WhatsApp ગ્રૂપમાં જોડાવો!
રૂ ની વાટ બનાવવાનું મશીન સહાય યોજનાહેઠળ 20000/-ની સહાય મળશે । Cotton Wick Making Machine Sahay Yojana

રૂ ની વાટ બનાવવાનું મશીન સહાય યોજના હેઠળ 20000/-ની સહાય મળશે । Cotton Wick Making Machine Sahay Yojana

ગુજરાત રાજ્ય સરકાર દરેક નાગરિકો અને વર્ગો માટે સહાય યોજના બહાર પાડતી હોય છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા માનવ ગરિમા યોજના બહાર પાડવામાં આવેલ છે. જેના ઓનલાઈન ફોર્મ e-Samaj Kalyan પર ભરાય છે. જ્યારે કમિશ્નર કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા Manav Kalyan Yojana 2023 ના ઓનલાઈન ફોર્મ ચાલુ કરવામાં આવેલા છે.

          માનવ કલ્યાણ યોજના અંતર્ગત કુલ 27 પ્રકારના સાધન સહાય આપવામાં આવે છે. જેમાં બ્યુટી પાર્લર કીટ સહાય યોજના, પ્રેસર કુકર સહાય યોજના, મફત સિલાઈ મશીન યોજનામોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના, ઘરઘંટી સહાય યોજના તથા પેપર કપ અને ડીશ બનાવવા માટે મશીન યોજના વગેરે ચાલે છે. આજે આપણે હેર કટીંગ કીટ સહાય યોજના વિશે માહિતી મેળવીશું.

Cotton Wick Making Machine Sahay Yojana

      સમાજના પછાત અને આર્થિક રીતે નાગરિકોને નવો ધંધો અને રોજગાર મેળવે તે ખૂબ જરૂરી છે. એટલા માટે માનવ કલ્યાણ યોજના હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. રૂ ની વાટ બનાવવાનું મશીન સહાય યોજનાનો લાભ કોને મળશે ? આ લાભ કેવી રીતે અને શું મેળવી શકાશે? તેના માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે ? કેવી રીતે અરજી કરવાની રહેશે? તેની માહિતી આ આર્ટિકલ દ્વારા વિગતવાર મેળવીશું.

રૂ ની વાટ બનાવવાનું મશીન સહાય યોજના હેઠળ સાધન સહાય આપવાનો હેતુ (Perpose)

      રાજ્યના તમામ નાગરિકો સ્વ-રોજગારી મેળવે તે ખૂબ જ જરૂરી છે. Manav Kalyan Yojana Online હેઠળ અલગ-અલગ સાધન સહાય આપવામાં આવે છે. યુવાનો, મહિલાઓ અને વિવિધ સખીમંડળો વગેરે પોતાના આવડત અનુસાર નવો ધંધો કે વ્યવસાય કરે તે ખૂબ જરૂરી છે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા સખીમંડળોને રૂ ની વાટ બનાવવાનું મશીનો/સાધનો આપવામાં આવે છે. એટલે કે આ યોજના હેઠળ Cotton Wick Making Machine આપવામાં આવે છે. જેથી ગ્રામ્ય વિસ્તારની સખી મંડળની મહિલાઓ નવો વ્યવસાય કરી શકે.

Highlight Point

આર્ટિકલનું નામરૂ ની વાટ બનાવવાનું મશીન સહાય યોજના
મુખ્ય યોજનાનું નામManav Kalyan Yojana Gujarat
રૂ ની વાટ બનાવવાનું મશીન સહાય યોજના કઈ યોજનાનો ભાગ છે?માનવ કલ્યાણ યોજના 2023
આ યોજનાના હેઠળ શું લાભ મળે?આ યોજના હેઠળ સખી મંડળોને રૂ ની વાટ બનાવવાનું મશીનની સહાય આપવામાં આવે છે.
Cotton Wick Making Machine Sahay Yojana કેટલી રકમની સહાય મળશે?આ સહાય અન્‍વયે રૂપિયા 20000/- ની રૂ ની વાટ બનાવવાનું મશીન આપવામાં આવે છે.
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીની પાત્રતાનક્કી થયેલી આવક મર્યાદા ધરાવતા તથા BPL કાર્ડ ધરાવતા સમાજના નબળા વર્ગને
મળવાપાત્ર સહાયરૂપિયા 20000/- ની રૂ ની વાટ બનાવવાનું મશીન
અરજી પ્રક્રિયાઓનલાઈન અરજી કરવાની રહેશે.
Official Websitehttp://www.cottage.gujarat.gov.in/  
Online Application Websitehttps://e-kutir.gujarat.gov.in/
e-Kutir Portal પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?e-Kutir Portal પર ઓનલાઈન અરજી

Read More: PM Kisan Beneficiary List 2023 | પીએમ કિસાન સન્માન નિધિ યોજના લિસ્ટ 2023


રૂ ની વાટ બનાવવાનું મશીન સહાય યોજનામાં લાભ શું મળે અને કેટલા રૂપિયાની સહાય મળે?

         માનવ કલ્યાણ યોજના 2023 હેઠળ લાભાર્થીઓને અલગ-અલગ સાધન સહાય આપવામાં આવે છે. જેમાં રૂ ની વાટ બનાવવાનું મશીન યોજના હેઠળ સખીમંડળની બહેનોને નવો ધંધો ચાલુ કરવા માટે રૂ ની વાટ બનાવવાનું મશીન સહાયરૂપે આપવામાં આવે છે. આ સાધન સહાય યોજનામાં 20000/- રૂપિયાની કિંમત કીટ આપવામાં આવે છે.


Read More: વાજપાઇ બેન્કેબલ યોજના । Shri Vajpayee Bankable Yojana 2023


Cotton Wick Making Machine Sahay Yojana PDF Form કેવી રીતે મેળવવું?

        Commissioner of Cottage and Rural Industries  દ્વારા અધિકૃત વેબસાઈટ બનાવવામાં આવી છે. જેમાં http://www.cottage.gujarat.gov.in/ અને https://e-kutir.gujarat.gov.in/ આ બે વેબસાઈટ છે. આ વેબસાઈટ પરથી વિનામુલ્યે મેળવી શકાશે.


Read More: શૈક્ષણિક અભ્યાસ લોન યોજના | Government Of Gujarat Education Loan


Documents Required Of Cotton Wick Making Machine Sahay Yojana

        માનવ કલ્યાણ યોજના હેઠળ અલગ-અલગ સાધનો વિનામૂલ્યે આપવામાં આવે છે. રૂ ની વાટ બનાવવાનું મશીન મેળવવા માટે કુટિર અને ગ્રામોદ્યોગની કચેરી દ્વારા અગાઉથી ડોક્યુમેન્‍ટ નક્કી કરેલા છે. ઓનલાઈન અરજી કરતી વખતે ડોક્યુમેન્‍ટ અપલોડ કરવાના રહેશે. જે નીચે મુજબના રહેશે.

  • સખી મંડળની સ્થાપના કરેલ હોય તેના પ્રમાણપત્રો
  • સખીમંડળની બેંક પાસબુક
  • સખીમંડળમાં સમાવેશ મહિલાઓની વિગતો
  • સખીમંડળનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ
  • પ્રમુખનું આધારકાર્ડ આધારકાર્ડની નકલ

Important Links

ક્રમયોજનાની લગતી વિગતો
1માનવ કલ્યાણ યોજના 2023 માટે ઓફિશિયલ નોટિફિકેશન
2માનવ કલ્યાણ યોજના માટેનું ફિઝિકલ ફોર્મ (Offline)
3Manav Kalyan Yojana 2023 Online Application Link
4Self Decleration Form ની પ્રિન્ટ ડાઉનલોડ કરવા
5Manav Kalyan Yojana હેઠળ મળતી સાધન સહાયની યાદી  અને તેની વિગતો
6માનવ કલ્યાણ યોજના અંગેનો ઓફિશિયલ ઠરાવ 
7Home Page

cotton wick making machine sahay yojana | રૂ માંથી દિવેટ બનાવવાનું મશીન યોજના

How To Online Apply Cotton Wick Making Machine Sahay Yojana । કેવી રીતે ઓનલાઈન અરજી કરવાની રહેશે?

            Manav Kalyan Yojana Online Form અને તેના જેવી સ્વ-રોજગારલક્ષી યોજનાનો લાભ લેવા માટે ઈ-કુટીર પોર્ટલ પર Online Application કરવાની હોય છે. e-Kutir Portal પર વિવિધ સાધન સહાય માટે કેવી રીતે કરવું તેની Steps by Steps માહિતી નીચે મુજબ છે.

  • સૌથી પહેલાં Google માં “e-Kutir Portal” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં કમિશ્નર કુટીર અને ગ્રામોદ્યોગની Official Website “e-Kutir Portal”  ખૂલશે.
  • ઈ-કુટીર પોર્ટલ પર ક્લિક કરતાં હવે “માનવ કલ્યાણ યોજના”  પહેલી યોજના દેખાશે.
  • E Kutir Portal પર જો તમે અગાઉ User Id અને Password બનાવેલ હોય તો “Login to Portal” કરવાનું રહેશે.

e-Kutir Portal

  • લોગીન કર્યા બાદ Manav Kalyan Yojana 2023 નામની અલગ-અલગ યોજના બતાવશે..
  • જેમાં યોજનાનું ઓનલાઈન ફોર્મ ખૂલશે, જેમાં “વ્યક્તિગત માહિતી (Personal Detail) માં તમામ માહિતી ભરીને “Save & Next” પર ક્લિક આપવાનું રહેશે.
  • હવે ખાસ સખીમંડળના ડોક્યુમેન્‍ટના આધારે ” રૂ ની વાટ બનાવવાનું મશીન યોજના” માટે અરજી સિલેક્ટ કરવાનું રહેશે.


  • રૂ ની વાટ બનાવવાનું મશીન સહાય માટે સખીમંડળના રજીસ્ટ્રેશન તથા અન્ય તમામ વિગતો દાખલ કરવાની રહેશે.
  • અરજદારે હવે આધારકાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ, BPL ના ડોક્યુમેન્ટે અને ધંધાના અનુભવ અંગેનો દાખલો વગેરે Document Upload કરવાના રહેશે.
  • ત્યારબાદ આપેલી નિયમો અને શરતો વાંચીને “Confirm Application” ક્લિક કરવાનું રહેશે.
  • છેલ્લે, ઓનલાઈન અરજીનો જે એપ્લિકેશન નંબર આવે તે સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે.

Read More: મફત સિલાઈ મશીન યોજના । Mafat Silai Machine Yojana 2023


FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1. રૂ ની વાટ બનાવવાનું મશીન યોજના શું છે?

જવાબ: રાજ્યના તમામ નાગરિકો રોજગારી મેળવે તે ખૂબ જ જરૂરી છે. ગુજરાત રાજ્યના પછાત અને આર્થિક વર્ગના નાગરિકો નવો ધંધો અને વ્યવસાય ચાલુ કરવા માટે સક્ષમ છે. પરંતુ નાણાંકીય સ્થિતિ સારી હોતી નથી. તેથી સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે. ગુજરાત સરકારના કમિશ્નર અને કુટિર ગ્રામોદ્યોગ દ્વારા માનવ કલ્યાણ યોજના હેઠળ સખીમંડળની બહેનો નવો ધંધો-વ્યવ્સાય ચાલુ કરી શકે તે માટે રૂ ની વાટ બનાવવાનું મશીન સહાય યોજના બહાર પાડવામાં આવેલ છે.

2. Cotton Wick Making Machine Sahay Yojana 2023 માટે ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

જવાબ: આ યોજના માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે. આ યોજનાની ઓનલાઈન અરજી કરવા માટે https://e-kutir.gujarat.gov.in/ અધિકૃત વેબસાઈટ બનાવેલ છે.

3.  Cotton Wick Making Machine Sahay માટે કોણ-કોણ અરજી કરી શકે છે?

જવાબ: રૂ ની વાટ બનાવવાનું મશીન સહાય માટે આર્થિક રીતે પછાત વર્ગની અને પાત્રતા ધરાવતી મહિલાઓ કે જેમણે સખીમંડળ બનાવેલ છે. તેવા સખીમંડળો આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે.

4.  રૂ ની વાટ બનાવવાનું મશીન યોજના હેઠળ શું સહાય આપવામાં આવે છે અને તેની કિંમત કેટલી થશે?

જવાબ: રાજ્યના પાત્રતા ધરાવતા સખીમંડળોને આ યોજના હેઠળ રૂ ની વાટ બનાવવાનું મશીન સહાય યોજના આપવામાં આવશે, જેની કિંમત રૂપિયા 20000/- થાય છે.

Leave a Comment

close button