Short Brief: SEB NMMS Scholarship Exam 2022 | રાજ્ય પરીક્ષા બોર્ડ,ગાંધીનગર ધોરણ-8 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ યોજના | Gujarat NMMS Scholarship | Gujarat National Means Cum Merit Scholarship (NMMS)
આ જગતમાં જ્ઞાન સર્વોત્તમ બાબત છે. રાજ્યમાં અને દેશના તમામ વિદ્યાર્થીઓને સારું અને ઉચ્ચ શિક્ષણ મળે તે ખૂબ આવશ્ય છે. દેશમાં ગરીબ વિદ્યાર્થીઓને આર્થિક મદદ માટે ઘણી બધી શૈક્ષણિક યોજના અને શિષ્યવૃત્તિઓ ઉપલબ્ધ છે.છે. જેવી કે MYSY Scholarship, SBI Asha Scholarship, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના વગેરે સ્કોલરશીપ વિદ્યાર્થીઓ માટે છે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા Gujarat NMMS Scholarship 2022 વિશે તમામ માહિતી મેળવીશું.
Gujarat NMMS Scholarship શું છે
રાજ્યમાં નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-12 સુધી અભ્યાસ કરી શકે અને ડ્રોપ આઉટનો દર ઘટે તે હેતુથી ધોરણ-8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને National Means Cum Merit Scholarship (NMMS) નામની યોજના શિક્ષણ મંત્રાલય દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે.
Highlight Point of Gujarat NMMS Scholarship Exam 2022
સ્કોલરશીપનું નામ | Gujarat NMMS Scholarship Exam 2022 |
સ્કોલરશીપ આપનાર | SEB Gandhinagar |
સ્કોલરશીપ માટેની પાત્રતા | ધોરણ-8 ના વિદ્યાર્થીઓ |
સ્કોલરશીપમાં મળવાપાત્ર રકમ | વાર્ષિક રૂ. 12,000 |
કુલ કેટલી સ્કોલરશીપ મળે | વિદ્યાર્થીને કુલ 4 વર્ષ આ સ્કોલરશીપ મળે, કુલ મળીને 48,000/- સ્કોલરશીપ મળશે. |
અરજી કરવાની છેલ્લી તારીખ | 05/11/2022 |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
અધિકૃત વેબસાઇટ | https://sebexam.org/ |
Read More: બેંક ઓફ બરોડામાંથી રૂપિયા 50,000/- લોન કેવી રીતે મેળવવી?
Also Read More: SBI E Mudra Loan 2022 – ઓનલાઈન 5 મિનિટમાં 50,000/- સુધીની લોન મેળવો.
Also Read More: PM Kisan 12th Installment Status Check |રૂ. 2000 નો 12 મો હપ્તો આ તારીખે આવશે તમારા ખાતામાં.
NMMS Scholarship માં મળવાપાત્ર લાભ
જે બાળકો ધોરણ-8 માં અભ્યાસ કરતા હોઈ તેવા વિધાર્થીઓને આ સહાય મેળવવા ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે વિધાર્થીઓ પાસ થશે અને પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરી વાર નિયત ક્વોટામાં મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને તેમને દર મહિને 1000/- રૂપિયા મળશે. એટલે કે તેમને વરસે 12000/- મળશે. જે તેઓ ધોરણ-12 સુધી અભ્યાસ કરે ત્યાં સુધી મળવાપાત્ર રહેશે એટલે કે લાભાર્થી વિદ્યાર્થીને કુલ-48000/- રૂપિયા 4 વર્ષ માટે મળવાપાત્ર છે.
આ સ્કોલરશીપ માટેની પાત્રતા
- વિદ્યાર્થી ગુજરાત રાજ્યનો વતની હોવા જોઈએ.
- જે વિદ્યાર્થી સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓ, જિલ્લા પંચાયતની શાળાઓ, નગરપાલિકાની શાળાઓ, મહાનગરપાલિકાની શાળાઓ અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં ધોરણ-8 માં અભ્યાસ કરતા હોય, તેવા વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ મળવાપાત્ર રહેશે.
- જનરલ કેટેગરી તથા ઓ.બી.સી કેટેગરીના વિદ્યાર્થીએ ધોરણ-7 માં ઓછામાં ઓછા 55% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ.
- એસ.સી અને એસ.ટી કેટેગરીના વિદ્યાર્થીએ ધોરણ-7 માં ઓછામાં ઓછા 50% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવા જોઈએ.
- ખાનગી શાળાઓ, કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય શાળા તથા જે શાળામાં રહેવા, જમવા અને અભ્યાસની સેવા પુરી પાડવામાં આવતી હોય તેવી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપ માટે ફોર્મ ભરી શકશે નહી.
Documents Required for Gujarat NMMS Scholarship
આ સ્કોલરશીપનો લાભ લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ હોવા જોઈએ.
- ઓનલાઈન ભરેલ આવેદન પત્ર સાથે આધાર પુરાવા જોડવાના રહેશે.
- ફી ભર્યાનું ચલણ (માત્ર SEB માટે)
- લાભાર્થી વિદ્યાર્થીનાં કુટુંબની વાર્ષિક આવકનાં દાખલાની પ્રમાણિત નકલ.
- વિધાર્થીની ધોરણ-7 ની માર્કશીટ અથવા તેને સમકક્ષ આધાર.
- વિદ્યાર્થીનાં જાતિ અંગેનાં પ્રમાણપત્રની નકલ ( લાગુ પડે તેના માટે)
- વિદ્યાર્થી જો વિકલાંગ હોઈ તો વિકલાંગતાનું પ્રમાણપત્ર ( લાગુ પડે તેના માટે)
આવક મર્યાદા
વિદ્યાર્થીનાં વાલીની વાર્ષિક આવક 3,50,000/- કરતા વધુ ના હોવી જોઈએ. અને વિદ્યાર્થીએ સક્ષમ અધિકારીનો દાખલો જોડવાનો રહેશે.
NMMS Examination Fees – પરીક્ષા ની ફી
આ સ્કોલરશીપની પરીક્ષા આપવામાં વિદ્યાર્થીઓએ Online અરજી કરવાની રહેશે. જેમાં તેઓને પરીક્ષા ફી ભરવાની રહેશે.
કેટેગરી | ફીની રકમ |
જનરલ અને ઓબીસી | 70/- રૂપિયા |
SC-ST અને વિકલાંગ વિધાર્થીઓ | 50/- રૂપિયા |
નોધ:
- સર્વિસ ચાર્જ અલગથી ભરવાનો રહેશે. આ પરીક્ષા ફી કોઈપણ સંજોગોમાં પરત મળશે નહિ.
- ઓનલાઈન ફી ભર્યા બાદ જો વિદ્યાર્થીને Online E-receipt નાં આવે તો તેઓ રાજ્ય પરીક્ષા બોર્ડનો સંપર્ક કરી શકે છે અથવા તો મેઈલ કરી ને માહિતી મેળવી શકશે.
Apply Online & Last Date
વિગતો | તારીખ |
ફોર્મ ભરવાના ચાલુ થયા તારીખ | 11/10/2022 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 05/11/2022 |
Read More: Post Office Monthly Income Scheme – MIS ।પોસ્ટ ઓફિસની માસિક આવકની સ્કીમ
Also Read More: ઈન્ટરનેટ વગર તમારું પીએફ બેલેન્સ ચેક કરો. । PF Balance Balance Without Internet
NMMS Gujarat Exam Syllabus
વિષય | પ્રશ્નો/ગુણ | સમય |
MAT બૌદ્ધિક યોગ્યતા કસોટી | 90 | 90 મિનિટ |
SAT બૌદ્ધિક યોગ્યતા કસોટી | 90 | 90 મિનિટ |
Gujarat NMMS Scholarship 2022 Qualifying Marks
General કેટેગરી અને OBC કેટેગરીના વિદ્યાર્થીઓને બંન્ને વિભાગમાં કુલ મળીને 40% ગુણ મેળવવાના રહેશે તથા SC-ST કેટેગરીના વિદ્યાર્થીઓએ બંન્ને વિભાગમાં કુલ મળીને 32% ગુણ મેળવવાના રહેશે.
ક્વૉલિફાઇંગ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાવાર – કેટેગરીવાર નક્કી થયેલ ક્વૉટા મુજબ મેરીટમાં આવતા વિદ્યાર્થીઓ જ શિષ્યવૃત્તિ માટે પાત્ર ગણવામા આવશે.
How to Online Apply Gujarat NMMS Scholarship Exam 2022
ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ સ્કોલરશીપ માટે વિદ્યાર્થી તારીખ: 11/10/2022 થી તારીખ:05/11/2022 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.
- સૌપ્રથમ Google Search માં “SEB Gujarat” ટાઈપ કરવામાં કરવું.
- ત્યારબાદ ઓફિશિયલ www.sebexam.org પર જવું.
- જેમાં APPLY ONLINE પર ક્લિક કરવું.
- NMMS (STD-8) સામે APPLY NOW પર કલિક કરવું.
Online Apply
- Apply Now પર ક્લિક કર્યાં બાદ આપનું Application Format દેખાશે. જ્યાં આપને માંગ્યા મુજબ તમામ માહિતી ભરવાની રહેશે.
- વિદ્યાર્થીની તમામ વિગતો U-Dise Numbar ના આધારે ભરવાની રહેશે.
- સ્કૂલની વિગતો માટે સ્કૂલ નો Dise Number નાખવાનો રહેશે. જરૂરી તમામ આધાર પુરાવા અપલોડ કરવાના રહેશે.
- ત્યાર બાદ Save બટન પર ક્લિક કરવાથી તમારો બધો Data Save થઈ જશે.
- Application Save કર્યા બાદ Application Number Generate થશે જે સાચવીને રાખવાનો રહેશે.
Photo and Signature Upload
- હવે પેજનાં ઉપરના ભાગમાં upload Photo And Signature પર ક્લિક કરો.
- ત્યાં આપનો Application Number નાખો ત્યાર બાદ તમારી જન્મ તારીખ નાખો પછી Submit બટન પર ક્લિક કરો.
- આપને તમારા Photo અને Signature અપલોડ કરવાના રહેશે.
- તમારા Photo અને Signature ની સાઈઝ 15 Kb કરતા ઓછી હોવી જરૂરી છે.
Confirm Application
- હવે Confirm Application પર જાવ ત્યાં તમારો Application Number નાખો અને પછી તમારી જન્મ તારીખ નાખીને Submit બટન પર ક્લિક કરો.
- અહી જો તમારે અરજી પત્રકમાં કોઈપણ પ્રકાર ના સુધારા વધારા કરવાના હોઈ તો Edit Application પર જાવ જ્યા અરજીમાં સુધારો થઇ જશે.
- પણ એકવાર અરજી Confirmed થઈ ગયા બાદ અરજીપત્રકમાં કોઈપણ પ્રકારનો સુધારો થઈ શકશે નહિ.
- હવે જો અરજી માં સુધારો થઇ ગયેલ હોઈ તો અરજી Confirmed કરો.
Print Application and Fee Challan
- હવે વિદ્યાર્થીઓ એ Print Application & Fee Challan પર ક્લિક કરો.
- જ્યા તમારો Conformation Number અને જન્મ તારીખ નાખી ને Submit કરો.
- અહીંયાથી તમારી અરજી ની પ્રિન્ટ કાઢી શકાશે.
- ત્યાર બાદ ઓનલાઈન Payment Gateway દ્વારા ATM Card અથવા Net Banking દ્વારા પરીક્ષા ફી ભરી શકશો.
- એન.એમ.એમ.એસ પરીક્ષા ફોર્મ ભરવા બાબતે શાળાએ કરવાની કાર્યવાહી.
- વિદ્યાર્થીઓને પરીક્ષા માટેના આવેદનપત્રો ઓનલાઈન ભરી આપવાની સંપુર્ણ જવાબદારી શાળાની રહેશે.
- શાળાએ ભરાયેલ તમામ ઓનલાઈન આવેદનપત્રો ઉપર આચાર્યશ્રીના સહિ-સિક્કા કરી જરૂરી આધાર પુરાવા સાથે તા-14/11/2022 સુધીમાં શિક્ષણાધિકારીની કચેરીમાં જમા કરાવવાના રહેશે.
Gujarat NMMS Scholarship 2022 Contact Number
કોઈપણ પ્રકારની સહાયતાની જરૂર પડે તો અહીંયા State Examination Board Gandhinagar નો HelpLine Number આપેલ છે. જ્યાં તમે ફોન કરીને જરૂરી માહિતી મેળવી શકો છો.
Toll Free Number : 079-23248461/23256592
Read More: PM KUSUM Scheme In Gujarati | પ્રધાનમંત્રી કુસુમ યોજના