Advertisement

કોચિંગ સહાય યોજના  | Gujarat Coaching Sahay Yojana 2022

Advertisement

Short Brief: બિન અનામત આયોગ યોજના PDF |  Bin Anamat Online Registration | Coaching Sahay Yojana | કોચિંગ સહાય યોજના |  Bin Anamat Certificate | Tuition Sahay Yojana 2022

Advertisement

            રાજ્યમાં અલગ-અલગ નિગમ આવેલા છે. જેમાં ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની સ્થાપના વર્ષ-2018-19 દરમિયાન કરવામાં આવેલ હતી. જેને “Bin Anamat Aayog” તરીકે ઓળખવામાં આવે છે. 

બિન અનામત આયોગ દ્વારા વિવિધ યોજનાઓ ચાલે છે. આ આયોગ દ્વારા ભોજન બિલ સહાય, વિદેશ અભ્યાસ લોન, JEE Gujarat-NEET, કોચિંગ સહાય યોજના, શૈક્ષણિક આવાસ યોજનાઓ ચલાવવામાં છે. આ યોજનાઓનો લાભ Bin Anamat Aayog ની અધિકૃત વેબસાઈટ પરથી ઓનલાઈન કરી શકાશે. પ્રિય વાંચકો આજે આપણે આ આર્ટિકલ દ્વારા કોચિંગ સહાય યોજના  વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

                     Gujarat Coaching Sahay Yojana 2022

બિનઅનામત વર્ગમાં સમાવેશ થયેલા વિદ્યાર્થીઓને આ નિગમની યોજનાઓનો લાભ મળશે. રાજ્યમાં આર્થિક રીતે નબળા પરંતુ તેજસ્વી બાળકોને વિજ્ઞાનપ્રવાહમાં વધુ અને સારા શિક્ષણ માટે આ આયોગનો ઉદ્દેશ રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા ધોરણ-11 અને 12 વિજ્ઞાન પ્રવાહ અભ્યાસ કરતા વિધાર્થીઓને આર્થિક મદદરૂપ થવાના હેતુથી ટ્યુશન સહાય યોજના (Coaching Sahay Yojana) અમલમાં મૂકવામાં આવેલ છે.

યોજનાનો હેતુ

     ગુજરાત રાજ્યના ધોરણ-11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. ગુજરાતના બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ આ પરીક્ષાનું સારામાં સારૂ કોચિંગ મેળવે તે ખૂબ જ જરૂરી છે. જેથી આ પરીક્ષાની તૈયારી માટે કોચિંગ ક્લાસમાં જોડનાર વિદ્યાર્થીઓને આ સહાય આપવામાં આવશે.

Highlight Point of Coaching Sahay Yojana

યોજનાનું નામકોચિંગ સહાય યોજના  
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશબિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને કોચિંગ સહાય આપવી
આયોગનું નામગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ
લાભાર્થીરાજ્યના ધોરણ11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ
મળવાપાત્ર સહાયબિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ટ્યુશન સહાય હેઠળ વિદ્યાર્થીઓના એકાઉન્ટમાં DBT દ્વારા પ્રતિ વર્ષ વાર્ષિક રૂપિયા 15,000 (પંદર હજાર) ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થાય છે.  
Official WebsiteClick Here
Highlight

Read More: SEB PSE SSE Exam Notification 2022 |શિષ્યવૃત્તિ માટે ઓનલાઈન અરજી કરો @Sebexam.Org

Also Read More: Samras Hostel Admission 2022-23 | સમરસ હોસ્ટેલ એડમિશન માટે ઓનલાઈન ચાલુ.

Also Read More: How To Pay MGVCL Light Bill Payment Online | એમજીવીસીએલનું બિલ કેવી રીતે ભરવુ?


        ટ્યુશન સહાયનો લાભ કોને મળે?

        રાજ્યમાં બિન અનામત વર્ગમાં આવતા વિદ્યાર્થીઓને Coaching Sahay Yojana નો લાભ મળે છે. આવા વિદ્યાર્થીઓ પાસે બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર ધરાવતા હોવું જોઈએ. ધોરણ- 10 માં 70% કે તેથી વધુ મેળવેલ હોય અને કોચિંગ કલાસમાં ભણતા હોય તેવા ધોરણ- 11 અને 12 ના વિજ્ઞાન પ્રવાહ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટ્યુશન સહાય આપવામાં આવે છે. ટ્યુશન સહાયની યોજનામાં શાળા / કોલેજમાં ભરેલ શિક્ષણ કે ટ્યુશન ફી મળવાપાત્ર નથી. શાળા કોલેજ સિવાય બહાર વધારાનુ ટયુશન લેવામાં આવે તે અન્વયેની રકમ સહાય તરીકે મળવા પાત્ર થાય છે .

આવક મર્યાદા કેટલી છે?

        ધોરણ- 11 અને 12 ના વિજ્ઞાન પ્રવાહ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે. બિન અનામત જાતિના નાગરિકોએ ટ્યુશન સહાયનો લાભ મેળવવા માટે કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 450000 (સાડા ચાર લાખ) થી ઓછી હોવી જોઈએ.

Tuition Sahay Yojana 2022 માં લાભ શું મળે?

        Bin Anamat Aayog, Gandhinagar દ્વારા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ટ્યુશન સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓના એકાઉન્ટમાં DBT (Direct Benefit Transfer) દ્વારા પ્રતિ વર્ષ વાર્ષિક રૂપિયા 15000 (પંદર હજાર) ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થાય છે.

Document Required for Coaching Sahay Yojana

ગુજરાત સરકાર દ્વારા Documents Required for Coaching Sahay માટે નક્કી કરેલા છે. જે નીચે મુજબ આપેલા છે.

1. ઓનલાઈન અરજીપત્રક (Online Application)

2. આધારકાર્ડની નકલ (Aadhar Card)

3. બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર (Bin Anamat Certificate)

4. આવકનું પ્રમાણપત્ર (Income Certificate)

5. રહેઠાણનો પુરાવો (Residency Proof)

6. ધોરણ-10 ની માર્કશીટ (SSC Marksheet)

7. ઉંમરનો પુરાવો (જન્મનું પ્રમાણપત્ર/ LC)

8. અરજદારની બેંક પાસબુકની નકલ (Bank Passbook)

9. આચાર્યનું વિદ્યાર્થીનું ચાલુ અભ્યાસ અંગેનું સર્ટીફિકેટ (Principal Certificate)

10. ટ્યુશન કલાસની વિગત (ભરેલ અને ભરવાપાત્ર ફી સાથે) (Tuition Fee Detail)

How to Online Apply Coaching Sahay Yojana Gujarat 2022

         કોચિંગ સહાય યોજનાનો લાભ લેવા માટે તેની અધિકૃત વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. Coaching Sahay Yojana ની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

    1. સૌપ્રથમ Google માં જઈને Bin Anamat Aayog ટાઈપ કરવાનું રહેશે.

    2. જેમાં બિન અનામતની વેબસાઇટના Home Page પર Scheme Menu પર ક્લિક કરવી.

    3. ત્યારબાદ Scheme Menu પર દેખાતી વિવિધ યોજનાઓમાં “Coaching Sahay Yojana ”  પર ક્લિક કરવું.

    4. જેમાં “કોચિંગ સહાય યોજના” વિશે વિસ્તૃત માહિતી વાંચી લેવી. ત્યાર બાદ નીચે આપેલ Apply Now પર ક્લિક કરવાનું રહેશે.

How to Online Apply Coaching Sahay Yojana Gujarat 2022
Image of How to Online Apply Coaching Sahay Yojana Gujarat 2022

    5. હવે Apply Now ક્લિક કર્યા બાદ નવું પેજ ખુલશે જેમાં “New User (Register)?” પર ક્લિક કરો.

    6. ત્યારબાદ Registration for Online Application System નામનું અલગ પેજ આવશે. જેમાં Email ID, Mobile Number અને Password નાખીને Captcha Code નાખવાનો રહેશે. ત્યારબાદ “Submit” બટન પર ક્લિક કરવાનું રહેશે.

    7.  ત્યારબાદ વિદ્યાર્થીઓએ “Already Register Click Here for Login?” પર ક્લિક કરવાનું રહેશે.

    8. Username, Password અને Captcha Code નાખીને Login કરવાનું રહેશે.

    9. હવે Login પર ક્લિક કરવાથી અલગ-અલગ યોજનાઓ દેખાશે. જેમાં જે યોજનામાં અરજી કરવા માંગતા હોય તેના પર Apply Now પર ક્લિક કરવાનું રહેશે.

Personal Detail Submit

    10. આ ઓફિશિયલ વેબસાઈટ પર દેખાતી યોજના પર Apply Now કરવાથી તેમાં અરજદારની વ્યક્તિગર માહિતી ભરવાની રહેશે.

તથા બિન અનામત વર્ગના પ્રમાણપત્રની વિગત, કોચિંગ ક્લાસ, અને બેંકનો વિગત વગેરે ભરવાની રહેશે.

    11. ત્યારબાદ વિદ્યાર્થીએ પોતાના કોચિંગ ક્લાસની તથા પોતાના સંપર્ક નંબરની માહિતી ભરીને “Save” કરવાની રહેશે.

    12. પછી વિદ્યાર્થીએ Save Photo and Signature & Upload Document પર ક્લિક કરીને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

Document Upload

    13. ત્યારબાદ વિદ્યાર્થીએ યોજનામાં માંગ્યા મુજબના Document અપલોડ કરવાના રહેશે.

    14. તમામ માહિતી અને ડોક્યુમેન્ટ Upload કર્યા બાદ અરજીને Confirm Application પર ક્લિક કરવાની રહેશે. જેમાં તમારી અરજી કન્ફર્મ થઈ જશે.

    15. છેલ્લે, અરજી કન્ફર્મ થયા બાદ  અરજી નંબર સુરક્ષિત જગ્યાએ નોંધી લેવાનો રહેશે.

Bin-Anamat Aayog Contact Number

    બિન અનામત વર્ગની જ્ઞાતિઓના નાગરિકોએ વિવિધ યોજનાઓ કેવી રીતે મેળવવો, બિન અનામત પ્રમાણપત્ર કેવી રીતે કઢાવવું કે અન્ય તમામ માહિતી માટે Gujarat Bin Anamat Aayog Contact Number પર સંપર્ક કરી શકે છે.

  GUEEDC Office Number079-23258688  
AddressBlock No. 2, 7th Floor, D-2 Wing, Karmyogi Bhavan, Sector 10-A, Gandhinagar, Gujarat – 382010
Contact Number

Also Read More: માનવ ગરિમા યોજના 2022 હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓની યાદી

Also Read More: How To Pay UGVCL Bill Payment | યુજીવીસીએલનું બિલ કેવી રીતે ભરવુ?

Important Link

Bin Anamat Ayog Official WebsiteClick Here
Direct  Online ApplyApply Here
New RegistrationClick Here
How to ApplyClick Here
Home PageClick Here
Important Link

Coaching Sahay Yojana 2022
Image of Coaching Sahay Yojana 2022

FAQ’s of Coaching Sahay Yojana Gujarat 2022

1.    કોચિંગ સહાય યોજના હેઠળ કેટલો લાભ મળે છે?

a.    બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ટ્યુશન સહાય હેઠળ વિદ્યાર્થીઓના એકાઉન્ટમાં DBT દ્વારા પ્રતિ વર્ષ વાર્ષિક રૂપિયા 15000 (પંદર હજાર) ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થાય છે.

2.    આ યોજનાનો લાભ ક્યા વિદ્યાર્થીઓને મળવાપાત્ર થાય છે?

a.    Bin Anamat Certificate ધરાવતા ધોરણ- 10 માં 70% કે તેથી વધુ મેળવેલ હોય અને કોચિંગ કલાસમાં ભણતા હોય તેવા ધોરણ- 11 અને 12 ના વિજ્ઞાન પ્રવાહ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટ્યુશન સહાય આપવામાં આવે છે.

3.    Coaching Sahay Yojana નો લાભ લેવા માટે અધિકૃત વેબસાઈટ કઈ છે?

a.    આ યોજનાનો લાભ લેવા માટે અધિકૃત વેબસાઈટ https://gueedc.gujarat.gov.in/ છે.

4.    Bin Anamat Aayog Contact Number કયો છે?

a.    બિનામત આયોગમાં વધુ માહિતી અને માર્ગદર્શન માટે 079-23258688 નંબર જાહેર કરેલો છે.

1 thought on “કોચિંગ સહાય યોજના  | Gujarat Coaching Sahay Yojana 2022”

  1. My daughter got 93.8% in 10th standard she take science stream in 11th and join coaching in aakash institute for JEE I want to aaply for coaching Sahay Yojana, can I aaply for this only percentage base not on income base, if it possible then Plz inform me, waiting for favourable reply.

    Reply

Leave a Comment