Google Cloud Platform (GCP) In Gujarati | ગુગલ ક્લાઉડ પ્લેટફોર્મ શું છે?

નમસ્કાર મિત્રો, આજે આપણે આ આર્ટિકલ દ્વારા ટેકનોલોજી સંબંધિત માહિતી મેળવીશું. આજે દિન-પ્રતિદિન ટેકનોલોજી પણ વધી રહી છે. ટેકનોલોજી વિશે માહિતી થવું ખૂબ જરૂરી છે. જેને ધ્યાને રાખીને આજે આપણે આ આર્ટિક્લ વિશે લખવાનું ચાલુ કર્યું છે. આશા રાખીશું કે, અમારા આર્ટિકલ તમને ગમશે. 

Google આજે આખી દુનિયામાં પ્રચલિત માધ્યમ છે. આજે માર્કેટમાં ઘણી બધી કંપનીઓ cloud storage સેવાઓ આપે છે. જેમ કે, Amazon Simple Storage Service (S3), Azure Blob Storage, IDrive Online Backup, Hostinger, Cloudways, antheon અને Google Cloud Platform (GCP) જેવી કંપનીઓ સેવાઓ આપે છે. જેનો ઉપયોગ સામાન્ય યુઝર, ડેવલોપર અને ક્લાઉડ મેનેજર જેવા લોકો પણ લાભ લઈ રહ્યા છે. પરંતુ આ બધામાં ગુગલ ક્લાઉડ પ્લેટફોર્મ(GCP) ની સર્વિસ વિશેષ છે. ચાલો તો What is Google Cloud Platform (GCP) વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. 

Google Cloud Platform (GCP)

ગુગલ ક્લાઉડ પ્લેટફોર્મ એ ક્લાઉડ સ્ટોરેઝની સેવા આપે છે. શું તમે જાણો છો Google Cloud Platform શું છે?, કેવી રીતે કામ કરે છે? તે કેવી-કેવી સેવાઓ આપે છે?, તેના શું-શું ફાયદાઓ છે? વગેરે માહિતી આ આર્ટિકલ દ્વારા મેળવીશું. આ સેવા વિશે તમે સારી સ્કીલ મેળવો છો તો ઘરે બેઠા સારા પૈસા કમાઈ શકો છો. તો મિત્રો ચાલો તમારો વધારે સમય ન બગાડતા તમને Google Cloud Platform (GCP) in Gujarati વિશે માહિતી મેળવીએ.

GCP Review in Hindi

આર્ટિકલનું નામGoogle Cloud Platform (GCP) In Gujarati | ગુગલ ક્લાઉડ પ્લેટફોર્મ શું છે?
સેવાનું નામGoogle Cloud Platform
GCP શું સેવા આપે છે?Cloud Computing
કોણા દ્વારા સંચાલિત છે?Google
ક્યારે લોંચ કરવામાં આવ્યું7 April 2008
ઓફિશિયલ વેબસાઈટhttps://cloud.google.com/

ગુગલ ક્લાઉડ શું છે? (Google Cloud In Hindi)

ગુગલ ક્લાઉડ પ્લેટફોર્મ, જેને Google Cloud તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કંપની સ્થાપના  7 એપ્રિલ, 2008ના રોજ Google દ્વારા કરવામાં આવી હતી. Google  Cloud Platform એ દ્વારા ક્લાઉડ કમ્પ્યુટિંગ કરવાની સેવા આપવામાં આવે છે.  Google Cloud Platform ની સેવાઓ વેબ ડેવલપર્સ, ક્લાઉડ મેનેજર અથવા IT નું કામ કરતા લોકો દ્વારા વપરાશ કરવામાં આવે છે. જેને ઈન્ટરનેટના માધ્યમ દ્વારા ઍક્સેસ કરી શકાય છે.

Google Cloud પર કોઈપણ મોબાઈલ એપ્લિકેશન બનાવવા માટે Computing resources આપવામાં આવે છે. Google Cloud વડે, વેબસાઈટ અને એપ્લિકેશનો બનાવી શકો છો અને તેનું સંચાલન પણ કરી શકો છો.

તમે Google ની ઘણી બધી સેવાઓ પણ ઉપયોગ કરો છો. જેવી કે Google Drive, Gmail, Read Along (Bolo) App, Google Map, YouTube,Google Photos, Google Sheet વગેરે નો ઉપયોગ કર્યો હશે. આ બધી એપ્લિકેશનો Google Cloud માં જ ચાલે છે.


Read More: આઈ ખેડૂત પોર્ટલ પર કેવી રીતે ઓનલાઈન અરજી કરવી


ગુગલ ક્લાઉડની સેવાઓ  (Google Cloud Service)

ગૂગલ ક્લાઉડ પ્લેટફોર્મ પર ઘણી બધી સેવાઓ આપવામાં આવે છે. જે નીચે આપેલ છે.

  1. Computer Services
  2. Big Data Services
  3. Management Tools
  4. Networking
  5. Artificial Intelligence
  6. Internet Of Things
  7. Storage Services

Read More: BOB Pre Approved Personal Loan Apply Online: બેંક ઓફ બરોડા પાસેથી 5 મિનિટમાં 10 લાખ રૂપિયાની પર્સનલ લોન મેળવો


#1 Google App Engine

Google App Engine ડેવલોપરો માટે વિકસાવવામાં આવેલ છે. જેને  એપ્લિકેશન વિકસાવવા અને Host કરવા માટે સંપૂર્ણ રીતે સંચાલિત સર્વરલેસ પ્લેટફોર્મ પૂરૂ પાડે  છે. એપ્લિકેશન બનાવવા માટે તમે PHP , Python વગેરે જેવી ઘણી લોકપ્રિય પ્રોગ્રામિંગ ભાષાઓનો ઉપયોગ કરી શકો છો .

#2 – Google Computing Engine (ગૂગલ કોમ્પ્યુટીંગ એન્જીન)‌

Google Computing Engine એ કસ્ટમાઇઝ કરી શકાય તેવી કોમ્પ્યુટર સેવા છે. જે વપરાશકર્તાઓને વર્ચ્યુઅલ મશીનો બનાવવા અને ચલાવવાની મંજૂરી આપે છે. આ સેવાની મદદથી તમે તમારી જરૂરિયાત મુજબ વર્ચ્યુઅલ મશીન બનાવી શકો છો.

#3 – ગૂગલ ક્લાઉડ સ્ટોરેજ (Google Cloud Storage)

Google Cloud Storage એ Google Cloud માં વપરાશકર્તાની ફાઇલોને સંગ્રહિત કરવાની સેવા છે. તમે તમારા ઉપકરણમાંથી કોઈપણ ફાઇલને Google Cloud પર અપલોડ કરીને સાચવી શકો છો. તમારી ફાઇલ વર્ષો સુધી ગુગલ ક્લાઉડમાં સેવ રહે છે અને તમે જ્યારે ઈચ્છો ત્યારે ફાઇલને ઍક્સેસ કરી શકો છો.

#4 – ડેટા પ્રોસેસિંગ (Data Processing)

Google Cloud ડેટા પ્રોસેસિંગ સેવાઓ પણ આપે છે. પ્લેટફોર્મમાં ગૂગલ ક્લાઉડ ડેટાફ્લોનો પણ સમાવેશ થાય છે. જે મોટા પાયે ડેટા પ્રોસેસિંગ માટે Apache Spark અને Hadoop સેવાઓ પ્રદાન કરે છે.

#5 Artificial Intelligence (આર્ટિફિશિયલ ઈન્‍ટેલિજેન્‍સ) 

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI. Google Cloud એ Cloud Machine Learning Engine આપે છે. આ એક પ્રકારની સેવા પણ છે જે વપરાશકર્તાને મશીન લર્નિંગ મોડલ્સને સમજવા માટે સક્ષમ બનાવે છે.

#6 – Internet of Things (IoT) ઈન્ટરનેટ ઓફ થિંગ્સ

ગૂગલ ઈન્ટરનેટ ઓફ થિંગ્સ પર તેની સેવાઓ પણ પ્રદાન કરે છે. તેમાં Google Cloud IoT કોર સેવાનો સમાવેશ થાય છે, જે સંચાલિત સેવાઓની શ્રેણી છે. જે યુઝરના ડેટાને ઍક્સેસ અને સંચાલિત કરવાની મંજૂરી આપે છે.


Read More: PM Vishwakarma Yojana Online Apply 2023: રૂપિયા ₹15000 થી ₹2 લાખ સીધા તમારા બેંક ખાતામાં મળશે.


ગુગલ ક્લાઉડ કેવી રીતે કામ કરે છે?

ગુગલ ક્લાઉડ કામ એવી રીતે કરે છે કે,  તે મોટા પાયે હાર્ડવેર અને સોફ્ટવેરને દૂરથી એક્સેસ કરે છે. યુઝર Web Interface દ્વારા કોઈપણ ટૂલને એક્સેસ કરી શકે છે. યુઝર પોતાની વેબસાઈટ બનાવવા માટે તેમની જરૂરિયાત મુજબ સંસાધનોનો ઉપયોગ કરી શકે છે. ગૂગલ ક્લાઉડ તમને ઘણા વિકલ્પો આપે છે, તમે તમારી પસંદગીનું માળખું બનાવવા માટે કોઈપણ ટૂલને ઍક્સેસ કરી શકો છો.

ગુગલ ક્લાઉડની કિમત (Google Cloud Price)

ગૂગલ ક્લાઉડની કિંમત વિશે માહિતી આપીએ, તો, તમારે અન્ય ક્લાઉડ પ્લેટફોર્મની જેમ જ ચૂકવણી કરવાની રહેશે. જો કે આમાં કોઈ નિશ્ચિત કિંમત નથી, તમારે ફક્ત તમે જે પણ ક્લાઉડ રિસોર્સનો ઉપયોગ કરો છો. તેના માટે ચૂકવણી કરવી પડશે, દરેકની કિંમત અલગ છે. 

Google cloud ના ફાયદાઓ (advantages of Google cloud)

ગુગલ ક્લાઉડ વિશે આપણે ઘણી બધી માહિતી જાણી. પરંતુ કોઈપણ વસ્તુ કે પ્રોડક્ટના ફાયદા હોવા જોઈએ. હવે ચાલો Google ક્લાઉડના ફાયદા વિશે માહિતી મેળવીએ. જે નીચે આપેલ છે.

  • Cloud Storage પર સેવ કરેલો ડેટા ગમે ત્યાં અને ગમે ત્યારે એક્સેસ કરી શકીએ છીએ.
  • સાયબર સુરક્ષા માટે ગૂગલ ક્લાઉડ એકદમ સારો વિકલ્પ છે, તેની સારી સુરક્ષાને કારણે તેનો વધુ ઉપયોગ થાય છે.
  • Google Cloud ખર્ચ પણ બરાબર છે, કારણ કે તમારે ફક્ત તમે ઉપયોગ કરી રહ્યાં છો તે સંસાધનોની ચૂકવણી કરવી પડશે.
  • GCP  તમને ક્લાઉડ રિકવરી અને બેકઅપ જેવી સુવિધાઓ પણ આપે છે.
  • ગૂગલ ક્લાઉડ પ્લેટફોર્મ ક્લાઉડ સંબંધિત તાલીમ કાર્યક્રમો પ્રદાન કરે છે, વપરાશકર્તાઓ ક્લાઉડ તાલીમ લઈને પ્રમાણપત્ર મેળવી શકે છે અને સારી કંપનીઓમાં નોકરી મેળવી શકે છે.
  • G.C.P દ્વારા વપરાશકર્તાઓના લાભ માટે સતત તેની સેવાઓનું વિસ્તરણ કરી રહ્યું છે.

Read More: PMEGP Loan Yojana 2023 | પ્રધાન મંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ હેઠળ સરકાર આપશે ₹25 લાખ સુધીની લોન


Google Cloud Platform Free Course । શું આ કોર્ષ કરીને પૈસા કમાઈ શકાય?

હા, બિલકુલ કમાઈ શકાય. આજના ટેકનોલોજીના યુગમાં નવી સ્કીલ શીખવી ખૂબ જ જરૂરી છે. Google તમને ટેકનિકલ સ્કીલ શીખવા માટે Free માં ઘણા કોર્ષ પૂરા પાડે છે. એવો જ એક કોર્ષ છે, Google Cloud Platform Free Course. આ Course તથા સ્કીલ તમે ઘરે બેઠા શીખી શકો છો. આનો અભ્યાસ કર્યા બાદ તમે જાતે ઓનલાઈન કામ કરીને લાખો રૂપિયા કમાઈ શકો છો. 

Google Cloud Platform (GCP) In Gujarati | ગુગલ ક્લાઉડ પ્લેટફોર્મ શું છે?

FAQs of Google Cloud (GCP)

1. Google Cloud Platform (GCP) શું છે?

જવાબ: Google Cloud Platform એ Google દ્વારા પૂરી પાડવામાં આવતી ક્લાઉડ કમ્પ્યુટિંગ સેવાઓનું એક જૂથ છે. જે યુઝરને વિવિધ કાર્યો માટે ક્લાઉડ કમ્પ્યુટિંગ સંસાધનો પ્રદાન કરે છે.

2. આ કંપનીની સ્થાપના ક્યારે થઈ?

જવાબ: ગૂગલ ક્લાઉડ પ્લેટફોર્મ 7 એપ્રિલ, 2008ના રોજ ગૂગલ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું.

3. ગુગલ ક્લાઉડ પ્લેટફોર્મના ઉદારણ ક્યાં-ક્યાં છે?

જવાબ:  ક્લાઉડ સ્ટોરેજ પ્લેટફોર્મનું શ્રેષ્ઠ ઉદાહરણ Google Drive, Google Sheet, Google Slide  વગેરે છે. જેમાં ડેટા ક્લાઉડમાં સંગ્રહિત થાય છે. યુઝરને Google Drive માં 15 GB મફતમાં ક્લાઉડ સ્પેસ મળે છે.

Leave a Comment