Advertisement
Dragon Fruit Farming In Gujarat | ડ્રેગન ફ્રુટ ના ફાયદા | Dragon Fruit In Gujarat Cultivation | કમલમ ફ્રૂટની ખેતીમાં સહાય
Advertisement
ગુજરાત રાજ્ય વિવિધ ફળો અને શાકભાજીના વાવેતરને પ્રોત્સાહન આપવા માટે અલગ-અલગ યોજનાઓ અમલી બનાવતી હોય છે. તાજેતરમ કમલમ ફળના વાવેતર કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે જાહેરાત કરેલ છે. જેમાં આ ફળનું વાવેતર કરતાં ખેડૂતોન્સ સહાય આપવામાં આવશે. તો ચાલો જાણીએ કેટલી સહાય આપવામાં આવશે.
Dragon Fruit Farming in Gujarat
તાજેતરમાં ગુજરાત સરકારે ડ્રેગન ફ્રૂટની ખેતી કરતાં કિસાનો માટે નવી જાહેરાત કરેલી છે. રાજ્યના કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, કમલમ ફળ એટલે કે ડ્રેગનફ્રૂટનું વાવેતર કરતા ખેડૂતોને કુલ રૂપિયા 1000 લાખ તેમજ કોમ્પ્રિહેન્સીવ હોર્ટીકલચર હેઠળ ખેડૂતોને રૂપિયા 650 લાખની આર્થિક સહાય આપવામાં આવશે.
ખેડૂતોને હેકટર દીઠ રૂપિયા 3 લાખ અને 4.50 લાખ સુધીની સહાય
ગુજરાતમાં ડ્રેગનફ્રૂટનું વાવેતર કરાતા ખેડૂતો નીચે મુજબની સહાય મળશે.
ખેડૂતોની વિગતો | સહાયની રકમ |
સામાન્ય જાતિના ખેડૂતો | એક હેકટરની મર્યાદામાં હેકટર દીઠ વધુમાં વધુ 3 લાખ સુધી સહાય મળશે. |
અનુસૂચિત જાતિ અને અનુ.જન જાતિના ખેડૂતોને | એક હેકટરની મર્યાદામાં હેકટર દીઠ મહત્તમ રૂપિયા 4.50 લાખની સહાય આપવામાં આવશે. |
Read More:- અનુબંધમ પોર્ટલ પરથી તમારા જિલ્લામાં નોકરી મેળવો @Anubandham Gujarat Portal
Also Read More:- તબેલા લોન યોજનાની ઓનલાઈન અરજી માટે અહીં ક્લિક કરો.
Also Read More:- સિલાઈ મશીન માટે લોન યોજના | Silai Machine Loan Yojana 2022 For ST
કોમ્પ્રિહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ હેઠળ ખેડૂતોને 650 લાખની સહાય
આ ડેવલપમેન્ટ વિભાગ હેઠળ ફળઝાડના વાવેતરમાં, પિયતના સાધનોમાં સહાય, અળસિયાનું ખાતર વગેરેમાં ખેડૂતોને સહાય કરે છે. અલગ અલગ ઘટકો માટે કુલ રૂપિયા 650 લાખનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.
ખેડૂતોને આ નિર્ણયથી થશે ફાયદો
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ડ્રેગનફ્રૂટના વાવતેરમાં જે સહાય જાહેર કરવામાં આવેલ છે, જેનાથી ઘણા બધા ખેડૂતોને મોટો ફાયદો થશે. ડ્રેગનફ્રૂટમાં ખૂબ સારા પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ હોય છે. જેથી તેનું વાવેતર વિસ્તાર વધે તે ખૂબ જરૂરી હતું, આ બાબાતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા સંવેદનશીલ નિર્ણય લઈને ગુજરાતના ખેડૂતોને સીધી સહાય જાહેર કરવામાં આવેલ છે.
કમલમ ફળના વાવેતરની સહાય મેળવવા માટે ક્યાં અરજી કરવી.
ગુજરાતમાં કમલમ ફ્રૂટનું વાવેતર કરતા ખેડૂતોને સહાય મેળવાવા માટે ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની હોય છે. ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજી કર્યા બાદ DBT મારફતે એમના બેંક ખાતામાં જ સહાય ચૂકવવામાં આવશે.
આ પણ વાંચો:- PM Kusum Yojana In Gujarati | પીએમ કુસુમ યોજના
આ પણ વાંચો- મફત છત્રી યોજનાની ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
રાજ્યનાં કૃષિ મંત્રીશ્રી દ્વારા આ પાકના વાવેતરમાં સહાય માટે જાહેરાત કરાવામાં આવેલ છે.
સામાન્ય જાતિના ખેડૂતોને એક હેકટરની મર્યાદામાં હેકટર દીઠ વધુમાં વધુ 3 લાખ સુધી સહાય મળશે. અને અનુસૂચિત જાતિ અને અનુ.જન જાતિના નાગરિકોને એક હેકટરની મર્યાદામાં હેકટર દીઠ મહત્તમ રૂપિયા 4.50 લાખની સહાય આપવામાં આવશે.
ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
Dragun fruits total details from plant grovinf and sales and econimical government policy for loan and othe subsidy