[Free] રાજ્યના યોગ્યતા ધરાવતા તમામને ઘરઘંટી સાધન સહાય તરીકે મળશે- સંપૂર્ણ માહિતી મેળવો.

ગુજરાત સરકાર લોકોના કલ્યાણ અને હિતને ધ્યાને રાખીને વિવિધ સરકારી યોજનાઓ યોજનાઓ બહાર પાડતી હોય છે. જેમ કે, વિદ્યાર્થીઓ માટે ડિજીટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશીપ યોજના ઓનલાઈન મૂકવામાં આવે છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના બહાર પાડેલ છે. કમિશ્નર કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા Manav Kalyan Yojana 2023 ના બહાર પાડેલ છે. નિયામક, વિકસતી જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર દ્વારા માનવ ગરિમા યોજના 2023 બહાર પાડેલ છે. જેના ઓનલાઈન ફોર્મ પણ ચાલુ થઈ ગયેલ છે. આ યોજના હેઠળ મફત ઘરઘંટી સહાય આપવામાં આવે છે.

Manav Garima Yojana અંતર્ગત કુલ 27 પ્રકારના સાધન સહાય વિનામુલ્યે આપવામાં આવે છે. જેમાં બ્યુટી પાર્લર કીટ સહાય યોજના, મફત સિલાઈ મશીન યોજનામોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના હેર કટીંગ કીટ સહાય યોજના તથા પેપર કપ અને ડીશ બનાવવા માટે મશીન યોજના અને Ghar Ghanti Sahay Yojana Under Manav Garima Yojana પણ ચાલે છે. જેના વિશે સંપૂર્ણ વિશે માહિતી મેળવીશું.

Ghar Ghanti Sahay Yojana Under Manav Garima Yojana

      રાજ્યના પછાત અને આર્થિક રીતે નબળાં લોકો સ્વ-રોજગારી મેળવી આત્મનિર્ભર બને તે ખૂબ જરૂરી છે. જેને ધ્યાને રાખીને નિયામક, વિકસતિ જાતિ કલ્યાણની કચેરી,ગાંધીનગર દ્વારા માનવ ગરીમા યોજના બહાર પાડેલ છે. જેના હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. ઘરઘંટી સહાય યોજના નો લાભ કોને મળશે ? આ લાભ કેવી રીતે મેળવી શકાશે? તેના માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે ? કેટલો લાભ અને શું સહાય મળશે? તેની માહિતી આ આર્ટિકલ દ્વારા વિગતવાર મેળવીશું.

યોજનાનો હેતુ (Perpose)

      રાજ્યના તમામ નાગરિકો રોજગારી મેળવે તે ખૂબ જ જરૂરી છે. માનવ ગરીમા યોજના હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. યુવાનો પોતાના આવડત અનુસાર નવો ધંધો કે વ્યવસાય કરે તે જરૂરી છે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મફત ઘરઘંટી આપવામાં આવે છે. જેથી લાભાર્થીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તાર કે નગર વિસ્તારમાં અનાજ દળવાનો ધંધો ચાલુ કરી શકે.

Highlight Point

આર્ટિકલનું નામGhar Ghanti Sahay Yojana Under Manav Garima Yojana
મુખ્ય યોજનાનું નામManav Garima Yojana 2023
વિભાગનું નામનિયામક, વિકસતિ જાતિ કલ્યાણની કચેરી,ગાંધીનગર
ઘરઘંટી સહાય યોજના કઈ યોજનાનો ભાગ છે?માનવ ગરીમા યોજના
આ યોજનાના હેઠળ શું લાભ મળે?નવ યુવાનો પોતાની આવડતને અનુસાર અનાજ દળવા માટે ઘરઘંટી આપવામાં આવે છે.
આ યોજનામાં કેટલી રકમની સહાય મળશે?રૂપિયા 15000/- ની અનાજ દળવા માટે ઘરઘંટી સાધન સહાય તરીકે મફતમાં આપવામાં આવે છે.
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
મળવાપાત્ર સહાયઘરઘંટી સહાય યોજના
અરજી પ્રક્રિયાઓનલાઈન અરજી કરવાની રહેશે.
Official Websitehttps://esamajkalyan.gujarat.gov.in/
e-samaj kalyan પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?e-samaj Online Process

આ પણ વાંચો: GSEB SSC Result 2023: ધોરણ-10 નું રીઝલ્ટ વોટ્સએપથી પણ જાણી શકાશે. આ તારીખે જાહેર થશે પરિણામ.


આ યોજનામાં શું લાભ મળે અને કેટલા રૂપિયાની સહાય મળે?

         Manav Garima Yojana Online 2023 હેઠળ લાભાર્થીઓને વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. જેમાં અનાજ દળવા માટે નવો ધંધો ચાલુ કરી શકે. તે માટે “ઘરઘંટી સાધન સહાય” મફતમાં આપવામાં આવે છે. આ સાધન સહાય યોજનામાં 15000/- રૂપિયાની કિંમત આપવામાં આવે છે.

Ghar Ghanti Sahay Yojana PDF Form કેવી રીતે મેળવવું?

        Director Developing Castes Welfare  દ્વારા આ સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે. જેની અધિકૃત વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ છે. આ વેબસાઈટ પરથી વિનામુલ્યે મેળવી શકાશે.


આ પણ વાંંચો: GSEB SSC 10th Result 2023 Official News : ધોરણ-10 નું રિઝલ્ટ 25 May 2023 ના રોજ જાહેર થશે. વાંચો અધિકૃત સમાચાર.


Documents Required Of Ghar Ghanti Sahay Yojana | ઘરઘંટી સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ

        અનાજ દળવાના ધંધા માટે Ghar Ghanti Sahay Yojana ચાલુ કરેલ છે. જેના અગાઉથી ડોક્યુમેન્‍ટ નક્કી કરેલા છે. ઓનલાઈન અરજી કરતી વખતે ડોક્યુમેન્‍ટ અપલોડ કરવાના રહેશે. જે નીચે મુજબના રહેશે.

  • લાભાર્થીઓએ અનાજ દળવાની તાલીમ મેળવી હોય તો તેનું પ્રમાણપત્ર
  • Ghar Ghanti Sahay Yojana નો લાભ લેવા માટે તેના અનુભવ અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થીનું રેશનકાર્ડ
  • ચૂંટણીકાર્ડની નકલ
  • આધારકાર્ડની નકલ
  • અરજદારનો ઉંમર અંગેનો પુરાવો
  • લાભાર્થીની જે જાતિનો હોય તે અંગેનો દાખલો (સરકાશ્રી દ્વારા માન્ય કરેલ અધિકારીશ્રીનો)
  • ગ્રામ્ય વિસ્તારનો BPL સ્કોર સાથેનો દાખલો / શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ
  • આવક અંગેનો દાખલો
  • અનાજ દળવાનો ધંધા કરેલ હોય તો તેના અનુભવનો દાખલો

Read More: ફળ પાકો માટે સહાય યોજના । Fruit Crops Scheme In Gujarat



Read More: PM Kisan Samman Nidhi Beneficiary List 2023: આ ખેડૂત લાભાર્થીઓને આગામી 14 મા હપ્તાની સહાય મળશે નહિં- તમારું નામ તો નથી, તે ચેક કરો.


Ghar Ghanti Sahay Yojana Under Manav Garima Yojana | ઘરઘંટી સાધન સહાય યોજના

આ પણ વાંચો: ખેડૂત મોબાઈલ સહાય યોજના | Khedut Mobile Sahay Yojana 2023


How To Online Apply Ghar Ghanti Sahay Yojana Under Manav Garima Yojana

            માનવ ગરીમા યોજના અને તેના જેવી સ્વ-રોજગારલક્ષી યોજનાનો લાભ લેવા માટે e-samaj kalyan Portal પર Online Application કરવાની હોય છે. ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર વિવિધ સાધન સહાય માટે કેવી રીતે કરવું તેની Steps by Steps માહિતી નીચે મુજબ છે.

  • સૌથી પહેલાં Google માં e-Samaj Portal ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં e-Samaj Kalyan Portal ની Official Website ખૂલશે.
How To Online Apply Ghar Ghanti Sahay Yojana Under Manav Garima Yojana

  • ઈ સમાજ કલ્યાણ પર ક્લિક કરતાં હવે “નિયામક વિકસતી જાતિ કલ્યાણ”  નામનું મેનુ દેખાશે.
  • જેમાં નંબર-7 પર “માનવ ગરિમા યોજના” મળશે.
  • E Samaj Portal પર જો તમે અગાઉ User Id અને Password બનાવેલ હોય તો “Login to Portal” કરવાનું રહેશે.
  • લોગીન કર્યા બાદ Manav Garima Yojana 2023  નામની અલગ-અલગ યોજના બતાવશે..
  • જેમાં યોજનાનું ઓનલાઈન ફોર્મ ખૂલશે, જેમાં “વ્યક્તિગત માહિતી (Personal Detail) માં તમામ માહિતી ભરીને “Save & Next” પર ક્લિક આપવાનું રહેશે.
  • હવે ખાસ તમારા અનુભવ અને અભ્યાસને ધ્યાનમાં રાખીને “ઘર ઘંટી સહાય” માટે અરજી સિલેક્ટ કરવાનું રહેશે.
  • અનાજ દળવા માટે માટે તમે જે તાલીમ મેળવી હોય તે પ્રમાણપત્ર તથા અનુભવના પ્રમાણપત્રોની વિગતો દાખલ કરો.
  • અરજદારે હવે આધારકાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ, BPL ના ડોક્યુમેન્ટે અને ધંધાના અનુભવ અંગેનો દાખલો વગેરે Document Upload કરવાના રહેશે.
  • ત્યારબાદ આપેલી નિયમો અને શરતો વાંચીને “Confirm Application” ક્લિક કરવાનું રહેશે.
  • છેલ્લે, ઓનલાઈન અરજીનો જે એપ્લિકેશન નંબર આવે તે સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે.

Read More: કાચા મંડપ સહાય યોજના । Kacha Mandap Sahay Yojana 2023


FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1. ઘરઘંટી સહાય યોજના માટે અધિકૃત વેબસાઈટ કઈ છે?

જવાબ: આ યોજના માનવ ગરીમા યોજનાનો એક ભાગ છે. આ યોજનાની ઓનલાઈન અરજી કરવા માટે https://esamajkalyan.gujarat.gov.in/ અધિકૃત વેબસાઈટ બનાવેલ છે.

2.  Ghar Ghanti Sahay Yojana માટે કોણ-કોણ અરજી કરી શકે છે?

જવાબ: આ યોજના માટે અનાજ દળવાની તાલીમ મેળવેલ હોય કે આનો અગાઊ ધંધો કરેલ હોય તેવા પાત્રતા ધરાવતા લાભાર્થીઓ આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે.

3.  મફત ઘરઘંટી સહાય યોજના હેઠળ શું સહાય આપવામાં આવે છે અને તેની કિંમત કેટલી થશે?

જવાબ: રાજ્યના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને અનાજ દળવા માટે ઘરઘંટી મફતમાં આપવામાં આવશે, જેની કિંમત રૂપિયા 15000/- થાય છે.

Leave a Comment