Short Briefing: e-Samaj Kalyan Portal Gujarat Online Registration | ઈ-સમાજ કલ્યાણ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું | e-Samajkalyan application status Check | e samaj kalyan user login | SJED Gujarat e-Samajkalyan | Registration NGO Login
આજે દેશ અને દુનિયામાં ડિજીટલ સેવાઓ અને ટેકનોલોજી વધતી જાય છે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ઘણા બધા વિભાગોમાં Online Portal અને Website ચાલુ કરવામાં આવેલ છે. હવે ઓનલાઈન પોર્ટલ સાથો-સાથ ઘણી બધી યોજનાઓના અરજી ફોર્મ પણ ઓનલાઈન કરવામાં આવેલ છે. જેમ કે PM Kisan Yojana, PM Awas Yojana, આયુષ્યમાન ભારત યોજના વગેરે. આવી તો ઘણી યોજનાઓ ઓનલાઈન સેવાઓ આપે છે.
પ્રિય વાંચકો, આજે આપણે Online Portal વિશે વાત કરીશું. ગુજરાત સરકારશ્રી દ્વારા નાગરિકો ઘરે બેઠા-બેઠા વિવિધ સેવાઓનો લાભ મળે તેવું વિચારે છે. જેને ધ્યાનમાં રાખીને અલગ-અલગ વિભાગો દ્વારા Online Portal લોન્ચ કરવામાં આવે છે. જેમ કે ખેડૂતો માટે ikhedut Portal, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા e-Kutir Portal લોન્ચ કરેલ છે. મિત્રો આજે આ આર્ટિકલ દ્વારા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા બહાર પાડેલ E Samaj Kalyan Portal વિશે વાત કરીશું. ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની વિગતવાર માહિતી મેળવીશું.
e Samaj kalyan Portal
ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ શું છે? આવો પ્રશ્ન તમારા મનમાં હશે. મિત્રો આ પોર્ટલ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા બનાવવામાં આવેલ છે. જેમાં વિવિધ વિભાગોની ઓનલાઈન અરજીઓ લાભાર્થીઓ ઘરે બેઠા કરી શકે છે. આ પોર્ટલ દ્વારા વહીવટી પારદર્શિતા લાવવાનો છે.
Highlight Point of e Samaj Kalyan Portal
પોર્ટલનું નામ | ઈ સમાજ કલ્યાણ પોર્ટલની યોજનાઓની યાદી |
આર્ટિકલનું નામ | ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? |
વિભાગનું નામ | Social Justice And Empowerment Department Gujarat |
અધિકૃત વેબસાઈટ | https://esamajkalyan.gujarat.gov.in/ |
Sje Gujarat Official Website | Click Here |
New User Registration Form | Click Here |
Your Application Status | Check Status |
Citizen Help Manual | Download Here |
અધિકૃત વેબસાઈટ | https://esamajkalyan.gujarat.gov.in/ |
ઈ સમાજ કલ્યાણ પોર્ટલ બનાવવાનો હેતુ
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનું અંગ્રેજી નામ Social Justice & Empowerment Department (Government Of Gujarat) છે. જેનું કાર્ય પછાત વર્ગો જેમ કે, અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો, લઘુમતી સમુદાયો, શારીરિક અને માનસિક ક્ષતિ ધરાવતી વ્યક્તિઓ માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવી.
આ વિભાગ દ્વારા અનાથ બાળકો માટે પાલક માતા-પિતા યોજના અમલી બનાવેલ છે. નિરાધાર વ્યક્તિઓ, ભિખારીઓ અને વૃધ્ધ વ્યક્તિઓના સહાય માટે “વૃદ્ધ સહાય યોજના” અમલમાં મૂકવામાં આવી છે. જેના તમામનો આર્થિક વિકાસ તથા સશક્તિકરણ કરવાનો છે. શૈક્ષણિક યોજનાઓ, આર્થિક કલ્યાણની યોજનાઓ, આરોગ્ય અને આવાસ યોજનાઓ કે અન્ય તમામ પછાત વર્ગોના ઉત્કર્ષ માટેની યોજનાઓના માટે e-Samajkalyan Portal બનાવવામાં આવેલ છે. જેના દ્વારા લાભાર્થીઓ માટેના ઉદ્દેશો અને હેતુઓની વિગતો નીચે મુજબ છે.
● e-samaj kalyan portal દ્વારા લાભાર્થીઓના ઘરથી શક્ય તેટલી નજીક સેવાઓ ઉપલબ્ધ બનાવી રહ્યા છીએ.
● સેવાઓ પોસાય તેવી બનાવી રહ્યા છીએ.
● સેવાઓ સમયસર ઉપલબ્ધ થાય તે હેતુથી e-Samajkalyan Website બનાવવામાં આવેલ છે.
● સેવાઓમાં પારદર્શિકતા બનાવી રહ્યા છીએ.
● સેવાઓ તેની કિંમતની દ્વષ્ટિએ વધુ અસરકારક બનાવી રહ્યા છીએ.
esamajkalyan Portal સાથે જોડાયેલા વિભાગો
Social Justice & Empowerment Department (Government of Gujarat) દ્વારા ચલાવવામાં આવે છે. Gujarat e-Samajkalyan Registration Online [SJED] વેબસાઈટ દ્વારા ચાર (4) વિભાગો દ્વારા આવરી લેવામાં આવેલ છે. આ વિભાગોની યોજનાઓનો સમાવેશ e-samaj kalyan portal થયેલો છે. જે નીચે મુજબ છે.
અગત્યની લિંકો
e Samaj Kalyan Official Website | Click Here |
New User Registration | Apply Now |
New NGO Registration | Apply Now |
e Samaj Kalyan Application Status | Click Here |
How to Registration e Samaj kalyan Portal
ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર કેવી રીતે કરવું તેની Step By Step માહિતી આ આર્ટિકલના માધ્યમ દ્વારા મેળવીશું. જે નીચે મુજબ છે.
Step-1 Website URL
e-Samaj kalyan website Gujarat ને Open કરવા માટે https://esamajkalyan.gujarat.gov.in URL પર ક્લિક કરો. ત્યારબાદ e-SamajKalyan Portal પર Register થવા માટે Please Register Here લિંક પર ક્લિક કરવું.
Step-2 Registration
આ ફોર્મેટ દ્વારા તમે e-Samaj kalyan gujarat online registration કરી શકશો. ફોર્મેટમાં આપેલ “*” (લાલ માર્ક) કરેલ તમામ માહિતી ફરજિયાત ભરવાની રહેશે.
1. અરજદારનું પૂરું નામ (આધારકાર્ડ પ્રમાણે) લખવું.
2. અરજદારનું લિંગ(Male/Female) પસંદ કરો.
3. અરજદારની જન્મતારીખ પસંદ કરો.
4. અરજદારનો આધારકાર્ડ નંબર લખો.
5. અરજદારનું Email ID (જો હોય તો) લખો.
6. અરજદારની જાતિ(Caste) પસંદ કરો.
7. અરજદારનો મોબાઈલ નંબર લખો.
8. ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર લોગીન થવા માટે પોતાનો પાસવર્ડ લખો.
9. પાસવર્ડ ફરીથી લખો.
10. તમારી બધી માહિતી ચકાસીને Register બટન પર Click કરો.
Step-3 Login કેવી રીતે કરશો.
ઈ-સમાજકલ્યાણ પોર્ટલ પર Login કરવા માટે તમારું UserID અને Password તથા આપેલ Image (Captcha Code) ની વિગતો ભરીને Login બટન ક્લિક કરો.
Step-4 User Profile માં સુધારા-વધારા કરવા માટે
e-samajkalyan Portal માં પ્રથમ વખત લોગિન થયા બાદ અરજદારની અન્ય વ્યક્તિગત માહિતી અને વિગતો ભરવાની રહેશે. અને “*” કરેલી બધી જ માહિતી ભરવાની રહેશે.
ઉપર આપેલ ફોટોમાં નંબર 1,3,5,6,7 અને 9 નંબરની માહિતી રજીસ્ટ્રેશન વખતે ભરેલી માહિતી મુજબ માહિતી ભરેલી જ બતાવશે. તથા 11 નંબર જો Email ID ની માહિતી રજીસ્ટ્રેશન વખતે લખી હશે તો બતાવશે.
1. અરજદારનું પૂરું નામ (As Per Aadhar Card) લખવું (કોઈપણ યોજનાનું પહેલું ફોર્મ ભર્યા પહેલાં બદલી શકશો)
2. અરજદારનું પૂરું નામ (ગુજરાતીમાં) લખો.
3. અરજદારનો આધારકાર્ડ નંબર (આધારકાર્ડ નંબર બદલી શકાશે નહિં)
4. અરજદારના પિતા/પતિનું પુરું નામ લખો.
5. અરજદારની જન્મતારીખ પસંદ કરો. (કોઈપણ યોજનાનું પહેલું ફોર્મ ભર્યા પહેલાં બદલી શકશો.)
6. અરજદારનો મોબાઈલ નંબર લખો.
7. અરજદારની જાતિ પસંદ કરો. (કોઈપણ યોજનાનું પહેલું ફોર્મ ભર્યા પહેલાં બદલી શકશો.)
8. અરજદારની પેટાજાતિ પસંદ કરો.
9. અરજદારનું લિંગ(Male/Female) પસંદ કરો. (કોઈપણ યોજનાનું પહેલું ફોર્મ ભર્યા પહેલાં બદલી શકશો.)
10. શારીરિક વિકલાંગતા હોય તો “હા” પસંદ કરો અથવા “ના” પસંદ કરો.
11. Email ID (જો હોય તો) લખો.
12. ફોન નંબર (જો હોય તો) લખો..
13. અરજદારનો ફોટો અપલોડ (Upload) કરો.
14. વિકલાંગતાનો પ્રકાસ પસંદ કરો (જો વિકલાંગતા હોય તો માહિતી ભરવી.)
15. વિકલાંગતાની ટકાવારી લખો ((જો વિકલાંગતા હોય તો માહિતી ભરવી.)
16. અરજદારનું હાલનું સરનામું – ની વિગતો ભરવી.
17. અરજદારનું કાયમી સરનામું – ની વિગતો ભરવી.
18. બધી વિગતો ભરીને Update બટન પર ક્લિક કરો.
નોંધ- 1, 3, 5, 7, 9 નંબર સિવાયની માહિતી તમે ગમે ત્યારે View Profile મેનુમાં જઈને બદલી શકશો.
Step-5 Home Page જાતિવાર યોજનાઓ
e-samajkalyan Website પર પ્રથમ વખત Login થયા બાદ (અરજદાર અન્ય વ્યકિતગત વિગતો ભર્યા બાદ) તમારી જાતિ મુજબ યોજનાઓ Home Page પર દેખાશે. ઈ સમાજ કલ્યાણ પોર્ટલની યોજનાઓની યાદી દેખાશે.
e samaj kalyan website Gujarat પર Kunwar Bai Nu Mameru Yojana, વિદેશ અભ્યાસ લોન (Foreign Study Loan), માનવ ગરિમા યોજના (Manav Garima Yojana), પાલક માતા-પિતા યોજના (Palak Mata-Pita Yojana), Mai Ramabai Ambedakar Saat Phera Samuh Lagna Yojana વગેરે ઘણી યોજનાઓ ચાલે છે. તમારે જે યોજનાની અરજી કરવાની હોય તે યોજના પર ક્લિક કરવાનું રહેશે. જેથી આપો-આપ યોજના વિશે અન્ય Page માં માહિતી ખૂલશે.
Step-6 યોજનાની અરજી Page-1 (Application for Scheme Tab-1)
● આ Page માં બધી જ માહિતી (User Profile ફોર્મેટમાં લખેલી હશે તે) જાતે ભરેલી જ હશે.
● 1, 2, 3, 4, 5, 6 નંબરની માહિતી બદલી શકાશે.
● ઉપરોક્ત આપેલ ફોટોમાં બધી માહિતી ભરીને Save & Next બટન (લાલ કલરથી કરેલ 1) પર ક્લિક કરો.
● આ ફોર્મ અત્યારે ના ભરવા ઈચ્છતા હોય તો Cancel બટન (લાલ કલરથી કરેલ 2) પર ક્લિક કરો.
Alsor Read:- Tar Fencing Yojana 2023 | પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ યોજના શું છે?
Step-7 યોજનાની અરજી Page-2 (Application for Scheme Tab-2)
● ઉપરોક્ત આપેલ ફોટોમાં યોજનાને લગતી તમામ વિગતો ફરજિયાત ભરવાની રહેશે. તથા “*” (* માર્ક કરેલી) કરેલી બધી જ માહિતી ભરવાની રહેશે.
● ઉપરોક્ત આપેલ ફોટોમાં બધી માહિતી ભરીને Save & Next બટન (લાલ કલરથી કરેલ 1) પર ક્લિક કરો.
● આ ફોર્મ અત્યારે ના ભરવા ઈચ્છતા હોય તો Cancel બટન (લાલ કલરથી કરેલ 2) પર ક્લિક કરો.
Step-8 યોજનાની અરજી Page-3 (Application for Scheme Tab-3)
● ઉપરોક્ત આપેલ ફોટો મુજબ આ Page માં યોજનાને લગતા અરજદારે પોતાના Document અપલોડ કરવાના રહેશે. તથા “ * “ (* લાલ માર્ક) કરેલ તમામ ડોક્યુમેન્ટ ફરજિયાત અપલોડ કરવાના રહેશે. (જે ડોક્યુમેન્ટ નંબર હોય તે લખવાના રહેશે.)
● ઉપરોક્ત આપેલ ફોટોમાં બધી માહિતી ભરીને Save & Next બટન (લાલ કલરથી કરેલ 1) પર ક્લિક કરો.
● આ ફોર્મ અત્યારે ના ભરવા ઈચ્છતા હોય તો Cancel બટન (લાલ કલરથી કરેલ 2) પર ક્લિક કરો.
આ પણ વાંચો: Tar Fencing Yojana 2023 News: તાર ફેન્સિંગ યોજના હેઠળ ખેડૂતો 30 દિવસમાં ઓનલાઇન અરજી કરી શકશે.
Step-9 યોજનાની અરજી Page-4 (Application for Scheme Tab-4)
● યોજનાની અરજી બાબતે નિયમો અને શરતો વાંચીને (1) નંબર પર ક્લિક કરો તથા ત્યારબાદ Save Application બટન(2) પર ક્લિક કરો.
● આ ફોર્મ અત્યારે ના ભરવા ઈચ્છતા હોય તો Cancel બટન (લાલ કલરથી કરેલ 3) પર ક્લિક કરો.
● Save Application બટન (2) પર ક્લિક કર્યા બાદ નીચે પ્રમાણે નવું એક Page ખૂલશે જેમાં તમારો યોજનાનો અરજી નંબર હશે જેને આગળની કાર્યવાહી માતે અરજી નંબર નોંધી રાખવો જરૂરી છે.
● જો તમે અરજીની માહિતી પ્રિન્ટ કરવા ઈચ્છતા હોય તો “અરજી પ્રિન્ટ કરો” બટન પર ક્લિક કરો.
Step-10 યોજનાની અરજી પ્રિન્ટ (Application Print)
SJED Gujarat e-Samajkalyan Online Registration કર્યા બાદ નીચે મુજબ આપની યોજનાની અરજીની પ્રિન્ટ આવશે જેને સાચવીને રાખવાની રહેશે.
Read More: Child Aadhaar Card: તમારા બાળકનું આધારકાર્ડ ઘરે બેઠા કઢાવો. આ પ્રકિયાને અનુસરો..
Step-11 અરજીઓની યાદી (Application List)
Social Justice & Empowerment Department ની ઈ-સમાજ કલ્યાણ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કર્યા બાદ પ્રિન્ટ કાઢી શકશો, અરજીમાં સુધારાઓ કરી શકશો.
● તમારી અરજીની વિગતો જોવા માટે જે તે અરજીની લાઈનમામાં View Application (લાલ કલરથી ગોળ કરેલ 1) પર ક્લિક કરો.
● અરજી પ્રિન્ટ કરવા માટે અરજી પ્રિન્ટ (લાલ કલરથી ગોળ કરેલ 2) પર ક્લિક કરો.
● તમારી જિલ્લાની કચેરીમાંથી પરત આવી હશે તો સુધારા બટન પર ક્લિક કરો. (જિલ્લાની કચેરી દ્વારા જે નોંધ(સુધારા) સૂચવ્યા હોય તે મુજબ સુધારા કરી ફરીથી સબમીટ કરો.)
Read More: Update Your Aadhaar : આધારકાર્ડમાં કેટલીવાર નામ અને જન્મતારીખ બદલી શકાય ? જાણો સંપૂર્ણ પ્રક્રિયા.
Step-12 e Samaj Kalyan Status
e-samaj kalyan portal આપની અરજીની સ્થિતિ (Your Application Status) જાણવા માટે અહીં Click કરો.
● જે યોજનાની અરજી સ્થિતિ જાણવી હોય તે યોજનાનો અરજી નંબર લખો. (લાલ નિશાન નંબર-1)
● તમારી જન્મતારીખ લખો. (લાલ નિશાન નંબર-2)
● તમારી અરજી સ્થિતિ જોવા માટે તમામ વિગતો લખ્યા બાદ View Status લાલ નિશાન નંબર-3) બટન પર ક્લિક કરો.
● View Status બટન પર ક્લિક કરવાથી તમારી અરજીની સ્થિતી સ્ક્રિન પર દેખાશે.
● જો તમે બીજી યોજનાની સ્થિતી જોવા ઈચ્છતા હોય તો Clear (1) બટન પર ક્લિક કરો.
આ પણ વાંચો:- Update Your Aadhaar : આધારકાર્ડમાં કેટલીવાર નામ અને જન્મતારીખ બદલી શકાય ? જાણો સંપૂર્ણ પ્રક્રિયા.
e Samaj Kalyan Online Registration Video
નિયામક, વિકસતી જાતિ કલ્યાણની વર્ષ 2023-24 માટે કોચિંગ સહાય યોજનાની ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવી.
વર્ષ 2023-24 અંતર્ગત નિયામક, વિકસતી જાતિ કલ્યાણ, ગુજરાત દ્વારા કોચિંગ સહાય યોજનાઓ ચાલુ કરવામાં આવેલ છે. આ યોજનાઓની ઓનલાઈન અરજીઓ ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પરથી કરવાની રહેશે.
FAQ’s of e Samaj kalyan Portal Registration
જવાબ: ઈ સમાજ કલ્યાણ પોર્ટલની https://esamajkalyan.gujarat.gov.in છે.
જવાબ: સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાવ દ્વારા આ પોર્ટલ બહાર પાડવામાં આવેલ છે.
જવાબ: સમાજ કલ્યાણ પોર્ટલ પર https://esamajkalyan.gujarat.gov.in/ViewApplicationStatus.aspx આ લિંક દ્વારા Status ચેક કરી શકાશે.
જવાબ: અરજદાર દ્વારા ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ Your Application Status જવાનું રહેશે, ત્યારબાદ તેની અરજી નંબર અને જન્મતારીખના આધારે તેની અરજી સ્થિતિ અંગે માહિતી મેળવી શકશે.