Bin-Anamat Aayog Yojana | Food Bill Scheme | ભોજન બીલ સહાય । GUEEDC Online | બિન અનામત વર્ગ | EBC certificate gujarat
ગુજરાત સરકાર હેઠળ ઘણા સરકારી વિભાગો કાર્યરત છે. આ વિભાગો દ્વારા જુદા-જુદા હેતુ માટે ખૂબ મોટા પ્રમાણમાં સરકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. જેમ કે ખેડૂતો માટેની યોજનાઓ, મહિલાઓ માટે યોજનાઓ, દિવ્યાંગ નાગરિકો માટેની યોજનાઓ, વિદ્યાર્થીઓ માટેની યોજના વગેરે લોકો માટે યોજનાઓ બહાર પાડવામાં આવેલી છે. આ આર્ટિકલ દ્વારા Bin Anamat Aayog એટલે કે ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની વિદ્યાર્થી સહાય યોજના વિશે વાત કરીશું. વિદ્યાર્થીઓ જો વતનથી દૂર રહીને અભ્યાસ કરતા હોય તો તેમને મળવાપાત્ર ભોજનબિલ સહાય યોજના વિશે વિગતવાર માહિતી પ્રાપ્ત કરીશું.
Food Bill Scheme (GUEEDC)
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા-30/09/2017 ના G.R.No-ક્રમાંક:સશપ/122017/568451/અ થી ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કરવામાં આવી છે. આ નિગમની રચનાનો ઉદ્દેશ બિનઅનામત વર્ગના જ્ઞાતિના લોકોના આર્થિક, અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે વિવિધ યોજનાઓનો લાભ આપવાનો છે. જેને ધ્યાને રાખીને Gujarat Government Resolution No.- EBC/102018/814/અ. તા-15/08/2018 તથા તા-25/01/2019 થી વિવિધ બિન અનામત યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં વિદ્યાર્થીલક્ષી યોજનાઓ, રોજગારલક્ષી યોજનાઓ વગેરે સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. આ આર્ટિકલના માધ્યમ થકી છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા હોય એમને Bhojan Bill Sahay Yojana આપવામાં આવે છે તેની માહિતી મેળવીશું.
યોજનાનું નામ | Bhojan Bill Sahay Yojana |
ભાષા | ગુજરાતી અને English |
ઉદ્દેશ | બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ભોજન બિલમાં સહાય આપવી |
લાભાર્થી | બિન અનામત વર્ગના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ |
સહાય | બિનામત વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને 10 માસ માટે માસિક રૂપિયા 1500/- લેખે ભોજનબીલ સહાય આપવામાં આવશે. |
ઓફિશીયલ વેબસાઈટ | Click Here |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31/01/2021 |
Bhojan Bill Sahay Yojana નો હેતુ
Bin Anamat Varg ના વિદ્યાર્થીઓ જેઓ પોતાના વતનથી દૂર અભ્યાસ કરતા હોય અને હોસ્ટેલમાં રહેતા હોય એમને સહાય આપવામાં આવે છે. જેથી છાત્રાલયમાં રહીને નબળી આર્થિક સ્થિતિવાળા વિદ્યાર્થીઓ સારું અને ઉચ્ચ શિક્ષણ મેળવી શકે.
ભોજન બિલ સહાય યોજનાની પાત્રતા
Bin-Anamat Aayog દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ જેવા કે આર્થિક નબળી પરિસ્થિતિ હોય એમને ભોજન બીલ સહાય આપવામાં આવે છે. જેના માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરેલ છે.
- ● બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષાના મેડિકલ, ડેન્ટલ, ટેકનીકલ, પેરા મેડિકલમાં અભ્યાસ કરતા હોય એમને લાભ મળશે.
- આ યોજનાનો લાભ પરિવારથી દૂર રહીને છાત્રાલયમાં અભ્યાસ કરતા હોય એમને લાભ મળશે.
- પોતાના તાલુકામાં શૈક્ષણિક વ્યવસ્થા ન હોય અને તાલુકા બહાર છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા હોય એમને લાભ મળે.
- સરકારી કે અનુદાનિત સિવાયના છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા હોય એમને આ યોજનાનો લાભ મળશે.
- કોઈપણ સમાજ, ટ્રસ્ટ કે સંસ્થા દ્વારા સંચાલિત કન્યા છાત્રાલયમાં રહીને ધોરણ-9 થી 12 માં અભ્યાસ કરતી કન્યાઓને પણ ભોજન બીલ સહાય મળશે.
- વિદ્યાર્થીઓ બિન અનામત વર્ગ નું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
- વિદ્યાર્થી ગુજરાતના નાગરિક હોવો જોઈએ
Bhojan Bill Sahay yojana મળવાપાત્ર લાભ
ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજનામાં પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને 10 માસ માટે માસિક રૂપિયા 1500/- લેખે ભોજનબીલ સહાય મળવાપાત્ર થશે. સંપૂર્ણ અભ્યાસક્રમ અને છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓને કુલ 15,000 સુધી સહાય મળવાપાત્ર થાય છે.
ભોજન બીલ સહાય મેળવવા માટે આવક મર્યાદા
Bin Anamat Yojana મુજબ આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક કુલ રૂપિયા 4.50 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.
Bhojan Bill Sahay Yojana Document
GUEEDC Online અરજી કરવા માટે અલગ અલગ ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે. ભોજન બીલ સહાય યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે.
- આધાર કાર્ડની નકલ
- બિન અનામત વર્ગ નું પ્રમાણપત્ર (bin anamat certificate)
- આવકનું પ્રમાણપત્ર
- ઉંમરનો પુરાવો (L.C કે જન્મનો દાખલો)
- રહેઠાણનો પુરાવો
- હોસ્ટેલમાં માસિક ભોજન બિલ ભરેલ હોય કે મળવાપાત્ર હોય તેનો પુરાવો
- શાળાનું કે કોલેજનું વિદ્યાર્થીનો અભ્યાસ ચાલુ તે અંગેનું બોનોફાઇડ સર્ટિફિકેટ
- ધોરણ-12 અથવા અભ્યાસના છેલ્લા વર્ષની માર્કશીટ
- હોસ્ટેલ સમાજ ટ્રસ્ટ સંચાલિત છે તેનો પુરાવો
- વિદ્યાર્થીની બેંક પાસબુકની પાસબુકની નકલ
Bhojan Bill Sahay Yojana Online Apply
Bin Anamat Yojana નો લાભ લેવા માટે તેની અધિકૃત વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેના માટે Bin Anamat Aayog Gandhinagar ની વેબસાઈટ પરથી ભરી શકાશે. Bhojan Bill Yojana ની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ બિન અનામત નિગમની વેબસાઈટ ખોલવાની રહેશે.
- જેમાં વેબસાઇટના Home Page પર Scheme Menu પર ક્લિક કરવી.
- ત્યારબાદ Scheme Menu પર દેખાતી વિવિધ યોજનાઓમાં “FOOD BILL SCHEME” પર ક્લિક કરવું.
- જેમાં ભોજન બીલ સહાય વિશે વિસ્તૃત માહિતી વાંચી લેવી. ત્યાર બાદ નીચે આપેલ Apply Now પર ક્લિક કરવાનું રહેશે.
- હવે Apply Now ક્લિક કર્યા બાદ નવું પેજ ખુલશે જેમાં “New User (Register)?” પર ક્લિક કરો.
- હવે Registration for Online Application System નામનું નવું પેજ આવશે. જેમાં ઈમેઈલ આઈડી, મોબાઈલ નંબર અને password નાખીને Captcha Code નાખવાનો રહેશે. ત્યારબાદ “Submit” બટન પર ક્લિક કરવાનું રહેશે.
- હવે વિદ્યાર્થીઓ મિત્રોએ “Already Register Click Here for Login?” પર ક્લિક કરવાનું રહેશે.
- જ્યાં Username, Password અને Captcha Code નાખીને Login કરવાનું રહેશે.
- હવે Login પર ક્લિક કરવાથી વિવિધ યોજનાઓ દેખાશે. જેમાં જે યોજનામાં અરજી કરવા માંગતા હોય તેના પર Apply Now પર ક્લિક કરવાનું રહેશે.
- જે યોજના પર Apply Now કરવાથી તેમાં અરજદારની માહિતી ભરવાની રહેશે. તથા બિન અનામત વર્ગના પ્રમાણપત્રની વિગત, શાળા અને ખર્ચની વિગતી, બેંકનો વિગત વગેરે ભરવાની રહેશે.
- ત્યારબાદ વિદ્યાર્થીએ પોતાના સંપર્ક નંબરની માહિતી, સમાજ/ટ્રસ્ટ દ્વારા સંચાલિત કન્યા છાત્રાલયની વિગત વગેરે માહિતી ભરીને “Save” કરવાની રહેશે.
- હવે વિદ્યાર્થીએ Save Photo and Signature & Upload Document પર ક્લિક કરીને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
- ત્યારબાદ વિદ્યાર્થીએ માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
- તમામ માહિતી અને ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ અરજીને Confirm Application પર ક્લિક કરવાની રહેશે. જે તમારી અરજી કન્ફર્મ થઈ જશે.
- અરજી કન્ફર્મ નંબર સુરક્ષિત જગ્યાએ નોંધી લેવાનો રહેશે.
Bin Anamat Yojana Application Status
Bin Anamat Scheme ના ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. ઓનલાઈન અરજી કર્યા બાદ વિદ્યાર્થીઓએ “Know App Status” પર ક્લિક કરીને જાણી શકાશે.
Bin Anamat Aayog Contact Number
બિન અનામત વર્ગની જ્ઞાતિઓના નાગરિકોએ વિવિધ યોજનાઓની માહિતી મેળવવી હોય, ડોક્યુમેન્ટ કેવી રીતે કઢાવવા કે અન્ય તમામ માહિતી માટે નિગમની કચેરીની સંપર્ક કરી શકે છે.
GUEEDC Nigam Office Number :-
079-23258688
079-23258684
Bin Anamat Gujarat વર્ગના લોકો તમારા જિલ્લાની કચેરીનો પણ સંપર્ક કરી શકો છો. આપના સબંધિત જિલ્લા મેનેજરશ્રીઓના સંપર્ક નંબર મેળવવા નીચેના બટન પર ક્લિક કરીને Download કરી શકાશે.
4 thoughts on “Bhojan Bill Sahay Yojana | ભોજન બિલ સહાય યોજના”