Short Briefing: iKhedut પર બાગાયતી યોજના 2024-25 માટે ચાલુ થયેલ । khedut Portal 2024-25 । Bagayati Yojana Gujarat 2024 | ખેતીવાડી ની યોજનાઓ
ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગો માટે કલ્યાણકારી યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે. વિવિધ યોજનાઓ ઓનલાઈન પોર્ટલ ચાલે છે. જેમ કે ખેડૂતો માટે ikhedut portal પર યોજનાઓ ચાલે છે, સમાજ કલ્યાણની યોજનાઓ માટે E Samaj Kalyan ચાલે છે.ચાલુ નાણાંકીય વર્ષ 2024-25 માં બાગાયતી યોજનાઓ પણ ચાલુ થયેલ છે. પરંતુ આજે આ આર્ટિકલ દ્વારા ikhedut Portal પર ચાલતી Bagayati Yojana List ની માહિતી આપીશું.
Bagayati Yojana Gujarat 2024 List
ગુજરાત સરકાર દ્વારા ખેડૂત કલ્યાણ, સહકાર અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવા આવે છે. આ પોર્ટલ પર બાગાયતી યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, ખેતીવાડીની યોજનાઓ અને મત્સ્ય પાલન ની યોજનાઓ ચાલે છે. Bagayati Yojana Gujarat 2024-25 List ની માહિતી મેળવીશું.
Highlight Point of Bagayati Yojana Gujarat 2024 List
યોજનાનું નામ | બાગાયતી યોજનાઓની યાદી ૨૦૨૪ |
ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
ક્યા વર્ષ માટે ચાલુ કરવામાંં આવેલી છે? | નાણાંકીય વર્ષ 2024-25 |
ઉદ્દેશ | ગુજરાતના ખેડૂતોને વિવિધ યોજનાઓનો સીધો લાભ આપીને આત્મનિર્ભર બનાવવાનો |
લાભાર્થી | ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા પશુપાલકો |
ikhedut portal website | https://ikhedut.gujarat.gov.in/ |
અરજી કેવી રીતે કરવી | Click કરો. |
બાગાયતી યોજનાઓ 2024
કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જુદા-જુદા ઘટકો માટે યોજનાઓ અમલી બનાવેલ છે. જેમાં ચાલુ નાણાંકીય વર્ષ 2024-25 માટે ખેતી વાડીની કુલ 35 ઘટકો માટે ઓનલાઈન અરજી ચાલુ કરેલ છે. રાજ્યના દરેક ખેડૂતોને વિનંતી છે કે, નીચે આપેલા યોજનાઓનો અભ્યાસ કરીને લાભ મેળવે.
Read More: આ પણ વાંચો : તમારા મોબાઈલમાં બોલશો તેમ જ ગુજરાતી ટાઈપ થશે.
Bagayati Yojana Gujarat 2024 List
ખેતીવાડી યોજનાઓમાં ઘટક પ્રમાણે યોજનાઓનો લાભ આપવામાં આવે છે.
કાપણી પછી વ્યવસ્થાપન અને મૂલ્ય વર્ધન
આઈ ખેડૂત પોર્ટલ પર બાગાયતી વિભાગ દ્વારા કાપણી પછી વ્યવસ્થાપન અને મૂલ્ય વર્ધન વિશેની યોજનાઓ બહાર પાડેલી છે. જે નીચે મુજબ છે.
ક્રમ યોજનાનું નામ
1 કોલ્ડ સ્ટોરેજ (બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણ )
2 કોલ્ડ ચેઇન ના ટેકનોલોજી ઇન્ડકશન અને આધુનિકીકરણ માટે
3 કોલ્ડ્ રૂમ (સ્ટેગીંગ) (ક્ષમતા ૩૦ મે. ટન)
4 પ્રાઇમરી/ મોબાઇલ/ મીનીમલ પ્રોસેસીંગ યુનિટ
5 પ્રી કૂલીંગ યુનિટ (ક્ષમતા ૬ ટન)
6 બાગાયતી પાકના કલ્સ્ટરોને કાપણી પછીની વ્યવસ્થા અને બજાર સાથે સાંકળવા વ્યક્તિગત/ખાનગી સંસ્થા /ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (FPO/FPC)/સહકારી સંસ્થાને માળખાકીય સુવિધા પૂરી પાડવા બાબત
7 રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વેહીકલ
8 રાઇપનીંગ ચેમ્બર (ક્ષમતા મહત્તમ ૩૦૦ મે.ટન)
9 રાજયમાં બાગાયતી પેદાશો માટે શીત સંગ્રહ (કોલ્ડ સ્ટોરેજ) ક્ષમતા વધારવા અંગેનો કાર્યક્રમ
10 સંકલિત પેક હાઉસ કન્વેયર બેલ્ટે, શોર્ટીંગ, ગ્રેડીંગ યુનિટ, વોશીંગ, સુકવણી અને વજન કરવાની સુવિધા સાથે (સાઇઝ ૯ મી x ૧૮ મી)
ફળ પાકોના વાવેતર
બાગાયતી વિભાગ દ્વારા ફળ પાકોના વાવેતર માટે સહાય યોજનાઓ બનાવેલ છે. જે નીચે મુજબ છે.
ક્રમ યોજનાનું નામ
1 આંબા તથા જામફળ- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ
2 આંબા તથા લીંબુ ફળપાકના જુના બગીચાઓને નવસર્જન માટે સહાય
3 કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ
4 કેળ (ટીસ્યુ)- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ
5 કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ
6 ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે
7 ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય
8 નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય
9 પપૈયા- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ
10 ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય
11 વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકો
બજાર વ્યવસ્થા બાગાયત બજાર વ્યવસ્થા માટે આંતર માળખાકીય સવલતો
Bagayati Yojana 2024 હેઠળ બજાર વ્યવસ્થા બાગાયત બજાર વ્યવસ્થા માટે આંતર માળખાકીય સવલતો નામની યોજનાઓ બહાર પાડેલી છે. જે નીચે મુજબ છે.’
ક્રમ યોજનાનું નામ
1 ફંક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (કલેકશન, શોર્ટીંગ /ગ્રેડીંગ,પેકીંગ એકમો વગેરે તેમજ ગુણવતા નિયંત્રણ /પૃથ્થયકરણ પ્રયોગશાળા )
બિયારણ / ઘરું / ફળ રોપ ઉત્પાદન માટે
બાગાયતીમાં બિયારણ, ઘરું, ફળ રોપા વગેરેની પણ જરૂર પડે છે. જે નીચે મુજબ છે.
ક્રમ યોજનાનું નામ
1 નવી ટીસ્યુકલ્ચર લેબ.ની સ્થાપના
2 નાની નર્સરી (૧ હે.)
મધમાખી ઉછેર
મધમાખી ઉછેર માટેની યોજનાઓ પણ બાગાયતી વિભાગમાં આવરી લીધેલ છે. જે નીચે મુજબ છે.
ક્રમ યોજનાનું નામ
1 મધમાખી સમૂહ (કોલોની)
2 મધમાખી હાઇવ
3 મિશન મધમાખી કાર્યક્રમ
4 હની એક્ષ્ટ્રેક્ટર (૪ ફ્રેમ), ફૂડ ગ્રેડ કન્ટેઇનર (30 કિ.ગ્રા.), નેટ મધમાખી ઉછેરના સાધનો માટે
રક્ષિત ખેતી
Bagayati Scheme માં રક્ષિત ખેતીની વિગતો નીચે મુજબ છે.
ક્રમ યોજનાનું નામ
1 નેટહાઉસ -નળાકાર સ્ટ્રક્ચર માટે
2 પોલીહાઉસ (નેચરલી વેન્ટીલેટેડ)-નળાકાર સ્ટ્રક્ચર માટે
3 હાઇટેક ગ્રીનહાઉસ (ફેન એન્ડ પેડ)
શાકભાજી પાકોમાં વાવેતર માટે
ક્રમ યોજનાનું નામ
1 શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન
2 સરગવાની ખેતીમાં સહાય
ખેડૂતોની યોજનાઓનો લાભ મેળવવા માટેની પાત્રતા
બાગાયતી વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
અરજદાર રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.
ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત હોવો જોઈએ.
અરજદાર ખેડૂત પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
જંગલીય વિસ્તારના ખેડૂતો ટ્રાઈબલ લેન્ડ વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
બેંક એકાઉન્ટની પાસબુક
મોબાઈલ નંબર
રેશનકાર્ડ નંબર
How to Online Apply for Ikhedut Portal 2024 | આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
Ikhedut પર તમામ યોજનાઓના ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ અરજી ગ્રામ પંચાયત ખાતેથી VCE પાસેથી ઓનલાઈન કરી શકે છે. વધુમાં, તાલુકા કચેરીમાંથી કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી પણ ઓનલાઈન એપ્લિકેશન પણ કરાવી શકે છે. પરંતુ આ આર્ટિકલની મદદથી હવે, લાભાર્થી ઘરે બેઠા જાતે પણ Online Arji કરી શકશે. જેની તમામ માહિતી નીચે મુજબ આપેલી છે.
- સૌપ્રથમ તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં Google Search ખોલવાનું રહેશે.
- ત્યારબાદ “Ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.
- Google માં જે પરિણામ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
- આ અધિકૃત વેબસાઈટ ખોલ્યા બાદ તેમાં “યોજના” પર ક્લિક કરો.
ઓનલાઈન ફોર્મ ભરવા માટેની પ્રોસેસ | Online Application Form
Ikhedut Portal પર ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે વેબસાઈટ ખોલ્યા બાદ નીચે મુજબ પ્રોસેસ કરવાની રહેશે.
- કૃષિ વિભાગની આ અધિકૃત ikhedut Portal ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
- જેમાં વિવિધ યોજના બતાવશે. જેમાં તમારે જે વિભાગની અરજી કરવાની હોય તેના પર ક્લિક કરવાનું રહેશે.
- ધારો કે, બાગાયતી યોજનાઓ” ની ઓનલાઈન અરજી કરવાની હોય તો, તેના પર ક્લિક કરો.
- “Bagayati Yojana” ખોલ્યા પછી ચાલુ વર્ષની અલદ-અલગ યોજના બતાવશે.
- જેમાં તમારે જે યોજના પર ક્લિક કરવાનું હોય તેની સામે આપેલ “અરજી કરો” તેના પર ક્લિક કરો.
- તમને પૂછવામાં આવશે કે, “તમે વ્યકિતગત લાભાર્થી કે સંસ્થાકીય લાભાર્થી છો?” જેમાં તમારે પસંદ કરીને “આગળ વધવા ક્લિક કરો” તેના પર ક્લિક કરવું.
- ફરીથી તમને પૂછવામાં આવશે કે, “તમે રજિસ્ટર્ડ અરજદાર છો?”
- જેમાં તમારે રજીસ્ટ્રેશન કરેલ “હા” અને રજીસ્ટ્રેશન કરેલ નથી તો “ના” પસંદ કરવાનું રહેશે.
બાગાયતી યોજનાની નવી અરજી કરો.
હવે ખેડૂત લાભાર્થીઓએ “નવી એપ્લિકેશન ફોર્મ” ખૂલશે, જેમાં તમારે નીચે મુજબ પ્રોસેસ કરવાની રહેશે.
- સૌપ્રથમ તમારે “નવી અરજી કરવા ક્લિક કરો.” તેના પર ક્લિક કરવાનું રહેશે.
- ઓનલાઈન અરજી ફોર્મ ખૂલશે જેમાં અરજદારની વિગતો, રેશનકાર્ડની વિગતો તથા બેંક વિગતો વગેરે ભરવાનું રહેશે.
- તમામ માહિતી ભર્યા બાદ “કેપ્ચા કોડ” નાખવાનો રહેશે.
- તમામ માહિતી ભરીને, ફરીથી વિગતો ચેક કરવાની રહેશે અને ત્યારબાદ “”અરજી સેવ કરો” તેના પર ક્લિક કરો.
છેલ્લે, તમારે એક અરજી નંબર આવશે, જેને સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે.
Read More: Smartphone Sahay Yojana 2024 | સ્માર્ટફોન સહાય યોજના 2024
Important Links of Bagayati Yojana List 2024-25
Sr.No | Subject |
1 | Ikhedut Portal |
2 | Ikhedut Status |
4 | Join Our District Whatsapp Group |
5 | Home Page |
Read More: How to Online Apply for Creditt Loan App 2024 | ક્રેડિટ એપ્લિકેશન દ્વારા પર્સનલ લોન મેળવો
FAQ’s- વારંવાર પૂછાતા પ્રશ્નો
જવાબ: રાજ્યના ખેડૂતો ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે તે માટે ikhedut Portal બનાવાવામાં આવેલ છે.
જવાબ: આ Yojana દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ 2024-25 માં કુલ 35 યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે.