Gay Sahay Yojana – ikhedut | દેશી ગાય સહાય યોજના

iKhedut Portal Registration | ખેડૂત સહાય યોજના | Cow Sahay Yojana Gujarat | Desi Gir Gay Sahay Yojana | Gir Gay Sahay Yojana

ગુજરાત રાજ્યમાં 1 લી May 1960 થી પશુપાલન વિભાગ અસ્તિત્વમા આવેલ છે. જે ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ હેઠળ કામગીરી કરે છે. રાજ્યમાં ખેડૂતોના ખર્ચમાં ઘટાડો થાય અને ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના માટે વિવિધ યોજનાઓ, અભિયાન અને કાર્યક્રમ અમલમાં મુકેલ છે. જેમાં આઈ ખેડૂત પોર્ટલ પર ટપક સિંચાઈ યોજના, ટ્રેકટર સહાય યોજના, પશું સંચાલિત સાધનોની સહાય વગેરે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે.

તમારી વિષયવસ્તુ પસંદ કરો.

    Cow Sahay Yojana Gujarat

    Ikhedut પર આત્માની પ્રાકૃતિક કૃષિને લગતી યોજનાઓ કાર્યરત છે. રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક ખેતી વધારે તે માટે વિવિધ યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવેલ છે. પ્રાકૃતિક ખેતી એટલે ગાયના ગોબર અને ગૌમૂત્ર દ્વારા ઓછા ખર્ચે પાક વૃદ્ધિ અને ઉત્પાદન વધારવા કરવામાં આવતી ખેતી. જેના માટે Government Of Gujarat દ્વારા વર્ષ 2020-21 માં નવી યોજના બહાર પાડવામાં આવેલ હતી. જેમાં દેશી ગાય માટે સહાય આપવામાં આવશે.

    દેશી ગાય સહાય યોજનાનો હેતુ

    ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન મળે તે મુખ્ય હેતુ છે. પ્રાકૃતિક ખેતી કરવા માટે દેશી ગાયના છાણ અને ગૌમૂત્રની જરૂરીયાત રહે છે. જેના દ્વારા ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે. તે હેતુસર દેશી ગાય સાચવણીમાં વધારો થાય અને પ્રાકૃતિક ખેતી કરીને પર્યાવરણીય અને માનવીય સ્વાસ્થયમાં વધારો થાય તે માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. જેથી દેશી ગાય આધારતિ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને સહાય આપવામાં આવશે.

    Desi Gay Sahay હેઠળ મળવાપાત્ર લાભ

    પશુપાલન વિભાગ દ્વારા દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને સહાય આપવામાં આવશે. ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ અર્થે દર મહિને રૂ.900/- (રૂપિયા.10800/- ની વાર્ષિક મર્યાદામાં આપવામાં આવશે.

    • અરજી મંજુરી તારીખથી જે તે ત્રિમાસિકના ઉપલબ્ધ સમયગાળા માટે માસિક રૂ.900 લેખે નિભાવ ખર્ચ ચૂકવાશે.
    • દર ત્રણ માસે ટેગે સહિત ગાયની હયાતી તથા લાભાર્થી પ્રાકૃતિક કૃષિ કરે છે તે મુજબનું પ્રમાણપત્ર ગ્રામસેવક પાસે રજૂ કરવાનું રહેશે. જેના આધારે ત્રિમાસિક સહાય મળશે.
    • જે ગાય માટે સહાય મેળવેલ હોય અને પ્રાકૃતિક કૃષિ ન કરતા માલૂમ પડે તો આગળના ત્રિમાસિક સહાય બંધ કરવામાં આવશે.
    ikhedut portal yojana | cow yojana gujarat | Animal Husbandry | Agriculture & Co-operation Department |Scheme for subsidy | cow sahay yojana gujarat online application | દેશી ગાય સહાય યોજના
    Image Source: Government Official Website (https://doah.gujarat.gov.in/)
    યોજનાનું નામDesi Gay Sahay Yojana 2021
    ભાષાગુજરાતી અને English
    ઉદ્દેશગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન મળે તે હેતુથી યોજના અમલી બનાવેલ
    લાભાર્થીગુજરાતના ખેડૂતોને
    સહાયની રકમખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ અર્થે દર મહિને રૂ.900/- (રૂપિયા 10800/- ની વાર્ષિક મર્યાદામાં આપવામાં આવશે.
    માન્ય વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
    અરજી કેવી રીતે કરવીClick કરો.
    અરજી કરવાની છેલ્લી તારીખ19/10/2021

    દેશી ગાય સહાય મેળવવા ખેડૂત લાભાર્થીની પાત્રતા

    Krushi ane Sahkar Vibhag દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબની પાત્રતા ખેડૂત ધરાવતો હોવો જોઈએ.

    • અરજદાર ખેડૂત આઈડેંટીફિકેશન ટેગ સહિતની એક દેશી ગાય ધરાવતો હોવો જોઈએ.
    • ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
    • ગુજરાત રાજ્યના નાના, મોટા ,સીમાંત એસ.સી, એસ.ટી, જનરલ અને અન્ય ખેડૂતોને આ યોજનાઓને લાભ મળશે.
    • લાભાર્થી ખેડૂત જમીન અથવા વન અધિકાર રેકોર્ડ ધરાવતા હોય તો તેમને લાભ મળે.
    • લાભાર્થી ખેડૂત દેશી ગાયના છાણ મૂત્રથી પ્રાકૃતિક ખેતી કરતો હોવો જોઇએ.
    • પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો તથા તાલીમ બાદ તૈયાર થયેલ માસ્ટર ટ્રેનર દ્વારા શરતો પૂર્ણ કરે તો મંજુરીમાં તેઓને પ્રાથમિકતા આપવામાં આવશે.
    • આ યોજના હેઠળ એક ખાતા નમુના નંબર 8-અ મુજબ એક લાભાર્થીને સહાય મળવાપાત્ર થશે.
    • અરજદાર ખેડૂતે પ્રાકૃતિક કૃષિના માસ્ટર ટ્રેનર્સ પાસેથી તાલીમ લીધેલ હોવી જોઈએ.

    Desi Gay Sahay Yojana Document

    ikhedut portal પર ચાલતી દેશી અને ગીર ગાયોના નિભાવ માટે આર્થિક સહાય યોજનાના ઓનલાઇન ફોર્મ ભરવાનું હોય છે. જેના માટે નીચે મુજબ ડોક્યુમેન્‍ટ જરૂર પડશે.

    • ખેડૂતનો ikhedut portal 8-a ની નકલ
    • ખેડૂતની આધારકાર્ડની નકલ
    • જો ખેડૂત SC અને ST હોય તો સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
    • ખેડૂતના રેશનકાર્ડની નકલ
    • દિવ્યાંગ ખેડૂત હોય તો માટે દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
    • ખેડૂત દેશી ગીર, કાંકરેજ અને અન્ય દેશી ગાય ધરાવતા હોવા જોઈએ.
    • દેશી ગાયને ગાયને ટેગ લગાવેલ હોવું જોઈએ.
    • સંયુક્ત ખાતેદારના કિસ્સામાં  7-12 અને 8-અ જમીનમાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
    • આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગત
    • બેંક ખાતાની નકલ
    • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની માહિતી
    • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી

    કિસાન પરિવહન યોજના હેઠળ 75,000/- સુધી સબસીડીવાળી યોજના વિશે વાંચવા અહીં ક્લિક કરો.

    દેશી ગાય સહાય યોજનાનો લક્ષ્યાંક

    Ikhedut Portal પર આ યોજના હેઠળ દેશી ગાય આધારિત સંપુર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવામાં આવે છે. જેના માટે લક્ષ્યાંક નક્કી થયેલ છે. નાણાંકીય વર્ષ 2021-22 માટે કુલ 92750 ને આ સહાય આપવામાં આવશે.

    Cow Sahay Yojana Apply Online

    દેશી ગાય સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી Online Arji કરવાની રહેશે. આ સહાય માટે ખેડૂતો પોતાના ગ્રામ પંચાયત ખાતેથી ઓનલાઈન ફોર્મ ભરાવી શકશે. ખેડૂતોને કોમ્યુટરનું જ્ઞાન હોય તો જાતે પણ ઘરે બેઠા Online Application કરી શકે છે.

    • પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
    Google | Google on Ikhedut | khedut registration | cow yojana gujarat form download | gir cow yojana in gujarat | atma project gujarat | ATMA - Gujarat State Portal |
    Image Source : Google Official Page
    • જ્યાં Ikhedut ની ઓફિશિયલ વેબસાઈટ ખોલવાની રહેશે.
    • હવે Khedut Website ખોલ્યા બાદ હોમ પેજ પર દેખાતા “યોજના” પર ક્લિક કરવું.
    ikhedut portal subsidy | Desi Gay Sahay Yojana Gujarat | khedut Sahay  Yojana |  ikhedut portal login |
i khedut arji status | i khedut online arji | i khedut portal registration |
i khedut portal download |
    Image: Ikhedut Portal Official Website Page (https://ikhedut.gujarat.gov.in/)
    • હવે નવુ પેજ ખૂલશે જેમાં ‘દેશી ગાય આધારિત સંપુર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના (2021-22)’ ઘટકમાં “અરજી કરો” પર Click કરવાનું રહેશે.
    • જેમાં તમે પસંદ કરેલ જૂથ ‘એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી” ની વિગતો આવશે.
    • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
    • ખેડૂત દ્વારા રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
    • લાભાર્થીએ i-khedut portal પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
    • ત્યારબાદ ‘નવી અરજી કરવા ક્લિક કરો’ પર ક્લિક કરવાનું રહેશે.
    COW SAHAY YOJANA GUJARAT ONLINE APPLICATION | Gay Sahay Yojana Gujarat Form | Gay Aadharit Kheti Sahay Yojana [Cow Based Farming] | Desi Gay Sahay Yojana Gujarat  | Gay Sahay Form 2021 | Ikhedut Portal - Gujarat State Portal
    Image: Ikhedut Portal Official Website Page (https://ikhedut.gujarat.gov.in/)
    • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી Save કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
    • સંપૂર્ણ ધ્યાનપૂર્વક વિગતો તપાસી અરજી Confirm કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
    • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

    પશુઓ માટે 150 કિલોગ્રમ ખાણદાણ સહાય યોજના વિશે વાંચવા માટે ક્લિક કરો.

    ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ

    દેશી ગાય સહાય યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત લાભાર્થીઓએ તા 30/09/2021 થી 19/10/2021 સુધી અરજી કરી શકશે. ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા બંધ થશે.

    Official WebsiteClick Here
    Gay Sahay Yojana
    Online Apply
    Apply Here
    Print Application  Click Here
    Check Application StatusClick Here
    Home PageClick Here

    વ્હાલા ખેડૂતમિત્રો…! હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો “દેશી ગાય સહાય યોજના” વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે આપેલા Comment Box માં  કોમેન્‍ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા સગા-સંબંધીઓમાં ખેડૂત ભાઈઓ સુધી Share કરો તથા આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે આપનો દિલથી ખૂબ ખૂબ આભાર….

    10 thoughts on “Gay Sahay Yojana – ikhedut | દેશી ગાય સહાય યોજના”

    1. દેશી ગાય માતા દેશી ગાય શહાય યોજના નિ પુંવૅ મજુરી મલે ગાય ખરીદી કરવા ની જોગવાઇ કરવામાં આવી હોયતો જાણ કરવા વિનંતિ છે.

      Reply
      • શ્રીમાન હરેશભાઈ ગાય ખરીદવા અને તબેલો બનાવવા માટે ikhedut portal પર ઉપ્લબ્ધ “પશુપાલન થકી સ્વરોજગારી હેતુસર ૫૦ દુધાળા પશુઓ (કાંકરેજ અને ગીર ગાય)ના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાયની યોજના” વિશે માહિતી વાંચી લેવી.

        Reply
      • હાલમાં બંધ છે, તેમ છતાં ઘણી વેબસાઈટ પરથી મેસેજ કરીને નાગરિકોને ગુમરાહ કરી રહ્યા છે ભાઇ. આ યોજના ચાલુ થશે ત્યાર ફરીથી પોસ્ટ બનાવીને મૂકીશું…….

        Reply

    Leave a Comment