ડૉ.આંબેડકર આવાસ યોજના |Dr Ambedkar Awas Yojana 2023

Short Briefing: Direct Scheduled Cast Welfare Scheme | Awas Yojana Gujarat | Dr.Ambedkar Avas Yojana | e Samaj Kalyan Portal | ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ કુલ 1,49,910/- ની સહાય

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now

કેમ છો વાંચકો?, આશા રાખુ છું કે તમે બધા મઝામાં હશો. ચાલો તો આજે આપણે સરકારી યોજનાઓની માહિતી મેળવીએ. સરકારશ્રી દ્વારા ઘણી બધી યોજના બહાર પાડવામાં આવે છે. જેમાં ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવે છે. ગુજરાતના ખેડૂતો માટે ikhedut પર યોજનાઓ મૂકવામાં આવે છે. રોજગારી મેળવવા માટે સાધન સહાય આપવા માટે માનવ કલ્યાણ યોજના અમલી બનાવેલ છે.

રોટી, કપડા અને મકાન આ જીવન  જરૂરી વસ્તુઓ છે. જે દરેક પાસે હોવું જોઈએ. પરંતુ ભારત જેવા વિકાસશીલ દેશમાં ઘણા નાગરિકો ઘર વિહોણા હોય છે. આવા ઘરવિહોણા લોકો માટે સરકારશ્રી દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમ કે પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ડૉ.આંબેડકર આવાસ યોજના વગેરે. આ યોજનાઓ દ્વારા ઘરવિહોણા નાગરિકોને આવાસ આપવામાં આવે છે.

Dr Ambedkar Awas Yojana 2023

નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી,ગાંધીનગર દ્વારા Dr Ambedkar Awas Yojana 2023 નો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ અનુસૂચિત જાતિના નાગરિકોને મકાન સહાય આપવામાં આવે છે. Dr Ambedkar Awas Yojana ની ઓનલાઈન અરજી e samaj kalyan portal પરથી કરવાની હોય છે. 

ડૉ.આંબેડકર આવાસ યોજનાનો હેતુ

નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ હેઠળ અનુસૂચિત જાતિના ઇસમોને આપવામાં આવે છે. અનુસૂચિત જાતિ (SC) જ્ઞાતિના ઘરવિહોણા,ખુલ્લો પ્લોટ ધરાવતા અથવા રહેવાલાયક મકાન ન હોય એમને Dr Ambedkar Awas Yojana  આપવામાં આવે છે. આ યોજના હેઠળ મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે.

ડૉ.આંબેડકર આવાસ યોજના હેઠળ મળવાપાત્ર લાભ

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આંબેડકર આવાસ યોજનાઓ લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે કુલ ત્રણ હપ્તામાં 1,20,000/- ની સહાય આપવામા આવે છે.

  • આ યોજના હેઠળ લાભાર્થીઓને પ્રથમ હપ્તામાં 40,000/- સહાય આપવામાં આવે છે.
  • Dr Ambedkar Awas Yojana ના બીજા હપ્તા પેટે રૂપિયા 60,000/- લાભ મળવાપાત્ર થાય છે.
  • ડૉ.આંબેડકર આવાસ હેઠળ ત્રીજા હપ્તા પેટે રૂપિયા 20,000/- મળવાપાત્ર થાય છે.
  • ડૉ.આંબેડકર આવાસ સહાય સિવાય લાભાર્થી મહાત્મા ગાંધી નરેગા(MGNREGA) નો લાભ પણ મેળવી શકે છે.
  • લાભાર્થીએ MGNREGA હેઠળ આવાસ બાંધકામ માટે 90 દિવસની બિનકુશળ રોજગારી મેળવી શકે છે. જેમાં કુલ- રૂપિયા 17910/- ની સહાય તાલુકા પંચાયત નરેગા બ્રાન્ચ તરફથી મેળવી શકે છે. 
  • સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ શૌચાલય માટે કુલ રૂપિયા 12,000/- ની સહાય આંબેડકર આવસ યોજનાના લાભાર્થીઓ મેળવી શકાશે.
  • શૌચાલય યોજનાનો લાભ મેળવવા માટે ગ્રામ્ય વિસ્તારના નાગરિકો લોકોઓએ તાલુકા પંચાયતની તથા શહેરી વિસ્તારમાં નગરપાલિકા/મહાનગરપાલિકા તરફથી મેળવી શકશે.

hightlight Point

યોજનાડૉ.આંબેડકર આવાસ યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને English
યોજના મુખ્ય ઉદ્દેશઅનુસૂચિત જાતિ (SC) જ્ઞાતિના ઘરવિહોણા,
ખુલ્લો પ્લોટ ધરાવતા અથવા રહેવાલાયક મકાન ન હોય
એમને આવાસ પૂરું પાડવું.
લાભાર્થીગુજરાતના અનુસુચિત જાતિ (SC)
જ્ઞાતિઓ નાગરિકોને
મળવાપાત્ર લોનઆંબેડકર આવાસ યોજના હેઠળ
કુલ ત્રણ હપ્તામાં 1,20,000/- ની સહાય
આપવામા આવે છે. તથા
અન્ય બે યોજનાના લાભ પણ મળે છે.
Govt.Official Websitehttps://sje.gujarat.gov.in/
Online Apply Websitehttps://esamajkalyan.gujarat.gov.in

Read More: PM Kisan 14th Installment Beneficiary List : આ ખેડૂતોને 14 મા હપ્તાની સહાય મળશે.- તમારું નામ ચેક કરો.


ડૉ. આંબેડકર આવાસ મેળવવા માટેની પાત્રતા

Niyamak Anusuchit Jati Kalyan Vibhag  દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ હેઠળ e-Samaj Kalyan Portal ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જરૂર પડે છે.

    ● લાભાર્થીનું આધાર કાર્ડ

    ● લાભાર્થીનું રેશનકાર્ડ

    ● લાભાર્થીની જાતિનો દાખલો

    ● કુટુંબની વાર્ષિક આવકનો દાખલો

    ● લાભાર્થીના રહેઠાણનો પુરાવો (જેમાં વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક પુરાવો)

    ● જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/હકપત્રક (જે લાગુ પડતુ હોય તે )

    ● લાભાર્થીના બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)

    ● પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)

    ● જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીનના ક્ષેત્રફળ દર્શાવતો નકશો

    ● ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ (તલાટી-કમ-મંત્રીશ્રી)ની સહીવાળી

    ● ચૂંટણી ઓળખપત્ર

    ● લાભાર્થીના મકાન બાંધકામ ચિઠ્ઠી

    ● અગાઉ કોઈપણ આવાસ યોજનાનો લાભ લીધો નથી તે અંગેનું સોગંધનામું


Read More: ઘરઘંટી સહાય યોજના હેઠળ રૂપિયા 15000/- ની સહાય મળશે | Ghar Ghanti Sahay Yojana 2023


Dr.Ambedkar Awas Yojana 2023 | ડૉ આંબેડકર આવાસ યોજના

કેવી રીતે ડૉ આંબેડકર આવાસ યોજનાની અરજી કરવી? (How to Online Application Dr Ambedkar Awas Yojana 2023)

SJE Gujarat દ્વારા e Samaj Kalyan Portal બનાવવામાં આવેલ છે. આ યોજનાનો લાભ મેળવવા માટે Online Application કરવાની રહેશે. આંબેડકર આવાસ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું.

    ● સૌપ્રથમ Google Search ખોલીને તેમાં e samaj kalyan portal ટાઈપ કરવાનું રહેશે.

Dr Ambedkar Awas Yojana - SJED | esamajkalyan | e samaj kalyan | ઈ સમાજ કલ્યાણ યોજના
Image Source:- Government Official Website e-samaj kalyan portal

    ● હવે ઈ સમાજ કલ્યાણ પોર્ટલની Official Website ખોલવાની રહેશે.

    ● જેમાં “Director Scheduled Caste Welfare” પેજ પર ક્લિક કરવાનું રહેશે.

    ● જેમાં નંબર-2 Dr Ambedkar Avas Yojana પર ક્લિક કરવાનું રહેશે.

    ● જો તમે e samaj kalyan registration  ન કરેલું હોય તો “New User? Please Register Here પર ક્લિક કરવાનું રહેશે.

    ● જેમાં તમારે નામ, જાયી, મોબાઈલ નંબર, પાસવર્ડ તથા Captcha Code નાખીને નવું એકાઉન્ટ બનાવવાનું રહેશે.

    ● નવું એકાઉન્ટ બનાવ્યા બાદ Citizen Login પર ક્લિક કરવાનું રહેશે.જેમાં User Id, Password અને Captcha Code ના આધારે લોગીન કરવાનું રહેશે.



પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મ 2022 | samaj kalyan yojana | માનવ ગરિમા યોજના | dr ambedkar awas yojana 2021 |
ambedkar yojana list
Image Source:- Government Official Website e-samaj kalyan portal

    ● Citizen Login માં ડૉ.આંબેડકર આવસ યોજના પર ક્લિક કરવાનું રહેશે.

    ● ત્યારબાદ એમાં પોતાની વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.

ambedkar awas yojana form pdf | ambedkar awas yojana last date 2021 | samaj kalyan yojana | esamajkalyan gujarat gov in | e samaj kalyan yojana | e samaj kalyan gujarat registration
Image Source:- Government Official Website e-samaj kalyan portal

    ● ત્યારબાદ ઘર વિહોણા કે રહેવાલાયક ઘર નથી તેની માહિતી ભરવાની રહેશે.

    ● ઘરે તમામ માહિતી ભરાઈ ગયા બાદ માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

    ● તમામ ડોક્યુમેન્ટ અપલોડ થયા બાદ માહિતી એકવાર ધ્યાનપૂર્વક ચકાસીને Save પર ક્લિક કરવાનું રહેશે.


ambedkar awas yojana 2021 gujarat | ambedkar awas yojana online application gujarat |
e samaj kalyan.gujarat.gov.in login | esamajkalyan. gujarat. gov. in | e samaj
samaj kalyan | esamajkalyan gujarat | e samaj kalyan application status
Image Source:- Government Official Website e-samaj kalyan portal

    ● ફાઈનલ Confirm થયા બાદ પ્રિન્ટ કાઢવાની રહેશે.

    ● Print Application સાથે તમામ ડોક્યુમેન્ટ જોડીને જિલ્લાની કચેરી ખાતે અરજી જમા કરવાની રહેશે.


Read More: વિદેશ અભ્યાસ લોન યોજના | Videsh Abhyas Loan Yojana Gujarat 2023


Important Links

Sr.NOObject
1Your Application Status
2New User? Please Register Here!
3Citizen Help Manual
4Home Page

Read More: મફત સિલાઈ મશીન યોજના । Free Silai Machine Yojana 2023


ambedkar awas yojana form pdf

આ યોજનાના ઓનલાઈન અરજી કરવાની થાય છે. જેથી ambedkar awas yojana form pdf કોઈ જરૂરિયાત નથી. E Samaj Kalyan Portal પર અરજી કેવી રીતે કરવી તેની માહિતી મેળવો. ત્યારબાદ ઘરે બેઠા ઓનલાઈન અરજી કરો.


Read More: Beauty Parlour Kit Sahay Yojana 2023 | બ્યુટી પાર્લર કીટ સહાય યોજના


FAQ’s of Dr.Ambedkar Avas Yojana

1. ડૉ.આંબેડકર આવાસ યોજનાનો લાભ કયા વિભાગ દ્વારા મળે છે?

જવાબ: આ યોજનાનો લાભ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવે છે.

2. Ambedkar Awas Yojana નો લાભ કોણે મળે?

જવાબ: ગુજરાતના અનુસૂચિત જાતિ જ્ઞાતિના ઘરવિહોણા અથવા રહેવાલાયક મકાન ન હોય એમને આંબેડકર આવાસ યોજનાનો લાભ મળે.

3. આંબેડકર આવાસ યોજનામાં કેટલો લાભ મળે?

જવાબ: આ આવાસ યોજનામાં લાભાર્થીને કુલ ત્રણ હપ્તામાં 1,20,000/- નો લાભ મળે. આ ઉપરાંત લાભાર્થીને મનરેગા યોજના હેઠળ 17910/- ની સહાય તથા સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ 12,000/- નો પણ લાભ મળે છે.

4. ડૉ.આંબેડકર આવાસ યોજનાની અરજી કેવી રીતે કરવાની?

જવાબ: આ યોજનાનો લાભ મેળવવા માટે e samaj kalyan portal પરથી ઓનલાઈન કરવાની હોય છે.

Leave a Comment

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now