WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Corona Sahay Yojana Gujarat | કોરોના સહાય યોજના

Corona Sahay Yojana Gujarat | કોરોના સહાય યોજના ફોર્મ

Corona Sahay Yojana Form pdf  | Corona Death Sahay Yojana in Gujarati | Corona Death Sahay Yojana 50000 for each COVID-19 death | કોરોનાથી મૃત્યુના કિસ્સામાં 50,000 ની સહાય

વિશ્વમાં નવેમ્બર-2019 માં ચીનના વુહાનમાં કોરોના વાઈરસની શરૂઆત થઈ. આ Covid-19 નો પ્રથમ કેસ ભારતમાં જાન્યુઆરી-2020 ના છેલ્લા સપ્તાહમાં મળ્યો. કોવિડ-19 વાઈરસના કારણે દેશમાં અને ગુજરાત રાજ્યમાં ઘણા નાગરિકોના આકસ્મિક મૃત્યુ થયા. પરિવારમાં અચાનક મૃત્યુના કારણે ઘણા બાળકો અનાથ થયેલા.

દેશમા covid-19 ના કારણે મૃત્યુ પામેલા હોય એમના વારસદારોને સહાય આપવા માટે નામદાર સુપ્રિમ કોર્ટમાં રિટ પિટિશન થયેલ હતી. જેને ધ્યાને લઈને ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં કોવિડ-19 થી મૃત્યુ પામનાર મૃતકોના વારસદારને સહાય આપવાનું નક્કી કરવામાં આવેલ છે. આ આર્ટિકલ દ્વારા કોરોના સહાય ફોર્મ કઈ જગ્યાએથી મેળવવા, ફોર્મ કઈ જગ્યાએ આપવા, કોરોના સહાય મેળવવા કયા-કયા ડોક્યુમેન્ટ જોડવા વગેરે તમામ માહિતી મેળવીશું.

Table of Contents

    Gujarat Corona Death Sahay Yojana

    ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને મહેસૂલ વિભાગ દ્વારા સરકારી ઠરાવ બહાર પાડી જાહેરાત કરી છે કે રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનાર મૃતકોના કુટુંબીજનોને સહાય આપવા આવશે. ડિઝાસ્ટર મેનેજન્ટ એક્ટ-2005 હેઠળ કુદરતી આપત્તિના કારણે થતાં નુકશાન માટે નાણાંકીય સહાય ચુકવવામાં આવે છે. આ એક્ટમાં કોવિડ-19 નો સમાવેશ SDRF ના ધોરણોમાં સમાવેશ કરેલ છે.

    State Disaster Response Fund (SDRF) દ્વારા Corona માં મૃત્યુ પામેલ મૃતકના પરિવારના વારસદારને સહાય આપવા માટેની માર્ગદર્શિકા બહાર પાડેલ છે. જે માર્ગદર્શિકા પ્રમાણે કોરોના સહાય યોજનામાં 50000 રૂપિયાની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત કોરોના વાઈરસ જન જાગૃતિ માટેની અખબાર યાદી તથા COVID-19 Dashboard – Gujarat ઓફિશિયલ વેબસાઈટ બનાવવામાં પણ આવેલ છે. જ્યાંથી સરકારી માહિતી મેળવી શકાશે.

    કોરોના મરણ સહાય યોજનાનો હેતુ

    દેશમાં અને ગુજરાતમાં કોરોના મહામારીના કારણે ઘણા બધા પરિવારોમાં કમાવનાર વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ થયેલા છે. જ્યારે પરિવારમાંથી મુખ્ય કમાવનાર વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે જીવનનું ગુજરાન બહુ કઠિન થાય છે. જેને ધ્યાને રાખીને ગુજરાત સરકાર દ્વારા Corona Sahayata Yojana Gujarat અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના હેઠળ કોરોનામાં મૃત્યુ થયેલ હોય તેવા મૃતકના કુટુંબીજનો અથવા તેમના વારસદારોને સહાય આપવામાં આવશે.

    Join Our WhatsApp Group | Sarkari Yojana WhatsApp Group
    Join Our WhatsApp Group | Sarkari Yojana WhatsApp Group
    યોજનાનું નામCorona Sahay Yojana Gujarat
    આર્ટિકલની ભાષાગુજરાતી અને English
    યોજનાનો ઉદ્દેશગુજરાતના કોરોનામાં મરણ પામેલા મૃતકના
    વારસદારને આર્થિક સહાય
    લાભાર્થીગુજરાતના કોરોનામાં મરણ પાલેમા મૃતકના કુટુંબીજનો
    સહાયજિલ્લાના ડિઝાસ્ટર ઓથોરીટી મેનેજમેન્‍ટ(SDRF) ફંડમાંથી
    રૂપિયા 50,000/- ની સહાય
    Official WebsiteClick Here
    અરજી કેવી રીતે કરવીઓફલાઈન-રૂબરૂ જઈને (જિલ્લા કલેકટર કચેરી ખાતે)

    કોરોના સહાય યોજનાની શરતો

    ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકેલી Corona Sahayata 2021 યોજનાનો લાભ લેવા માંટે પાત્રતા અથવા શરતો નક્કી કરેલી છે. જેના માટે સરકારે અધિકૃત ઠરાવ બહાર પાડેલા છે. આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક શરતો અને પાત્રતા નક્કી કરેલી છે, જે નીચે મુજબ છે.

    • મૃતકનું મરણ કોવિડ-19 થી થયેલું હોવું જોઈએ.
    • મૃતકના પરિવારજનો મૂળ ગુજરાતના નાગરિક હોવા જોઈએ.
    • મૃતકના મુત્યુના પ્રમાણપત્રમાં મરણનું કારણ લખેલું હોવું જોઈએ.
    • જો મરણ પ્રમાણપત્રમાં કારણ નથી લખ્યુ તો જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેલી COVID-19 Death Ascertaining Committee (CDAC) અરજી કરીને પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.

    કોરોના સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભ

    ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ સહાય જિલ્લાના ડિઝાસ્ટર ઓથોરીટી મેનેજમેન્‍ટ(SDRF) માંથી આપવામાં આવશે. આ યોજના હેઠળ મૃતક પરિવારના પરિવારના વારસદારને રૂપિયા 50,000/- ની સહાય DBT દ્વારા ચૂકવણી કરવામાં આવશે.

    Corona Sahayata Yojana Apply Online

    ગુજરાત સરકાર દ્વારા કોરોના સહાય યોજના બહાર પાડવામાં આવેલ છે. જેમાં Revenue Department, Government Of Gujarat દ્વારા અરજી ફોર્મ સ્વીકારવાની કામગીરી લીધેલી છે. આ વિભાગ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા મૃતકના પરિવારજનો ઓનલાઈન અરજી કરી શકે તે હેતુથી મોબાઈલ ફ્રેન્ડલી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે. આ મોબાઈલ એપ્લિકેશન integrated online revenue applications (iORA) દ્વારા વિકસાવવામાં આવેલ છે.

    iORA દ્વારા બનાવેલ Covid-19 Mobile Application દ્વારા મૃતકના પરિવારજનો કોરોના સહાય મેળવવા માટે ઘરે બેઠા પણ ઓનલાઈન એપ્લિકેશન કરી શકશે. ઓનલાઇન એપ્લિકેશન કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.

    iora full form gujarat is integrated online revenue applications (iORA) |  covid claim form gujarat government
government yojana gujarat |Corona Sahayata Yojana Gujarat |
    Image Source: Govenrmetn of Gujarat Official Website (https://iora.gujarat.gov.in/)
    • સૌપ્રથમ Revenue Department ની official Website ખોલવી.
    કોરોના સહાય યોજના ઓનલાઈન ફોર્મ । ઓનલાઈન અરજી કરો કોરોના સહાય યોજના । Corona Sahayata Yojana 2021 | Gujarat corona sahayata 2021 । Government Official Website iORA
    Image Source: Govenrmetn of Gujarat Official Website (https://iora.gujarat.gov.in/)
    • તમારો મોબાઈલ નંબર અને Captcha Image દાખલ કરો.
    • ત્યાર બાદ તમારી પર OTP આવશે. જે દાખલ કરીને કોવિડ-19 નું સહાય એપ્લિકેશન ફોર્મ ઓપન કરવાનું રહેશે.
    Application for the scheme COVID-19 | 

Online Corona Sahayata Yojana | Corona Sahayata Yojana gujarat form pdf | Corona Sahay Form pdf | corona sahayata 2021 gujarat
    Image Source: Govenrmetn of Gujarat Official Website (https://iora.gujarat.gov.in/)
    • હવે મૃત્યુ પામનારની મરણ પ્રમાણપત્રમાંથી વિગતો નાખીને “મરણ પામનારની વિગત મેળવો” પર ક્લિક કરો.
    • જ્યા મૃતક વારસદારે સંપૂર્ણ વિગતો ભરીને “Save Application / અરજી વિગત સેવ કરો” પર ક્લિક કરો.
    
corona sahay yojana gujarat |corona death sahay yojana form pdf |atmanirbhar gujarat sahay yojana portal |atmanirbhar gujarat sahay yojana 2 official website
    Image Source: Govenrmetn of Gujarat Official Website (https://iora.gujarat.gov.in/)
    • તમારી અરજી સેવ થયા બાદ યુનિક એપ્લિકેશન નંબર આવશે જે સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે.
    • તમામ વિગતો ચોક્કસઈપૂર્વક તપાસ્યા બાદ”Confirm Application / અરજી કન્ફર્મ કરો” પર ક્લિક કરવાનું રહેશે.
    • અરજી કન્ફર્મ થયા બાદ સોગંદનામું કરવા માંગતા હોવ તો “Print Computer Generated Affidavit” પર ક્લિક કરીને સોગંદનામાની પ્રિન્ટ મેળવી શકો છોમ
    • સોગંદનામું નોટરી સમક્ષ વારસદારોની સંમતિ દર્શાવતું સોગંદનામું તૈયાર કરવાનું રહેશે.
    • નોટરી અને કોવિડ-19 ને લગતા તમામ દસ્તાવેજો “Upload Document’ પર જઈને અપલોડ કરવાના રહેશે.
    • બધા જ લાલ રંગના ડોક્યુમેન્ટ અપલોડ કરવાથી “Submit Application” નું બટન જોવા મળશે.
    • અરજી સબમીટ કર્યા બાદ  આપની અરજી મૃત્યુ પામનારના મરણ પ્રમાણપત્રના સબંધિત કલેકટર કચેરી અથવા મામલતદાર કચેરી ખાતે આગળની કાર્યવાહી માટે સબમિટ થશે.  આગળની કાર્યવાહીની મોબાઈલ કે ઇમેઇલ દ્વારા જાણ કરવામાં આવશે.

    કોરોના સહાય ફોર્મ વિતરણ સ્થળ

    Health and Family Welfare Department Gujarat દ્વારા કોરાનામાં મરણ પામેલા પરિવારજનોને લાભ આપવા માટે યોજના બહાર પાડેલી છે. આ યોજનાનો લોકો સરળતાથી લાભ મેળવી શકે તે માટે Corona Sahay Form મેળવવા માટે સ્થળ નક્કી કરેલ છે.

    • શહેરી વિસ્તાર માટે અર્બન હેલ્થ સેન્‍ટર પરથી Corona Sahay 50000 Form વિનામુલ્યે મેળવી શકાશે.
    • તાલુકા મામાલતદાર કચેરીના જનસેવા કેન્દ્રો ખાતેથી Covid 19 Sahay Yojana Form મફતમાં મેળવી શકાશે.
    • જિલ્લા કક્ષાએ ડિસ્ટ્રીકટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ખાતેથી પણ વિનામૂલ્યે મેળવી શકાશે.
    Corona Maran Sahay Yojana 2021 | iora gujarat portal | Corona Sahay yojana helpline |
    Image Credit- Revenue Department, Government of Gujarat

    કોરોના સહાય યોજના ફોર્મ સ્વીકારવાનું સ્થળ તથા માર્ગદર્શન કેંદ્રો

    કોવિડ-19 ના કારણે મરણ થયેલું હોય તેવા પરિવારજનોને કોરોના સહાય યોજના 50000 આપવામાં આવશે. અરજીપત્રક સાથે માંગ્યા મુજબના દસ્તાવેજો જોડીને નક્કી થયેલ કચેરી અથવા કેન્દ્રો પર આપી શકાશે. જે નીચે મુજબ છે

    • પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
    • શહેરી આરોગ્ય કેન્દ્ર અથવા અર્બન હેલ્થ સેન્‍ટર
    • જિલ્લા કક્ષાએ ડિસ્ટ્રીકટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને અરજી આપી શકાશે.
    મહાનગરપાલિકા  વિસ્તાર માટે માર્ગદર્શન કચેરીઓ

    શહેરી અને મહાનગરપાલિકાના નાગરિકો નીચેની કચેરીઓ તથા કેન્‍દ્રો ખાતે રૂબરૂ મુલાકાત લઈ શકે છે.

        ● નાયબ મ્યુનિસીપલ કમિશ્નર (હેલ્થ) /અધ્યક્ષ

        ● મુખ્ય જિલ્લા મેડિકલ ઓફિસર (CDMO)

        ● હેલ્થ ઓફિસર (MOH) સંબંધિત મહાનગરપાલિકા (સભ્ય સચિવ)

        ● ફિઝીશિયન, જિલ્લા હોસ્પિટલ, મેડિકલ કોલેજ

        ● પ્રોફેસર, કોમ્યુનિટી મેડિસિન (સંલગ્ન કોલેજ)

    મહાનગરપાલિકા સિવાય વિસ્તાર માટે માર્ગદર્શન કચેરીઓ

    મહાનગરપાલિકા સિવાયના તમામ વિસ્તારના નાગરિકો કોરોના સહાય યોજના ફોર્મ અને માહિતી માટે નીચેના અધિકારીઓ અને કચેરીઓનો સંપર્ક કરી શકે છે.

        ● નિવાસી અધિક કલેકટર (RAC) અધ્યક્ષ

        ● મુખ્ય જિલ્લા મેડિકલ ઓફિસર (CDMO)

        ● મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO)

        ● ફિઝીશીયન, જિલ્લા હોસ્પિટલ & મેડિકલ કોલેજ

        ● પ્રોફેસર, કોમ્યુનિટી મેડીસીન (સંલગ્ન કોલેજ)

    કોરોનામાં મૃત્યુ માં 50000 ની સહાયના સરકારી ઠરાવ

    કોરોનામાં મરણ પામેલા મૃતકના વારસદારને ઠરાવ આપવામાં આવશે. જેને સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સરકારી ઠરાવ પ્રસિદ્ધ કરેલા છે. જેને નીચે આપેલી લિંક પરથી Download કરી શકાશે.

    સુધારા ઠરાવ રાજ્યમાં કોવિડ-૧૯થી મૃત્યુ પામનાર મૃતકોના
    કુટુંબીજનો/વારસદારોને સહાય આપવા બાબતનો ઠરાવ (21-11-2021)
    Download
    રાજ્યમાં કોવિડ-૧૯થી મૃત્યુ પામનાર મૃતકોના કુટુંબીજનો /વારસદારોને સહાય
    આપવા બાબતનો ઠરાવ ((20-11-2021)
    Download
    કોવિડ-૧૯ મૃત્યુ વિષયક ખાતરી સમિતિ
    (COVID-19) Death Ascertaining Committee (CDAC) ની
    રચના કરવા બાબતનો ઠરાવ
    Download
    Join Ourt Telegram Channel for Sarkari Yojana Notification
    Sarkari Yojana Telegram Channel

    Corona Sahay Yojana Documents

    દેશમાં આવેલી કોરોના મહામારીના કારણે મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનોને સહાય આપવાનું ગુજરાત સરકારે નક્કી કરેલ છે. આ યોજના હેઠળ લાભ મેળવવા માટે કેટલા ડોક્યુમેન્ટ નક્કી કરેલા છે. મૃતક પરિવારના સભ્યો દ્વારા નીચે મુજબના ડોક્યુમેન્ટ આપવામાં આવે તો જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સહાય આપવામાં આવશે.

    • મૃતકનું આધારકાર્ડ
    • મરણનું પ્રમાણપત્ર
    • મૃતકના વારસદારનું આધારકાર્ડ / ચૂંટણીકાર્ડ
    • તમામ વારસદારોનું સંમતિ દર્શાવતું એફિડેવિટ
    • વારસદારની બેંક પાસબુકની નકલ
    • પેઢીનામા અંગે સોગંદનામું તથા તલાટી રૂબરૂ પેઢીનામું

    Download Corona Sahay Yojana Form

    ગુજરાત સરકારે જાહેર કરેલી આ યોજનાનો મેન્યુઅલ અરજી કરવાની રહેશે. જેના માટે નિયત નમૂનામાં અરજી કરવાનિ રહેશે. નીચે આપેલા બટન પરથી કોરોના સહાય યોજના ફોર્મ pdf Download કરી શકાશે.

    Official Document for COVID-19 Death

    Corona Sahay Gujarat નો લાભ લેવા માટે મૃત્યુનું પ્રમાણપત્ર માંગવામાં આવે છે. અને મરણ પ્રમાપત્રમાં કોવિડ-19 થી મૃત્યુ થયેલું છે તેવું દર્શાવેલ હોવું જોઈએ. જેને સત્તાવાર Official Document for COVID-19 Death કહેવાય છે.

    કોરોનામાં ઘરે મરણ થયેલ હોય તેવા કિસ્સાઓમાં મૃતકના મૃત્યુનું ચોક્ક્સ કારણ લખેલું હોતું નથી. જેથી Official Document for Voor 19 Death મેળવવા માટે જિલ્લા કક્ષાએ કલેકટરશ્રીની કચેરીમાં આવેલી COVID-19 Death Ascertaining Committee (CDAC) સમક્ષ અરજી કરવાની રહેશે. કોવિડ-૧૯ થી મૃત્યુ અંગેનો સત્તાવાર દસ્તાવેજ મેળવવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે.

    Official Document for COVID-19 Death Form | કોવિડ-19થી મૃત્ય અંંગેનો સત્તાવર દસ્તાવેજ । korona sahay form | કોરોના સહાય યોજના
    Official Document for COVID-19 Death Form
    • મૃતકનું મરણનું પ્રમાણપત્ર
    • અપ્રાપ્ય પ્રમાણપત્ર અથવા જન્મ-મરણ રજીસ્ટ્રાર દ્વારા કાઢી આપેલ Medical Certificate of Cause of Death(MCCD) ફોર્મ નં-4 & 4-A
    • હોસ્પિટલમાંથી મળેલ મૃત્યુના કારણ અંગેનું પ્રમાણપત્ર (જો આપવામાં આવ્યું હોય તેવા કિસ્સામાં)
    • ઇન્ડોર કેસ પેપર (દાખલ દર્દી કિસ્સામાં)
    • ઘરે મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં દર્દીએ જે તબીબની સારવાર લીધી હોય તેવી સારવારની વિગતો
    • દર્દીને કરવામાં આવેલ વિવિધ નિદાન જેવા કે લેબોરેટરી પરીક્ષણ, રેડીયોલોજી પરીક્ષણ વગેરેના પુરાવા.

    Medical Certificate of Cause of Death (MCCD)

    કોરોના થયેલા વ્યક્તિનું મરણ વખતે જે તબીબે સારવાર કરેલ હોય તે ડૉક્ટર Medical Certificate of Cause of Death આપી શકે છે. કોરોના દર્દીનું મૃત્યુ હોસ્પિટલમાં થયેલ હોય તો Form No-4 ભરીને સબંધિત રજીસ્ટ્રાર(જ.મ.)ને મરણ નોંધ કરીને મોકલવાનું રહેશે.

    Medical Certificate of Cause of Death(MCCD) | Corona Sahay Form | Death Form | MCCD Form | કોરોના મરણ ફોર્મ
    Health And Family Welfare Department Gujarat Official GR

    વધુમાં જે કોરોના સંક્રમિત દર્દીનું બિન સંસ્થાકીય મૃત્યુ થયું હોય, તેવા કિસ્સાઓમાં Form No-4A રજૂ કરવાના રહેશે. આ ફોર્મ મરણ રિપોર્ટ ફોર્મ નં-2 સાથે રાખીને સંબંધિત રજિસ્ટ્રાર(જન્મ-મરણ) ને મોકલી આપવાનું રહેશે.

    Medical Certificate of Cause of Death(MCCD) ની નકલ મેળવવા માટે ફોર્મ નંબર-4 અથવા ફોર્મ-4(એ) આપવાના રહેશે. મૃતકના કુટુંબની વ્યક્તિનું મરણનો બનાવ જે વિસ્તારમાં બન્યો હોય, તે વિસ્તારના જન્મ-મરણ નોંધણી રજીસ્ટ્રારને અરજી આપવાની રહેશે.

    Corona Sahay Yojana Helpline

    કોવિડ-19 મૃતકના વારસદારને સહાય મેળવવા બાબતે કોઈ તકલીફ, સમસ્યા કે પ્રશ્ન હોય તો તે હેલ્પલાઇન પર માહિતી મેળવી શકે છે. અરજદાર પોર્ટલ સંબંધિત ઓનાલાઈન અરજી કરવા બાબતે જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે. નીચેના સંપર્ક નંબર પરથી માર્ગદર્શન મેળવી શકે છે.

    Corona Helpline Number:- 1077

    State Control Room – 079-23251900

    FAQ Of Corona Death Scheme

    કોરોનામાં મરણ પામેલા મૃતક પરિવારજનોને આ યોજનાનો લાભ આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે ક્યાં અરજી કરવી, કેવી રીતે કરવી વગેરે નાગરિકોના મનમાં પ્રશ્નો હશે. જેમાં નીચે મુજબના અગત્યના પ્રશ્નો અને તેના જવાબો નીચે મુજબ છે.

    કોવિડ-19 થી મણ થયું હોય તે મુજબ લાભાર્થી પાસે પ્રમાણપત્ર ન હોય તો?

    જે વ્યક્તિનો RTPCR ટેસ્ટ પોઝીટીવ આવ્યો હોય અને 30 દિવસમાં જ તેનું મરણ થયું હોય તો, તે કેસને પોઝીટીવ ગણાશે. જિલ્લા વહીવટી તંત્ર કોવિડ ટેસ્ટ રિપોર્ટના આધારે અને મરણના દાખલાના આધારે જ મરણ કોવિડથી થયું છે કે નહીં તે જાણી લેશે. આવા કિસ્સાઓમાં ફોર્મ-4 અને ફોર્મ-4A જરૂર નહીં પડે.

    કોરોના પોઝીટીવ દર્દી 30 દિવસથી વધુ સમય હોસ્પિટલમાં રહ્યો હોય તેવા કિસ્સામાં શું કરી શકાશે.?

    આવા પોઝિટિવ દર્દી 30 દિવસથી વધુ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ મૃત્યુ પામ્યો હશે, તો તેવા કિસ્સામાં Covid-19 ટેસ્ટ માન્ય રાખવામાં આવશે.

    કોવિડ-૧૯ પોઝીટીવ દર્દીનું ઘરે મૃત્યુ થયું હોય તો શું કરવાનું રહેશે.?

    જો કોરોના પોઝીટીવ વ્યકિતનું મૃત્યુ ઘરે થયું હશે તો તેવા કેસમાં જે તે મૃતકના સ્વજનોને Form-4 અથવા Form-4A ભરીને જિલ્લાની કમિટી ખાતે અરજી કરવાની રહેશે. જીલ્લા વહીવટી કમિટી દ્વારા ખરાઈ બાદ આવું પ્રમાણપત્ર આપવામાં આવશે.

    કોરોના સહાય ફોર્મ કઈ જગ્યાએથી મેળવી શકાશે.?

    કોવિડ-19 માં મૃત્યુ પામેલા પરિવારજનોને આર્થિક સહાયના ફોર્મ અર્બન હેલ્થ સેન્ટર અને જિલ્લા મામલતદાર કચેરી ખાતેથી મફતમાં મેળવી શકાશે.

    કોરોનામાં મૃતકના પરિવારને કેટલી સહાય મળે?

    Covid-19 ને કારણે મરણ પામેલા પરિવારજનોને રૂપિયા 50,000/- ની સહાય આપવામાં આવશે. આ સહાય DBT દ્વારા ચુકવવામાં આવશે.

    Corona Sahay Yojana Gujarat હેઠળ અરજી ફોર્મ કઈ જગ્યાએ આપવાના રહેશે.?

    કોરોના સહાય યોજનાનો લાભ લેવા માટે નિયત નમૂનામાં અરજી ફોર્મ સાથે દસ્તાવેજો જોડાણ કરીને જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેલી જિલ્લા ડિઝાસ્ટર શાખામાં આપવાનું રહેશે.

    નમસ્કાર મિત્રો, કોરોના સહાય યોજનાનો લાભ લેવા બાબતે કોઈ પ્રશ્ન કે સમસ્યા હોય તો અમને Comment Box માં અથવા Contact Us જણાવશો.

    18 thoughts on “Corona Sahay Yojana Gujarat | કોરોના સહાય યોજના ફોર્મ”

    1. કોઇ કિસ્સામાં વારસદારો પૈકી કોઈ વારસદાર પરદેશમાં રહેતા હોય તે માટે શું કરવાનું રહેશે…?

      Reply
        • શ્રી રજનીશ ભાઈને,

          હું કોરોની મદદ વિશે દરેક ગુજરાતીને જાણ કરવાના તમારા વ્યક્તિગત પ્રયાસોની પ્રશંસા કરવા માંગુ છું. હું “વારસદાર નુ કોરોના મૃત્યુના વિશે સોગંદનામુ” માટે ડિજિટલ ફોર્મ મેળવવા માંગુ છું. જો તમે મને મદદ કરી શકો તો તે ખૂબ જ પ્રશંસા જનક રહેશે.

          Reply
          • આભાર કૃણાલભાઈ તમારો. તમે ઓનાલાઈનનું પ્રથમ સ્ટેપ ભરાવી દેજો ત્યારબાદ આવશે. તેમ છતાંં વધુ માર્ગદર્શન માટે 9574923093 આ નંબર પર whats app મેસેજ કરી શકો છો. જય હિંદ

            Reply
    2. અમારી પાસે ફાધર નું એન્ટિજન રેપીડ ટેસ્ટ નો પોસેતિવઃ રિપોર્ટ છે પરન્તુ ફોર્મ ન.4 નથિ મરણ હોસ્પિટલ માં થયુ છે હોસ્પિટલે death સર્ટી કોવિડ 19 માં મરણ થયુ છે તેવું આપ્યું છે. અને હોસ્પિટલ બંધ થઈ ગઇ છે શુ કરવું? CT scan reports પણ પોજેતિવ છે

      Reply
      • તમે કલેકટર કચેરી ખાતે આવેલી જિલ્લાની ડિઝાસ્ટરમાં રૂબરૂ તપાસ કરીને અરજી કરી શકો છો.

        Reply
    3. શ્રી રજનીશ ભાઈને,

      હું કોરોની મદદ વિશે દરેક ગુજરાતીને જાણ કરવાના તમારા વ્યક્તિગત પ્રયાસોની પ્રશંસા કરવા માંગુ છું. હું “વારસદાર નુ કોરોના મૃત્યુના વિશે સોગંદનામુ” માટે ડિજિટલ ફોર્મ મેળવવા માંગુ છું. જો તમે મને મદદ કરી શકો તો તે ખૂબ જ પ્રશંસા જનક રહેશે.

      Reply
      • નવી ઓનલાઈન ચાલુ થયેલ સુવિધામાં તમે જ્યારે પ્રથમ ઓનલાઈન કરશો. તેમાં તમારુ સોગંદનામું આવશે.

        Reply
    4. HRCT અને x-ray તેમજ dr. સારવાર પર થી સાબિત થઈ શકે છે .ઘરે મરણ થયેલ છે. હોસ્પિટલ માં જ્ગ્યા ન હોવાથી ઘરે o2 અને injection ચાલુ હતા. વિધવા બેન ને korana ની સહાય મેળવવી છે.MCCD મેળવવા પ્રથમ ક્યા જવું કોને અરજી કરવી અરજી રજિસ્ટા ર ને આપવી કે ક્લેક્ટેર કચેરી એ. યોગ્ય માર્ગદર્શન આપવા vinti.

      Reply
      • MCCD form આ વેબસાઈટ પર ઉપલબ્ધ છે. પરંંતુ તે ફોર્મ હોસ્પિટલનું વહીવટીતંત્ર ‘જન્મ-મરણ અધિકારીને મોકલે છે. ગોહિલભાઈ…..‍ આપશ્રી તમારા તમામ ડોક્યુમેન્‍ટ સાથે જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેલી ડિઝાસ્ટર શાખાનો સંપર્ક કરો.& મામલતદાર કચેરી ખાતે ડિઝાસ્ટાર શાખામાં પણ અરજી ફોર્મ સ્વીકારવાની અને માર્ગદર્શન માટે સુવિધા ઉભી કરેલી છે.

        Reply
    5. ભાઈ મારા ફાધર નું મૃત્યુ કોરોના ટેસ્ટ કરાવ્યા ના બીજા જ દિવસે થયું હતું અમારી પાસે xray સિવાય કોઈ પુરાવા નથી અને મરણ દાખલા માં અમે કોરોના થી મૃત્યુ થયું છે એવો ઉલ્લેખ પણ કરેલ નથી તો સુ એમને આ સહાય નો લાભ મળી શકશે ??

      Reply
    6. મારા ફાધર નું મૃત્યુ કોરોના ટેસ્ટ કરાવ્યા ના બીજા દિવસે જ થયું હતું અમારી પાસે xray સિવાય કોઈ પુરાવા નથી અને મરણ દાખલા માં અમે કોરોના થી મૃત્યુ થયું છે એવો ઉલ્લેખ કર્યો નથી તો સુ એમને આ સહાય નો લાભ મળી શકશે ??

      Reply
      • તમારા તમામ રિપોર્ટ લઈને નજીકની કલેકટર કચેરીના “જિલ્લા ડિઝાસ્ટર શાખાનો સંપર્ક કરવો. તથ તાલુકા મામલતદાર કચેરીના ડિઝાસ્ટર શાખાનો સંપર્ક પણ કરી શકાય.

        Reply
    7. ફોર્મ ભરીને Submit કર્યું તેમાં Computer દ્વારા નીકળેલ સોગંદનામું અપલોડ કરવાની જગ્યાએ પેઢીનામું અપલોડ થઈ ગયું છે તો શું અરજીમાં સુધારા કરી શકાય છે કે કેમ?
      શું ફોર્મ Dispose કરવામાં આવ્યું છે તો ફરી ભરી શકાય?

      Reply
      • દિપકભાઈ હાલમાં તો એવી કોઈ વેબસાઈટ પર ઉપલબ્ધ નથી, પરંતુ આપશ્રી આ વેબસાઈટ પર આપેલા અધિકૃત સંપર્ક નંબર પર પૂછી શકો છો. તથા કચેરી ખાતે રૂબરૂ સંપર્ક કરી શકો છો.

        Reply

    Leave a Comment

    close button