Digital Gujarat Scholarship Detail in Gujarati | ડીજીટલ ગુજરાત સ્કોલરશીપ રજીસ્ટ્રેશન | Digital Gujarat Registration । How to Online Registration Digital Gujarat Scholarship
કેંન્દ્ર સરકાર અને રાજ્ય નાગરિકોની ઉન્નતિ, વિકાસ માટે વિવિધ યોજનાઓ સરકારશ્રી દ્વારા અમલ મુકવામાં આવે છે. રાજ્યમાં દરેક પ્રકારના વર્ગ માટે અલગ અલગ યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓના સારી અને ઉચ્ચ કક્ષાનું મેળવે તે ખૂબ જરૂરી છે. જેના માટે સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા ઘણી બધી વિદ્યાર્થી લક્ષી સ્કોલરશીપ અને યોજનાઓ બહાર પાડે છે.
રાજ્યના વિદ્યાર્થીઓ માટે 190 થી વધુ સેવાઓ Digital Gujarat Portal પર ઓનલાઈન ચલાવવામાં આવે છે. જેમાં સ્કોલરશીપની સેવા પણ Online કરેલ છે. ગુજરાતમાં જુદી-જુદી જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જેમાં પીએમ યશસ્વી સ્કોલરશીપ યોજના, પ્રગતિ સ્કોલરશીપ યોજના, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના તથા digital gujarat portal scholarship થી વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવશે. પ્રિય વાંચકો આજે આપણે આ આર્ટિકલ દ્વારા Digital Gujarat Scholarship Registration કેવી રીતે કરવું તેની માહિતી મેળવીશું.
Digital Gujarat Scholarship Login
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ,ગાંધીનગર હેઠળ ઘણા વિભાગો કાર્યરત છે. જેમાં નિયામક વિકસતી જાતિ કલ્યાણ બોર્ડ, આદિજાતિ વિકાસ, નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ તથા નિયામક સમાજ સુરક્ષા દ્વારા ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2021 બહાર પાડવામાં આવેલ છે. જેમાં ગુજરાતના રાજ્ય સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક, ધોરણ-11 & 12, ડિપ્લોમા, આઈ.ટી.આઈ, સ્નાતક, અનુસ્નાતક, એમફિલ,પીએચડી વગેરે વિવિધ અભ્યાસક્રમના ઓનલાઈન અરજીઓ Digital Gujarat Portal દ્વારા સ્વીકારવામાં આવે છે. ડિજીટલ ગુજરાત સ્કોલરશીપ માટે કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું? તેની માહિતી મેળવીશું.
શિષ્યવૃત્તિ યોજનાનો હેતુ
ગુજરાત સરકારની Shishyavrutti Yojana દ્વારા ગુજરાતના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા, દરેક વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવા માટે સહાય આપવામાં આવે છે. જેમાં સરકારશ્રીની MYSY મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના કે અન્ય કોઈ યોજનાનો લાભ ન લેતા હોય તેમને આ સ્કોલરશીપનો લાભ મળશે. જેના દ્વારા વિદ્યાર્થીઓ સારું અને ઉચ્ચ શિક્ષણ મેળવી શકે.
Highlight Point
આર્ટિકલનું નામ | ડિજીટલ ગુજરાત સ્કોલરશીપ માટે કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું? |
પોર્ટલનું નામ | Digital Gujarat Portal |
શેના માટે આ પોર્ટલ બનાવેલ છે? | નાગરિકોને જીવન જરૂરી સેવાઓ ઓનલાઈન પૂરી પાડવા તથા વિદ્યાર્થીઓને સ્કોલરશીપની સેવા ઓનલાઈન હેતુથી |
ડિજીટલ ગુજરાત પોર્ટલ પર કેટલી સેવાઓ ઓનલાઈન છે? | 190 થી વધારે |
ઓફિશીયલ વેબસાઈટ | |
Digital Gujarat Helpline Numbe | 18002335500 |
Read More: Samras Hostel Admission 2022-23 | સમરસ હોસ્ટેલ એડમિશન માટે ઓનલાઈન ચાલુ.
Also Read More: PM Yasasvi Scholarship Scheme | પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના
Also Read More: સોલાર ફેન્સીંગ સહાય યોજના | Gujarat Solar Fencing Yojana 2022
ડીજીટલ ગુજરાત પોર્ટલ સ્કોલરશીપમાં કોને લાભ મળે
Digital Gujarat Scholarship Online Form ભરવા માટે અલગ-અલગ અભ્યાસક્રમ અગાઉથી નક્કી કરેલા છે. ગુજરાતના મૂળ વતની હોય અને જેમને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના કે અન્ય સહાય ન મેળવેલ હોય તેમને આ યોજનાનો લાભ મળશે. જેમાં રાજ્યમાં કે રાજ્ય બહાર સરકાર માન્ય ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, સંસ્થાઓ, કોલેજો/ITI કે અન્ય સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ મળશે. નીચે મુજબના અભ્યાસક્રમ સાથે જોડાયેલ વિદ્યાર્થીઓને Digital Gujarat Scholarship Portal દ્વારા આર્થિક સહાય આપવામાં આવશે.
- ધોરણ-11 & 12
- ડિપ્લોમા
- ITI ના અભ્યાસક્રમ
- સ્નાતકના અભ્યાસક્રમ
- અનુસ્નાતકના અભ્યાસક્રમ
- એમ.ફિલ
- પી.એચ.ડી
Required Documents for Digital Gujarat Scholarship Registratipon
Social Justice And Empowerment Department Gujarat-SJED વિભાગ દ્વારા ચાલતી જુદી-જુદી સ્કોલરશીપ માટે ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે. આ ડોક્યુમેન્ટ Digital Gujarat Portal પર ઓનલાઈન અરજી દરમિયાન અપલોડ કરવાના હોય છે. કયા-કયા ડોક્યુમેન્ટ શિષ્યવૃત્તિ માટે માંગવામાં આવે છે તેની યાદી નીચે મુજબ આપેલી છે.
- જાતિનો દાખલો (સક્ષમ અધિકારીશ્રી)
- આવકનો દાખલો (સક્ષમ અધિકારીશ્રીનો)
- ધોરણ-10 માર્કશીટ
- તમામ અભ્યાસક્રમની વર્ષ વાઈઝ ફાઈનલ વર્ષની માર્કશીટ
- બેંક પાસબુક
- આધારકાર્ડની નકલ
- ધોરણ-10 બાદ અભ્યાસક્રમમાં બ્રેક પડેલ હોય તો શિષ્યવૃત્તિ ન મેળવેલ તે અંગેનું સોગંદનામું
- વિદ્યાર્થી જે હોસ્ટેલમાં રહેતા હોય તે હોસ્ટેલર તરીકેનું સર્ટિફિકેટ
- વિદ્યાર્થીએ ભરેલ ફીની પહોંચ
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- જો વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર
- વિદ્યાર્થીના પરિણિત કિસ્સામાં લગ્ન પ્રમાણપત્ર
How to Online Registration Digital Gujarat Scholarship
ડિજીટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશીપ માટે Citizen Login બનાવવું પડે. રાજ્યના વિદ્યાર્થીઓ અને નાગરિકો નવું લોગીન જાતે બનાવી શકે છે. ડિજીટલ ગુજરાત પોર્ટલ પર તમામ શિષ્યવૃત્તિના ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવે છે. ડિજીટલ ગુજરાત પોર્ટલનો ઉપયોગ કરવા માટે Citizen Registration કરવું જરૂરી છે. How to Online Registration Digital Gujarat Scholarship ની માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ તમારા મોબાઈલ કે લેપટોપ માં Google Search માં Digital Gujarat સર્ચ કરવું.
- ત્યારબાદ સરકારની ઓફિશિયલ Digital Gujarat Portal Website ખોલવાનું રહેશે.
- ત્યારબાદ વિદ્યાર્થીએ અને નાગરિકોઓએ Register પર ક્લિક કરવાનું રહેશે.
- રજીસ્ટર પર ક્લિક કરીને પોતાની માહિતી જેવી મોબાઈલ નંબર, ઈ મેઈલ આઈડી, પાસવર્ડ અને Capcha Image નાખીને Save કરવાનું રહેશે.
- તમામ Detail નાખીને Save કરતાં મોબાઈલ નંબરના વેરિફિકેશન માટે કન્ફર્મેશન કોડ આવશે જે વેબસાઈટ પર નાખવાનો રહેશે.
- મોબાઈલ નંબર વેરિફાય થયા બાદ વિદ્યાર્થીએ પોતાની વ્યકિતગત માહિતી જેવી જાતિ First Name, Middle Name, Last Name, પૂરું સરનામું, પાસપોર્ટ સાઈઝનો ફોટો Upload કરીને Update કરવાનું રહેશે.
- ઉપરની માહિતી Update કર્યા બાદ વિદ્યાર્થીએ Citizen Profile માં આપેલી માહિતી ચૂંટણીકાર્ડ, રેશનકાર્ડ, આધારકાર્ડ, વ્યકિતગત માહિતી, મોબાઈલ નંબર, સરનામું વગેરે માહિતી ભરીને “Update Profile” પર Click કરવાની રહેશે.
Request a New Service
- Digital Gujarat પર માહિતી Update કર્યા પછી પોતાનું Login Page માં “Request a New Service” પર Click કરવાનું રહેશે.
- હવે વિદ્યાર્થી પોતાના Digital Gujarat Login દ્વારા “Scholarship Option પર ક્લિક કરીને ઓનલાઈન અરજી કરી શકશે.
- ચાલુ વર્ષની સ્કોલરશીપ માટે ઓનલાઈન અરજી કરવા માટે વર્ષ સિલેક્ટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- વિચરતી-વિમુકત જ્ઞાતિના જે વિદ્યાર્થીઓ સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં અભ્યાસ કરતાં હોય તેમણે BCK 325 સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં અભ્યાસ કરતાં વિચરતી વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરી શકશે.
Digital Gujarat Scholarship Renewal
ડિજીટલ ગુજરાત પોર્ટલ પર અગાઉના વર્ષમાં ઓનલાઈન અરજી કરેલ હતી અને નિયમોનુસાર શિષ્યવૃત્તિ મેળવેલ હતી તેવા વિદ્યાર્થીઓની ચાલુ વર્ષ માટે New Application કરવાની નથી. એવા વિદ્યાર્થીઓની અરજી ઓટોમેટિક “Renewal” મોડમાં આવી જશે.
- રિન્યુઅલ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપની ઓનલાઈન અરજી કરવા માટે “Renewal” બટન પર ક્લિક કરવાનું રહેશે.
- જેમાં Registration Detail, Bank Detail, Academic Detail, Disability Detail વગેરે ચેક કરી જરૂરી ડોક્યુમેન્ટ ઉપલોડ કરવાના રહેશે. ત્યારબાદ ઓનલાઈન અરજી Send કરવાની રહેશે.
- વિદ્યાર્થીઓએ ઓરીજનલ ડોક્યુમેન્ટ Scan કરીને અપલોડ કરવાના રહેશે.
- જે વિદ્યાર્થીઓને ગત વર્ષે શિષ્યવૃત્તિ મળેલ હતી અને તેનું ફોર્મ ચાલુ વર્ષે ઓટોમેટિક “Renewal” મોડમાં ન જોવા મળે તો તેવા નવી પ્રક્રિયા કરવી.
- તેવા વિદ્યાર્થીઓએ “Request a New Service” બટન પર ક્લિક કરી ડ્રોપ ડાઉન મેનુમાં જઈને વર્ષ પસંદ કરીને લાગુ પડતી શિષ્યવૃત્તિ ઓનલાઈન અરજી કરી શકાશે.
Digital Gujarat Helpline Number
ડિજીટલ ગુજરાત પોર્ટલ દ્વારા ઘણી બધી સ્કોલરશીપના ઓનલાઈન ફોર્મ ભરાય છે. વિવિધ વિભાગની ઘણી બધી સ્કોલરશીપના ઓનલાઈન અરજી દરમિયાન કોઈ સમસ્યા હોય તો ટોલ ફ્રી નંબર પર કોલ કરી શકે છે.
Digital Gujarat Helpline Number :- 18002335500
Read More: Bhojan Bill Sahay Yojana 2022 | ભોજન બિલ સહાય યોજના
Also Read More: કોચિંગ સહાય યોજના | Gujarat Coaching Sahay Yojana 2022
FAQ’s of Digital Gujarat Scholarship
ગુજરાત સરકારના ડિજીટલ ગુજરાત પોર્ટલ પર 190 થી વધારે સેવાઓની ઓનલાઈન અરજી કરી શકાય છે.
ડીજીટલ ગુજરાત પોર્ટલ પર ધોરણ-11&12, Diploma-Degree, સ્નાતક, અનુસ્નાતક, એમ.ફીલ, પી.એચ.ડી વગેરે અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ ઓનલાઈન એપ્લિકેશન કરી શકે છે.
આ પોર્ટલ પર નિયામક વિકસતી જાતિ કલ્યાણ બોર્ડ, નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ, નિયામક સમાજ સુરક્ષય વગેરે વિભાગઓની Online Arji ઓ સ્વીકારવામાં આવે છે.
Please! Scholarship