Advertisement
Sarkari Yojana Gujarat 2021 Pdf | Ikhedut Portal Registration | Khedut Yojana | ગુજરાત સરકાર ફળપાકોના વાવેતર માટે કુલ ખર્ચના મહત્તમ 90% મુજબ સહાય
Advertisement
રાજ્યના ખેડૂતો બાગાયતી ક્ષેત્રે, ખેતીવાડી ક્ષેત્રે, અવનવી પદ્ધિતીઓ અને રીતો વગેરે અપનાવી રહ્યા છે. Government Of Gujarat પણ ખેડૂતો માટે નવી-નવી યોજનાઓ અપનાવી રહી છે. જેનો લાભ લઈને ગુજરાતના ખેડૂતો આવક બમણી કરવા માટે સતત પ્રયત્નશીલ છે. જેને ધ્યાનમાં રાખીને કૃષિ અને સહકાર વિભાગના બાગાયત શાખા દ્વારા ફળો અને શાકભાજીના વાવેતર માટે સબસીડી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં ikhedut portal હેઠળ વનબંધુ યોજના દ્વારા ફળપાકોના વાવેતર માટે સહાય આપવામાં આવશે. આ આર્ટિકલના માધ્યમ દ્વારા “ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય (વનબંધુ) યોજના” વિશે માહિતી મેળવીશું.
વનબંધુ સહાય યોજના
Horticulture Department Gujarat દ્વારા ikhedut portal પર વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. આ પોર્ટલ પર બાગાયતી યોજનાઓ, ખેતીવાડીની યોજના પશુપાલનની યોજના, અને મત્સ્ય પાલનની યોજનાઓ બહાર પાડવામાં આવે છે. ખેડૂતો માટેની તમામ સરકારી ખેડૂતલક્ષી યોજનાનું List આઈ ખેડૂત પોર્ટલ પર Online બહાર પાડવામાં આવે છે. જેમાં બાગાયતી વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં કમલમ ફ્રૂટની ખેતી સહાય યોજના, Tractor Sahay Yojana, પ્લગ નર્સરી (વનબંધુ), Tapak Sinchai Yojana વગેરે યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે. હાલમાં ગુજરાત સરકારશ્રી દ્વારા ikhedut portal પર ફળપાકો વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય આપવામાં આવે છે. જેના ઓનલાઈન અરજી ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન ભરી શકાશે.
યોજનાનો હેતુ
ગુજરાતમાં ફળપાકોનું પ્રમાણ દિન-પ્રતિદિન વધારો થાય તે જરૂરી છે. જેને ધ્યાનમાં રાખીને ફળપાકોના વાવેતરમાં સહાય આપવાનું નક્કી થયેલ છે. ખેડૂતો વિવિધ ફળ પાકોનું વાવેતર કરવા માટે પ્રોત્સાહિત થાય અને ફળ પાકોનું ઉત્પાદન વધારે તે માટે આ યોજના પર હેઠળ સરકારશ્રી આ પાકના વાવેતર પર સહાય આપે છે.
યોજનાનું નામ | ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય યોજના |
ભાષા | ગુજરાતી અને English |
ઉદ્દેશ | ફળપાકોનું વાવેતર વધે તે માટે |
લાભાર્થી | ગુજરાતના અનુસુચિત જન જાતિના ખેડૂતોને |
સહાયની રકમ-1 | આ યોજના હેઠળ માન્ય થયેલ ખર્ચના મહત્તમ 90% મુજબ સહાય મળવાપાત્ર થશે |
ઓફિશીયલ વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજી કેવી રીતે કરવી | Click કરો. |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31/12/2021 |
ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય મેળવવાની પાત્રતા
ગુજરાતના કૃષિ અને સહકાર વિભાગ હેઠળ કામગીરી કરતા બાગાયતી શાખા દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજનાનો લાભ મેળવવા માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરેલી છે.
- ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.
- ગુજરાત રાજ્યના નાના, સિમાંત ખેડૂતોને આ યોજનાઓને લાભ મળશે.
- ખેડૂત જમીન અથવા વન અધિકાર રેકોર્ડ ધરાવતા હોય તો તેમને લાભ મળે.
- ખેડૂતોને ફક્ત જ વાર આ યોજનાનો લાભ મળશે.
- એસ.ટી વર્ગના લોકોને આ સહાય આપવામાં આવશે.
ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય મેળવવાના નિયમો
ગુજરાત રાજ્ય સરકારના બાગાયતી વિભાગની ચાલતી આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલાક નિયમો અને શરતોના નક્કી થયેલ છે. જેના આધારે લાભ આપવામાં આવશે. જે નીચે મુજબ છે.
- લાભાર્થી ખેડૂત જમીનનું રેકોર્ડ ધરાવતા હોવા જોઈએ.
- ફળપાકના રોપાની કિંમત રૂ.250/- સુધી હશે તેવા કિસ્સામાં જ સહાય મળવાપાત્ર થશે.
- ખેડૂત ખાતા દીઠ 4 હેકટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે.
- ફળપાકની કલમ / ટીસ્યુકલ્ચર(રોપા) / બીજથી તૈયાર થયેલા હોવા જોઈએ.
- ફળપાકોની કલમ માટે NHB દ્વાર એક્રીડીએશન / કૃષિ યુનિવર્સિટી અને બાગાયતી ખાતાની નર્સરીઓમાંથી પ્લાન્ટીંગ મટીરીયલ ખરીદ કરવાનું રહેશે.
- બીજથી તૈયાર કરવામાં આવેલ રોપા NHB દ્વારા એક્રીડીએશન / કૃષિ યુનિ./ બાગાયત ખાતાની નર્સરીઓમાંથી ખરીદ કરવાના રહેશે.
- ટીસ્યુકલ્ચર પ્લાન્ટીંગ મટીરીયલ (રોપા) માટે DBT દ્વારા માન્ય / એક્રીડીએશન થયેલ ટીસ્યુ લેબ, GNFC, GSFC, કૃષિ યુનિવર્સિટીની ટીસ્યુ લેબ જેવી સરકારશ્રીની જાહેર સંસ્થા પાસેથી ખરીદ કરવાનું રહેશે.
- સદર યોજના હેઠળ લાભ લીધેલ લાભાર્થીને અન્ય કોઇ ફળપાકની યોજનામાં સહાય મળવાપાત્ર થશે નહી.
ફળપાકોના વાવેતર માટે મળવાપાત્ર સહાય
બાગાયતી યોજના દ્વારા ચાલતી આ યોજના હેઠળ ખેડૂતને આજીવન એક વખત લાભ આપવામાં આવે છે. ખેડૂતો ફળપાકો વાવેતર કરવા માટે પ્લાન્ટીંગ મટેરીયલ ખરીદી કરે તો તેમને આ યોજનાનો લાભ આપવામાં આવશે. આ યોજના હેઠળ ફળપાકના વાવેતર હેકટર દીઠ મળવાપાત્ર છે. આ યોજના હેઠળ મળવાપાત્ર લાભની વિગતો નીચે મુજબ છે.
ફળનું નામ | મળવાપાત્ર સહાય |
આંબા | 32000/હેક્ટર |
ચીંકુ | 22000/ હેક્ટર |
દાડમ | 20000/ હેક્ટર |
જામફળ | 16650/ હેક્ટર |
આમળા | 5560/ હેક્ટર |
મોસંબી/કિન્નો | 5560/ હેક્ટર |
બોર | 2780/ હેક્ટર |
નાળીયેરી | 13000/ હેક્ટર |
ખાટી આમલી | 1650/ હેક્ટર |
સિતાફળ | 15400/હેક્ટર |
કરમદા | 15400/હેક્ટર |
જાંબુ | 6020/ હેક્ટર |
રાયણ | 3850 હેક્ટર |
કોઠા | 2200/ હેક્ટર |
ફાલસા | 24440/ હેક્ટર |
શેતુર | 10710/ હેક્ટર |
બિલા | 9180/ હેક્ટર |
અન્ય ફળપાક | 15000/ હેક્ટર |
યોજનાની સહાય મેળવવા માટેના ડોક્યુમેન્ટ
ikhedut portal પર ચાલતી ફળપાકોના વાવેતરમાં સહાય મેળવવા માટે Online Application કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના અગત્યના ડોક્યુમેન્ટની જરૂર પડશે.
1. આધારકાર્ડની નકલ
2. રેશનકાર્ડની ઝેરોક્ષ
3. ST જ્ઞાતિનું સર્ટિફિકેટ
4. ખેડૂતનો ikhedut portal 7-12
5. જો દિવ્યાંગ ખેડૂત હોય તો તેનું દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
6. ટ્રાઈબલ વિસ્તારના નાગરિકો માટે વન અધિકાર પ્રમાણપત્રની નકલ (હોય તો)
7. ખેડૂત મિત્રો જમીન સંયુક્ત ખાતેદાર તરીકે હોય તો તેવા કિસ્સામાં 7-12 અને 8-A જમીનમાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
8. આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેનું પ્રમાણપત્ર
9. બેંક ખાતાની પાસબુકની નકલ
Apply Online Ikhedut Portal Yojana
Bagayati Vibhag દ્વારા ચાલતી આ યોજના માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય (વનબંધુ) યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોઓએ ikhedut portal પરથી Online Application કરવાની હોય છે. ખેડૂતોએ આ યોજનાની ઓનલાઈન એપ્લિકેશન માટે ગ્રામ પંચાયત ખાતેથી, નજીકના Common Service Center કે કોઈપણ જગ્યાએ ઓનલાઈન અરજી કરી શકે છે.
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ
આ યોજનાની Online Arji આઈ ખેડૂત પોર્ટૅલ પરથી કરવાની હોય છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત લાભાર્થીઓએ તા-06/08/2021 થી 31/12/2021 સુધી અરજી કરી શકશે. ત્યારબાદ અરજી કરવાની પ્રક્રિયા બંધ થશે
કઈ રીતે