Gujarat સરકાર મહિલાઓ માટે અવનવી યોજનાઓ લાવતી રહે છે. જેમાં સૌથી વધારે લાભ મહિલાઓને મહીલા સશક્તીકરણ યોજના થી થયો છે. આવી જ એક નવી યોજના છે. જેનું નામ Mahila Vikas Award Yojana છે. આ યોજનામાં ગુજરાતની મહિલાઓને દર વર્ષે 50 હજાર રૂપિયાની સહાય અને એવોર્ડ મળી શકે છે.
મિત્રો, આજે આપણે મહીલા એવોર્ડ યોજના 2024 વિશે વિસ્તારથી ચર્ચા કરીશું. જેમાં આ યોજનાનો લાભ કોને મળશે. યોજનાનો લાભ લેવા માટે અરજી કેવી રીતે કરવી. આ પ્રકારના તમારાં જેટલા પણ સવાલ હોય તે બધાનો તમને આ આર્ટિકલ માં જવાબ મળશે. તે માટે આ આર્ટિકલ ને છેલ્લે સુધી વાંચજો.
Important Points of Gujarat Mahila Vikas Puraskar Yojana 2024
યોજનાનું નામ | Gujarat Mahila Vikas Puraskar Yojana 2024 |
લાભાર્થી | ગુજરાતની મહિલાઓ |
લાભ | ₹50 હજારથી ₹1લાખ સુધી ઈનામ મળી શકે. |
રાજ્ય | Gujarat |
વિભાગ | બાળ વિકાસ વિભાગ અથવા નિયામક શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ |
Read More: ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ અને મરજિયાત રજાઓની યાદી 2024 બહાર પાડી.
મહિલા વિકાસ એવોર્ડ યોજના નો હેતુ
આ એક પ્રકારની મહિલા સશક્તિકરણ યોજના જ છે. જેમાં એવી મહિલાઓ જે બીજી મહિલાઓ માટે સશક્તિકરણ નુ કામ કરે છે. એવી મહિલાઓને સમ્માનિત કરવામાં આવે છે. સાથે આવી મહિલાઓથી પ્રેરિત થાયને બીજી મહિલાઓ પણ મહિલા સશક્તિકરણ નુ કાર્ય આ હેતુ થી. મહિલાઓને મહિલા વિકાસ એવોર્ડ આપવામાં આવે છે.
યોજનાના લાભ
- જે મહિલાને મહિલા વિકાસ એવોર્ડ મળે છે. તેને ₹50 હજારનું ઈનામ આપવામાં આવે છે.
- આ યોજના માં કોઈ સંસ્થાની પસંદગી કરવામાં આવે તો તેને ₹1 લાખ નું ઈનામ આપવામાં આવે છે.
- આ મહિલા વિકાસ એવોર્ડ માં બધીજ કેટેગરીના મહિલાઓને શામિલ કરવામાં આવે છે.
યોજના માટે કોણ પાત્ર
- આ યોજનાનો લાભ ગુજરાતી મહિલાઓને જ મળશે.
- જો કોઈ એવી સંસ્થા જે મહિલાઓના સશક્તિકરણ માટે કામ કરે છે, તો આવી સંસ્થા ને પણ આ યોજનાની અંદર શામિલ કરવામાં આવશે.
- એવી મહિલા જે સ્વતંત્ર છે. અને પોતાની રીતે સશક્તિકરણ નું કાર્ય કાર્ય કરે છે. તો તે મહિલા પણ આં મહિલા વિકાસ એવોર્ડ માટે પાત્ર છે.
Note: જે પણ મહિલા કે સંસ્થા છેલ્લાં 5 વર્ષ કે તેથી વધુ સમય થી મહિલાઓ માટે કાર્ય કરે છે. એવી બધી જ મહિલાઓને આ યોજનાનો લાભ મળશે.
Mahila vikas award Yojana માટે અરજી કેવી રીતે કરવી
જો તમે ઉપર બતાવેલ બધી માહીતી સારી રીતે વાંચી લીધી છે. અને તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો. તો તમારે સૌથી પહેલાં બાળ વિકાસ વિભાગ અથવા નિયામક શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ ખાતેથી આ યોજના માટેનું અરજી ફોર્મ પ્રાપ્ત કરવું.
ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર મેળવવા અંગેનું અરજીપત્રક મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઈટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. તથા તમારા જિલ્લાની મહિલા અને બાળ અધિકારીશશ્રીની કચેરી ખાતેથી પ્રાપ્ત થશે.
- Download Gujarat Mahila Vikas Purshakar Application Form (Social worker individual)
- Gujarat Mahila Vikas Purshkar Application Form (NGO)
અગત્યની સૂચના : આ અરજી પત્રકમાં દર્શાવેલ વિગતો કાળજીપૂર્વક વાંચીને નિયત શરતો મુજબ જરૂરી આધારા પુરાવા સહિત મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે જમા કરવાની રહેશે. આ અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાની તા-૩૦/૧૧/૨૦૨૪ સુધીમાં સ્વૈચ્છિક સંસ્થા અને સામાજિક કાર્યકરએ તેઓના સબંધિત જિલ્લા ખાતેની જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીમાં મળે તે રીતે ફરજિયાત આર.પી.એએ.ડી.થી મોકલી આપવાની રહેશે.
કમિશનર, મહિલા અને બાળ વિકાસની કચેરી, ગાંધીનગર (મહિલા કલ્યાણ) ને બારો-બાર મોકલી આપેલ અરજી આપો-આપ રદ ગણાશે.
Read More: Free Transportation Services : અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે “મફત પરિવહન સુવિધા” આપશે રાજ્ય સરકાર.
મહિલા વિકાસ એવોર્ડ નો લાભ કેવી રીતે મળશે
આ યોજનાનો લાભ લેવા માટે તમારે ઉપર મુજબ અરજી કરવાની રહેશે. ત્યાર બાદ વિભાગના અધિકારી મહિલાઓ દ્વારા પ્રાપ્ત થયેલ અરજીની સારી રીતે તપાસ કરશે. એમાંના કરેલાં કાર્યને ચકાસસે ત્યાર બાદ ઉચિત મહિલાની પસંદગી કરવામાં આવશે આવશે.
જો મહિલા વિકાસ એવોર્ડ મહિલાને મળશે તો તેને ₹50 હજારનુ પ્રોત્સાહન આપવામાં આવશે. અને જો આં એવોર્ડ કોઈ સંસ્થા ને મળે તો તેને ₹1 લાખ નું પ્રોત્સાહન રાશિ મળશે.
મિત્રો આં રીતે જે મહિલા કે સંસ્થા મહિલાo માટે સારાં કાર્ય કરે છે. તેને આ યોજનાનો લાભ મળશે. જો તમારાં આસપાસ નહી તો તમારાં મિત્રમંડળ માં આવી કોઈ મહિલા હોય. તો તેમનાં સુધી આ આર્ટિકલ ને શેયર કરજો. ધન્યવાદ