ભારત દેશ ડિજીટલ ક્ષેત્રે દિન-પ્રતિદિન પ્રગતિ કરી રહી છે. આજે દેશમાં Digital India માટે વિવિધ પ્રોજેક્ટ અમલી બનેલ છે. સરકારી વિભાગો પણ ડિજિટલ ક્રાંતિ અપનાવીને ઓનલાઇન પોર્ટલ, વેબસાઈટ અને સેવા ઉમેરી રહી છે. આજે આપણે સરકારની એક સેવા વિશે વાત કરીશું, જેનું નામ D.B.T Scheme છે. આ સ્કીમ હેઠળ કુવરબાઈનું મામેરું, વિધવા સહાય યોજના વગેરેની સહાય ચૂકવાઈ રહેલ છે. આવી 300 થી વધારે સેવાઓ છે. તો ચાલો મિત્રો આજે ડી.બી.ટી યોજના શું છે, તેના ફાયદા શું છે? વગેરે વિશે વિગતવાર માહિતી મેળવીશું.
DBT Scheme
D.B.T નું પૂરું નામ Direct Benefit Transfer થાય છે. આ સ્કીમ ભારત સરકાર દ્વારા 1 લી જાન્યુઆરી 2013 ના રોજ અમલમાં મૂકેલી હતી. આ યોજના હેઠળ અંદાજિત 34 કેન્દ્રીય યોજનાઓ અને કુલ મળીને 300 જેટલી યોજનાઓ અને સેવાઓ આવરી લેવામાં આવેલ છે. DBT (Direct Benefit Transfer) Scheme એ લાભાર્થીઓના ખાતામાં સીધી સહાય પહોંચાડવા માટેનો પ્રોગ્રામ છે. જે સરકારી સેવાઓના પારદર્શિતા લાવવા માટે અમલી બનાવેલ હતી.
Important Point
આર્ટિકલનું નામ | What is a DBT (Direct Benefit Transfer) Scheme? |
DBT Full Form | Direct Benefit Transfer |
ડીબીટી ક્યારે અમલમાં આવી? | 1 લી જાન્યુઆરી 2013 |
કોણે અમલી બનાવી? | ભારત સરકાર દ્વારા |
ડીબીટી ચાલતી હોય તેવી પ્રસિદ્ધ યોજના | PM Kisan Yojana |
Read More: SBI E-Mudra Loan: નવો ધંધા માટે મળશે રૂપિયા 50 હજાર થી 10 લાખ સુધી લોન, જાણો વધુ માહિતી.
ડીબીટી યોજનાનો હેતુ
ભારત સરકાર આ યોજના બહાર પાડવામાં આવેલ છે. આ યોજના હેઠળ સરકારી સેવામાં થતી ગેરરીતિ દૂર કરવા માટે કાર્યરત કરેલ છે. ડી.બી.ટી સ્કીમ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ચૂકવાયેલ સહાય લાભાર્થીઓના ખાતામાં સીધા બેંક એકાઉન્ટ કે પોસ્ટ એકાઉન્ટમાં જમા થાય છે. જેથી સરકારી સેવાઓમાં પારદર્શીતા જળવાઈ રહે. એવો આ યોજનાનો મુખ્ય હેતુ છે.
આ પણ વાંચો : PM Kisan Beneficiary Status Check By Mobile Number | મોબાઈલ દ્વારા 13 મા હપ્તાની સ્થિતિ વિશે જાણો.
D.B.T Full Form in Gujarati
DBT – Direct Benefit Transfer. DBT નું full form છે કે, Direct Benefit Transfer, Direct Benefit Transfer ને ગુજરાતીમાં સીધો લાભ આપવો કહેવામાં આવે છે.

ડી.બી.ટી નું ઉદાહરણ
ભારત સરકાર દ્વારા PM Kisan Yojana હેઠળ ખેડૂતોના ખાતામાં DBT દ્વારા વાર્ષિક 6000/- ની સહાય ચૂકવાય છે.
આ પણ વાંચો: PM Kisan List 2023 |આ લિસ્ટના ખેડૂતોને 13 મા હપ્તાની સહાય મળી છે, તમારું નામ અહીંથી ચેક કરો.
DBT Scheme થી થતા લાભો
કેન્દ્ર સરકારની ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ઘણા બધા લાભો થાય છે. જે નીચે મુજબ છે.
- લાભાર્થીઓના ખાતામાં સીધી સહાય જમ થાય છે.
- સહાય ચૂકવણીમાં ખૂબ જ ઓછો સમય લાગે છે.
- ડુપ્લીકેટ લાભાર્થીઓની ઓળખ જલ્દી થાય છે.
- સરકારી સહાય ચૂકવણીમાં એજન્ટ પ્રથાના નાબૂદ કરી શકાય છે.
- યોજના કે અન્ય સહાય ચૂકવણીમાં પાર પારદર્શિતા લાવી શકાય છે.
- લાભાર્થીઓની યાદી તૈયાર કરવા માટે CPSMS નો ઉપયોગ કરી શકાય છે.
- ડિજિટલ સહીનો ઉપયોગ કરી શકાય છે.
- લાભાર્થીઓ પોતાની સહાયની વિગતો જાતે તપાસી શકે છે.
Read More: Aadhaar Card Download Online PDF । આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું ?
સારાંશ
કેન્દ્ર સરકાર દ્વારા અંદાજીત 300 થી વધારે યોજનાઓ અને સેવાઓનો લાભ DBT દ્વારા સફળતાપૂર્વક ચૂકવવામાં આવે છે. જેનો પ્રભાવ અસરકારક અને હકારાત્મક રહેલ છે.
FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો
a. DBT એટલે Direct Benefit Transfer થાય.
a. ભારત સરકાર દ્વારા ચાલતી PM Kisan Yojana માં DBT Scheme ચાલવવામાં આવે છે.
a. DBT દ્વારા લાભાર્થીઓના ખાતામાં સીધી સહાય ચુકવણી થાય છે. જેનાથી પારદર્શિતા જળવાઈ રહે છે.