવેતર તરફ અગ્રેસર કરવા આ યોજના ચલાવવામાં આવી છે. આ યોજનાનો હેતુ એ એવા ખેડૂતને સહાય આપવાનો છે કેજે સરગવાની ખેતી કરે છે.
Highlight Point
યોજનાનું નામ | સરગવાની ખેતી માટે સહાય યોજના |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | આ યોજનાનો હેતુ એ એવા ખેડૂતને સહાય આપવાનો છે કેજે સરગવાની ખેતી કરે છે. |
વિભાગનું નામ | બાગાયતી વિભાગ |
ક્યા લાભાર્થીઓને સહાય મળે? | ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો |
શું સહાય મળે? | ખેડૂતને પ્લાંટીંગ મટીરીયલ માટે પ્રતિ હેક્ટર રૂ. 8,000 માં ખર્ચના 50% મુજબ મહત્તમ રૂ. 4૦૦૦/- પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે. ખેડૂતને ખેતી ખર્ચ માટે પ્રતિ હેક્ટર રૂ. 17,000 માં ખર્ચના 50% મુજબ મહત્તમ રૂ. 8500/- પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે. |
ઓફિશિયલ વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજીની પદ્ધતિ | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31/05/2023 |
યોજનાની પાત્રતા અને નિયમો
- સરગવાની ખેતી માટે સહાય યોજનાની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
- આ યોજનામાં સામાન્ય,અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
- આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે.
- પ્લાંન્ટીંગ મટીરીયલ માટે NHB દ્વારા એક્રીડીએશન/કૃષિ યુનિ./ બાગાયત ખાતાની નર્સરીઓમાંથી પ્લાંટીંગ મટીરીયલ ખરીદ કરવાનું રહેશે.
- રાજ્યમાં પુરતા પ્રમાણમાં NHB દ્વારા નર્સરીનું એક્રીડીએશન ના થાય ત્યાં સુધી ખેડુતો પોતાની પસંદગીનું સારી ગુણવત્તાવાળુ પ્લાંટીંગ મટીરીયલ્સ નર્સરીમાંથી મેળવી વાવેતર કરે તો તેઓને સહાય મળવાપાત્ર રહેશે.
- ખેડૂત લાભાર્થી દીઠ 1 હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે.
Read More: GSRTC Bus Booking And Live Location Tracking App: બસનો ટાઈમ અને લાઈવ લોકેશનની સંપૂર્ણ વિગત જાણો
સરગવાની ખેતી માટે સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો
આ યોજના હેઠળ જુદી-જુદી જ્ઞાતિઓને અલગ-અલગ લાભ આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.
અનુસુચિત જાતિના ખેડૂતો માટે | ખેડૂતને પ્લાંટીંગ મટીરીયલ માટે પ્રતિ હેક્ટર રૂ. 8,000 માં ખર્ચના 75% મુજબ મહત્તમ રૂ. 6૦૦૦/- પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે. ખેડૂતને ખેતી ખર્ચ માટે પ્રતિ હેક્ટર રૂ. 17,000 માં ખર્ચના 75% મુજબ મહત્તમ રૂ. 12,750/- પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે. |
અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે | ખેડૂતને પ્લાંટીંગ મટીરીયલ માટે પ્રતિ હેક્ટર રૂ. 8,000 માં ખર્ચના 75% મુજબ મહત્તમ રૂ. 6૦૦૦/- પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે. ખેડૂતને ખેતી ખર્ચ માટે પ્રતિ હેક્ટર રૂ. 17,000 માં ખર્ચના 75% મુજબ મહત્તમ રૂ. 12,750/- પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે. |
સામાન્ય જાતિના ખેડૂતો માટે | ખેડૂતને પ્લાંટીંગ મટીરીયલ માટે પ્રતિ હેક્ટર રૂ. 8,000 માં ખર્ચના 50% મુજબ મહત્તમ રૂ. 4૦૦૦/- પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે. ખેડૂતને ખેતી ખર્ચ માટે પ્રતિ હેક્ટર રૂ. 17,000 માં ખર્ચના 50% મુજબ મહત્તમ રૂ. 8500/- પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે. |
Read More: પશુ ખાણદાણ સહાય યોજના | Pashu Khandan Sahay Yojana 2023
Assistance Scheme for Sargava Cultivation in Gujarat | કયાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ?
I khedut Portal પર ચાલતી સરગવાની ખેતી માટે સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્ટ હોવા જોઈએ.
- ખેડૂતની 7/12 ની જમીનની નકલ (Anyror Gujarat પરથી ડાઉનલોડ કરો)
- આધારકાર્ડની નકલ (Aadhar Card)
- જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
- જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
- રેશનકાર્ડની નકલ (Ration Card)
- જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
- લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
- ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
- લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
- મોબાઈલ નંબર
Read More: BOB Bank Account Open: બેંક ઓફ બરોડામાં ઘરે બેઠા ઝીરો બેલેન્સથી એકાઉન્ટ ખોલો.
સરગવાની ખેતી માટે સહાય યોજનામાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
સરગવાની ખેતી માટે સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તે માટે તમારે નીચે પગલાં અનુસરીને અરજી કરવાની રહશે.
- પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
- જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
- ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
- યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-3 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.
- “બાગાયતી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-95 સરગવાની ખેતીમાં સહાય પર ક્લિક કરવું.
- જેમાં સરગવાની ખેતી માટે સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.
- જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
- ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
- લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
- સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
- ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
Read More: રાજ્યના પાત્રતા ધરાવતા તમામ નાગરિકોને ઘરઘંટી સાધન સહાય તરીકે મળશે- સંપૂર્ણ માહિતી મેળવો.
FAQ
Ans. સરગવાની ખેતી માટે સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ છે.
Ans. સરગવાની ખેતી માટે સહાય યોજના માટે અરજી કરવાની અંતિમ તારીખ 31/05/2023 છે.
Ans. આ યોજનાનો હેતુ એ એવા ખેડૂતને સહાય આપવાનો છે કેજે સરગવાની ખેતી કરે છે.
What plans for poor farmer who have not water, elwctricit, irrigation in farm,