WhatsApp ગ્રૂપમાં જોડાવો!
વ્હાલી દીકરી યોજનામાં પૂછાતા પ્રશ્નો । FAQ's of vahali dikri yojana

વ્હાલી દીકરી યોજનામાં વારંવાર પૂછાતા પ્રશ્નો । FAQ’s of vahali dikri yojana

ગુજરાત રાજ્યમાં દીકરીઓના જન્મદરને સુધારવા અને શિક્ષણમાં વધારો કરવા માટે સરકાર કટિબધ્ધ છે. આ જ કટિબધ્ધતાને સાર્થક કરવા રાજ્ય સરકાર દ્વારા “વ્હાલી દીકરી યોજના” વર્ષ 2019 થી શરૂ કરવામાં આવી છે. આ યોજના દીકરીઓના જન્મને વધાવવા તેમજ તેના શિક્ષણને સુનિશ્વિત કરવાના માટે છે. રાજ્ય વ્યાપી અભિયાનરૂપે શરૂ કરવામાં આવેલ છે. આ અભિયાનનો ઉદ્દેશ દીકરીના કોઈપણ પ્રકારના જાતિગત ભેદભાવ વિના તેના ઉચ્ચ અને સારૂ શિક્ષણ આપવાનો છે.

Gujarat Vahali Dikri Yojana 2022

“વ્હાલી દીકરી” યોજના અંતર્ગત દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા, સ્ત્રીભ્રુણ હત્યા અટકાવવા, સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવા અને સમાજમાં સ્ત્રીઓના સ્થાનને વધુ મજબુત બનાવવાના ઉદ્દેશોને સિધ્ધ કરવા રાજ્ય સરકાર દ્વારા “વ્હાલી દીકરી” યોજના અમલમાં મુકવામાં આવી છે.

Highlight Point of Vahli Dikri Yojana Online Form

યોજનાનુંનામવ્હાલી દીકરી યોજના 2022 માં વારંવાર પૂછતા પ્રશ્નો
આર્ટિકલનીભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનોહેતુવ્હાલી દીકરી યોજના દ્વારા દીકરીઓનું જન્મપ્રમાણ વધે, દીકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટે તે મુખ્ય હેતુ છે.
લાભાર્થીગુજરાતરાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓ
મળવાપાત્રસહાયદીકરીને કુલ ત્રણ હપ્તામાં 1,10,000/- ની સહાય મળવાપાત્ર થાય
અધિકૃતવેબસાઈટhttps://wcd.gujarat.gov.in/  
અરજી કેવી રીતે કરવીOffline
Vahli Dikri Yojana Form Online ApplyComing Soon
Vahli Dikri Yojana Form DownloadClick Here
Highlight Point

Read More: How To Pay MGVCL Light Bill Payment Online | એમજીવીસીએલનું બિલ કેવી રીતે ભરવુ?

Also Read More: માનવ ગરિમા યોજના 2022 હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓની યાદી

Also Read More: How To Link Voter ID With Aadhaar Card? | ચૂંટણી કાર્ડ સાથે આધાર કેવી રીતે લિંક કરવું ?


FAQ’s of vahali dikri yojana

(૧) વ્હાલી દીકરી યોજના શા માટે બનાવવામાં આવી છે?

વ્હાલી દીકરી યોજના બનાવવાનો મુખ્ય હેતુ દિકરીના જન્મને વધાવવા, દિકરીઓના શિક્ષણને મહત્વ અપાવવા, બાળ લગ્ન અટકાવવા તેમજ સમાજમાં સ્ત્રીના સ્થાનને વધુ મજબુત બનાવવાના આશયથી આ યોજના બનાવવામાં આવી છે.

(૨) આ વ્હાલી દીકરી યોજનાનો લાભ કેવી રીતે મળશે?

તા.૨/૮/૨૦૧૯ કે બાદ જન્મેલ દિકરીઓના કુટુંબીજનો દ્વારા દીકરી જન્મના એક વર્ષની સમય મર્યાદામાં નિયત નમુનામાં અધાર પુરાવા સહિત અરજી કરવાની રહેશે.

(૩) વ્હાલી દીકરી યોજનાનો કોણે કોણે લાભ મળવા પાત્ર છે?

તા.૨/૮/૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
·         દંપતિની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
·         અપવાદરૂપ કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતા વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતિની દીકરીઓની સંખ્યા ત્રણ કરતાં વધારે થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
·         બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 ની જોગવાઈઓ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપતિની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
·         આ યોજના અંતર્ગત લાભ મેળવવા માંગતા દંપતિની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારો માટે એક સમાન.
·         રૂ. ૨,૦૦,૦૦૦/- કે તેથી ઓછી હોવી જોઈએ. આવક મર્યાદાની પાત્રતા લાભાર્થીના જન્મના તરત આગળના ૩૧ માર્ચના રોજ પૂર્ણ થતા વર્ષના સંદર્ભમાં લક્ષ્યમાં લેવામાં આવે છે.

(૪) વ્હાલી દીકરી યોજનામાં એક દંપતિની કેટલી દીકરીઓને આ યોજનાનો લાભ મળી શકે છે?

દંપતિની પ્રથમ ત્રણ જીવિત સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

(૫) વ્હાલી દીકરી યોજનામાં શું લાભ મળે છે?

વ્હાલી દીકરી યોજનામાં નીચે મુજબ લાભ મળે છે.
·         પ્રથમ હપ્તો- દિકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. ૪૦૦૦/- મળવાપાત્ર થશે.
·         બીજો હપ્તો- નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂ. ૬૦૦૦/- ની સહાય મળવાપાત્ર થશે.
·         છેલ્લો હપ્તો- ૧૮ વર્ષની ઉંમરે શિક્ષણ/લગ્ન સહાય તરીકે કુલ ૧,૦૦,૦૦૦/- ની સહાય મ્ળવાપાત્ર થશે, પરંતુ દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ.
·         આ હપ્તા માર્ચના રોજ પૂર્ણ થતા વર્ષના સંદર્ભમાં લક્ષ્યમાં લેવામાં આવે છે.

(૬) વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે અરજીપત્રક ક્યાંથી ઉપલબ્ધ થશે?

વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે અરજીપત્રક આંગણવાડી કેન્દ્ર, સીડીપીઓની કચેરી (ચાઈલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફીસરની કચેરી જે તાલુકા કક્ષાએ હોય છે), ગ્રામ પંચાયત કે મહિલા અને બાળ અધિકારીની કચેરી (જીલ્લા કક્ષાએ) દ્વારા વિના મૂલ્ય ઉપલબ્ધ થાય છે.

(૭) આ યોજનાનો લાભ લેવા માટે કેટલા સમયમાં અરજી કરવાની રહે છે?

તા. ૨/૮/૨૦૧૯ બાદ જન્મેલ દીકરીઓના કુટુંબીજનો દ્વારા દીકરી જન્મના એક વર્ષની સમય મર્યાદામાં અરજી કરવાની રહે છે.

FAQ's of vahali dikri yojana | વ્હાલી દીકરી યોજનામાં વારંવાર પૂછાતા પ્રશ્નો
Image of FAQ’s of vahali dikri yojana

Read More: ગુજરાતમાં જન્મ/મરણ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો


FAQ Part-002

(૮) આ યોજનાનો લાભ લેવા માટે ક્યાં ક્યાં દસ્તાવેજો જોઈશે?

આ યોજના માટે નીચેના દસ્તાવેજોની જરૂર પડે છે
1.      દીકરીના જન્મનું પ્રમાણપત્ર
2.      માતા પિતાનું આધારકાર્ડ
3.      માતા પિતાના જન્મનું પ્રમાણપત્ર
4.      માતા પિતાની કુલ વાર્ષિક આવકનું પ્રમાણપત્ર (મામલતદાર/ તાલુકા વિકાસ અધિકારી/ ચીફ ઓફીસર દ્વારા આપવામાં આવે છે)
5.      દંપતિના તમામ હયાત બાળકોના જન્મના દાખલા
6.      નિયત નમુનામાં સક્ષમ અધિકારી સમક્ષ કરેલ દંપતિનું સોગંધનામુ

(૯) આ અરજીપત્રકની મંજુરી કોણ આપે છે?

અરજીપત્રકની મંજુરી મહિલા અને બાળ અધિકારી દ્વારા આપવામાં આવે છે. નિયત નમુનામાં આધાર પુરાવા સહિત અરજી કરવાની રહેશે.

(૧૦) આ યોજનાનું અરજીપત્રક ક્યાં જમા કરવાનું રહેશે?

આ યોજનાનું અરજીપત્રક આંગણવાડી કેન્દ્ર, ચાઈલ્ડ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ ઓફીસર ની કચેરી જે તાલુકા કક્ષાએ હોય છે, કે જન સેવા કેન્દ્ર ખાતે જમા કરવાની રહે છે.

(૧૧) શું આ યોજનાનું અરજીપત્રક ઓનલાઈન ભરી શકાય છે?

હા, વ્હાલી દીકરી યોજનાનું અરજીપત્રક ઓનલાઈન ભરી શકાય છે.

(૧૨) આ યોજનાનું અરજીપત્રક મંજુર થયું છે કે નહી તે વિષે કેવી રીતે ખબર પડશે?

જીલ્લાના મહિલા અને બાળ અધિકારી દ્વારા અરજીપત્રક નિયમોનુસાર ચકાસવામાં આવે છે અને દિન ૧૫માં અરજદારને તેમની અરજી મંજુર કે નામંજુર છે તે ઓનલાઈન જણાવવામાં આવે છે.

(૧૩) વ્હાલી દીકરી યોજનામાં માતાપિતાના લગ્ન બાળ લગ્ન હોય તો શું તેમની દીકરીઓને આ યોજનાનો લાભ મળી શકે છે?

ના,  વ્હાલી દીકરી યોજનામાં માતાપિતાના લગ્ન બાળ લગ્ન હોય તો શું તેમની દીકરીઓને આ યોજનાનો લાભ મળી શકતો નથી.

(૧૪) વ્હાલી દીકરી યોજનાના લાભાર્થી (દિકરી) નું જો ૧૮ વર્ષ કે તે પહેલા મૃત્યુ થાય તો શું લાભ ઘરના અન્ય વ્યક્તિને મળી શકે?

ના, લાભ ઘરના લોકોને મળી શકતો નથી કેમ કે આ યોજનાના લાભાર્થી તરીકે દીકરી પોતે છે.

(૧૫) શું આ યોજનાનો લાભ ગુજરાતમાં રહેતા પરપ્રાંતિયને મળી શકે છે?  

દીકરીનો જન્મ ગુજરાતમાં થયેલો હોવો જોઈએ તેમજ તેના માતાપિતા વીસ વર્ષ કે તેથી વધુ વર્ષથી ગુજરાતમાં વસવાટ કરતા હોવા જોઈએ તો આ યોજનાનો લાભ લઈ શકે છે.

4 thoughts on “વ્હાલી દીકરી યોજનામાં વારંવાર પૂછાતા પ્રશ્નો । FAQ’s of vahali dikri yojana”

  • તમારા ગ્રામ પંચાયત ખાતેથી VCE પાસે જઈને ઓનલાઈન અરજી કરો. વધુ માહિતી માટે તમારા જિલ્લાના જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરો.

   Reply
 1. 1 વર્ષ કરતા વધુ સમય થયો હોય એટલે કે 14 મહિના થયા હોય તો અરજી કરી સકાય તે બાબતને જણાવજો.🙏

  Reply
  • વ્હાલી દિકરી યોજનાનો લાભ લેવા માટે તા-૦૨/૦૮/૨૦૧૯ બાદ જન્મ થયેલો હોવો જોઈએ. અને દિકરીના જન્મના 1 વર્ષની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.

   Reply

Leave a Comment