ikhedut 2022 | ખારેકની ખેતી માટે એક રોપા દીઠ મળશે રૂ. 1250/- ની સહાય । Bagayat Kheti In Gujarat | ખારેકની ખેતી માટે સહાય યોજના । બાગાયતી યોજના । Krushi Sahay Yojana | Tissue Culture Kharek
ગુજરાત સરકારશ્રી દ્વારા રાજ્યના નાગરિકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. વિવિધ યોજનાઓ જુદા-જુદા વિભાગો દ્વારા ચલાવવામાં આવે છે. જેમ કે મહિલા અને બાળ વિકાસની યોજનાઓ WCD Gujarat પર ચાલે છે. સમાજ કલ્યાણને લગતી e-Samaj Kalyan Portal પર ચાલે છે. કુટીર અને ગ્રામોદ્યોગ યોજનાઓ e-Kutir Portal પર ચાલે છે. કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ikhedut portal બનાવેલ છે. Ikhedut પર ખેતીવાડી, બાગયતી અને પશુપાલનની યોજનાઓ ચાલે છે. બાગાયતી વિભાગ દ્વારા બાગાયતી પાકોના વાવેતર વધારવા પ્રોત્સહન માટે વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે. જેમ કે ટ્રેકટર સહાય યોજના, ડ્રીપ ઈરીગેશન માટે પાણીના ટાંકા પર સહાય યોજના, કાજુના વાવેતર પર સહાય યોજના વગેરે. આજે આપણે આ આર્ટિકલના માધ્યમ દ્વારા ટીસ્યુ કલ્ચર ખારેકની ખેતીમાં સહાય યોજના વિશે વાત કરીશું.
Bagayati Vikas Mission Yojana
રાજ્યમાં બાગાયતી પાકોનું વાવેતર વધે તે માટે કૃષિ, ખેડૂત કલ્યાન અને સહકાર વિભાગ દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. બાગાયતી પાકોમાં Smart Work દ્વારા સારું ઉત્પાદન લઈ શકાય છે. Bagayati Vikas Mission Yojana હેઠળ બાગાયતી યોજનાઓ દ્વારા ખેડૂતોને સીધો લાભ આપવામાં આવે છે. જેથી ખેડૂતો વિવિધ બાગાયતિ પાકોનું વાવેતરનો વિસ્તાર વધારી શકે અને પાક ઉત્પાદન વધારી શકે.
યોજનાનો હેતુ
Bagayati yojana Gujarat દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. ખેડૂતો રાજ્યમાં ખારેકની ખેતીનો વાવેતર વધારે અને રાજ્યની જરૂરીયાતમાં સહભાગી બને તે ખૂબ જરૂરી છે. જેથી ખારેકનો વાવેતર વિસ્તાર વધે તે પણ અત્યંત જરૂરી છે. ખેડૂતોને આ યોજના દ્વારા ટીસ્યુ કલ્ચર દ્વારા ખારેકનો વાવેતર વિસ્તાર વધારે તે માટે સહાય આપવામાં આવે છે.
યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા
કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી ikhedut પરથી કરવાની રહેશે. લાભાર્થી ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
- ગુજરાત રાજ્યનો અરજદાર હોવો જોઈએ.
- ખેડૂત હોવો જોઈએ.
- આ યોજનાનો લાભ ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય મળવાપાત્ર થશે.
- ટીસ્યુકલ્ચર પ્લાન્ટીંગ મટીરીયલ (રોપા) માટે DBT દ્વારા માન્ય અને એક્રીડીએશન થયેલ ટીસ્યુ લેબ પાસેથી ખરીદી કરવાની રહેશે.
- ટીસ્યુકલ્ચર પ્લાન્ટીંગ રોપા GNFC, GSFC, કૃષિ યુનિવર્સિટીની ટીસ્યુ લેબ જેવી સરકારશ્રીની જાહેર સંસ્થા પાસેથી ખરીદ કરવાનું રહેશે.
- આ ઉપરાંત ખારેક માટે ટીસ્યુકલ્ચર રોપાનું પૂરતું ઉત્પાદન ન હોઈ આયાત કરવામાં આવનાર રોપ ઉપર રોપદીઠ મહત્તમ રૂ. 1250/- ની મર્યાદામાં સહાય આપવામાં આવશે.
- ખેડૂત ખાતાદીઠ લાભાર્થીને આજીવન એક વખત લાભ મળશે.
Hightlight Point of Dates Farming Scheme In Gujarat
યોજનાનું નામ | ટીસ્યુ કલ્ચર ખારેકની ખેતીમાં સહાય યોજના |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને English |
યોજનાનો ઉદ્દેશ | ખારેકના પાકનું વાવેતર વધે તે હેતુથી |
લાભાર્થી | ગુજરાતના પાત્રતા ધરાવતા ખેડૂતો |
પ્લાંટીંગ મટીરીયલ માટે સહાય | જેમાં યુનિટ કોસ્ટ રૂપિયા 3,12,500/હેક્ટરની મર્યાદા સામે કુલ ખર્ચના 50% અથવા રૂ.1250/- પ્રતિ રોપા દીઠ સહાય મળશે. આ બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે. પરંતુ જે રૂ.1,56,250/હેકટર ની મર્યાદામાં સહાય મળશે. |
ખેતી ખર્ચ માટે સહાય | ખેતી ખર્ચ માટે યુનિટ કોસ્ટ રૂપિયા 40,000/હેક્ટર સહાય મળશે. જેમાં બે વર્ષના હપ્તા પેટે મળશે. જેમાં પ્રથમ વર્ષે રકમના 60% સહાય અથવા બીજા વર્ષે 75% રોપા જીવંત હોય તો બાકીની 40% સહાય મળવાપાત્ર થશે. |
અધિકૃત વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી | Click કરો. |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30/04/2022 |
ટીસ્યુ કલ્ચર ખારેકની ખેતીમાં સહાય યોજનામાં મળવાપાત્ર લાભ
ઈ-ખેડૂત પોર્ટલ પરથી આ યોજના માટે Online Arji કરવાની હોય છે. Bagayati Vibhag દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. જેમાં ખારેકના વાવેતર માટે સહાય આપવામાં આવે છે. પ્લાન્ટીંગ મટીરીયલનાં રોપા માટે લાભ આપવામાં આવે છે. આ યોજનામાં લાભની વિગતો નીચે મુજબ છે.
પ્લાંટીંગ મટીરીયલ માટે સહાય | જેમાં યુનિટ કોસ્ટ રૂપિયા 3,12,500/હેક્ટરની મર્યાદા સામે કુલ ખર્ચના 50% અથવા રૂ.1250/- પ્રતિ રોપા દીઠ સહાય મળશે. આ બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે. પરંતુ જે રૂ.1,56,250/હેકટર ની મર્યાદામાં સહાય મળશે. |
ખેતી ખર્ચ માટે સહાય | ખેતી ખર્ચ માટે યુનિટ કોસ્ટ રૂપિયા 40,000/હેક્ટર સહાય મળશે. જેમાં બે વર્ષના હપ્તા પેટે મળશે. જેમાં પ્રથમ વર્ષે રકમના 60% સહાય અથવા બીજા વર્ષે 75% રોપા જીવંત હોય તો બાકીની 40% સહાય મળવાપાત્ર થશે. |
આ પણ વાંચો- માનવ કલ્યાણ યોજના માટે ઈ-કુટીર પોર્ટલ પર કેવી રીતે ઓનલાઈન અરજી કરવી? તેની માહિતી મેળવો.
Document Required Of Dates Farming Scheme In Gujarat
ખેડૂત પોર્ટલ પર ચાલતી ટીસ્યુ કલ્ચર ખારેકની ખેતીમાં સહાય યોજના નો લાભ લેવા માટે Online Arji કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જોઈએ.
1. ખેડૂતની 7/12 ની જમીનની નકલ
2. અરજદારનું આધારકાર્ડની નકલ
3. જો ખેડૂત લાભાર્થી SC જ્ઞાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
4. જો ખેડૂત લાભાર્થી ST જ્ઞાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
5. લાભાર્થીનું રેશનકાર્ડની નકલ
6. જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
7. ટ્રાઈબલ વિસ્તારના લાભાર્થીઓ માટે વન અધિકાર પત્રની નકલ (હોય તો)
8. ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
9. લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો
10. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
11. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
12. લાભાર્થીનો મોબાઈલ નંબર
આ પણ વાંચો- eHRMS Gujarat Portal ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી મેળવો.
Online Registration Dates Farming Scheme In Gujarat
Krushi Sahay Yojana Gujarat 2022 હેઠળ બાગાયતી યોજનાનો લાભ આપવામાં આવે છે. ખેડૂતોએ I-khedut Portal પરથી Online Application કરવાની રહેશે છે. ખેડૂતો આ યોજનાની ઓનલાઈન એપ્લિકેશન ઘરે બેઠા જાતે પણ કરી શકે છે. તથા ગ્રામ પંચાયત ખાતેથી VCE (Village Computer Entrepreneur) મારફતે પણ ઓનલાઈન અરજી કરી શકે છે. આ યોજનાની ઓનલાઈન એપ્લિકેશન કેવી કરવી તેની Step By Step માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ બ્રાઉઝરમાં “ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં Google Search માં જે રીઝલ્ટ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
- I-ખેડૂત પોર્ટલ ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
- તેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ નંબર-3 પર “બાગાયતી યોજનાઓ” ખોલવું.
- “Bagayati Yojana” ખોલ્યા પછી જ્યાં વિવિધ બાગાયતી યોજના બતાવશે.
- જેમાં “ટીસ્યુ કલ્ચર ખારેકની ખેતીમાં સહાય યોજના” માં “અરજી કરો” તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
- ત્યાર બાદ તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
- જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
- લાભાર્થીએ ikhedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
- લાભાર્થી ખેડૂતે ઓનલાઈન એપ્લિકેશનમાં સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ લાભાર્થીએ ફરીથી વિગતો ચેક કરીને અરજી કન્ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્ફર્મ થયા બાદ અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
- લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
- ખેડૂતો દ્વારા પ્રિન્ટ મેળવ્યા બાદ સહી-સિક્કા કરાવવાના રહેશે.
- ત્યારબાદ આઈ-ખેડૂત પોર્ટલ પર માંગ્યા મુજબના Document અપલોડ કરવાના રહેશે.
iKhedut Application Status & Re-Print
અરજદાર ખેડૂત ikhedu Application Status Online જોઈ શકશે તથા Arji Print કાઢી શકશે. હવે અરજીની કાર્યવાહી જાણવા માટે ikhedut portal દ્વારા સરળતાથી જાણી શકાશે.
Ikhedut Portal Status | Click Here |
Application Print | Click Here |
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ
ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય યોજનામાં Online Application કરવાની રહેશે. આ યોજના માટે અરજદારોઓએ તારીખ- તા 01/03/2022 થી 30/04/2022 સુધી સુધી અરજી કરી શકશે. ત્યારબાદ અરજી કરવાની પ્રક્રિયા બંધ થશે.
FAQ’s Dates Farming Scheme In Gujarat
ગુજરાતના કૃષિ,ખેડુત ક્લ્યાણ અને સહકાર વિભાગ હેઠળ સંલગ્ન Bagayati Vibhag દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે.
પ્લાંટીંગ મટીરીયલ માટે યુનિટ કોસ્ટ રૂપિયા 3,12,500/હેક્ટરની મર્યાદા સામે કુલ ખર્ચના 50% અથવા રૂ.1250/- પ્રતિ રોપા દીઠ સહાય મળશે. આ બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે. પરંતુ જે રૂ.1,56,250/હેકટર ની મર્યાદામાં સહાય મળશે.
ગુજરાતના ખેડૂતો Bagayati Kheti તરફ આકર્ષાઈને ખારેકના પાકનું વાવેતર કરે તે મુખ્ય હેતુ છે.
ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પરથી Online Arji કરવાની રહેશે.
2 thoughts on “ટીસ્યુ કલ્ચર ખારેકની ખેતીમાં સહાય યોજના | Dates Farming Scheme In Gujarat”