WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Farmer Smart Phone Scheme Gujarat -ikhedut | ખેડૂત મોબાઈલ સહાય યોજના

Farmer Smartphone Scheme Gujarat @ikhedut | ખેડૂત મોબાઈલ સહાય યોજના

Khedut Sahay Yojana | Know Your Farmer Scheme | Farmer Smartphone Sahay Yojana | ખેડૂતને મોબાઈલ ખરીદી પર સહાય । ikhedut Portal 2022

         ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોના હિત માટે ઘણી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. આ વિભાગ દ્વારા ખેડૂતો વિવિધ યોજનાઓનો સરળતાથી લાભ લઈ શકે તે માટે ikhedut portal બનાવેલ છે. જેમાં ખેતીવાડીની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, મત્સ્યપાલનની યોજનાઓના ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવે છે. સરકારશ્રી દ્વારા ડીજીટલ સેવાનો વ્યાપ વધારવા માટે ખેડૂતો દ્વારા સ્માર્ટફોન ખરીદવામાં આવે તો સહાય આપવામાં આવશે. આ યોજનાની જાહેરાત સરકારી ઠરાવ તા-20/11/2021 ના રોજ કરવામાં આવેલ છે.

Table of Contents

    Khedut Mobile Sahay Yojana

    ભારત દેશમાં અને ગુજરાતમાં કૃષિક્ષેત્રે ડિજિટલ સેવાનો વ્યાપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. કૃષિ ક્ષેત્રે ડગલે ને પગલે ખેડૂતો આઈ.ટી ટેકનોલોજીના ઉપયોગ થકી નવી તકનીક અપનાવી રહ્યા છે. આ તકનીકના ઉપયોગ દ્વારા ખેડૂતો પોતાની આવક વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ડીજીટલ ટેકનોલોજી દ્વારા ખેડૂતો હવામાન ખાતાની આગાહી, વરસાદની આગાહી, સંભવિત રોગ જીવાતના ઉપદ્વવની માહિતી, નવી ખેત પદ્ધતિઓ તથા ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓની માહિતી મેળવી શકે છે. જેના માટે સ્માર્ટફોનની ઉપયોગ દિન પ્રતિદિન વધી રહ્યો છે.

      ખેડૂતો smartphone ઉપયોગ દ્વારા ખેતી વિષયક માટે ફોટોગ્રાફ્સ, ઈ-મેઈલ, SMS તથા વીડિયોની આપલે કરી શકે છે. જેનાથી રાજ્યના ખેડૂતો વધુ માહિતીસભર થશે. જેને ધ્યાને લઈને ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો ડિજિટલ કેમેરા, મલ્ટી મીડિયા પ્લેયર, ટચ સ્ક્રીન, વેબ બ્રાઉઝર તથા ઇન્ટરનેટ કનેકટીવિટી વગેરે સુવિધા સાથેના સ્માર્ટફોન ખરીદી તો સહાય આપવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.

    Khedut Smartphone Yojana નો હેતુ

    ગુજરાતના ખેડૂતો ડિજિટલ સર્વિસનો વધુમાં વધુ લાભ લે અંત્યત જરૂરી છે. ખેડૂતો ડીજીટલ સેવા હેઠળ ખેડૂત ઉપયોગી માહિતી મેળવે,રોગ જીવાત નિયંત્રણની તકનીક, ખેડૂતલક્ષી સહાય વગેરે માહિતી મોબાઈલના ટેરવે મેળવે તે અગત્યનો હેતુ છે. આ હેતુસર ખેડૂતો સ્માર્ટફોનની ખરીદી કરે તો સહાય આપવામાં આવશે.

    Join Our WhatsApp Group | Sarkari Yojana WhatsApp Group
    Join Our WhatsApp Group | Sarkari Yojana Gujarat WhatsApp Group
    WhatsApp Group જોડાઓ. Join Now
    યોજનાનું નામGujarat Farmer Smartphone Scheme  
    ભાષાગુજરાતી અને English
    ઉદ્દેશરાજ્યના ખેડૂતોને ડિજીટલ સેવાઓનો લાભ લેવા માટે
    સ્માર્ટફોનની ખરીદી પર 40% ટકા અથવા રૂ.6000 સુધી સહાય
    આ બન્નેમાંથી જે ઓછું હોય તે
    લાભાર્થીરાજ્યના ખેડૂતો
    સહાયરાજ્યના ખેડૂતો 15,000 સુધીનો મોબાઈલ ખરીદે તો
    રૂ.6000/- સુધીની સહાય અથવા
    ખરીદ કિંમત પર 40 % સુધી સહાય.
    ઓફિશીયલ વેબસાઈટClick Here
    Apply OnlineNow Apply Online

    ખેડૂત મોબાઈલ યોજના હેઠળ લાભાર્થીની પાત્રતા

    રાજ્યના ખેડુતોને સ્માર્ટફોન પર સહાય મેળવવા માટે તેની પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.

    • લાભાર્થી ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
    • ખેડૂત જમીન ધરાવતો હોવો જોઈએ.
    • ખેડૂત ખાતેદાર એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ ફક્ત એક જ વાર સહાય મળશે.
    • સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોને ikhedut 8-A મા દર્શાવેલ ખાતેદાર પૈકી એક જ ખાતેદારને લાભ મળવાપાત્ર થશે.
    •  આ સહાય ફક્ત સ્માર્ટફોન લની ખરીદી માટે જ રહેશે. સ્માર્ટફોન માટેની અન્ય એસેસરીઝ જેવી કે બેટરી બેકઅપ ડીવાઇઝ, ઈયર ફોન કે ચાર્જર વગેરે જેવા સાધનોનો સમાવેશ થશે નહીં.
    mobile sahay yojana | smart phone sahay yojana | ikhedut portal scheme | subsidy scheme
    Image Credit: Newspaper

    ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં મળવાપાત્ર લાભ

    ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં સહાયની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. જેમ કે અગાઉ 10% સહાય મળતી હતી. જે હવે 40 % સહાય મળશે.

        ● ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોમાં 15,000 સુધીના સ્માર્ટફોન પર સહાય મળવાપાત્ર થશે.

        ● ખેડૂત સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40% સુધી અથવા રૂપિયા 6000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળશે.

        ● દા.ત. કોઈ ખેડૂત 8000/- ની કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો ખરીદ કિંમતના 40% મુજબ રૂ.3200 ની સહાય મળશે.

        ● અથવા કોઈ ખેડૂત રૂ.16,000/- ની કિંમતનો SmartPhone ખરીદે તો 40% લેખે રૂ.6400/- થાય પરંતુ નિયમોનુસાર રૂ.6000/- ની સહાય મળવાપાત્ર થશે.

        ● આ સહાય ફક્ત સ્માર્ટફોનની ખરીદી માટે જ રહેશે.

        ● સ્માર્ટફોન સિવાય અન્ય એસેસરીઝ જેવી કે બેટરીબેક અપ, ઈયર ફોન, ચાર્જર જેવા સાધનોનો સમાવેશ થશે નહીં.

    Farmer Smartphone Scheme Required Documents

    Krushi ane Sahkar Vibhag દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે.

    • ખેડૂત ખાતેદારની આધારકાર્ડની નકલ
    • રદ કરેલ ચેકની નકલ
    • બેંક ખાતાની પાસબુક
    • સ્માર્ટફોન ખરીદી કરેલ હોવા અંગેનું GST નંબર ધરાવતું અસલ બિલ
    • મોબાઈલનો IMEI નંબર
    • ખેડૂતના જમીનના ડોક્યુમેન્ટ
    Farmer Smart Phone Scheme Gujarat @ ikhedut | ખેડૂત મોબાઈલ સહાય યોજના
    Farmer Smart Phone Sahay Yojana on Ikhedut Portal | Government Scheme

    સ્માર્ટફોન સહાય યોજના હેઠળ ખરીદીના નિયમો

    આ યોજનાનો લાભ લેવા માટે ખરીદીના નિયમો બનાવેલ છે. લાભાર્થી ખેડૂત દ્વારા નિયમોનું પાલન કરનાર ખેડૂતને સહાય આપવામાં આવશે. સહાય મેળવવા માટે નિયમો નીચે મુજબ છે.

    • ઓનલાઈન અરજી કર્યા બાદ તાલુકા અમલીકરણ અધિકારીશ્રી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે.
    • મંજુર થયેલ અરજીઓની જાણ SMS/ઈ-મેઈલ કે અન્ય વ્યવસ્થા દ્વારા જાણ કરવામાં આવશે.
    • આ યોજના માટે પસંદ થયેલા લાભાર્થીઓને પૂર્વ મંજૂરીના આદેશથી દિન-15 માં સ્માર્ટફોનની ખરીદી કરવાની રહેશે.
    • નિયત સમયમાં SmartPhoneની ખરીદી કર્યા બાદ લાભાર્થી ખેડૂતે અરજીપત્રકમાં સહી કરવાની રહેશે
    • સહી કરેલ પ્રિંટઆઉટ સાથે અન્ય તમામ ડોક્યુમેન્ટ સાથે ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારીશ્રી પાસે જમા કરવાના રહેશે.
    • આ યોજના અમલમાં આવ્યા બાદ નિયત સમય મર્યાદામાં સ્માર્ટફોન ખરીદીનું બિલ રજૂ કરવાનું રહેશે.
    Join Ourt Telegram Channel | Sarkari Yojana Telegram Channel
    Sarkari Yojana Telegram Channel

    Farmer Smartphone Sahay Yojana Online Apply

    ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજદાર ખેડૂતે અરજીની પ્રિન્ટ આઉટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે. આ યોજના માટે વધુ માહિતી માટે તમારા વિસ્તારના ગ્રામ સેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી(ખેતી) અથવા જિલ્લા કક્ષાએ “જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી” નો સંપર્ક કરવાનો રહેશે. Farmer Smartphone Yojana Online અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી નીચે મુજબ આપેલી છે.

    • સૌપ્રથમ પોતાન મોબાઈલ કે કોમ્પ્યુટર પર Google ઓપન કરીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
    Google On Ikhedut Portal | Ikhedut Portal | Now Apply Online Farmer Smartphone Sahay Yojana | ખેડૂત મોબાઈલ સહાય યોજના ચાલુ
    Image Credit:- Google Technology Company
    • આઈ ખેડૂત પોર્ટલ વેબસાઈટમાં Home Page પર “યોજના” પર દેખાશે તેના પર ક્લિક કરવાની રહેશે.
    • વેબસાઈટ પર યોજના પર ક્લિક કર્યા પછી નવું પેજ ખૂલશે જેમાં “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.
    ikhedut | khedut smartphone yojana | ખેડૂત મોબાઈલ યોજના 
i khedut | ikhedut portal gujarat 2021| ખેડૂત લક્ષી યોજના 2021
    Image Credit: Government Official Website (https://ikhedut.gujarat.gov.in/)
    • “Khetivadi ni yojana” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-2 પર આપેલી “સ્માર્ટફોન ની ખરીદી પર સહાય” યોજના પર ક્લિક કરીને આગળ પ્રક્રિયા ચાલુ રાખવાની રહેશે.
    • જેમાં “Smartphone Ni Kharidi Par Sahay”  યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને નવું પેજ ખોલવાની રહેશે.
    • જો તમે ikhedut portal પર રજીસ્ટર આગાઉ કરેલું હોય તો “હા” સિલેટર કરવાનું રહેશે અને રજીસ્ટેશન નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
    Apply Online Khedut Mobile Sahay Yojana | Smartphone Sahay Yojana Gujarat | ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના । ikhedut yojana
    Image Credit: Government Official Website (https://ikhedut.gujarat.gov.in/)
    • ખેડૂત દ્વારા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખીને  Captcha Image નાખવાની રહેશે.
    • લાભાર્થી ખેડૂત દ્વારા ikhedut પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ પસંદ કરીને Online Arji કરવાની રહેશે.
    • ખેડૂત લાભાર્થી દ્વારા Farmer Smartphone Sahay Yojana ની સંપૂર્ણ માહિતી પછી તેની ચકાસણી કર્યા બાદ “અરજી સેવ કરો” તેના પર ક્લિક કરવાનું રહેશે.
    Online Apply Farmer Smartphone Scheme Gujarat | Ikhedut Yojana | khedut mobile Yojana | મોબાઈલ સહાય યોજના
    Image Credit: Government Official Website (https://ikhedut.gujarat.gov.in/)
    • આ યોજનામાં ઓનલાઈન ભરેલી માહિતીની પૂરેપૂરી ચોક્ક્સાઈ કર્યા બાદ Application Confirm કરવાની રહેશે.
    • લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એક વાર કન્‍ફર્મ કર્યા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં.
    • ખેડૂત લાભાર્થીએ Online Arji કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ કઢાવાની રહેશે.
    • અરજી પ્રિન્‍ટ કરીને જરૂરી સહિ અને સિક્કા કર્યા બાદ આપના વિસ્તારના ગ્રામ સેવક તથા સંબંધિત તાલુકા વિસ્તરણ અધિકારી(ખેતી) ડોક્યુમેન્‍ટ સાથે આપવાની રહેશે.
    Last Date Online of Farmer Smartphone Yojana

    ખેડૂતોને ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા મોબાઈલ ખરીદી પર સહાય આપવામાં આવશે. જેની Online Application ઈ-ખેડૂત પોર્ટલ પરથી કરી શકાશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ તારીખ-21/02/2022 થી 21/03/2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. ત્યારબાદ અરજી કરવાની પ્રક્રિયા બંધ થઈ જશે જેની નોંધ ખેડૂતોએ લેવાની રહેશે.

    FAQ Of Smartphone Sahay Yojana

    ખેડૂતો માટે નવી મુકાયેલી યોજના વિશે નાગરિકોના મનમાં ઘણા પ્રશ્નો ઉપસ્થિત થયેલ છે. જેમ કે લાભ કોને મળે, કેવી રોતે મળે વગેરે. જેમાં મુખ્ય પ્રશ્નો અને જવાબો નીચે મુજબ છે.

    ખેડૂત સ્માર્ટફોન સહાય યોજનામાં કેટલા રૂપિયા સહાય મળે છે?

    ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત ક્લ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તા-07/02/2022 ના નવા ઠરાવના આધારે સ્માર્ટફોન સહાય યોજના હેઠળ ખેડૂતને કુલ રૂ.6000/- ની સહાય મળશે.

    ખેડૂત મોબાઈલ સહાય યોજના હેઠળ કેટલા ટકા સુધી લાભ મળે?

    નવા સુધારા મુજબ ખેડૂતોને મોબાઈલ ખરીદી પર 40℅ સુધી સહાય આપવામાં આવશે. અથવા રૂપિયા 6000 સુધી સહાય મળશે. આ બે પૈકી જે ઓછું હશે તે લાભ મળશે.

    Khedut Mobile Sahay Yojana નો લાભ લેવા કેવી રીત અરજી કરવાની રહેશે.?

    આ યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

    Farmer Smartphone Scheme ની ઓનલાઈન અરજી કર્યા પછી પ્રિન્ટ કઈ જગ્યાએ જમા કરવાની રહેશે?

    આ યોજનાની ઓનલાઈન અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ લાભાર્થી ખેડૂતે સહી કરીને ગ્રામ પંચાયત વિસ્તારના ગ્રામ સેવક, તાલુકા કક્ષાના તાલુકા વિસ્તરણ અધિકારીશ્રી(ખેતી) જમા કરવાની રહેશે.

    Important links of Farmer Smartphone Scheme

    Official ikhedut WebsiteClick Here
    Download New Smartphone GRClick Here
    Print ApplicationClick Here
    Application StatusClick Here
    Home PageClick Here

    9 thoughts on “Farmer Smartphone Scheme Gujarat @ikhedut | ખેડૂત મોબાઈલ સહાય યોજના”

    Leave a Comment