Free Transportation Services : અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે “મફત પરિવહન સુવિધા” આપશે રાજ્ય સરકાર.

         ગુજરાત રાજ્યમાં શિક્ષણનો દર ઉંચો જાય, ડ્રોપ આઉટ રેશિયો ઘટે તેવા શુભ આશયથી ઘણી બધી યોજનાઓ બહાર પાડેલી છે. રાજ્યના તમામ લોકો સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવાનો પ્રયાસ કરી રહી છે. જેમાં આર્થિક રીતે નબળાં વિદ્યાર્થીઓ માટે વિશેષ સુવિધા આપવા માટે કટિબદ્ધ રહી છે. તાજેતરમાં રાજ્યના અંતરિયાળ જિલ્લાઓમાં વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે એક વિશેષ યોજના ચાલુ કરેલ છે. જેનું નામ “મફત પરિવહન સુવિધા” છે. Free Transportation Services હેઠળ રાજ્યના અંતરિયાળ વિસ્તારના બાળકોને મફતમાં પરિવહન સુવિધા મળશે.

Free Transportation Services

         શિક્ષણ વિભાગ દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ બનાવેલ છે. અને બહાર પણ પાડેલી છે. તાજેતરમાં નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના પણ બનાવેલ છે. તેવી રીતે  સમગ્ર શિક્ષા અંતર્ગત રાજ્યની ધોરણ-૧ થી ૮ની સરકારી પ્રાથમિક અને ધોરણ-૯ થી ૧૨ની સરકારી તેમજ અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે મફત પરિવહન સુવિધા નામની યોજના બનાવેલ છે.

Important Point

મુખ્યોવિગતો
મફત પરિવહન સુવિધાઅભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકાર મફત પરિવહન સુવિધા આપશે. આ યોજના રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં શાળા જતાં વિદ્યાર્થીઓને લાભ આપે છે.
યોજનાનો હેતુરાજ્યના અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને મફતમાં શાળામાં જવા અને આવવા માટે પરિવહન સુવિધાનો લાભ મળે.
પાત્રતા– ધોરણ-૧ થી ૫: ૧-કી.મી.થી વધુ અંતર હોવું જોઈએ.
– ધોરણ-૬ થી ૮: ૩-કી.મી.થી વધુ અંતર હોવું જોઈએ.
– ધોરણ-૯ થી ૧૨: ૫-કી.મી.થી વધુ અંતર હોવું જોઈએ.
મુશ્કેલીઓ માટે સંપર્કમફત પરિવહન સુવિધા અંગે વધુ માહિતી માટે નજીકની શાળાનો સંપર્ક કરો. પરિવહન સંબંધિત પ્રશ્નો માટે:
– Email: transportspo@ssguj.in
– મોબાઈલ: ૭૫૭૪૮૦૦૭૪૦
– સરનામું: સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી, સમગ્ર શિક્ષા, સેક્ટર-૧૭, ગાંધીનગર.

યોજનાનો હેતુ

         આ યોજના હેઠળ રાજ્યના અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને શાળામાં જવા અને આવવા માટે મફત પરિવહન યોજનાનો લાભ આપવામાં આવશે.

મફત પરિવહન સુવિધા મેળવવાની પાત્રતા

(૧) ધોરણ-૧ થી ૫ ની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીના રહેઠાણનું અંતર ૧- કી.મી. થી વધુ હોય તેવા વિદ્યાર્થીઓને લાભ મળશે.

(૨) ધોરણ-૬ થી ૮ની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીના રહેઠાણનું અંતર ૩- કી.મી. થી વધુ હોય તેવા વિદ્યાર્થીને લાભ મળવાપાત્ર થશે.

(૩) ધોરણ-૯ થી ૧૨ની સરકારી અને અનુદાનિત શાળાઓમાં વિદ્યાર્થીના રહેઠાણનું અંતર ૫-કી.મી. થી વધુ હોય તેવા વિદ્યાર્થીને લાભ મળશે.


Free Transportation Services

મફત પરિવહન સુવિધાનો લાભ લેવામાં મુશ્કેલીઓ માટે સંપર્ક નંબર

મફત પરિવહન સુવિધાની માહિતી માટે નજીકની શાળાનો સંપર્ક કરવો. આ ઉપરાંત પરિવહન સંબધિત મુશ્કેલી માટે transportspo @ssguj.in પર ઈ-મેઈલ અથવા મો-૭૫૭૪૮૦૦૭૪૦ નંબર પર સંપર્ક કરવો. તથા આ સરનામા “સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી, સમગ્ર શિક્ષા સેક્ટર-૧૭, ગાંધીનગર” ખાતે રૂબરૂ પણ તપાસ કરી શકો છો.

Leave a Comment