રાજ્ય સરકારો નાગરિકોના કલ્યાણ અને હિતને ધ્યાને રાખીને વિવિધ યોજનાઓ બહાર પાડતી હોય છે. જેમ કે, વિદ્યાર્થીઓ માટે Digital Gujarat Portal પર સ્કોલરશીપ યોજના ઓનલાઈન મૂકવામાં આવે છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા માનવ ગરિમા યોજના બહાર પાડવામાં આવેલ છે. કમિશ્નર કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા માનવ કલ્યાણ યોજના 2023 ના ઓનલાઈન એપ્લિકેશન ચાલુ કરવામાં આવેલા છે.
માનવ કલ્યાણ યોજના 2023 અંતર્ગત કુલ 27 પ્રકારના સાધન વિનામુલ્યે આપવામાં આવે છે. જેમાં બ્યુટી પાર્લર કીટ સહાય યોજના, પ્રેસર કુકર સહાય યોજના, મફત સિલાઈ મશીન યોજના, મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના ,હેર કટીંગ કીટ સહાય યોજના, હેર કટીંગ કીટ સહાય યોજનાતથા પેપર કપ અને ડીશ બનાવવા માટે મશીન યોજના, ઘરઘંટી સહાય યોજના વગેરે ચાલે છે. આજે આપણે ઈલેક્ટ્રીક સાધન સહાય યોજના વિશે માહિતી મેળવીશું.
Electric Appliances Repair Machine Scheme
રાજ્યના પછાત અને આર્થિક રીતે નબળાં લોકો સ્વ-રોજગારી મેળવી આત્મનિર્ભર બને તે ખૂબ જરૂરી છે. જેમાં Manav Kalyan Yojana 2023 Online Apply હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. ઈલેક્ટ્રીક સાધન સહાય યોજનાનો લાભ કોને મળશે ? આ લાભ કેવી રીતે મેળવી શકાશે? તેના માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે ? કેટલો લાભ અને શું સહાય મળશે? તેની માહિતી આ આર્ટિકલ દ્વારા વિગતવાર મેળવીશું.
ઈલેક્ટ્રીક સાધન સહાય યોજના હેઠળ સહાય આપવાનો હેતુ (Perpose)
રાજ્યના તમામ નાગરિકો રોજગારી મેળવે તે ખૂબ જ જરૂરી છે. માનવ કલ્યાણ યોજના હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. યુવાનો પોતાના આવડત અનુસાર નવો ધંધો કે વ્યવસાય કરે તે જરૂરી છે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ઈલેક્ટ્રીક સાધનોઆપવામાં આવે છે. જેથી લાભાર્થીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તાર કે નગર વિસ્તારમાં ઈલેક્ટ્રીકનો નવો વ્યવસાય ચાલુ કરી શકે.
Highlight Point
આર્ટિકલનું નામ | ઈલેક્ટ્રીક સાધન સહાય યોજના |
મુખ્ય યોજનાનું નામ | માનવ કલ્યાણ યોજના 2023 |
ઈલેક્ટ્રીક સાધન સહાય યોજના કઈ યોજનાનો ભાગ છે? | Manav Kalyan Yojana Gujarat |
આ યોજનાના હેઠળ શું લાભ મળે? | નવ યુવાનો પોતાની આવડતને અનુસાર ઈલેક્ટ્રીક સાધનો આપવામાં આવે છે. |
ઈલેક્ટ્રીક સાધન સહાય યોજનામાં કેટલી રકમની સહાય મળશે? | રૂપિયા 14000/- ની કિંમતના ઈલેક્ટ્રીક સાધન સહાય તરીકે આપવામાં આવે છે. |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
લાભાર્થીની પાત્રતા | BPL કાર્ડ ધરાવતા અને નિયત થયેલી આવક મર્યાદા ધરાવતા સમાજના નબળા વર્ગને |
મળવાપાત્ર સહાય | ઈલેક્ટ્રીક સાધન સહાય યોજના |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન અરજી કરવાની રહેશે. |
Official Website | http://www.cottage.gujarat.gov.in/ |
Online Application Website | https://e-kutir.gujarat.gov.in/ |
e-Kutir પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? | e-Kutir Online Process |
ઈલેક્ટ્રીક સાધન સહાય યોજનામાં લાભ શું મળે અને કેટલા રૂપિયાની સહાય મળે?
માનવ કલ્યાણ યોજના 2023 હેઠળ લાભાર્થીઓને વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. જેમાં લાઈટ અથવા ઈલેક્ટ્રીક રીપેરીંગ માટે નવો ધંધો ચાલુ કરી શકે. તે માટે “ઈલેક્ટ્રીક રીપેરીંગને લગતાં સાધનો” આપવામાં આવે છે. આ સાધન સહાય યોજનામાં 14000/- રૂપિયાની કિંમત કીટ આપવામાં આવે છે.
Read More: Sarkari Yojana Whatsapp Group Link 2023 | સરકારી યોજના વહાટ્સ એપ ગ્રુપ
Electric Appliances Repair Machine Scheme PDF Form કેવી રીતે મેળવવું?
કમિશ્રન કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા અધિકૃત વેબસાઈટ બનાવવામાં આવી છે. જેમાં http://www.cottage.gujarat.gov.in/ અને https://e-kutir.gujarat.gov.in/ આ બે વેબસાઈટ છે. આ વેબસાઈટ પરથી વિનામુલ્યે મેળવી શકાશે.
Documents Required Of Electric Appliances Repair Machine Scheme | ઈલેક્ટ્રીક સાધન સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
માનવ કલ્યાણ યોજના હેઠળ જુદા-જુદા સાધનો વિનામૂલ્યે આપવામાં આવે છે. ઈલેક્ટ્રીક રીપેરીંગ માટે Electric Appliances Repair Machine Scheme ચાલુ કરેલ છે. જેના અગાઉથી ડોક્યુમેન્ટ નક્કી કરેલા છે. ઓનલાઈન અરજી કરતી વખતે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. જે નીચે મુજબના રહેશે.
- લાભાર્થીઓએ ઈલેક્ટ્રીક સાધનો રીપેરીંગની તાલીમ મેળવી હોય તો તેનું પ્રમાણપત્ર
- Electric Appliances Repair Machine Scheme નો લાભ લેવા માટે તેના અનુભવ અંગેનું પ્રમાણપત્ર
- લાભાર્થીનું રેશનકાર્ડ
- ચૂંટણીકાર્ડની નકલ
- આધારકાર્ડની નકલ
- અરજદારનો ઉંમર અંગેનો પુરાવો
- લાભાર્થીની જે જાતિનો હોય તે અંગેનો દાખલો (સરકાશ્રી દ્વારા માન્ય કરેલ અધિકારીશ્રીનો)
- ગ્રામ્ય વિસ્તારનો BPL સ્કોર સાથેનો દાખલો / શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ
- આવક અંગેનો દાખલો
- જો કોઈ ઈલેક્ટ્રીક દુકાન પર નોકરી કરેલ હોય કરેલ હોય તો તેના અનુભવનો દાખલો
Important Links Of Electric Appliances Repair Machine Scheme
કેવી રીતે ઓનલાઈન અરજી કરવાની રહેશે? । How To Online Apply Electric Appliances Repair Machine Scheme
માનવ કલ્યાણ યોજના અને તેના જેવી સ્વ-રોજગારલક્ષી યોજનાનો લાભ લેવા માટે e-Kutir Portal પર Online Application કરવાની હોય છે. ઈ-કુટીર પોર્ટલ પર વિવિધ સાધન સહાય માટે કેવી રીતે કરવું તેની Steps by Steps માહિતી નીચે મુજબ છે.
- સૌથી પહેલાં Google માં “e-Kutir Portal” ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં કમિશ્નર કુટીર અને ગ્રામોદ્યોગની Official Website e-Kutir Portal ખૂલશે.
- E-Kutir Portal પર ક્લિક કરતાં હવે “માનવ કલ્યાણ યોજના online Apply” પહેલી યોજના દેખાશે.
- E Kutir Portal પર જો તમે અગાઉ User Id અને Password બનાવેલ હોય તો “Login to Portal” કરવાનું રહેશે.
- લોગીન કર્યા બાદ Manav Kalyan Yojana 2023 નામની અલગ-અલગ યોજના બતાવશે..
- જેમાં યોજનાનું ઓનલાઈન ફોર્મ ખૂલશે, જેમાં “વ્યક્તિગત માહિતી (Personal Detail) માં તમામ માહિતી ભરીને “Save & Next” પર ક્લિક આપવાનું રહેશે.
- હવે ખાસ તમારા અનુભવ અને અભ્યાસને ધ્યાનમાં રાખીને “વાળંદ કામ માટે કીટ સહાય” માટે અરજી સિલેક્ટ કરવાનું રહેશે.
- ઈલેક્ટ્રીક સાધન સહાય માટે તમે જે તાલીમ મેળવી હોય તે પ્રમાણપત્ર તથા અનુભવના પ્રમાણપત્રોની વિગતો દાખલ કરો.
- અરજદારે હવે આધારકાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ, BPL ના ડોક્યુમેન્ટે અને ધંધાના અનુભવ અંગેનો દાખલો વગેરે Document Upload કરવાના રહેશે.
- ત્યારબાદ આપેલી નિયમો અને શરતો વાંચીને “Confirm Application” ક્લિક કરવાનું રહેશે.
- છેલ્લે, ઓનલાઈન અરજીનો જે એપ્લિકેશન નંબર આવે તે સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે.
FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો
જવાબ: આ યોજના માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે. આ યોજનાની ઓનલાઈન અરજી કરવા માટે https://e-kutir.gujarat.gov.in/ અધિકૃત વેબસાઈટ બનાવેલ છે.
જવાબ: આ યોજના માટે ઈલેક્ટ્રીક રીપેરીંગની તાલીમ મેળવેલ હોય કે અગાઉ ધંધો કરેલ હોય તેવા પાત્રતા ધરાવતા લાભાર્થીઓ આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે.
જવાબ: રાજ્યના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ઈલેક્ટ્રીક રીપેરીંગ કરવા માટે સાધનો આપવામાં આવશે, જેની કિંમત રૂપિયા 14000/- થાય છે.