શું તમે સરકારી કે પ્રાઇવેટ નોકરી કરતા હોવ તો આ આર્ટિકલ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. તમારી નોકરીમાં મળતી સેલરીમાં પી.એફ (P.F) કપાતું હોય છે. તમે પ્રોવિડન્ડ ફંડના પૈસા ઉપાડવા માંગો છો અથવા એક કંપની માંથી બીજી કંપનીમાં પીએફ ટ્રાન્સફર કરવું હોય EPFO માટે ઈ-નોમિનેશન કરવું ફરજીયાત બની ગયું છે. આ સેવા અપડેટ થયા બાદ કોઈપણ સર્વિસનો ઉપયોગ કરી શકો છો. EPFO જણાવ્યું કે, E-Nomination માટે કોઈ અંતિમ તારીખ નક્કી કરવામાં આવેલ નથી. આ લેખમાં તમને EPFO માટે ઈ-નોમિનેશન કેવી રીતે કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણવા મળશે.
E-Nomination in Gujarati
EPFO Portal પર તમારું ઈ-નોમિનેશન કેવી રીતે કરવું? તેની માહિતી નીચે મુજબ છે.
સ્ટેપ 1: સૌપ્રથમ Google Search માં “EPFO Member Portal” ટાઈપ કરો.
સ્ટેપ 2 : ત્યારબાદ EPFO Portal ની અધિકૃત વેબસાઈટ ઉપર જાઓ. ત્યારબાદ તેમાં તમારે લોગીન કરવાનું રહેશે.
સ્ટેપ 3: હવે તમારું લોગીન કર્યા બાદ તમારા પેજની ડાબી બાજુએ Manage નું ઓપ્શન દેખાશે. તેના પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ તેમાં E-Nomination નું ઓપ્શન દેખાશે. તેના પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ 4: એકવાર તમે E-Nomination પર ક્લિક કરો, એક નવું પેજ ખુલશે.
સ્ટેપ 5 : હવે તમને તમારું ફેમિલી છે? તમે “હા” અથવા “ના” પર ક્લિક કરો. ત્યારબાદ તમારા પરિવારના બધા સભ્યો તમારા પીએફ નોમિની ન હોઈ શકે. કુટુંબના દરેક સભ્ય માટે, તમારે તેનો ફોટો અપલોડ કરવો પડશે અને તેનો આધારકાર્ડ નંબર, પૂરું નામ, જન્મ તારીખ અને જાતિ દાખલ કરવી પડશે. Successful Verification થયા બાદ તે ઉમેરાય જશે.
સ્ટેપ 6: તમારે હવે પરિવારના જે સભ્યોને E -Nomination(વારસદાર) માં રાખવા માંગો છો, તેમના આધારકાર્ડ નંબર, પૂરું નામ, જન્મ તારીખ, તમારી સાથેના તેમના સંબંધ અને તેમના ફોટોગ્રાફ્સ આપીને ઉમેરવા પડશે.
સ્ટેપ 7: હવે તમે નોમિનેશન માટે ફેમિલી યાદીમાંથી વ્યક્તિઓના નામ લખવાના રહેશે અને તમે તેને કેટલા ટકા તમારું નોમિનેશન આપો છો એ પણ લખવાનું રહેશે. પછી Save EPF Nomination પર ક્લિક કરવાનું રહેશે.
ઈ-નોમિનેશન માટે પરિવારના વ્યક્તિ ઉમેર્યા બાદ તમારે તે વ્યક્તિનું e-signing કરવું પડશે.
Highlight Point
આર્ટિકલનું નામ | ઈપીએફ નોમિનેશન માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવું? |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
આર્ટિકલનો હેતુ | ઈ-નોમિનેશન માટે પ્રક્રિયાની વિગતો પૂરી પાડવાનો હેતુ |
ઓફિશિયલ વેબસાઈટ | https://epfindia.gov.in/ |
Read More: PM Svanidhi Yojana । પીએમ સ્વનિધિ યોજના હેઠળ રુ. 10,000 થી 50,000 સુધીની તાત્કાલિક લોન મેળવો.
EPFO Portal પર E-Nomination માટે E-Signing કેવી રીતે કરવું?
હવે E-Nomination ઉમેરાય જાય, પછી નવું પેજ ખુલશે. જે તમને Pending Nominee Status બતાવશે. તમારા નોમિનેશન ફોર્મ પર ઈ-સાઈનીંગ કેવી રીતે કરવું? તમે આ ફોર્મ પર ઈ-સહી કરશો પછી જ તમારું PF નોમિનેશન માન્ય બનશે.
- પોર્ટલ પર ઈ-સાઇન વિકલ્પ પર ક્લિક કરો, જેમાં નવું પેજ ખુલશે. ત્યારબાદ તમારો આધારકાર્ડ નંબર દાખલ કરવો પડશે અને ‘Get OTP‘ વિકલ્પ પર ક્લિક કરો. તમને તમારા ફોન પર એક OTP પ્રાપ્ત થશે, જે તમારે અહી દાખલ કરવો પડશે.
- તમારા મોબાઈલ પર OTP દાખલ કરો અને Submit પર ક્લિક કરો.
- તમારું E-Nomination હવે પૂર્ણ થઈ ગયું છે. તમારા PF નોમિનેશનનું PDF ફોર્મ જોવા માટે, ઉપર લીલા બિંદુ પર ક્લિક કરો. પછી તમારા મોબાઈલમાં કે કોમ્પ્યુટરમાં ઇનોમિનેશનની PDF ડાઉનલોડ થઈ જશે.
Read More: બાળકોને વાંચતા શીખવવા માટે Google ની ખૂબ સરસ એપ્લિકેશન । What is Read Along App
ઈપીએફઓ ઈ-નોમિનેશન માટે તમારો પ્રોફાઇલ ફોટો કેવી રીતે અપડેટ કરવો?
તમારા ઈ-નોમિનેશન માટે EPFO Portal પર પ્રોફાઈલમાં ફોટો કેવી રીતે અપડેટ કરવો, તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
સ્ટેપ 1: તમારા UAN એકાઉન્ટમાં લોગિન કરો.
સ્ટેપ 2: પોર્ટલ પર મેનુ વિભાગ હેઠળ, View પર ક્લિક કરો. ડ્રોપ-ડાઉન મેનુમાંથી, Profile પર ક્લિક કરો.
સ્ટેપ 3: તેની ડાબી બાજુએ Change Photo વિકલ્પ પર ક્લિક કરો.
સ્ટેપ 4: તમારો ફોટો પસંદ કરવા માટે તમારા કોમ્પ્યુટર Browse પર ક્લિક કરો.
સ્ટેપ 5: હવે તમને Preview બટન પર ક્લિક કરો અને ફોટોગ્રાફ અપલોડ કરો.
સ્ટેપ 5: હવે, Confirmation માટે Ok પર ક્લિક કરો. તમારો પ્રોફાઇલ ફોટો હવે અપડેટ થઇ ગયો છે.