ડ્રેગન ફ્રુટ સહાય યોજના હેઠળ વાવેતર માટે રૂ. 3 લાખની સહાય મળશે. । Dragon Fruit Farming Sahay Yojana 2024

કેન્‍દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. રાજ્યના ખેડૂતો ખેતીવાડી ક્ષેત્રે, બાગાયતી ક્ષેત્રે અવનવી ટેકનોલોજી, રીતો વગેરે અપનાવે તે ખૂબ જ જરૂરી છે. ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતલક્ષી અલગ-અલગ યોજનાઓ અપનાવી રહી છે. જેને ધ્યાને રાખીને બાગાયતી વિભાગ દ્વારા ઘણા ફળો અને શાકભાજીના વાવેતર માટે બાગાયતી યોજનાઓ 2024 ચાલુ કરવામાં આવેલ છે. આ યોજનાઓમાંથી ડ્રેગન ફ્રૂટના વાવેતર સહાય યોજના 2024 બહાર પાડેલ છે.

ડ્રેગન ફ્રૂટમાંથી મળતા ઔષધીય ગુણો અને બિમારી સામે લડવાના પોષક તત્વોને કારણે ખેડૂતો વાવેતર કરવા લાગેલા છે. ગુજરાત સરકાર દ્વારા પણ ડ્રેગન ફ્રૂટના વાવેતર કરવા માટે ખેડૂતોને સબસીડી આપે છે. આ લેખના માધ્ય્મ દ્વારા Dragon Fruit Farming Sahay Yojana 2024 વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

Dragon Fruit Farming Sahay Yojana 2024

કૃષિ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે ikhedut વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં બાગયતી યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, ખેતીવાડીની યોજના અને મત્સ્ય પાલનની યોજનાઓ બહાર પાડવામાં આવે છે. તમામ ખેડૂતલક્ષી યોજનાનું લિસ્ટ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન બહાર પાડવામાં આવે છે.

બાગાયતી વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં કંદ ફૂલોના વાવેતર માટે સહાય યોજના, પ્લગ નર્સરી વગેરે યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે. હાલમાં ગુજરાત સરકારશ્રી દ્વારા ડ્રેગન ફ્રૂટની ખેતી કરવા માટે સહાય તથા સબસીડી આપવામાં આવે છે. જેના ઓનલાઈન એપ્લિકેશન આઈ-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરી શકાશે.

Highlight Point

યોજનાનું નામDragon Fruit Farming Sahay Yojana 2024
ભાષાગુજરાતી અને અંગ્રેજી
ઉદ્દેશઔષિધી ગુણોથી ભરપૂર ડ્રેગન ફ્રૂટની  ખેતી કરવા માટે 
ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે યોજના અમલમાં મૂકેલી છે.
લાભાર્થીગુજરાતના ખેડૂતોને
સહાયની રકમ-1ખેડૂતોને યુનિટ કોસ્ટ અંદાજિત ખર્ચ રૂ. 6,00,000/હેકટર ખર્ચના સહાયની રકમ સામાન્ય જાતિના ખેડુતને 50% અથવા મહત્તમ રૂ. 3,00,000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
માન્ય વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજી કેવી રીતે કરવીઆઈ ખેડૂત પોર્ટલ પર કેવી રીતે ઓનલાઈન અરજી કરવી
અરજી કરવાની છેલ્લી તારીખ15/10/2024

ડ્રેગન ફ્રૂટની સહાય યોજનાનો હેતુ

ડ્રેગન ફ્રૂટની ઓનલાઈન એપ્લિકેશન ચાલુ કરવામાં આવેલ છે. કમલમ ફ્રૂટમાં પલ્સની માત્રા સારા પ્રમાણમાં હોય છે. જેમાં એન્‍ટી ઓક્સિડન્‍ટ, વિટામીન C, કેલ્શિયમનું પ્રમાણ ખૂબ ભરપુર માત્રામાં હોય છે. જે શરીરમાં બ્લડ પ્રેશરને કાબુમાં રાખી, ડાયાબિટીસને પણ રોકે છે વગેરે ઘણા બધા ફાયદા થાય છે. જેથી આ પાકનું ઉત્પાદન વધે તે માટે સરકારશ્રી આ પાકના વાવેતર પર સહાય આપે છે.


Read More: સરગવાની ખેતી માટે સહાય યોજના 2024 


યોજનાની પાત્રતા

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા અને બાગાયતી વિભાગ દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. જેના ઓનલાઈન ફોર્મ ikhedut પરથી ભરાય છે. આ યોજનાનો લાભ મેળવવા માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરેલી છે.

  • લાભાર્થી ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
  • ગુજરાત રાજ્યના નાના, સિમાંત ખેડૂતોને આ યોજનાઓને લાભ મળશે.
  • ખેડૂત જમીન અથવા વન અધિકાર રેકોર્ડ ધરાવતા હોય તો તેમને લાભ મળે.
  • ખેડૂતોને ફક્ત જ વાર આ યોજનાનો લાભ મળશે.
  • એસ.ટી, એસ.સી, આર્થિક રીતે નબળા, ઓબીસી અને જનરલ વર્ગના લોકોને આ સહાય આપવામાં આવશે.

Read More: તમારા ફોનમાં આયુષ્માન કાર્ડ, માત્ર 5 મિનિટમાં ડાઉનલોડ કરો.


ડ્રેગન ફ્રૂટની સહાય મેળવવા માટેની શરતો Rules of  Gujarat Dragon Fruit Farming Scheme

ગુજરાત રાજ્ય સરકારના બાગાયતી વિભાગની ચાલતી આ યોજના માટે શરતોના આધારે લાભ આપવામાં આવશે.ખેડૂતોઓએ કમલમ ફ્રૂટ સહાય યોજનાની સહાય મેળવવા માટે નીચેની શરતો અને નિયમોનું પાલન કરવાનું રહેશે.

  • ખેડૂત જમીનનું રેકોર્ડ ધરાવતા હોવા જોઈએ.
  • ડ્રેગન ફ્રૂટનું વાવેતર માટેનું પ્લાન્ટીંગ મટેરીયલ માટે NHB દ્વારા એક્રીડેશન થયેલ કૃષિ યુનિવર્સિટી અને બાગાયત ખાતાની નર્સરીઓમાંથી ખરીદવાનું રહેશે.
  • Special Committee for New Registration System of Crops અંતર્ગત બાગાયતી પાકોની    નર્સરી અથવા ટીસ્યુ લેબનું રજીસ્ટ્રેશન થયેલી પ્લાન્ટીગ મટેરીયલ ખરીદ કરી શકશે.
  • સમિતિ દ્રારા રજીસ્ટર થયેલ નર્સરીઅને ટીસ્યુ લેબ.પાસેથી પણ પ્લાન્ટીગ મટેરીયલ ખરીદ કરી શકશે.
  • રાજ્યમાં પુરતા પ્રમાણમાં NHB દ્વારા કમલમનું પ્લાન્ટીગ મટેરીયલ તૈયાર કરનાર નર્સરીનું એક્રિડીટેશન ન થાય ત્યાં સુધી, તેવી નર્સરીમાંથી પણ પ્લાન્‍ટીંગ મટેરીયલ્સ ખરીદી કરીને વાવેતર કરી શકે છે. તેવા ખેડૂતોને પણ સહાય મળવાપાત્ર થાય છે.

Read More: બાગાયતી યોજનાઓની યાદી ૨૦૨૪ મેળવો.


ડ્રેગન ફ્રૂટની ખેતી સહાય મેળવવા માટેની શરતો અને નિયમો

બાગાયતી યોજના દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતી કરે તો અલગ-અલગ પ્રકારની સહાય એમના બેંક ખાતામાં આપવામાં આવે છે. જેની માહિતી નીચે મુજબ છે.

  • લાભાર્થી ખેડૂતોને યુનિટ કોસ્ટ:- રૂ. 6,00,000/હેકટર સહાય મળશે.
  • સામાન્ય જાતિના ખેડુતને 50% અથવા મહત્તમ રૂ. 3,00,000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
  • લાભાર્થી દીઠ આજીવન 0.20 હેકટર થી મહતમ 1 હેકટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.
  • આ યોજના હેઠળ પ્રથમ વર્ષે એક હેકટરના વિસ્તાર માટે કુલ 1111 નંગ સિમેન્ટપોલ /પાઇપ મુજબ સહાય મળશે, જેનો મહતમ ખર્ચ- રૂ. 3,33,000/- ધ્યાને લેવાનો રહેશે.
  • જયારે પ્લાન્ટીગ મટીરીયલ માટે પ્રતિ હેકટર 4444 નંગ રોપા મુજબ સહાય ધ્યાને લેવી.
  • જેનો મહતમ ખર્ચ- રૂ. 1,55,540/- ધ્યાને લેવાનો રહેશે.
  • પ્રથમ વર્ષે થયેલ કુલ ખર્ચને ધ્યાને લઈ 50 ટકા અથવા મહત્તમ રૂ. 2,44,420/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
  • જયારે બીજા વર્ષે એક હેકટરના વિસ્તાર માટે કુલ 1111 નંગ હેડ રીંગ અથવા 400 કિ.ગ્રા ટ્રેલીઝીંગ અને વાયરનો મહતમ ખર્ચ- રૂ. 1,11,160/- ધ્યાને લેવાનો રહેશે.
  • બીજા વર્ષે હેડ રીંગ/ ટ્રેલીઝીંગમાં થયેલ કુલ ખર્ચને ધ્યાને લઈ 50 ટકા અથવા મહત્તમ રૂ. 5,55,580/- -બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.

Document Required of Dragon Fruit Farming Scheme | ડ્રેગન ફ્રૂટ સહાય મેળવવા માટેના ડોક્યુમેન્‍ટ

આઈ-ખેડૂત પોર્ટલ પર ચાલતી કમલમ ફ્રૂટની ખેતીમાં સહાય મેળવવા માટે ઓનલાઇન એપ્લિકેશન કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના અગત્યના ડોક્યુમેન્‍ટની જરૂર પડશે.

  • લાભાર્થી ખેડૂત SC અને ST હોય તો જાતિનું સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
  • જો દિવ્યાંગ ખેડૂત હોય તો તેનું દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
  • ટ્રાઈબલ વિસ્તાર માટે વન અધિકાર પ્રમાણપત્રની નકલ (હોય તો)
  • જમીન સંયુક્ત ખાતેદાર તરીકે હોય તો તેવા કિસ્સામાં 7-12 અને 8-A જમીનમાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેનું પ્રમાણપત્ર
  • બેંક ખાતાની પાસબુકની નકલ
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)

How to Online Apply Dragon Fruit Farming Sahay Yojana | કેવી રીતે ડ્રેગન ફ્રૂટની સહાય મેળવવા માટે અરજી કરવી?

કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ચાલતી આ યોજના માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. ડ્રેગન ફ્રૂટની ખેતીમાં સહાય મેળવવા માટે ખેડૂતોને આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની હોય છે. ખેડૂતોએ આ યોજનાની ઓનલાઈન અરજી માટે સંબંધિત વિભાગની ગ્રામ પંચાયત ખાતેથી, નજીકના Common Service Center  કે કોઈપણ જગ્યાએ ઓનલાઈન અરજી કરી શકે છે.

  • સૌપ્રથમ Google ઓપન કરીને “ikhedut Portal” સર્ચ કરવાનું રહેશે.

How to Online Apply Dragon Fruit Farming Sahay Yojana

  • જ્યાં આઈ ખેડૂતના હોમ પેજ આવશે જેમાં “યોજના” પર ક્લિક કરવાનું રહેશે.
  • Yojana પર ક્લિક કર્યા બાદ “બાગાયતી વિભાગની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.
Dragon Fruit Farming Sahay Yojana On Ikhedut Portal


  • “Bagayati ni yojana” ખોલ્યા બાદ “ફળ પાકોના વાવેતર” પર ક્લિક કરવું.
  • ફળ પાકોના વાવેતર” નામના લિસ્ટમાં ક્રમ નંબર-3 પર “કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ” પર ક્લિક કરો.
  • જો તમે રજીસ્ટર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
  • ખેડૂત દ્વારા ikhedut Portal રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ ikhedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Dragon Fruit Farming Sahay Yojana Online Application Form

  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ ચકાસણી કર્યા બાદ “અરજી સેવ કરો” એના પર ક્લિક કરવાનું રહેશે.
  • યોજનામાં ભરેલી માહિતીની સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર આપની અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્‍ટ મેળવી શકશે.

Read More: પીએમ કિસાન યોજનાનો ૧૮ મા હપ્તાની સહાય જમા થઈ કે નહિ? તે અહિંથી ચેક કરો.


ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ

આ યોજનાની ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટૅલ પરથી કરવાની હોય છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત લાભાર્થીઓએ તા 01/10/2024 થી 15/10/2024 સુધી અરજી કરી શકશે. ત્યારબાદ અરજી કરવાની પ્રક્રિયા બંધ થશે.

FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1. ડ્રેગન માટે સહાય યોજનાની અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે?

જવાબ: ડ્રેગન માટે સહાય યોજનાની અરજી કરવાની official વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/  છે.

2. Dragon Fruit Farming Sahay Yojana માટે અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?

Ans. Dragon Fruit Farming Scheme ની અરજી કરવાની અંતિમ તારીખ 15/10/2024 છે.

3. ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે કેટલી સહાય ખેડૂતોને મળશે?

જવાબ: આ યોજના હેઠળ ખેડૂતોને યુનિટ કોસ્ટ અંદાજિત ખર્ચ રૂ. 6,00,000/હેકટર ખર્ચના સહાયની રકમ સામાન્ય જાતિના ખેડુતને 50% અથવા મહત્તમ રૂ. 3,00,000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.

Leave a Comment