Divyang Lagn Sahay Yojana | દિવ્યાંગ લગ્ન સહાય યોજના

Lagn sahay yojana Gujarat | દિવ્યાંગ લગ્ન સહાય યોજના | e-samaj kalyan Gujarat online form | Samaj suraxa yojana | રૂપિયા 50000 થી 1 લાખ સુધી સહાય । Lagn sahay yojana detail in Gujarati

દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો હેતુ

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ,ગાંધીનગર દ્વારા દિવ્યાંગ થી દિવ્યાંગ અને દિવ્યાંગ થી સામાન્ય વ્યક્તિઓને લગ્ન માટે આર્થિક સહાય આપવા માટે  ‘દિવ્યાંગ લગ્ન સહાય યોજના‘ અમલમાં મૂકવામાં આવેલી છે. દિવ્યાંગ થી દિવ્યાંગ અને દિવ્યાંગ થી સામાન્ય વ્યક્તિઓ સમાજમાં સન્માનપૂર્વક જીવન જીવી શકે તે હેતુથી ‘દિવ્યાંગ લગ્ન સહાય યોજના‘ અમલમાં મુકવામાં આવેલ છે. જેની હવે ફક્ત ઓનલાઈન અરજી ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ (e-samaj kalyan Portal) પરથી કરવાની રહેશે.

દિવ્યાંગ લગ્ન સહાય યોજનાના મુદ્દાઓ

    દિવ્યાંગ લગ્ન સહાય માટેની પાત્રતા

    Government of Gujarat Social Justice & Empowerment Department હેઠળ ઘણા વિભાગો કામગીરી કરે છે. જેમાં નિયામક સમાજ સુરક્ષા દ્વારા વિવિધ સરકારી યોજનાઓ ચાલે છે. દિવ્યાંગ લગ્ન સહાય માટે નીચે મુજબની પાત્રતા નક્કી થયેલી છે.

    ● દિવ્યાંગ ઓળખકાર્ડ ધરાવતા હોવા જોઇએ.

    ● કન્યાની ઉંમર 18 વર્ષથી ઉપર અને છોકરાની ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ.

    દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો લાભ ફક્ત એક જ વખત (યુગલ દીઠ) મળવાપાત્ર રહેશે.

    ● આ યોજનામાં લગ્ન થયાની તારીખથી બે વર્ષની સમયમર્યાદામાં અરજી કરવાની રહેશે.

    Divyang Lagn Sahay Yojana  | દિવ્યાંગ લગ્ન સહાય યોજના | e samaj kalyan yojana | marriage schemes
    esamaj kalyan portal | divyang lagna sahay | marriage schemes | e samaj kalyan yojana list |

    દિવ્યાંગતાના પ્રકાર

    દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો લાભ 21 પ્રકારની દિવ્યાંગતા અને દિવ્યાંગતાની ટકાવારી ધરાવતા વ્યક્તિઓને આપવામાં આવશે. જે નીચે મુજબ છે.

    ક્રમદિવ્યાંગતાનો પ્રકારદિવ્યાંગતાની ટકાવારી
    1અંધત્વ (Blindness)40 ટકા કે તેથી વધુ
    2આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય
    (Muscular Dystrophy)
    40 ટકા કે તેથી વધુ
    3ઓછી દ્રષ્ટિ (Low Vision)40 ટકા કે તેથી વધુ
    4રક્તપિત-સાજા થયેલ
    (Leprosy Cured Person)
    40 ટકા કે તેથી વધુ
    5એસિડના હુમલાનો ભોગ બનેલા
    (Acid Attack Victim)
    40 ટકા કે તેથી વધુ
    6હલન-ચલન સાથેની અશકતતા
    (Locomotors Disability)
    40 ટકા કે તેથી વધુ
    7સેરેબલપાલ્સી (Cerebral Pals)40 ટકા કે તેથી વધુ
    8વામનતા (Dwarfism)40 ટકા કે તેથી વધુ
    9બહુવિધ સ્કલેરોસિસ – શરીરની પેશીઓ
    કઠણ થવાની વિકૃતિ (Multiple Sclerosis)
    40 ટકા કે તેથી વધુ
    10ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ
    (Chronic Neurological Condition)
    50 ટકા કે તેથી વધુ
    11સામાન્ય ઇજા જીવલેણ રક્તસ્ત્રાવ
    (Hemophilia)
    50 ટકા કે તેથી વધુ
    12ધ્રુજારી સ્નાયુબદ્ધ કઠોરતા
    (Parkinson’s Disease)
    50 ટકા કે તેથી વધુ
    13બૌદ્ધિક અસમર્થતા
    (Intellectual Disability
    50 ટકા કે તેથી વધુ
    14હિમોગ્લોબિનની ઘટેલી
    (Thelassemia)
    50 ટકા કે તેથી વધુ
    15દીર્ઘકાલીન અનેમિયા
    (Sickle Cell Disease)
    50 ટકા કે તેથી વધુ
    16માનસિક બિમાર
    (Mental Illness)
    50 ટકા કે તેથી વધુ
    17ખાસ અભ્યાસ સંબંધી વિકલાંગતા
    (Specific Learning Disabilities)
    50 ટકા કે તેથી વધુ
    18વાણી અને ભાષા અશકતતા
    (Speech and Language Disability)
    50 ટકા કે તેથી વધુ
    19ચેતાતંત્ર-ન્યુરોની  વિકાસલક્ષી
    સ્થિતિમાં ક્ષતિ (Autism Spectrum Disorder)
    50 ટકા કે તેથી વધુ
    20મલ્ટીપલ ડિસેબીલીટીઝ
    (Multiple Disabilities)
    50 ટકા કે તેથી વધુ
    21સાંભળવાની ક્ષતિ
    (Hearing Impairment)
    70 થી 100 ટકા

    દિવ્યાંગ લગ્ન સહાય હેઠળ સહાયની રકમ

    • લગ્ન સહાય યોજના હેઠળ દિવ્યાંગ થી દિવ્યાંગ વ્યક્તિ એકબીજા સાથે લગ્ન કરે ત્યારે યુગલની બંને વ્યક્તિને રૂપિયા 50,000 (પચાસ હજાર) + રૂપિયા 50,000 (પચાસ)  કુલ મળીને 1,00,000 (એક લાખ) સહાય મળવાપાત્ર છે.
    • દિવ્યાંગ  થી સામાન્ય વ્યક્તિ એકબીજા સાથે લગ્ન કરે તેવા કિસ્સામાં દિવ્યાંગ વ્યક્તિને રૂપિયા 50,000 (પચાસ હજાર)ની સહાય આપવામાં આવે છે.

    દિવ્યાંગ લગ્ન સહાય યોજના માટે ડોક્યુમેન્‍ટ

    • દિવ્યાંગ ઓળખકાર્ડ ની ઝેરોક્ષ તથા સિવિલ સર્જનનાં દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ ((Unique Disability ID)
    • દંપતિના શાળા છોડયાના(LC) પ્રમાણપત્રની નકલ.
    • રેશનકાર્ડની પ્રમાણિત નકલ 
    • આધારકાર્ડની નકલ 
    • ચુંટણીકાર્ડની નકલ
    • બેંક પાસબુકની નકલ
    • બન્નેના સંયુક્ત લગ્ન ફોટા/ લગ્ન કંકોત્રી
    • લગ્ન રજિસ્ટાર ઓફ મેરેજીસની ઓફિસમાં નોંધાયેલ નોંધણી પ્રમાણપત્રની નકલ.

    દિવ્યાંગ લગ્ન સહાય યોજનાની અરજી ક્યાં કરવી?

    ગુજરાત સરકારના Social Justice & Empowerment Department(SJED) દ્વારા ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ (https://esamajkalyan.gujarat.gov.in/index.aspx) મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. દિવ્યાંગ લગ્ન સહાય યોજનાની અરજીઓની ચકાસણી કરી સહાય મંજૂર કરવાની સત્તા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની રહેશે તથા વધુ માહિતી માટે જિલ્લાના વડા મથકે આવેલ ‘જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી‘ની કચેરી સંપર્ક કરવાનો રહેશે.

    દિવ્યાંગ લગ્ન સહાય યોજના બાબતની અગત્યની બાબતો

    • દિવ્યાંગ લગ્ન સહાય યોજના લાભાર્થી જો બે અલગ-અલગ જિલ્લામાં રહેતી વ્યક્તિના લગ્નના કિસ્સામાં દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો લાભ મેળવવા માટે અરજી દંપતિએ લગ્ન બાદ દિવ્યાંગ દંપતીના કાયમી વસવાટના જિલ્લામાં કરવાની રહેશે.
    • અરજી મંજૂર કરનાર જિલ્લાના જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ અન્ય જિલ્લાના ‘જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી’ને અરજી મંજૂર કર્યાની જાણ કરવાની રહેશે.
    • દિવ્યાંગ અરજદાર અન્ય રાજ્યમાંથી દિવ્યાંગ સ્ત્રી જોડે લગ્ન કરે તેવા કિસ્સામાં બંને દિવ્યાંગ પતિ-પત્નીને આ યોજનાનો લાભ નિયત પુરાવા રજુ કરેથી મળવાપાત્ર રહેશે.
    • દિવ્યાંગ અરજદાર અન્ય રાજ્યમાંથી દિવ્યાંગ સ્ત્રી જોડે લગ્ન કરે તેવા કિસ્સામાં અરજદાર સ્ત્રી પાસેથી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીએ સ્ત્રી લાભાર્થીએ તેના રાજ્યમાંથી દિવ્યાંગ લગ્ન સહાય મેળવેલ નથી તે અંગેની બાંહેધરી મેળવી લેવાની રહેશે.

    1 thought on “Divyang Lagn Sahay Yojana | દિવ્યાંગ લગ્ન સહાય યોજના”

    Leave a Comment