WhatsApp ગ્રૂપમાં જોડાવો!
How to Self-Registration for COVID-19 Vaccination

શું આપ 18+ ઉંમરના છો ? | આ રીતે CoWin Vaccine માટે Self Registration કરો.

કઈ વેબસાઈટ પરથી Vaccine registration online થશે, Vaccine Registration 18+ India કેવી રીતે થશે, Large Vaccine Registration 2021, વેક્સિન લીધા પહેલાં અને પછી શું કરવું તમામ માહિતી.

ઓનલાઈન રજીસ્ટ્રેશન વિના વેક્સિન મળશે નહિં.

ભારત સરકારશ્રીનો આ સૌથી મોટો સરકારી વેક્સિન પ્રોગ્રામ બનવા જઈ રહ્યો છે. Covid-19 Vaccine લેવા માટે તમારે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવીને એપોઈન્‍ટમેન્‍ટ બુક કરાવવી પડશે. જેના માટે લાભાર્થીઓ જાતે રજીસ્ટ્રેશન કરાવી શકે તે માટે ઇ-પ્લેટફોર્મ (Co-WIN) બનાવવામાં આવેલ છે. જે પ્લેટફોર્મ પર વેક્સિનેશન સંબંધિત તમામ ડેટા મળી રહેશે.  વેક્સિન લેવા માટે Self Registration – CoWin પોર્ટલ બનાવવામાં આવેલ છે.

શું આપ 18+ ઉંમરના છો? Co-WIN Portal  વેક્સીન લેવા માટે આ રીતે કરો Self Registration.

કોરોના સંક્રમણથી સુરક્ષિત રહેવા માટે Covid-19 વેક્સીન અવશ્ય લો. ભારત સરકારશ્રીના Largest Vaccine Drive ના ત્રીજા ચરણ અંતર્ગત 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો વેક્સિન લઈ શકાય છે. વેક્સિન લેવા માટે Online Registration પોતાની જાતે કરવા માટે નીચે આપેલા સ્ટેપને અનુસરો.

  • વેક્સીન રજીસ્ટ્રેશન પોર્ટલ પર https://selfregistration.cowin.gov.in/ પર જાઓ.
  • તમારો મોબાઈલ નંબર દાખલ કરી GET OTP પર ક્લિક કરો.
  • તમારા દાખલ કરેલ મોબાઈલ નંબર પર OTP આવશે જેને વેબસાઈટ પર દાખલ કરો.
  • OTP સબમિટ કરતા જ નવું પેજ (Page)  ખુલશે, જેમાં તમારી વિગતો ભરો.
  • ફોટો આઈ.ડી માટે આધારકાર્ડ સિવાય અન્ય જેવા કે  ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ પણ માન્ય રહેશે.
  • નામ, જાતિ અને જન્મતારીખ સહિતની વિગતો ભરો અને રજીસ્ટ્રેશન પર Click કરો.
  • ત્યારબાદ તમારી નજીકનું  “Covid vaccine centres near me”  પસંદ કરો.=
  • “COVID Vaccine CENTRES” સિલેકટ કર્યા બાદ ટાઈમિંગ સ્લોટ પસંદ કરો.
  • બધી વિગતો ચકાસણી કર્યા બાદ Confirm કરો.
  • તમારું રજીસ્ટ્રેશન સેકસેસફૂલ પૂરું થશે.

How to book a COVID-19 Vaccination appointment on CoWIN if you’re 18 years or older (Official Video)

હાલમાં કોવિડથી સૌથી વધારે સંક્રમિત જિલ્લાઓ માટે રજીસ્ટ્રેશન

અમદાવાદ, સુરત,વડોદરા, રાજકોટ,મહેસાણા,ગાંધીનગર,જામનગર,ભાવનગર,કચ્છ અને ભરૂચ જેવા જિલ્લાઓમાં 18 વર્ષથી મોટી વયના લોકોને વેકિસન આપવામાં આવશે.

Official Vaccine Information | Cowin Registration | How to Registration |
Information Source- Gujarat Samachar 01 May 2021

વોક-ઈનની સુવિધા ક્યાંથી ઉપલ્બધ થશે?

સરકારી અને પ્રાઈવેટ વેક્સિનેશન સેન્‍ંટરો પર વોક-ઇનની સુવિધા મળશે.  કોઈપણ વ્યક્તિ પોતાનું ફોટો આઈડેન્‍ટિટી કાર્ડ (આધારકાર્ડ કે અન્‍ય માન્ય કાર્ડ) આપીને તરત રજીસ્ટ્રેશન કરાવીને વેક્સિન ડોઝ લઈ શકે છે. પરતું આના માટે તે સેન્‍ટરની સ્થિતિ શું છે તે ચેક કરવાની રહેશે.

વેક્સિન લેતાં પહેલાં શું કરવું?

ખાસ ગભરાવવાની જરૂર નથી. હા, પૂરતો નાસ્તો કરીને કે જમીને જવું હિતાવહ છે. પરંતુ જો તમને કોરોનાનો ચેપ લાગ્યો હોય તો સાજા થયાનાં 4 થી 6 અઠવાડિયાં પછી જ વેક્સિન લેવી. તાવ, ઉધરસ, શરદી વગેરે હોય તો તે દિવસે વેક્સિન ન લેવી. જો કોઈ અન્ય બિમારી માટે દવા ચાલુ હોય તો વેક્સિન લઈ શકાય છે.

વેક્સિન લીધા પછી શું કરવું જોઈએ?

વેક્સિનેશન સેન્‍ટર પર અડધો કલાક સુધી આરામથી બેસવું. ઘણા લોકોને વેક્સિન લીધા પછી એલર્જી થતી હોય છે. આ વસ્તુ સામાન્‍ય છે. પરંતુ એલર્જી થવાની હશે તો અડધા કલાકમાં થઈ જશે. 1-2 દિવસ સુધી તાવ, સોય લગાવી હોય તે જ્ગ્યાએ સોજો પણ આવે, સામાન્‍ય દુખાવો થઈ શકે છે. જે 2-3 દિવસમાં આપમેળે જ સારૂ થઈ જશે. તેની ચિંતા કરવાની જરૂર નથી. તેમ છતાં કોઈ પ્રોબ્લેમ લાગે તો આપ Corona Helpline 1075 પર ફોન કરીને મદદ મેળવી શકો છો.

વેક્સિનની અસરકારક ક્યારે બને છે?

વેક્સિનની અસર પહેલા ડોઝ લીધા બાદ શરૂ થાય છે. પરંતુ વાઈરસથી બચવા માટે તેની સંપૂર્ણ અસરકારકતા થવામાં થોડો સમય લાગે છે. સરકારશ્રીનું કહેવું છે કે બીજા ડોઝ લીધાના 14 દિવસ બાદ વેક્સિન “Corona Virus’ સામે રક્ષણ આપે છે.

વેક્સિનનો બીજો ડોઝ ક્યારે લેવો?

  • કોવેક્સિન (Covaxin Vaccine) નો પહેલો ડોઝ લીધાના 28 દિવસ પછી બીજો ડોઝ લઈ શકાય છે. તેમ છતાં 28 થી 42 દિવસની વચ્ચેના ગાળામાં લઈ શકાય છે. જેની અસરકારકતા બીજા ડોઝના 14 દિવસ પછી થશે.
  • કોવિશીલ્ડ (Covishield Vaccine) પહેલો ડોઝ લીધાના 42 દિવસ પછી લઈ શકાય છે. આ વેક્સિનનૂ બીજો ડોઝ 42 થી 56 દિવસની વચ્ચે લઈ શકાય છે. તેની સંપૂર્ણ અસર બીજા ડોઝના 14 દિવસ પછી જ શરૂ થાય છે.

Vaccine Registration 18+ બાબતે અગત્યની માહિતી

  • 18 વર્ષથી વધુ વયના તમામ માટેનું રજીસ્ટ્રેશન 28 એપ્રિલથી શરૂ થયેલ છે.
  • મોબાઈલ નંબરથી વધુમાં વધુ 3 લોકોનું રજીસ્ટ્રેશન કરી શકાશે.
  • સરકારી હોસ્પિટલોમાં વેક્સિન મફત આપવામાં આવશે અને પ્રાઈવેટ હોસ્પિટલોમાં વેક્સિન લેવા માટે 250 રૂપિયા આપવા પડશે.
  • vaccine registration website આ મુજબ છે https://selfregistration.cowin.gov.in
  • Online Vaccine registration માટે આરોગ્યસેતુ એપ્લિકેશન અને ઉમંગ મોબાઈલ એપ્લિકેશન દ્વારા રજીસ્ટ્રેશન કરી શકાય.

કોરોના વાઈરસ અને CoWin Vaccine Registration Helpline

Helpline Number: +91-11-23978046 (Toll free- 1075)

Technical Helpline Number: 0120-4473222

Helpline Email Id: nvoc2019@gov.in

4 thoughts on “શું આપ 18+ ઉંમરના છો ? | આ રીતે CoWin Vaccine માટે Self Registration કરો.”

    • ઉપરોક્ત સરકારશ્રીના ફોટોમાં દર્શાવેલ સૌથી વધારે કોરોના સંક્રમિત જીલ્લાઓ માટે રજીસ્ટ્રેશન ચાલુ થયેલ છે.

      Reply

Leave a Comment

close button