WhatsApp ગ્રૂપમાં જોડાવો!
ફળ પાકો માટે સહાય યોજના । Fruit Crops Scheme in Gujarat

ફળ પાકો માટે સહાય યોજના । Fruit Crops Scheme in Gujarat

પ્રિય વાંચકો, આગના આર્ટીકલમાં આપણે ફળ પાકોની અનેક યોજનાની વિગતવાર માહિતી મેળવી. જેમાં અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો માટેની સહાય યોજના, અનાનસના ટીસ્યુકલ્ચરના રોપા માટેની સહાય યોજના, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો માટે સહાય યોજનાનો સમાવેશ થાય છે.

ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો માટે સહાય યોજનામાં આંબા, જામફળ, દાડમ, લીંબુના પાક માટે સહાય આપવામાં આવે છે. આજના આ આર્ટીકલમાં આપણે ફળ પાકો માટે સહાય યોજનાની વિગતવાર માહિતી આપીશું. Fruit Crops Scheme in Gujarat હેઠળ શું લાભ મળે તેની ચર્ચા કરીશું.   

Fruit Crops Scheme in Gujarat

સરકાર દ્વારા ફળ પાકોના વાવેતર વિસ્તાર અને ઉત્પાદન વધારવા અનેક યોજના ચલાવવામાં આવે છે. જેમાં Fruit Crops Scheme in Gujarat શું છે? તેની માહિતી મેળવીશું. ફળ પાકો માટે સહાય યોજના હેઠળ શું શું લાભ મળે? કેવી રીતે અરજી કરી શકાય? અને તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ તે તમામ માહિતી મેળવીશું.  

યોજનાનો હેતુ

સરકાર દ્વારા ફળ, ફૂલો અને શાકભાજીના વાવેતર પર ભાર મૂક્યો છે. ફળ પાકોની ખેતી એક એવી ખેતી છે કે જેમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે. આ યોજનાનો હેતુ એવા ખેડૂતને સહાય આપવાનો છે કેજે ફળ પાકો જેવાકે દ્વાક્ષ, કીવી, પેશન ફ્રૂટ, ડ્રેગન ફ્રૂટ, અંજીર, સ્ટ્રોબેરીનું વાવેતર કરે છે

Highlight Point

યોજનાનું નામફળ પાકો માટે સહાય યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશઆ યોજનાનો હેતુ એવા ખેડૂતને સહાય આપવાનો છે કેજે ફળ પાકો જેવાકે દ્વાક્ષ, કીવી, પેશન ફ્રૂટ, ડ્રેગન ફ્રૂટ, અંજીર, સ્ટ્રોબેરીનું વાવેતર કરે છે.
વિભાગનું નામબાગાયતી વિભાગ
ક્યા લાભાર્થીઓને સહાય મળે?ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો
શું સહાય મળે?સામાન્ય ખેડૂતો માટે પ્રતિ હેક્ટર રૂ. 4.00 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ તથા ટ્રેલીઝ સાથે ખર્ચના 40%, મહત્તમ રૂ. 1.60 લાખ/હે. મળવાપાત્ર છે. અને પ્રતિ હેક્ટર રૂ. 4.00 લાખમાં ટ્રાયબલ સબ પ્લાન (TSP) વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ તથા ટ્રેલીઝ સાથે ખર્ચના 5૦%, મહત્તમ રૂ. 2.00 લાખ/હે. મળવા પાત્ર છે.
ઓફિશિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજીની પદ્ધતિઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ31/05/2023
WhatsApp Group જોડાઓ. Join Now

Read More:- AnyROR Gujarat 2023 : 7/12 અને 8A ના ઉતારાની નકલ ઓનલાઈન મેળવો.


યોજનાની પાત્રતા અને નિયમો

સરગવાની ખેતી માટે સહાય યોજનાની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે  નીચે મુજબ છે.  

  • આ યોજનામાં સામાન્ય,અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
  • આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે.
  • ખેડૂતને NHB/કૃષિ યુનિ. દ્વારા એક્રીડીટેશન થયેલ/ કૃષિ યુનિ./બાગાયત ખાતાની નર્સરીમાંથી પ્લાન્ટીગ મટેરીયલ ખરીદ કરવાનું રહેશે.
  • અનુ. જાતિના ખેડૂત ખાતેદારે માઇક્રો ઇરીગેશન સીસ્ટમ (M.I.S.) અપનાવેલ હોય તેવા ખેડુત ખાતેદારને પ્રાધાન્ય આપવાનું રહેશે.
  • જે તે ખેડૂત ખાતેદારે બાગાયતી પાકોનાં વાવેતરની નોંધ પાણીપત્રકમાં દાખલ કરાવવાની રહેશે. વાવેતરની નોંધ પાણીપત્રકમાં દાખલ ન થાય ત્યાં સુધી જે તે વિસ્તારના તલાટીનો તે બાબતનો દાખલો ખેડુતે રજુ કરવાનો રહેશે.
  • ખેડૂતને 3 હપ્તા (60:20:20) માં પાકવાર નક્કી કરેલ ખેતી ખર્ચની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે.
  • ખેડૂતને નવીન ટપક સિંચાઇ પધ્ધતિ ઉભી કરવાની રહેશે.
  • રાજય સરકારશ્રીની વધારાની ૨૫% પુરક સહાય ફ્કત વાવેતર માટે જ આપવાની રહેશે.
  • આ ઘટક હેઠળ કમલમ (ડ્રેગન ફ્રૂટ), અંજીર, સ્ટ્રોબેરી પાકનો પણ સમાવેશ થયેલ હોઇ સહાય મળવાપાત્ર થશે.
  • ખેડુત લાભાર્થી દીઠ 4 હે. ની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે.

Read More: Namo Tablet Yojana 2023| નમો ટેબ્લેટ યોજના


ફળ પાકો માટે સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો  

        આ યોજના હેઠળ જુદી-જુદી જ્ઞાતિઓને અલગ-અલગ લાભ આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.

અનુસુચિત જાતિના  ખેડૂતો માટેપ્રતિ હેક્ટર રૂ.4.00 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ તથા ટ્રેલીઝ સાથે ખર્ચના 40 %, મહત્તમ રૂ. 1.60 લાખ/હે. મળવા પાત્ર છે. પ્રતિ હેક્ટર રૂ. ૧.૨૫ લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ તથા ટ્રેલીઝ સાથે ખર્ચના 40 %, મહત્તમ રૂ. 0.50 લાખ/હે. મળવા પાત્ર છે. 
અનુસુચિત જનજાતિના  ખેડૂતો માટેપ્રતિ હેક્ટર રૂ. 4.00 લાખમાં ટ્રાયબલ સબ પ્લાન (TSP) વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ તથા ટ્રેલીઝ સાથે ખર્ચના 50 %, મહત્તમ રૂ. 2.00 લાખ/હે. મળવાપાત્ર છે.  પ્રતિ હેક્ટર રૂ. 1.25 લાખમાં TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ તથા ટ્રેલીઝ વિના ખર્ચના ખર્ચના 50 %, મહત્તમ રૂ. 62500/હે. મળવા પાત્ર છે. 
સામાન્ય જાતિના ખેડૂતો માટેપ્રતિ હેક્ટર રૂ. 4.00 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ તથા ટ્રેલીઝ સાથે ખર્ચના 40%, મહત્તમ રૂ. 1.60 લાખ/હે. મળવાપાત્ર છે. પ્રતિ હેક્ટર રૂ. ૧.૨૫ લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ તથા ટ્રેલીઝ સાથે ખર્ચના 4૦%, મહત્તમ રૂ. 0.50 લાખ/હે. મળવા પાત્ર છે. 

Read More:- કાચા મંડપ સહાય યોજના । Kacha Mandap Sahay Yojana 2023


Support Scheme for Fruit Crops in Gujarat | કયાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ?

I khedut Portal પર ચાલતી ફળ પાકો માટે સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.  

  • લાભાર્થીના જમીનની 7/12 ની જમીનની નકલ
  • આધારકાર્ડની નકલ
  • જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • રેશનકાર્ડની નકલ (Ration Card)
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • મોબાઈલ નંબર

Read More: GSEB SSC Result 2023: ધોરણ-10 નું રીઝલ્ટ વોટ્સએપથી પણ જાણી શકાશે. આ તારીખે જાહેર થશે પરિણામ.


ફળ પાકો માટે સહાય યોજનામાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

        ફળ પાકો માટે સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તે માટે તમારે નીચે પગલાં અનુસરીને અરજી કરવાની રહશે.

  • પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
  • ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-3 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.
ફળ પાકો માટે સહાય યોજના । Fruit Crops Scheme in Gujarat ।
  • “બાગાયતી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-64 ફળપાકો જેવા કે દ્વાક્ષ, કીવી, પેશન ફ્રૂટ વિગેરે પર ક્લિક કરવું.
  • જેમાં ફળ પાકો માટે સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.  
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

Read More:- PM Kisan Beneficiary List 2023 | પીએમ કિસાન સન્માન નિધિ યોજના લિસ્ટ 2023


FAQ

1. ફળ પાકો માટે સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે?

Ans. ફળ પાકો માટે સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/  છે.

2. Support Scheme for Fruit Crops in Gujarat માં અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?

Ans. ફળ પાકો માટે સહાય યોજના માટે અરજી કરવાની અંતિમ તારીખ 31/05/2023 છે.

3. ફળ પાકો માટે સહાય યોજના માટે સહાય યોજનાનો હેતુ શું છે?

Ans. આ યોજનાનો હેતુ એવા ખેડૂતને સહાય આપવાનો છે કેજે ફળ પાકો જેવાકે દ્વાક્ષ, કીવી, પેશન ફ્રૂટ, ડ્રેગન ફ્રૂટ, અંજીર, સ્ટ્રોબેરીનું વાવેતર કરે છે.

Leave a Comment