e Samaj Kalyan | Divyang S.T Bus Pass | Handicapped Bus Pass form PDF | Viklang bus pass online Gujarat | e samaj kalyan portal । સમાજ કલ્યાણ યોજનાઓ
Advertisement
ગુજરાત સરકાર દ્વારા સામાજિક સુરક્ષાને લગતી ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. Social Security ના વર્ગમાં વિધવા લાભાર્થીઓ, દિવ્યાંગ લાભાર્થીઓ, આર્થિક રીતે નબળા લાભાર્થીઓ વગેરેનો સમાવેશ થાય છે. તેમના માટે Social Justice And Empowerment Department (SJED) વિવિધ પેટા વિભાગો આવેલા છે, જેવા કે નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, નિયામક, વિકસતી જાતિ કલ્યાણ, નિયામક, સમાજ સુરક્ષા વગેરે કાર્યરત છે. આ વિભાગ દ્વારા ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે.
Viklang Bus Pass Online Gujarat
Government of Gujarat હેઠળ કામગીરી કરતા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ઘણી યોજનાઓ ચાલે છે. જેમાં Director Social Defense હેઠળ દિવ્યાંગોના કલ્યાણ માટે વિવિધ સરકારી યોજનાઓ ચાલે છે. જેમાં Divyang Lagna Sahay, દિવ્યાંગ સાધન સહાય, વિકલાંગ વૃદ્ધ પેન્શન યોજના વગેરે. જેમાં આ આર્ટિકલના માધ્યમ દ્વારા Divyang Bus Pass yojna વિશે વિગતવાર માહિતી રજૂ કરીશું.
દિવ્યાંગ બસ પાસ યોજનાનો હેતુ
નિયામક સમાજ સુરક્ષા દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ માટે ગુજરાત એસ.ટી. બસ પાસ યોજના ચલાવવામાં આવે છે. જેમાં ગુજરાતના દિવ્યાંગ વ્યકિતઓને વધુ અભ્યાસ માટે, સારવાર માટે, નોકરી ધંધાના સ્થળે કે અન્ય કોઈપણ સ્થળે સરળતાથી જઈ શકે તે માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. દિવ્યાંગ લાભાર્થી આ યોજના હેઠળ ગુજરાત રાજ્યની હદમાં GSRTC ની બસોમાં વિનામૂલ્યે પ્રવાસ કરી શકે છે.
યોજનાની પાત્રતા
Government of Gujarat ના e samaj kalyan યોજના માટે પાત્રતા નક્કી કરેલી છે. જેમાં દિવ્યાંગ બસ પાસ યોજના માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરેલી છે.
- 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવનાર વ્યક્તિને આ યોજનાનો લાભ મળે.
- દિવ્યાંગ વ્યક્તિ દિવ્યાંગ ઓળખકાર્ડ ધરાવતો હોવો જોઈએ.
યોજના હેઠળ મળવાપાત્ર લાભ
ગુજરાતના દિવ્યાંગ લાભાર્થીઓ Handicapped bus pass form online અરજી કરવાની રહેશે. જેના દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર પરિવહનની તમામ પ્રકારની બસોમાં, ગુજરાત રાજ્યની હદમાં વિનામૂલ્યે મુસાફરી કરવાનો લાભ આપવામાં આવે છે.
યોજનાનું નામ | Divyang Bus Pass Yojana |
ભાષા | ગુજરાતી અને English |
ઉદ્દેશ | દિવ્યાંગોનો સર્વાંગી વિકાસ થાય તેમજ તેઓ ધંધા, રોજગાર મેળવીને તેમનું સમાજમાં પુન:સ્થાપન થાય |
લાભાર્થી | દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને |
સહાય | દિવ્યાંગ ઓળખકાર્ડ ધરાવતા લાભાર્થીઓને એસ.ટી. બસમાં મફત મુસાફરી કરી શકશે. |
ઓફિશીયલ વેબસાઈટ | https://esamajkalyan.gujarat.gov.in/ |
અરજી કેવી રીતે કરવી | Click કરો. |
Advertisement
દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ
Viklang Bus Pass Online Form ભરવા માટે નિયામક સમાજ સુરક્ષાની કચેરી દ્વારા દિવ્યાંગોની ટકાવારી નક્કી કરેલી છે. કેટલી દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને લાભ મળશે તે નીચે મુજબ છે.
ક્રમ | દિવ્યાંગતા | મળવાપાત્ર યોજનાનો લાભ |
1 | અંધત્વ | 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. તથા 80 ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે. |
2 | આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય | 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. |
3 | સાંભળવાની ક્ષતિ | 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. તથા 80 ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે. |
4 | ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ | 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. તથા 80 ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે. |
5 | સામાન્ય ઇજા જીવલેણ રકતસ્ત્રાવ | 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. |
6 | ઓછી દ્રષ્ટી | 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. તથા 80 ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે. |
7 | ધ્રુજારી સ્નાયુબધ્ધ કઠોરતા | 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. તથા 80 ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે. |
8 | બૌધ્ધિક અસમર્થતા | 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા સહાયકને વિના મૂલ્યે મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર થશે. |
9 | હિમોગ્લોબિનની ઘટેલી માત્રા | 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. તથા 80 ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે. |
10 | રકતપિત-સાજા થયેલા | 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. તથા 80 ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે. |
11 | દીર્ધકાલીન અનેમિયા | 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. |
12 | એસીડના હુમલાનો ભોગ બનેલા | 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. |
13 | હલન ચલન સથેની અશકતતા | 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. તથા 80 ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે. |
14 | સેરેબલપાલ્સી | 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને પોતાને તેમજ તેના સહાયકને ૧૦૦ ટકા મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે. |
15 | વામનતા | 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. |
16 | માનસિક બિમાર | 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ મફત મુસાફરી અને તેના સહાયકને ટીકીટ ભાડામાં ૫૦ ટકા રાહત તથા 80 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે. |
17 | બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિક્રુતિ | 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. તથા 80 ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે. |
18 | ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા | 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. |
19 | વાણી અને ભાષાની અશકતતા | 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. |
20 | ચેતાતંત્ર-ન્યુરોનીવિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ | 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ મફત મુસાફરી અને તેના સહાયકને ટીકીટ ભાડામાં ૫૦ ટકા રાહત તથા 80 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે. |
21 | મલ્ટીપલ ડિસેબીલીટી | 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને પોતાને તેમજ તેના સહાયકને ૧૦૦ ટકા મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે. |
મફત રહેવા & જમવાવાળી હોસ્ટેલ ‘સમરસ હોસ્ટેલ વિશે વધુ માહિતી માટે અહિં ક્લિક કરો.
Viklang Bus Pass Online Form Apply
Gujarat Sarkari Yojana માટે નાગરિકોને સરકારી કચેરીઓ સુધી વારંવાર ન જવું પડે તેવા હેતુથી Online Form ભરવાની સેવા ઉભી કરવામાં આવે છે. જેના e-Samaj Kalyan Portal પરથી ઓનલાઈન અરજી કરી શકાશે. નીચે મુજબના Steps દ્વારા ઓનલાઈન કરી શકાશે.
- સૌપ્રથમ Google Search માં જઈને ‘esamajkalyan’ ટાઈપ કરવું.
- જેમાં ઈ સમાજ કલ્યાણની ઓફિશીયલ વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ ખૂલશે.
- E Samaj Kalyan Portal પર નવા User હોય તો “New User? Please Register Here” જઈને Register ની પ્રક્રિયા કરવાની રહેશે.
- સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ e samaj kalyan Citizen Login” પર Click કરીને લાભાર્થીએ પોતાનું Personal Login Page ખોલવાનું રહેશે.
- હવે Director Social Defense પર જઈને “PHID and Travel Pass” પર ક્લિક કરવાનું રહેશે.
- Bus Pass Online Form માં માંગ્યા મુજબની માહિતી ભરવાની રહેશે.
Bus Pass Yojana Documents PDF
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા e samaj kalyan portal દ્વારા આ યોજનાનો લાભ લેવા માટે અલગ-અલગ ડોક્યુમેન્ટ જરૂરી છે. જે નીચે મુજબ આપેલા છે.
- રહેઠાણનો પુરાવો (લાઈટ બિલ, આધારકાર્ડ,રેશનકાર્ડ,ચૂંટણીકાર્ડ પૈકી કોઈપણ એક)
- સિવિલ સર્જનશ્રીનું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર
- ઉંમર અંગેનો પુરાવો (L.C / જન્મનો દાખલો કોઈપણ એક)
- અરજદારની સહી
- આધારકાર્ડ
- અરજદારનો ફૂલ ફોટો
E Samaj Kalyan Application Status
આ પોર્ટલ પર વિવિધ વિભાગોની ઘણી બધી યોજનાઓના Online Application કરી શકાય છે. દિવ્યાંગ બસ પાસ યોજનાની ઓનલાઈન અરજી કર્યા બાદ Application Status જાણી શકાય છે. અરજીનું સ્ટેટસ તપાસવા માટે નીચે આપેલી Direct Link પર ક્લિક કરવું.
Official Website | Click Here |
Home Page | Click Here |
MARA CHOKARO 7 YEAR NO SE TENE CIDNY NI TAKLIF CHE TO ENA MATE DIVYANG CARD NIKRI SAKE?
ખુબજ સરસ માહિતી આપી છે ધન્યવાદ
આભાર
Bus pass ma reservation thatu nathi to chalu karva vinanti