હાલમાં ડિજીટલ ક્રાંતિ ચાલી રહી છે. ઝડપથી બદલાતા વર્તમાન યુગમાં નાગરિકોઓએ પૈસાની બચત કરવી જરૂરી બની ગયું છે. બચત કરેલી રકમ પર સુરક્ષિત રહે તે ખૂબ અનિવાર્ય છે. સાથે સાથ બચત રકમ પર સારું અને આકર્ષક વળતર મળે તે પણ ખૂબ જરૂરી છે. દેશમાં મોટાભાગની બેંકો એ માટે સારૂ વ્યાજ આપે છે અને તમારા નાણાં સુરક્ષિત પણ રહે છે. મિત્રો આજે આપણે આ આર્ટિકલ દ્વારા Baroda Tiranga Deposit Scheme વિશે વધુ માહિતી મેળવીશું.
Baroda Tiranga Deposit Scheme in Gujarati
આપણા દેશમાં ઘણી રાષ્ટ્રીયકૃત બેંકો આવેલી છે. Bank of Baroda દ્વારા Personal Loan પણ આપવામાં આવે છે. આ ઉપરાંત, બેંક ઓફ બરોડા દ્વારા તેમના ગ્રાહકો માટે એક બચત(Deposit) સ્કીમ ચાલુ કરેલી છે. જેનું નામ છે ‘બરોડા તિરંગા ડિપોઝિટ સ્કીમ. આ સ્કીમ જમા પૈસા પર વધારે વ્યાજ આપે છે. સુરક્ષા અને સારૂ વળતર પણ આપે છે. આ ઉપરાંત બીજા લાભો પણ આપે છે. જેના વિશે આ આર્ટિકલ દ્વારા Baroda Tiranga Deposit Scheme in Gujarati માં જણાવીશું.
બરોડા તિરંગા ડિપોઝિટ સ્કીમ શું છે?
બરોડા બેંકની આ ડિપોઝિટ સ્કીમમાં ગ્રાહક બે સમયગાળા માટે પૈસા જમા કરાવી શકે છે. 444 દિવસ અને 555 દિવસો માટે સ્પેશિયલ ટર્મ ડિપોઝિટ રજૂ કરવામાં આવી છે. BOB Bank દ્વારા તેમના ગ્રાહકો માટે એક નવી યોજનાની શરૂઆત કરી છે. 15 ઓગસ્ટના બીજા દિવસે આ સ્કીમ બહાર પાડેલ હતી. આ સ્કીમમાં ગ્રાહકોએ Special Domestic Retail Term Deposit Scheme હેઠળ જમા પૈસા પર વ્યાજ મળશે. BOB અનુસાર આ સ્કીમ હેઠળ બેંકમાં જમા પડેલા પૈસા પર 6 ટકા વ્યાજ મળશે. ત્યાં જ સિનીયર સિટીઝન નાગરિકોને વધુમાં વધુ 0.50 ટકાનું વધુ વ્યાજ આપવામાં આવશે. સાથે જ નોન-કેપબલ જમાકર્તાઓને 0.15 ટકાથી વધારે વ્યાજ મળશે.
Highlights Point
આર્ટીકલનું નામ | Baroda Tiranga Deposit Scheme in Gujarati |
આર્ટીકલની પેટા માહિતી | બરોડા તિરંગા ડિપોઝિટ સ્કીમ વિશે માહિતી |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
આર્ટીકલનો હેતુ | લોકો નવીન અને ઉપયોગી માહિતીથી જાણકાર બને હેતુ |
Official Website | Click Here |
Read More: UGVCL Bill Download | યુજીવીસીએલ બિલ ઓનલાઈન ડાઉનલોડ
સ્કીમ હેઠળ મળવાપાત્ર લાભો (Benefits)
આ સ્કીમ હેઠળ ઘણા બધા લાભો મળશે. જેમાં ઊંચા વ્યાજ દરો, સુરક્ષિત રોકાણ તથા સારું વળતર જેવા લાભો મળશે. જે નીચે મુજબના લાભો મળવાપાત્ર છે.
- બેંક ઓફ બરોડા અનુસાર આ સ્કીમ હેઠળ, જમા રૂપિયા પર 6 ટકા વ્યાજ મળશે.
- વરિષ્ઠ નાગરિકોને વધુમાં વધુ 0.50 ટકાનું વ્યાજ આપવામાં આવશે.
- નોન-કેપબલ જમાકર્તાઓને 0.15 ટકાથી વધારે વ્યાજ મળશે.
- બરોડા તિરંગા ડિપોઝિટ સ્કીમ હેઠળ, 444 દિવસની FD પર 5.75% વ્યાજ મળશે.
- 555 દિવસની FD પર તમને 6.00% વ્યાજ મળશે. તે જ સમયે, વરિષ્ઠ નાગરિકોને આ યોજના હેઠળ વધુ વળતર મળશે. આ સ્કીમ હેઠળ તમને 0.50% વધુ વ્યાજ મળે છે.
- સિનિયર સિટીજન નાગરિકોને 444 દિવસની FD સ્કીમ પર 6.25% અને 555 દિવસની FD પર 6.50% વ્યાજ મળી રહ્યું છે.
Also Read More: આયુષ્માન મિત્ર બનીને માસિક 15000 હજાર આવક મેળવો.
સ્કીમની મુખ્ય વિશેષતાઓ
બરોડા તિરંગા ડિપોઝીટ સ્કીમની કેટલીક વિશેષતાઓ છે. જે નીચે મુજબ છે.
- બરોડા તિરંગા ડિપોઝિટ સ્કીમ” અને 16.08.2022 થી 31.12.2022 સુધી BOB ની તમામ શાખાઓમાં લાગુ પડશે.
- 444 દિવસ અને 555 દિવસો માટે ઉપલબ્ધ છે અને યોજના કોડમાં ખોલવા માટેના ખાતાઓ પરિશિષ્ટ – II માં પ્રદાન કરવામાં આવ્યા છે.
- સિનિયર સિટિઝન પ્રેફરન્શિયલ રેટ ફક્ત “નિવાસી ભારતીય સિનિયર સિટિઝન”માટે જ લાગુ છે.
- વર્તમાન માર્ગદર્શિકા મુજબ સ્ટાફ અને વરિષ્ઠ નાગરિક સ્ટાફ માટે ખૂબ લાભ આપે છે.
- આ સ્કીમ માટે વ્યાજ દર અને સમયગાળા સિવાય Term Deposit પર લાગુ અન્ય તમામ નિયમો અને શરતો સમાન રહેશે.
સ્કીમનો લાભ લેવા માટેની પાત્રતા
- પોતાના નામનું એકાઉન્ટ બેંક ઓફ બરોડા ખાતે ધરાવતો હોવો જોઈએ.
- સંયુક્ત બેંક એકાઉન્ટના કિસ્સાઓમાં પણ લાભ મળશે.
- કોઈપણ સંસ્થાઓના નામ પર, જે બેંકના નિયમો અનુસાર ટર્મ ડિપોઝીટ, ખાતું ખોલવા માટે પાત્ર છે.
How to Apply Online in BoB Tiranga Deposit Scheme
તમામ નાગરિકો અને બેંક ઓફ બરોડાના ગ્રાહકો આ યોજનાનો લાભ લઈ શકે છે. અરજદારો અને યુવાનો કે જેઓ ત્રિરંગા ડિપોઝિટ સ્કીમમાં અરજી કરવા માંગે છે, નીચે મુજબ આપેલા પગલાંઓ અનુસરવાના રહેશે. જે નીચે મુજબ છે –
- તિરંગા ડિપોઝિટ સ્કીમમાં અરજી કરવા માટે, સૌ પ્રથમ તમારે તમારી નજીકની Bank of Baroda શાખાની મુલાકાત લેવી પડશે.
- બેંકમાં ગયા બાદ તમારે આ સ્કીમ – અરજીફોર્મ મેળવવું પડશે.
- તે પછી તમારે આ એપ્લિકેશન ફોર્મ કાળજીપૂર્વક ભરવાનું રહેશે.
- તમામ જરૂરી ડોક્યુમેન્ટની સ્વ-પ્રમાણિત ઝેરોક્ષ જોડવાની રહેશે.
- તમારે એક જ બેંક શાખામાં તમામ દસ્તાવેજો અને અરજી ફોર્મ સબમિટ કરવા પડશે.
- છેલ્લે, રસીદ વગેરે મેળવવી પડશે.
Documents Required for Baroda Tiranga Deposit
આ સ્કીમનો લાભ લેવા માટે કેટલાક ડોક્યુમેન્ટ નક્કી કરેલ છે. જે નીચે મુજબ છે.
- આધારકાર્ડની નકલ
- બેન્ક એકાઉન્ટ નંબર
- મોબાઈલ નંબર
- ઈમેઈલ આઈડી
- FDR માટેની હાલની શરતો મુજબ ‘ફિક્સ્ડ ડિપોઝિટ’પર લાગુ થતા તમામ દસ્તાવેજો લાગુ થશે.
Read More: SBI E-Mudra Loan Apply Online 2022 | એસ.બી.આઈ. ઈ-મુદ્રા લોન
FAQ
જવાબ. હા, બિલકુલ બેંક ઓફ બરોડામાં ઓનલાઈન એકાઉન્ટ ખોલાવી શકાય. હાલમાં બેંક ઓફ બરોડા દ્વારા આ સેવા આપવામાં આવે છે.
જવાબ. ગ્રાહકોને ઊંચું વ્યાજદર, રોકાણની સુરક્ષા અને સારું વળતર આપતી આ સ્કીમ છે.
જવાબ. BOB ની ઓફિશિયલ વેબસાઈટ https://www.bankofbaroda.in/ છે.