આખા વિશ્વમાં પ્રદુષણ દિન-પ્રતિદિન વધતું જાય છે. પર્યાવરણનું જતન અને ઉછેર કરવો જોઈએ. તે આપણી નૈતિક જવાબદારી છે. પર્યાવરણના રક્ષણ કરવા માટે પરંપરાગત ઉર્જાનો વપરાશ વધારવો ખૂબ જ જરૂરી છે. આ ઉદ્દેશને ધ્યાને લઈને જુદા-જુદા દેશો પ્રદુષણ રહિત સાધનોનો આવિષ્કાર કરી રહ્યા છે. જેમાં બેટરી સંચાલિત સ્કૂટર, રીક્ષા અને કાર પણ દોડતી થયેલ છે.
જેથી Electric Scooter તથા e-rickshaw નો વપરાશ વધી રહ્યો છે. જેના ઉપયોગથી હવા શુદ્ધ થાય છે અને પર્યાવરણનું રક્ષણ થાય છે. જેથી સરકાર દ્વારા GEDA e Vehicle Subsidy Yojana વાહનોની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે.
GEDA e Vehicle Subsidy Yojana
GEDA e Vehicle Subsidy Yojana હેઠળ ગુજરાત સરકાર દ્વારા હવે દરેક ગુજરાતીને GEDA e Vehicle Subsidy Yojana ઇલેક્ટ્રિક સાધન પર સબસિડી આપવામાં આવી રહી છે. તો પ્રિય વાંચકો, આ આર્ટીકલમાં આપણે ઈલેક્ટ્રીક વાહન યોજના ની વિગતવાર માહિતી આપીશું.
અમે તમને જણાવી દઈએ કે, રાજ્યમાં આબોહવા પરિવર્તન અને શમન પ્રવૃત્તિઓના ભાગરૂપે કાર્બન ફૂટ પ્રિન્ટ ઘટાડવાના હેતુ છે. ગુજરાત સરકાર દ્વારા ઇલેક્ટ્રિક સાધન પર સબસિડી આપવામાં આવી રહી છે. પોલિસીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, તમામ ઇલેક્ટ્રિક વાહનોને રજીસ્ટ્રેશન ફી માંથી મુક્તિ આપવામાં આવશે. ગુજરાત સરકાર આગામી ચાર વર્ષમાં ઓછામાં ઓછા બે લાખ ઈલેક્ટ્રિક વાહનોને રસ્તા પર મૂકવાનું લક્ષ્ય ધરાવે છે. ગુજરાત સરકાર અન્ય કોઈપણ રાજ્યની સરખામણીમાં પ્રતિ kWh બમણી સબસિડી આપશે.
આ આર્ટીકલમાં અમે તમને GEDA e Vehicle Subsidy Yojana for Two Wheeler and Rickshaw વિશે સંપૂર્ણ અને વિગતવાર માહિતી આપીશું કે જેથી તમે કોઈપણ સમસ્યા વિના આ યોજનાનો લાભ મેળવી શકો.
Overview of GEDA e Vehicle Subsidy Yojana:
આર્ટીકલનું નામ | Gujarat Electric e-vehicle Scheme 2022 |
યોજનાનું નામ | GEDA e Vehicle Subsidy Yojana |
યોજના કોના દ્વારા બહાર પાડવામાં આવી | ગુજરાત સરકાર દ્વારા |
યોજનાનો હેતુ | ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવા માટે પ્રોત્સાહિત કરવાનો અને પ્રદૂષણની વધતી જતી સમસ્યાઓને રોકવાનો |
યોજનાનો લાભ કોણ લઈ શકે | ગુજરાતના તમામ નાગરિક |
હેલ્પલાઇન નંબર | +91-079-23257251, 23257253 |
ઈમેલ આઇડી | info@geda.org.in |
ઓફિશિયલ વેબસાઈટ | https://geda.gujarat.gov.in/ |
Read More: શ્રમયોગી સંપૂર્ણ તબીબી તપાસ યોજના 2022 |
Also Read More: Pradhanmantri Chhatravriti Yojana 2022 | પ્રધાનમંત્રી છાત્રવૃતિ યોજના
Also Read More: આયુષ્માન મિત્ર બનીને દર મહિને 15 હજાર કમાવો.
About GEDA e Vehicle Subsidy Yojana for Two Wheeler and Rickshaw
ગુજરાત સરકાર દ્વારા GEDA e Vehicle Subsidy Bike Subsidy yojana હેઠળ શાળાઓ અને કોલેજોના 10,000 વિદ્યાર્થીઓ માટે લિથિયમ આયન બેટરી સંચાલિત ડ્યુઅલ-વ્હીલર માટે પ્રતિ વાહન સબસિડી (સહાય) રૂ. 12,000 આપવામાં આવશે.
ગુજરાત સરકાર દ્વારા GEDA e Vehicle Subsidy Rickshaw Subsidy yojana હેઠળ લિથિયમ આર્યન બેટરી સંચાલિત થ્રી-વ્હીલર માટે પ્રતિ વાહન સબસિડી (સહાય) રૂ. 48,000 આપવામાં આવશે.
આ યોજના અમલીકરણ વિભાગ હેઠળના Gujarat Energy Development Agency GEDA) દ્વારા રાજ્યભરમાં લાગુ કરવામાં આવશે. વર્ષ 2020-21માં આ યોજનાના અમલીકરણ માટે નીચેની શરતોને આધીન વહીવટી મંજૂરી આપવામાં આવે છે.
Gujarat e-Vehicle Subsidy Yojana Key features:
યોજના લૉન્ચનો મુખ્ય હેતુ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. તે પ્રદૂષણની વધતી જતી સમસ્યાઓને રોકવામાં મદદ કરશે.
- યોજનાના લાભાર્થીઓ – 9 માં ધોરણથી કોલેજ સુધીના શાળાના વિદ્યાર્થીઓ યોજનાના લાભાર્થી છે.
- યોજના માટે નાણાકીય મદદ – યોજના હેઠળ સબસિડી સહાય મુજબ, લાભાર્થીઓને 12,000 રૂપિયા આપવામાં આવશે.
Benefits of Gujarat E-vehicle Subsidy Yojana
- વિદ્યાર્થીઓને ઈ-સ્કૂટર ખરીદવા માટે 12,000 રૂપિયાની સબસિડી મળશે.
- રાજ્ય સરકાર વ્યક્તિગત અને સંસ્થાકીય લાભાર્થીઓ માટે 5,000 બેટરી સંચાલિત ઈ-રિક્ષાની ખરીદી માટે રૂ. 48,000ની સહાય પણ આપશે.
- રાજ્ય સરકાર બેટરીથી ચાલતા વાહનને ચાર્જ કરવા માટે રાજ્યમાં માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે રૂ. 5 લાખની સબસિડી પણ આપશે.
No registration fee for Gujarat e-Vehicle Subsidy Yojana
ગુજરાતમાં ઇલેક્ટ્રિક કાર કે બાઇક ખરીદશો તો સસ્તા મળશે. કારણ કે ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનની નોંધણી કરાવવા માટે રજીસ્ટ્રેશન ફી ચૂકવવાની રહેશે નહીં. રાજ્ય સરકાર અન્ય રાજ્યની સરખામણીમાં પ્રતિ કિલોવોટ બમણી સબસિડી આપશે. રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક વાહન ખરીદનારને પ્રોત્સાહિત કરશે અને કેન્દ્ર સરકારની FAME-2 નીતિ હેઠળ લાભો સાથે સબસિડી આપશે.
Eligibility criteria Gujarat e-Vehicle Subsidy Yojana
- અરજદાર ગુજરાતનો કાયમી નિવાસી હોવો જોઈએ
- આ યોજના ફક્ત તે જ વિદ્યાર્થીઓ માટે છે જેઓ ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરે છે
Important documents of Gujarat E Vehicle Subsidy Yojana
આ યોજનાનો લાભ લેવા માટે કેટલાક Document નક્કી કરેલા છે. જે નીચે મુજબ છે.
- આધાર કાર્ડ
- શાળા પ્રમાણપત્ર
- બેંક ખાતાની વિગતો
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- મોબાઇલ નંબર
List of the documents required with the application form
- સંપૂર્ણ વિગતો સાથેનું અરજીપત્ર (એક નકલ ડીલર દ્વારા રેકોર્ડ માટે રાખવાની રહેશે)
- શૈક્ષણિક વર્ષ 2021-22 માટે બોનાફાઇડ પ્રમાણપત્ર (મૂળ / રંગીન સ્કેન કોપી) ધોરણ / અભ્યાસના વર્ષ, ફોટોગ્રાફ, બાહ્ય નં. અને તારીખ અથવા છેલ્લી પરીક્ષા પાસ કરેલ માર્કશીટની સ્વ-પ્રમાણિત નકલ.
- વિદ્યાર્થીની આધારકાર્ડની સ્વ-પ્રમાણિત નકલ
હાઈ સ્પીડ બેટરી સંચાલિત ટુ-વ્હીલરની ખરીદી માટે
- સંપૂર્ણ વિગતો સાથેનું અરજીપત્ર (એક નકલ ડીલરો રેકોર્ડ માટે રાખી શકે છે)
- શૈક્ષણિક વર્ષ 2021-22 માટે બોનાફાઇડ પ્રમાણપત્ર (મૂળ) અભ્યાસના ધોરણ/વર્ષની વિગતો સાથે, ફોટોગ્રાફ, બાહ્ય નં. અને તારીખ અથવા છેલ્લી પરીક્ષા પાસ કરેલ માર્કશીટની સ્વ-પ્રમાણિત નકલ.
- વિદ્યાર્થીના આધાર કાર્ડની સ્વ-પ્રમાણિત નકલ.
- વિદ્યાર્થીના ડ્રાઇવિંગ લાયસન્સની સ્વ-પ્રમાણિત નકલ (ફરજિયાત)
Procedure to Apply Online Gujarat Electric e-Vehicle Yojana Application Form 2021
- ગુજરાત ઇલેક્ટ્રિક ઇ-વ્હીકલ યોજનાની અધિકૃત વેબસાઇટ એટલે કે geda.gujarat.gov.in ની મુલાકાત લો.
- હોમપેજ પર, “ઓનલાઈન અરજી કરો” બટન પર ક્લિક કરો.
- એપ્લિકેશન ફોર્મ સ્ક્રીન પર દેખાશે.
- જરૂરી વિગતો દાખલ કરો (બધી વિગતો જેમ કે નામ, પિતાનું નામ, જન્મ તારીખ, જાતિ, શૈક્ષણિક લાયકાત અને અન્ય માહિતીનો ઉલ્લેખ કરો) અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- એપ્લિકેશનના અંતિમ સબમિશન માટે સબમિટ બટન પર ક્લિક કરો.
અંતમાં, અમે આશા રાખીએ છીએ કે તમને અમારો આ લેખ ખૂબ જ ગમ્યો હશે, જેના માટે તમે અમારા આ આર્ટીકલને લાઈક, શેર અને કોમેન્ટ કરશો.
Read More: આયુષ્માન ભારત સરકારી કાર્ડ મફત મળશે.
Also Read More: આદિત્ય બિરલા કોવિડ શિષ્યવૃત્તિ યોજના
Also Read More: Employee Pension Scheme Update | કર્મચારીઓ માટે ખુશખબરી
FAQ
Ans. ઈલેક્ટ્રિક સ્કૂટર યોજનામાં ધોરણ-9 થી 12ના વિદ્યાર્થીઓ અને કોલેજના વિદ્યાર્થીઓને અને E રિક્ષા યોજનામાં થ્રી-વ્હીલર લાયસન્સ ધરાવતી વ્યક્તિઓ અરજી કરી શકે છે.
Ans. આ યોજના માટેનું અરજી ફોર્મ GEDAની વેબસાઇટ https://geda.gujarat.gov.in/ પરથી ડાઉનલોડ કરી શકાય છે.
Ans. ઇલેક્ટ્રિક ટુ વ્હીલર માટે 12,000 વિદ્યાર્થી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
Ans. થ્રી વ્હીલર માટે વ્યક્તિ અને સંસ્થાને 48,000 રૂ. ની સબસિડી ચૂકવવામાં આવે છે.
Ans. ગુજરાત સરકાર દ્વારા ઈલેક્ટ્રિક સ્કૂટર અને ઈ-રિક્ષા માટે ઓનલાઈન અરજી કરવા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પસંદ કરવામાં આવ્યું છે, પરંતુ આ યોજના હાલમાં ઓનલાઈન લૉન્ચ કરવામાં આવી નથી તેથી લાભાર્થીઓએ યોજનાનો લાભ લેવા માટે GEDA ઑફિસ અને સૂચિબદ્ધ ડીલરોનો સંપર્ક કરવો પડશે.
Any subsidy for senior citizens and. Senior r Ladies?