કેમ છો પ્રિય વાંચકો? આશા રાખીશ કે મઝામાં હશો. આજે તમને ઉપયોગી થાય એવા આર્ટીકલ લઈને આવીએ છીએ. આજના આ આર્ટીકલમાં આપણે Bank Of Baroda Online Account Open કેવી રીતે કરવું તેની માહિતી મેળવીશું. આ બચત ખાતું માત્ર 5 મિનિટમાં આધારકાર્ડ દ્વારા બેંક ઓફ બરોડામાં ખોલાવી શકાય છે. આ એકાઉન્ટ ઝીરો બેલેન્સ દ્વારા ઓનલાઈન ખોલાવી શકાય છે. જેની વિગતવાર માહિતી મેળવીશું.
Bank Of Baroda Online Account Open
ડીજીટલ દુનિયામાં બેંક ખાતું હોવું ખૂબ જ જરૂરી છે. સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓની રકમ સહાય સીધી બેંકમાં પ્રાપ્ત થાય છે. વર્તમાન સમયમાં બેક ઓફ બરોડા પર્સનલ લોન ઓનલાઈન આપે છે. વધુમાં ઈ-મુદ્રા લોન પણ ઓનલાઈન આપી રહી છે. ત્યારે આવી સ્થિતિમાં વ્યક્તિ માટે બેંક ખાતું હોવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. અહીં અમે તમને ઘરે બેઠા તમારા મોબાઈલ ફોનથી Bank Of Baroda Open Zero Balance Account ખોલવાની પ્રક્રિયા જણાવીશું. બેંક ઓફ બરોડામાં ઓનલાઈન ખાતુ ખોલવા માટે તમારે બેંકમાં જવાની જરૂર નથી, તમે સરળતાથી ઘરે બેઠા Bank Of Baroda Online Account Open કરી શકો છો.
Bank Of Baroda Online Account Open- Overview
આર્ટિકલનું નામ | Bank Of Baroda Online Account Open |
અરજીની પધ્ધતિ | ઓનલાઇન |
ઓફિશિયલ વેબસાઇડ | https://www.bankofbaroda.in/ |
Read More: EPF Grievance ફરિયાદ ઓનલાઈન કેવી રીતે રજીસ્ટર કરવી
Also Read More: SBI E-Mudra Loan Apply Online 2022 | એસ.બી.આઈ. ઈ-મુદ્રા લોન
Also Read More: Post Office- Public Provident Fund (PPF) |પબ્લિક પ્રોવિડન્ટ ફંડ
બેંક ઓફ બરોડામાં ઓનલાઈન
બેંક ઓફ બરોડા (Bob Corporate Banking) એ જાહેર ક્ષેત્રની બેંક છે. જે વિશ્વસનીય હોવાની સાથે સાથે સારી બેંકિંગ સુવિધાઓ પૂરી પાડે છે. તમામ Bank Online Account Open કરવાની સુવિધા આપે છે. તેવી જ રીતે બેંક ઓફ બરોડા પણ ઘરે બેઠા બેંકમાં ખાતુંં ખોલાવવાની સુવિધા આપે છે. જો તમારી પાસે બેંક ઓફ બરોડામાં ખાતું નથી અને તમે તમારું ખાતું ખોલવા માંગો છો, તો તમે નીચે આપેલા સ્ટેપ ફોલો કરીને ઘરે બેઠા Bank Of Baroda Zero Balance Online Account Open કરી શકો છો.
Document Required For Online Opening Account on Bank of Baroda
જો તમે તમારું મન બનાવી લીધું છે કે, તમે બેંક ઓફ બરોડામાં ઝીરો બેલેન્સ ખાતું ખોલવા માંગો છો. તો તમારે કેટલાક જરૂરી ડોકયુમેંટની જરૂર પડશે, જે તમારે ઓનલાઈન અરજી કરતી વખતે તમારી સાથે રાખવા પડશે. Bank Of Baroda Online Zero Balance Account Opening કરતી વખતે જરૂરી દસ્તાવેજો વિશેની માહિતી નીચે આપેલ છે: –
- પાનકાર્ડ
- આધારકાર્ડ
- આધાર નંબર સાથે લિન્ક કરેલો મોબાઈલ નંબર
- ઈ મેઈલ આઈડી
- ઇન્ટરનેટ, કેમેરા/વેબકેમ અને માઇક્રોફોન વાડો મોબાઇલ
- ચૂંટણીકાર્ડ
- આ ખાતું 18 વર્ષ અને તેથી વધુ વયના નિવાસી ભારતીય વ્યક્તિઓ દ્વારા ખોલી શકાય છે.
- આ સુવિધા એવા ગ્રાહકો માટે છે જેમનું બેંકમાં ખાતું નથી.
- તમારે એવા વિસ્તારમાં હોવું જોઈએ જ્યાં સારું નેટવર્ક હોય.
How To Open Bank Of Baroda Online Zero Balance Account
બેંક ઓફ બરોડામાં ઝીરો બેલેન્સ ખાતું ખોલવા માટે નીચે કેટલાક સરળ પગલાં આપવામાં આવ્યા છે, જેને અનુસરીને તમે સરળતાથી ઘરે બેઠા બેંક ઓફ બરોડામાં તમારું ખાતું ખોલાવી શકો છો:-
- BOB Online Account Open કરવા માટે, પહેલા સત્તાવાર વેબસાઈટ પર જાઓ, જેની લિંક નીચે આપેલ છે.
- સત્તાવાર વેબસાઇટના હોમ પેજ પર, Accounts વિભાગ પર ક્લિક કરો.
- આ પછી Savings Account માં Baroda Advantage Savings Account ની લિંક પર ક્લિક કરો.
- Open Now પર ક્લિક કરો.
- બેંક ઓફ બરોડામાં ખાતું ખોલવા માટે, તમને કેટલીક સૂચનાઓ આપવામાં આવશે, જે વાંચ્યા પછી તમે YES પર ક્લિક કરો.
- તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમારો મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ વગેરે જેવી (Basic Details) માહિતી ભરવાની રહેશે અને NEXT પર ક્લિક કરો.
- આ પછી એક નવું પેજ ખુલશે જેમાં તમારે તમારો આધાર નંબર અને પાન કાર્ડ નંબર નાખવાનો રહેશે.
- તમારા આધાર નંબર પર તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે, જેને તમારે એન્ટર કરીને વેરિફાય કરવાનું રહેશે. પછી NEXT પર ક્લિક કરો
After OTP Process
- આ પછી, તમારા આધાર કાર્ડમાં જે સંપૂર્ણ વિગતો હશે, તે સંપૂર્ણ વિગતો આપમેળે તમારી સામે ખુલી જશે.
- આ પછી તમારે તમારી શાખા પસંદ કરવી પડશે અને Proceed પર ક્લિક કરવું પડશે.
- આ પછી તમારે તમારી અંગત વિગતો ભરવાની રહેશે
- આગળના પેજમાં તમારે બેંક ઓફ બરોડાની સેવાઓ પસંદ કરવાની રહેશે. તમે બધી સેવાઓ પસંદ કરી શકો છો. અને Proceed પર ક્લિક કરો.
- આ પછી તમારા દ્વારા દાખલ કરવામાં આવેલી તમામ માહિતીનો પ્રીવ્યૂ તમારી સામે આવશે. બધી વિગતો કાળજીપૂર્વક તપાસો અને સબમિટ એપ્લિકેશન પર ક્લિક કરો.
- આ પછી તમારે વીડિયો KYC માટે તારીખ અને સમય પસંદ કરવો પડશે. અને Schedule Video KYC પર ક્લિક કરો.
- તમારે દાખલ કરેલ તારીખ અને સમય પર વિડિઓ KYC પૂર્ણ કરવું પડશે
- આ માટે તમારે વીડિયો KYC દરમિયાન તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ તમારી સાથે રાખવું પડશે.
- વીડિયો KYCમાં તમારી તમામ વિગતોની ચકાસણી કર્યા પછી તમારું ખાતું બેંક ઓફ બરોડામાં ખોલવામાં આવશે
- છેલ્લે,આ પછી તમારો એકાઉન્ટ નંબર અને બેંક વિગતો તમને ઇમેઇલ અને SMS દ્વારા મોકલવામાં આવશે.
Read More: Baroda Mahila Shakti Saving Account | બરોડા બેંકમાં મહિલા શક્તિ બચત ખાતું
Also Read More: UMANG App Download । ઉમંગ એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવી?
FAQ
Ans. Bank Of Baroda Zero Balance Account Open માં ઓનલાઇન અરજી કરવાની રહેશે.
Ans. બેંક ઓફ બરોડામાં ઝીરો બેલેન્સથી ખાતું ખોલાવવા માટે વીડિયો KYC અને ઓનલાઈન અરજી કરવી ખૂબ જ મહત્વનુ છે.
BAMNIYA ALKESH BAHI BABUBAHI
મેરા ખાતા ઓપનિંગ કર દો