Short Briefing : લગ્ન નોંધણી પ્રમાણપત્રનું રજીસ્ટ્રેશન । લગ્નના સર્ટિફિકેટ અને મેરેજ સર્ટિફિકેટ ફોર્મ । Gujarat Marriage Certificate Form PDF Download | લગ્ન નોંધણી પ્રમાણપત્ર | મેરેજ સર્ટિફિકેટ ફોર્મ
Advertisement
રાજ્યના તમામ નાગરિકો લગ્ન કર્યા બાદ તેનું સર્ટિફિકેટ મેળવવાની માહિતી મેળવવા માંગતા હોય છે. ગુજરાત અધિનિયમ, 2006 ના ફોર્મ નંબર-16 મુજબ લગ્ન કર્યા બાદ તેનું પ્રમાણપત્ર કઢાવી શકે છે. જો તમે કાયદેસર રીતે કોઈની સાથે લગ્ન કર્યા છે, તો તમારે લગ્ન ફરજિયાતપણે નોંધણી કરાવવી ખુબ જરૂરી છે. ગુજરાતમાં લગ્નની નોંધણી કરવા માટે 1955 અધિનિયમ કાર્યરત છે. તમે હિંદુ મેરેજ એક્ટ અને 1954 નો સ્પેશિયલ મેરેજ એક્ટ બંનેનો અધિનિયમનો ઉપયોગ કરી શકો છો. આપણે આ આર્ટિકલ દ્વારા ગુજરાત રાજ્યમાં લગ્નનું પ્રમાણપત્ર કેવી રીતે બનાવવું? તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું.
Gujarat Marriage Certificate Form PDF
જો તમે ગુજરાતના નાગરિકો છો, તો આ આર્ટિકલ તમારા માટે છે. જો તમે ગુજરાતમાં તમારા લગ્નનું સર્ટિફિકેટ કઢાવવા માંગો છો? તો આ લેખ તમને ખૂબ જ ઉપયોગી થશે. મેરેજ સર્ટિફિકેટ કેવી રીતે કઢાવવું? તે અંગે કોઈ ખ્યાલ છે? જો નહીં, તો આ આર્ટિકલ તમારા માટે છે! આ લેખમાં તમને જાણવા મળશે કે, તમે ગુજરાતમાં લગ્નનું પ્રમાણપત્ર એટલે કે Gujarat Marriage Certificate કેવી રીતે કઢાવવું? મેરેજ સર્ટિફિકેટ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, જરૂરી ડોક્યુમેન્ટ અને મેરેજ સર્ટિફિકેટ હોવાથી કયા-કયા ફાયદા થાય છે તે સંપૂર્ણ માહિતી.
Gujarat Marriage Certificate વિવિધ ફાયદાઓ
ગુજરાત લગ્ન નોંધણીના ફાયદાઓની યાદી નીચે મુજબ આપવામાં આવી છે.
- જો તમે લગ્ન કરેલ છે તો તમારે ફરજિયાત આ સર્ટિફિકેટ કઢાવવું ખૂબ જ જરૂરી છે.
- તમારા પાસપોર્ટ, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ જેવા અગત્યના દસ્તાવેજોમાં જીવનસાથીનું નામ દાખલ કરવા લગ્નના દસ્તાવેજનો ઉપયોગ કરી શકાય છે..
- લગ્નનું પ્રમાણપત્ર ધરાવનાર દંપતી કાયદાકીય રીતે લગ્ન ગણવામાં માટે આ દસ્તાવેજ ખૂબ જ ઉપયોગી છે.
- રાજ્યના દંપતી ગુજરાત લગ્ન પ્રમાણપત્રનો ઉપયોગ કરીને સંયુક્ત બેંક ખાતાની નોંધણી અને સંચાલન કરી શકે છે.
- જીવન વીમા, બેંક થાપણો અથવા મ્યુચ્યુઅલ ફંડનો દાવો તથા રિફંડ મેળવવા માટે લગ્ન પ્રમાણપત્રને કાયદેસર દસ્તાવેજ તરીકે ગણવામાં આવે છે.
- જો લગ્ન જીવનમાં કોઇ વૈવાહિક તકરારમાં થાય તો અગત્યના પુરાવા તરીકે લગ્ન પ્રમાણપત્રનો ઉપયોગ કરી શકાય છે.
લગ્ન પ્રમાણપત્ર પાત્રતા
ગુજરાત રાજ્યમાં લગ્નનું પ્રમાણપત્ર મેળવવા માટે નીચે મુજબ ની પાત્રતા હોવી જરૂરી છે.
- રાજ્યની કન્યા ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ.
- પરિણીતપુરુષની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ.
- અરજી કરનાર પતિ અને પત્ની બંને ભારતીય નાગરિક હોવા જોઈએ.
- વિદેશી જીવનસાથીના કિસ્સામાં, નો ઓબ્જેક્શન પ્રમાણપત્ર (NOC) જરૂરી છે.
Highlight Table of Gujarat Marriage Certificate Form PDF
વર્ગ | વિગતો |
લઘુ વર્ણન | ગુજરાત લગ્ન પ્રમાણપત્ર ફોર્મ PDF ડાઉનલોડ કરો 2024: લગ્ન નોંધણી પ્રમાણપત્ર મેળવવાની વિગતો, હિંદુ મેરેજ એક્ટ, 1955 અને સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954 અંતર્ગત Gujarat Marriage Certificate Form PDF ડાઉનલોડ કરવા માટેની સંપૂર્ણ માહિતી. |
લાગુ અધિનિયમ | હિંદુ મેરેજ એક્ટ, 1955 અને સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954. |
પાત્રતા | – કન્યાની ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ. – વરરાજાની ન્યૂનતમ ઉંમર: 21 વર્ષ. – પતિ અને પત્ની બંને ભારતીય નાગરિક હોવા જોઈએ. – વિદેશી જીવનસાથી હોય, તો No Objection Certificate (NOC) જરૂરી છે. |
લગ્ન સર્ટિફિકેટ માટે જરૂરી દસ્તાવેજો | 1. ઉંમર પુરાવા માટે (નીચેનામાંથી કોઈપણ) – જન્મ પ્રમાણપત્ર – શાળા છોડ્યાનું પ્રમાણપત્ર – SSC પરીક્ષા પ્રમાણપત્ર – પાસપોર્ટ – સિવિલ સર્જનનું પ્રમાણપત્ર 2. રહેઠાણના પુરાવા માટે (નીચેનામાંથી કોઈપણ) – ચૂંટણી કાર્ડ – વીજળી બિલ – રજિસ્ટર ભાડા કરાર – પાસપોર્ટ – લાઈસન્સ – રેશનકાર્ડ 3. લગ્ન પુરાવા – લગ્ન આમંત્રણ કાર્ડ – લગ્ન સમયે પાડેલો ફોટો – 2 પાસપોર્ટ સાઇઝ ફોટો 4. સાક્ષી – લગ્ન કરનાર મહારાજના ડોક્યુમેન્ટ (આધાર કાર્ડ અથવા કોઈપણ ID કાર્ડ) – 2 સાક્ષીઓની સહી સાથે વિગતો. |
લગ્ન સર્ટિફિકેટના ફાયદા | – કાયદેસર પુરાવા તરીકે ઉપયોગ કરી શકાય છે. – નાગરિકો પોતાના જીવનસાથીના નામ માટે પાસપોર્ટ, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, સંયુક્ત બેંક ખાતા વગેરેમાં ઉપયોગ કરી શકે છે. – જીવન વીમા, બેંક થાપણો અથવા મ્યુચ્યુઅલ ફંડના દાવા માટે કાયદેસર દસ્તાવેજ છે. – વૈવાહિક તકરાર સમયે પુરાવા તરીકે ઉપયોગી છે. |
આવશ્યક પ્રક્રિયા | 1. ઓનલાઇન – https://enagar.gujarat.gov.in/DIGIGOV/ પર જઈને, તમારું લોગિન ID બનાવો અને જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરો. 2. ઑફલાઇન – ગ્રામ પંચાયત અથવા કોર્પોરેશન ઓફિસમાં જઈને અરજી કરી શકાય છે. |
Advertisement
Marriage Certificate માટે જરૂરી દસ્તાવેજો
લગ્નનું પ્રમાણપત્ર બનાવવા માટે તમે બે રીતે અરજી કરી શકો છો. તેમાં બે રીતે અરજી કરી શકો છો. 1. ઓનલાઈન અરજી અને 2. ઓફલાઈન અરજી. ઓનલાઇન એપ્લિકેશન કરવા માટે નીચેના દસ્તાવેજો આપવાના રહેશે.
1. પતિ ઉંમર સાબિતી માટે (નીચેનામાંથી કોઈપણ)
લગ્ન કરનાર દંપતીના ઉંમરની ખરાઈ કરવા માટે નીચે મુજબના દસ્તાવેજોની જરૂર પડશે.
- જન્મ પ્રમાણપત્ર
- પ્રમાણપત્ર છોડવાથી
- એસએસસી પરીક્ષા પ્રમાણપત્ર
- પાસપોર્ટ
- સિવિલ સર્જન પ્રમાણપત્ર
- પત્ની ના 2 ઉંમર સાબિતી માટે (નીચેનામાંથી કોઈપણ)
2. જન્મ પ્રમાણપત્ર
ગુજરાતમાં લગ્ન કરનાર દંપતીના પ્રમાણપત્ર કઢાવવા માટે નીચેના જન્મના પ્તમાણપત્ર તરીકે નીચેન ડૉક્યુમેન્ટ જોઈએ.
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- એસ.એસ.સી પરીક્ષા પ્રમાણપત્ર
- પાસપોર્ટ
- સિવિલ સર્જન પ્રમાણપત્ર
3. રહેઠાણના પુરાવા તરીકે (નીચેનામાંથી કોઈપણ)
લગ્ન કરનાર દંપતીને આ પ્રમાણપત્ર કઢાવવા માટે રહેઠાણના પુરાવા તરીકે નીચેના કોઈપણ એક પુરાવો આપવાનો રહેશે.
- ચૂંટણી કાર્ડ
- વીજળી બિલ
- રજીસ્ટર ભાડા કરાર
- પાસપોર્ટ
- લાઈસન્સ
- રેશનકાર્ડ
4. લગ્ન પુરાવો
લગ્નના પુરાવા તરીકે નીચેના દસ્તાવેજો આપવાના રહેશે.
- લગ્ન આમંત્રણ કાર્ડ
- લગ્ન વખતે પાડેલો ફોટૉ
- 2 પાસપોર્ટ સાઇઝ ફોટો
5. સાક્ષી
- સાક્ષી તરીકે લગ્ન કરનાર મહારાજના ડોક્યુમેન્ટ આપવા પડશે.
- આધાર કાર્ડ અથવા કોઈપણ ID કાર્ડ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- નોંધ: દસ્તાવેજો એક ઝેરોક્ષ નકલ એક રજિસ્ટ્રાર ઓફિસ મુલાકાત માટે તેમની સાથે હાથ ધરવા જોઈએ સાથે મૂળ સ્થાપના કરી.
Read More: Ayushman Card Download 2024: તમારા ફોનમાં આયુષ્માન કાર્ડ, માત્ર 5 મિનિટમાં ડાઉનલોડ કરો.
How To Get Online Marriage Certificate In Gujarat | ગુજરાતમાં મેરેજ સર્ટિફિકેટ ઓનલાઈન કેવી રીતે અરજી કરવી?
લગ્નનું પ્રમાણપત્ર કઢાવવા માટે ઓનલાઈન અને ઓફલાઈન અરજી કરી શકો છો. જો તમે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રહેતા હોવ તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. નગર વિસ્તારમાં રહેતા હોવ તો e-Nagar નામની વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકો છો. સરકારે હવે લગ્ન નોંધણી માટે ઓનલાઈન સુવિધા કરી છે. જેથી નાગરિક પોતાનો કિંમતી સમય બચાવી શકશે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, તમે કેવી રીતે ઓનલાઈન સુવિધાનો લાભ લઈને તમારા લગ્ન ( મેરેજ સર્ટિફિકેટ)ની નોંધણી કરાવી શકો છો.
- સૌપ્રથમ તમારે https://enagar.gujarat.gov.in/DIGIGOV/ પર જવાનું રહેશે.
- હવે વેબસાઈટના હોમ પેજ પર, REGISTER કરવાનો વિકલ્પ છે, તેના પર ક્લિક કરો.
- હવે તમે આગળના પેજ પર, મોબાઇલ નંબર અથવા ઇમેઇલ દ્વારા તમારું લોગિન ID બનાવો.
- નોંધણી કર્યા બાદ, મુખ્ય પેજ પર પાછા આવો, અહીં તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે.
- આમાં તમારે તમારો યુઝર આઈ.ડી પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખવો પડશે. ત્યારબાદ લોગીન પર ક્લિક કરો.
- હવે તમે લોગીન કર્યા બાદ, તમારે રજિસ્ટ્રેશન માટે વિગતો ભરવાની રહેશે અને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- તમારી સ્ક્રીન પર ઘણા વિકલ્પો દેખાશે, Marriage Registration પર ક્લિક કરો.
- તમને તમારી સ્ક્રીન પર એપ્લિકેશન ફોર્મ દેખાશે, તમારે એપ્લિકેશન ફોર્મમાં દાખલ કરેલી બધી માહિતી ભરવાની રહેશે.
- ત્યારબાદ તમારે તમામ દસ્તાવેજો પણ અપલોડ કરો. અને સબમિટ બટન પર ક્લિક કરો.
- વ્યક્તિએ પૂર્ણ કરેલ અરજી ફોર્મને અધિકૃત સંબંધિત મ્યુનિસિપલ કોર્પોરેશન ઑફિસમાં પહોંચાડવું આવશ્યક છે.
- અરજી ફોર્મ ભર્યા બાદ સંબંધિત ઓફિસમાંથી અરજીની રસીદ મેળવો.
- અરજી કન્ફર્મ થયા પછી અરજીની તારીખના થોડાક દિવસની અંદર તમને લગ્નનું પ્રમાણપત્ર પ્રાપ્ત થશે.
- જો તમારી ઈ-નગર પોર્ટલ પર તમારી નગરપાલિકાનું નામ બતાવતું ના હોય તો લગ્ન પ્રમાણપત્ર ફોર્મ ડાઉનલોડ કરો.
- લગ્ન ફોર્મ ડાઉનલોડ કર્યા બાદ ઓફલાઇન ગ્રામ પંચાયત અથવા કોર્પોરેશન ઓફિસ જઈને અરજી કરી શકે છે.
ગુજરાત ઑફલાઇન લગ્ન નોંધણી કેવી રીતે કરવી?
જો તમે ગ્રામ પંચાયત વિસ્તારમાં રહેતા હોવ તો ઓફલાઈન અરજી કરી શકશો. ઓનલાઈન દ્વારા તમારા લગ્નની નોંધણી કરાવવા માંગતા નથી, તો તમે રજીસ્ટ્રેશન નજીકની ગ્રામ પંચાયતમાં જઈને VCE મારફતે અરજી કરી શકશો.
- સૌપ્રથમ તમે Gujarat Marriage Certificate Form PDF Download કરો.
- તમારે એપ્લિકેશન ફોર્મમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
- તમારે અરજીમાં નિયત પ્રમાણપત્રો જોડવાના રહેશે.
- તમે અરજીપત્રક સબમિટ કરવા જાઓ ત્યારે તમારે 2 સાક્ષીઓની સહી કરીને તેમના વિશે સંપૂર્ણ માહિતી આપવાની રહેશે.
- જો કોઈ મુશ્કેલી અથવા અસુવિધા હોય તો સાક્ષીઓએ હાજર રહેવાનું રહેશે.
- અરજી કરનાર પતિ-પત્ની બંનેએ પોતાની સહી કરવાની રહેશે.
- ત્યારબાદ નક્કિ કરેલી અરજી ફી ભરવાની રહેશે.
- આ અરજી ફી તમારા લગ્નના કેટલા દિવસ પછી રજીસ્ટ્રેશન કરવામાં આવે છે તેના પર નિર્ભર રહેશે.
- અરજી ફોર્મ સબમિટ કરવા પર, તમને અધિનિયમ મુજબ નક્કી કરેલા દિવસની અંદર લગ્નનું પ્રમાણપત્ર મળી જશે.
Read More: PM Svanidhi Yojana : પીએમ સ્વનિધિ યોજના હેઠળ રુ. 10,000 થી 50,000 સુધીની તાત્કાલિક લોન મેળવો.
વારંવાર પૂછાતા પ્રશ્નો અને તેના જવાબો (FAQ)
પ્ર. 1: મેરેજ સર્ટિફિકેટ શું છે?
જ: મેરેજ સર્ટિફિકેટ એ કાનૂની દસ્તાવેજ છે, જે પતિ-પત્નીના લગ્નની નોંધણી અને માન્યતા માટેનું પ્રમાણપત્ર છે.
પ્ર. 2: મેરેજ સર્ટિફિકેટ મેળવો એ ફરજિયાત છે?
જ: હા, 2006ના લગ્ન નોંધણી અધિનિયમ મુજબ, કાનૂની રીતે માન્યતા મેળવવા માટે લગ્નનું સર્ટિફિકેટ ફરજિયાત છે.
પ્ર. 3: મેરેજ સર્ટિફિકેટ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
જ: તમે https://enagar.gujarat.gov.in પર જઇને લોગિન કરો અને અપલોડ કરવાના જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી કરી શકો છો.
પ્ર. 4: મેરેજ સર્ટિફિકેટ મેળવવા માટે કયા દસ્તાવેજોની જરૂર પડે?
જ: તમારા જન્મ પ્રમાણપત્ર, સરનામા પુરાવા, લગ્ન આમંત્રણ કાર્ડ, અને પતિ-પત્નીનું ફોટો જરૂરી છે.
પ્ર. 5: મેરેજ સર્ટિફિકેટ કયા કાયદા હેઠળ કઢાવવું?
જ: હિંદુ મેરેજ એક્ટ, 1955 અને સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954 અંતર્ગત મેરેજ સર્ટિફિકેટ કઢાવવું શક્ય છે.
પ્ર. 6: મેરેજ સર્ટિફિકેટ મળવાથી શું ફાયદા છે?
જ: મેરેજ સર્ટિફિકેટ દ્વારા તમારે પતિ/પત્ની તરીકે માન્યતા મળે છે, તમારું પાસપોર્ટ અપડેટ કરી શકો છો, અને સંયુક્ત બેંક ખાતું ખોલી શકો છો. તે કાયદાકીય પુરાવા તરીકે પણ ઉપયોગમાં આવે છે.
પ્ર. 7: મેરેજ સર્ટિફિકેટ માટે અરજદારની ઉંમર શું હોવી જોઈએ?
જ: પતિની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ અને પત્નીની ઉંમર 18 વર્ષ હોવી આવશ્યક છે.
પ્ર. 8: વિદેશી નાગરિક સાથે લગ્ન કરતી વખતે કયા દસ્તાવેજોની જરૂર છે?
જ: વિદેશી નાગરિકો માટે No Objection Certificate (NOC) જરૂરી છે, અને બાકીના દસ્તાવેજો સ્થાનિક નાગરિકો જેવા જ રહેશે.
પ્ર. 9: મેરેજ સર્ટિફિકેટ ઓનલાઇન અને ઓફલાઇન કેવી રીતે ડાઉનલોડ કરવું?
જ: મેરેજ સર્ટિફિકેટ ઓનલાઈન e-nagar પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકાય છે. જો તમે ઑફલાઇન અરજી કરો છો, તો યોગ્ય મ્યુનિસિપલ કચેરીમાં જઈને પ્રમાણપત્ર મેળવી શકો છો.
પ્ર. 10: શું મેરેજ સર્ટિફિકેટ વિવાદોમાં પુરાવા તરીકે વાપરી શકાય છે?
જ: હા, મેરેજ સર્ટિફિકેટ વૈવાહિક વિવાદો અને કાનૂની વિવાદોમાં મહત્વનો પુરાવો તરીકે ઉપયોગ થાય છે.