Gujarat Government Schemes

Ganvesh Sahay Yojana 2024 : ગણવેશ સહાય યોજના હેઠળ વિદ્યાર્થીઓને રૂપિયા 900 ની સહાય મળશે.

Advertisement

ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલી બનાવેલ છે. જેમાં ખેડૂતો માટે, સામાજિક અને આર્થિક રીત પછાત વર્ગો માટે તથા વિદ્યાર્થીઓ માટે યોજનાઓ બનાવેલ છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા પણ અનેક યોજનાઓ બનાવેલ છે. એમાંની એક યોજના Ganvesh Sahay Yojana Gujarat 2024 છે. આજે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ.

Ganvesh Sahay Yojana 2024

રાજ્ય સરકાર દ્વારા ચાલુ કરાયેલી ગણવેશ સહાય યોજના 2024 એ રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે એક સુવર્ણ તક છે. આ યોજના હેઠળ, ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગણવેશ, પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રી ખરીદવા માટે રૂપિયા 900 ની સહાય મળશે. આ આર્ટિકલ દ્વારા તેના વિશે તમામ માહિતી મેળવીશું.

Highlight Point of Ganvesh Sahay Yojana 2024

યોજનાનું નામગણવેશ સહાય યોજના 2024
યોજના બહાર પાડનાર વિભાગનું નામસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
કોણે સહાય મળે?રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ
કેટલી સહાય મળવાપાત્ર થશે?રૂ. 900 સુધી શિક્ષણ સહાય
અરજી કરવાની સતાવાર વેબસાઇટhttps://sje.gujarat.gov.in/schemes

Read More: Smartphone Sahay Yojana 2024 | સ્માર્ટફોન સહાય યોજના 2024


આ યોજના હેઠળ શું-શું લાભો મળે?

         આ યોજના હેઠળ ઘણા બધા લાભ મળે છે, તે નીચે મુજબ છે.

  • દરેક લાભાર્થી વિદ્યાર્થીઓને રૂપિયા 900 ની નાણાકીય સહાય આપવામાં આવશે.
  • વિદ્યાર્થીઓ ગણવેશ, પુસ્તકો, શાળા સામગ્રી અને અન્ય શૈક્ષણિક જરૂરિયાતો ખરીદવા માટે કરી શકે છે.
  • આ યોજનાથી ગુજરાતમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવામાં અને શિક્ષણમાં ગુણવત્તા સુધારવામાં મદદ મળશે.

યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા

         આ યોજનાનો લાભ મેળવવા માટે નીચે મુજબની પાત્રતા જોઈએ.

  • ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી શકશે.
  • વિદ્યાર્થીઓના પરિવારની વાર્ષિક આવક ₹1 લાખથી વધુ ન હોવી જોઈએ.
  • લાભાર્થી વિદ્યાર્થીઓ રાજ્યની માન્યતા પ્રાપ્ત શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ.
Ganvesh Sahay Yojana 2024: ગણવેશ સહાય યોજના

Read More: Ikhedut Portal પર ખેડૂતો માટે મફત સ્માર્ટફોન સહાય યોજના તથા અન્ય ઉપયોગી યોજના આ તારીખથી થશે ચાલુ.


How to Online Apply Ganvesh Sahay Yojana 2024  | ગણવેશ સહાય યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

         આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓ તેમની પ્રાથમિક શાળામાંથી ઓનલાઈન અરજી કરી શકશે. જેની પદ્ધતિ નીચે મુજબ છે.

  • સૌપ્રથમ Google માં જઈને “Digital Gujarat Portal” પર ટાઈપ કરો.

Digital Gujarat Portal

  • હવે ડિજિટલ ગુજરાત પોર્ટલ (https://www.digitalgujarat.gov.in) પર ગણવેશ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • તમારી શાળાના આચાર્યશ્રીઓએ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન દરખાસ્ત કરવાની રહેશે.
  • શાળાના આચાર્યશ્રીઓએ યોજનાના નિયમો અને શરતો મુજબ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને જરૂરી દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે.

Read More: How to Online Apply for Creditt Loan App 2024 | ક્રેડિટ એપ્લિકેશન દ્વારા પર્સનલ લોન મેળવો


વિદ્યાર્થીઓ ગુજરાત સમાજ કલ્યાણ વિભાગની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

આ યોજનાનો લાભ મેળવવા માટે સામાજિક ન્યાય અને અધિકારિતાની વેબસાઈટ (https://sje.gujarat.gov.in/) ની મુલાકાત લઈ શકે છે. ગણવેશ સહાય યોજના (Ganvesh Sahay Yojana Gujarat 2024) એ ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરાયેલી એક ઉત્તમ યોજના છે. આ યોજનાથી રાજ્યના ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવામાં મદદ મળશે અને તેમને શાળામાં નિયમિતપણે સહાય મળશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker