Gyan Sadhana Scholarship 2023 | જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના વિદ્યાર્થીઓને 25000 સુધી શિષ્યવૃત્તિ મળશે.

ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા ઘણી બધી સ્કોલરશીપ ચલાવવામાં આવે છે. કેન્‍દ્ર સરકાર દ્વારા પ્રગતિ સ્કોલરશીપ, સક્ષમ શિષ્યવૃત્તિ યોજના વગેરે ચાલે છે. તો રાજ્ય સરકાર દ્વારા પણ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, આશા સ્કોલરશીપ ચલાવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના હોશિયાર વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ જાહેર કરી છે.

આ સ્કોલરશીપનું અમલીકરણ શૈક્ષણિક વર્ષ 2023-24 થી થશે. Gyan Sadhana Scholarship 2023 સ્કોલરશીપનો લાભ લેવા માટે પરીક્ષા આપવી પડશે. પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ સહાય આપવામાં આવશે. ગુજરાત સરકાર દર વર્ષે રૂપિયા 25,000 વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ આપે છે.

Gyan Sadhana Scholarship

         કેન્‍દ્ર સરકારના રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ગરીબ અને આર્થિક રીતે પછાત વર્ગના બાળકોને મફત શિક્ષણ આપવામાં આકે છે. આ શિક્ષણ ખાનગી સ્કૂલોમાં 25 % પ્રમાણે પ્રવેશ આપવામાં આવે છે. બાળકોને ધોરણ-1 થી 8 સુધી મફત શિક્ષણ આપવામાં આવે છે. પરંતુ આ બાળકોમાં જ્યારે ધોરણ-9 માં આવે ત્યારે ગરીબીના કારણે શિક્ષણ અધવચ્ચે છોડી દેતા હોય છે. જેને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના અમલી બનાવેલ છે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના શું છે?

         ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના હેઠળ રૂપિયા 25,000/- ની સ્કોલરશીપ આપવામાં આવે છે. જેના માટે વિદ્યાર્થીઓએ સ્કોલરશીપની પરીક્ષા પાસ કરવાની રહેશે. આ સ્કોલરશીપ હેઠળ વિદ્યાર્થીને ધોરણ 9 થી 10 સુધીના અભ્યાસ દરમિયાન વાર્ષિક ₹20,000 તથા ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓને વાર્ષિક 25,000/- ની સ્કોલરશીપ આપવામાં આવશે. જો કે શાળાકીય વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓની 80 ટકા હાજરીના આધારે જ આ સ્કોલરશીપ સહાય ચૂકવવામાં આવશે. આ સ્કોલરશીપની રકમ વિદ્યાર્થીના ખાતામાં DBT (ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર)થી જમા કરવામાં આવશે.


Read More: કંમ્પોસ્ટ એકમ બનાવવા માટે સહાય યોજના । Vermicompost Subsidy In Gujarat


Highlight Point of Gyan Sadhana Scholarship 2023

આર્ટિકલનું નામજ્ઞાન સાધના સ્કોલરશીપ । Gyan Sadhana Scholarship
પરીક્ષા કોણ લેશે?રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર
ક્યા ધોરણના વિદ્યાર્થીઓને સહાય મળવાપાત્ર છે?ધોરણ 9 થી 12
સહાયની રકમરૂપિયા 25,000/- સુધી
પરીક્ષા કેટલા ગુણની હોય છે? 120 ગુણ  150 મિનિટ
અધિકૃત વેબસાઇટhttps://www.sebexam.org/

Read More: પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના । Water Tank Sahay Yojana 2023


જ્ઞાન સાધના  સ્કોલરશીપ માટેની પાત્રતા

  • સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ- 1  થી 8 નો સળંગ અભ્યાસ કરેલો હોય અને ધોરણ-8 માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય તેવા વિદ્યાર્થીઓ.
  • RTE AC-200 ની કલમ-12 (1)(સી)ની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં 25% ની મર્યાદામાં હોય. જે તે સમયે ધોરણ-1 માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કે, જેઓ ધોરણ-8 માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય તેવા વિદ્યાર્થીઓને લાભ મળશે.
  • જે વિદ્યાર્થીઓના વાલીની કુટુંબની વાર્ષિક આવક શહેરી વિસ્તારમાં રૂ.1,50,000/- (એક લાખ પચાસ હજાર) તેઓને લાભ મળશે. ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. 1,20,000/- (એક લાખ વીસ હજાર) કરતા વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ કસોટી આપી શકશે.

Read More: GSEB HSC 12th Commerce Result 2023 Official News । ધોરણ 12 કોમર્સ નું રિઝલ્ટ 2023


જ્ઞાન સાધના સ્કોલરશીપ હેઠળ કેટલી શિષ્યવૃત્તિ મળશે?

      આ સ્કોલરશીપ હેઠળ ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને નીચે મુજબ સ્કોલરશીપ મળશે.

    ●ધોરણ-9 થી 10 ના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂપિયા 20,000 સ્કોલરશીપ મળશે.

    ●ધોરણ- 9 થી 12 ના વિદ્યાર્થીઓને રૂપિયા 25,000/- સુધી સ્કોલરશીપ મળશે.


Read More: GSEB HSC 12th Arts Result 2023 Official News । ધોરણ 12 આર્ટસ નું રિઝલ્ટ 2023


કસોટી આપવા માટે કેટલી ફી હોય છે?

     જ્ઞાન સાધના યોજના માટે વિદ્યાર્થીઓને ઓનલાઇન અરજી કરવાની હોય છે. જેના માટે વિદ્યાર્થીઓને કોઈ પ્રકારની ફી ભરવાની નથી.


Read More: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2023 | Pradhan Mantri Kisan Samman Nidhi Yojana In Gujarati


જ્ઞાન સાધના સ્કોલરશીપ છેલ્લી તારીખમાં વધારો કરવામાં આવ્યો.

ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ આ કસોટી માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. આ અરજી ઓનલાઈન કરવાની હોય છે. જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે ઓનલાઈન અરજી કરવા માટેની છેલ્લી તારીખમાં વધારો કરવામાં આવ્યો. હવે પછી વિદ્યાર્થીઓ તા-01/06/2023 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

જ્ઞાન સાધના કસોટી પરીક્ષાનો કાર્યક્રમ (Exam Time Table)

               આ સ્કોલરશીપનો લાભ લેવા માટે અગાઉથી પરીક્ષાનો કાર્યક્ર્મ નક્કી કરેલો છે. જે નીચે મુજબ છે.

ક્રમવિગતતારીખ / સમયગાળો
1જાહેરનામું બહાર પાડવાની તારીખ10/05/2023
2વર્તમાનપત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિધ્ધ થવાની તારીખ11/05/2023
3વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનો સમયગાળો11/05/2023 ( બપોરના 3:00 કલાક( થી 01/06/2023 ( રાત્રીના 12:00 કલાક સુધી
4પરીક્ષા ફીનિ:શુલ્ક
5પરીક્ષાની તારીખ11/06/2023

Gyan Sadhana Scholarship | જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના વિદ્યાર્થીઓને 25000 સુધી શિષ્યવૃત્તિ મળશે.

How to Online Apply Gyan Sadhana Scholarship 2023 | જ્ઞાન સાધના કસોટી ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

               રાજ્યના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. કેવી રીતે ઓનલાઈન અરજી કરવી તેની તમામ માહિતી નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ Google Search માં “SEB Exam” સર્ચ કરો.
  • ત્યાર બાદ તેની અધિકૃત વેબસાઈટ “https://www.sebexam.org/ “ આવશે તેના પર ક્લિક કરો.
  • ત્યારબાદ Home Page પર દેખાતા “Apply Online” પર ક્લિક કરો.
  • હવે Application Format દેખાશે તેમા Aadhar UDI નાખવાનો રહેશે.
  • વિગતો ઓટો ફીલ જોવા મળશે. તે બરાબર છે કે કેમ? તે વિદ્યાર્થીએ ચેક કરી બાકીની વિગતો ભરવાની રહેશે.
  • જ્યાં લાલ ફુંદડીની નિશાની હોય તે વિગત ફરજિયાત ભરવાની રહેશે.
  • વિદ્યાર્થીએ તમામ માહિતી ભર્યા બાદ Confirm Application પર ક્લિક કરવાનું રહેશે.
  • છેલ્લે, હવે તમારો Confirm Number  Generate થશે. આ નંબર સાચવીની રાખવો.

Video Credit : Sarkari Yojana Gujarat Youtube Channel

જ્ઞાન સાધના પરીક્ષાનો અભ્યાસક્રમ 2023

વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપવા માટેનું પ્રશ્નપત્ર કુલ 120 ગુણનું રહેશે. જેમા તમામ પ્રશ્નો હેતુલક્ષી સ્વરૂપના (MCQ) રહેશે.

  • આ સ્કોલરશીપ મેળવવા માટે પરીક્ષાનું  માધ્યમ ગુજરાતી/અંગ્રેજી ભાષામાં રહેશે.
  • કુલ પ્રશ્નો 120 રહેશે. જેનો સમય 150 મિનિટ ( નોધ– પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને પરીક્ષામાં 30 મિનિટ વધારાનો સમય આપવામાં આવશે.)
કસોટીનો પ્રકારકુલ પ્રશ્નોકુલ ગુણ
1) MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી4040
2) SAT શૈક્ષણિક યોગ્યતા કસોટી8080

Read More: GSRTC Bus Booking And Live Location Tracking App: બસનો ટાઈમ અને લાઈવ લોકેશનની સંપૂર્ણ વિગત જાણો


FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

1. જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023 અરજી કરવા માટે અધિકૃત વેબસાઈટ કઈ છે?

જવાબ- જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023 ના ઓનલાઈન ફોર્મ ભરવા માટે https://www.sebexam.org/ અધિકૃત વેબસાઈટ છે.

2. જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનામાં કેટલી સ્કોલરશીપ આપવામાં આવશે?

જવાબ: આ સ્કોલરશીપ હેઠળ રૂપિયા 25,000/- સુધી સ્કોલરશીપ સહાય આપવામાં આવશે.

3. Gyan Sadhana Scholarship Online Form ભરાવાના ક્યારથી ચાલુ થશે?

જવાબ- જ્ઞાન સાધના સ્કોલરશીપના ઓનલાઈન ફોર્મ તારીખ 11/05/2023 થી ભરાવવાના ચાલુ થશે.

4. જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા માટે ઓનલાઇન અરજી કરવાની કઈ તારીખ છેલ્લી ?

જવાબ- આ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 26/05/2023 છે.

16 thoughts on “Gyan Sadhana Scholarship 2023 | જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના વિદ્યાર્થીઓને 25000 સુધી શિષ્યવૃત્તિ મળશે.”

  1. Sir one girl Diyaben Bhavikbhai jani the girl pass the exam but last date some query problem that’s why reject her from any other link to slove the query

    Reply

Leave a Comment