iKhedut Portal

Ikhedut Portal : ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર! કૃષિ વિભાગની એક ડઝન કરતાં વધુ યોજનાનો લાભ આપવામાં આવશે.

Advertisement

         ગુજરાતની વર્તમાન સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ બનાવેલ છે. ખેડૂતો વિવિધ લાભ સંપૂર્ણ પારદર્શિ રીતે આપવા માટે ikhedut Portal બનાવેલ છે. જેમાં અનેક Khedut Yojana ઓના લાભ આપવામાં આવે છે. તાજેતરમાં કૃષિ વિભાગ દ્વારા એક પ્રેસનોટ જાહેર કરીને નાગરિકોને માહિતીગાર કર્યા છે. તે મુજબ ખેડૂતલક્ષી સ્કીમો માટે આઇ-ખેડૂત પોર્ટલ ત્રણ તબક્કામાં લાભ આપવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ઓનલાઈન ખૂલ્લું મૂકવામાં આવશે.

Ikhedut Portal Latest Yojana 2024

ગુજરાત રાજ્યમાં 26 વિભાગ કામ કરે છે. જેમાં કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ પણ એક વિભાગ છે. આ વિભાગ ૨૧ થી ૩૦ મી સપ્ટેમ્બરે ગુજરાતમાં રાજ્ય સરકારની ખેડૂતલક્ષી યોજનાઓ માટે ઝોન પ્રમાણે ત્રણ તબક્કામાં ખેડૂતોને લાભ આપવામાં આવશે. જેની ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે. આઈ-ખેડૂત પોર્ટલ ત્રણ તબક્કામાં ખુલ્લું મૂકવાનો નિર્ણય આપ્યો છે.

ખેડૂતોને ઝોન પ્રમાણે લાભ આપવામાં આવશે.

રાજ્યના ચારેય ઝોનના જિલ્લાઓ માટે ૨૧ થી ૩૦ સપ્ટેમ્બર સુધી ઝોન પ્રમાણે સાત દિવસ સુધી ઓનલાઈન અરજીઓ કરી શકાશે. જેમાં રાજ્ય સરકારે ખેડૂતો માટે અનેક યોજનાઓ ૨૦૨૪-૨૫ના નાણાંકીય વર્ષ માટે ચાલુ કરેલ છે. આ યોજનાઓનો લાભ લઇ શકે તે માટે ખેડૂતો પોતાની અરજી કરી શકશે. રાજ્યના ખેતી નિયામકની કચેરીએ જિલ્લાવાર સાત દિવસ માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે.


આ પણ વાંચો : તમારા મોબાઈલમાં બોલશો તેમ જ ગુજરાતી ટાઈપ થશે.


કઈ-કઈ યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરાશે?

         આ સમયગાળા દરમિયાન વિવિધ યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરાશે. જેની વિગતો નીચે મુજબ છે.

ક્રમયોજનાનું નામ
1ખેડૂતો ખેત ઓજાર
2એગ્રો સર્વિસ પ્રોવાઈડર
3પાક મૂલ્યવૃદ્ધિ
4ફાર્મ મશીનરી બેંક
5મિલેટ પ્રોસેસિંગ યુનિટ
6તાડપત્રી
7પાક સંરક્ષણ સાધનો
8પાવર સંચાલીત પંપ સેટ્સ
9સોલાર પાવર યુનિટ
10વોટર કેરીંગે પાઈપલાઈન અને
11રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર

૨૧ થી ૨૭ સપ્ટેમ્બર ક્યાં-ક્યાં જિલ્લાઓમાં ઓનલાઈન અરજી થશે.

         તા-૨૧/૦૯/૨૦૨૪ થી તા-૨૭/૦૯/૨૦૨૪ સુધીમાં નીચેના જિલ્લાઓમાં ઓનલાઈન અરજી કરી શકાશે.

  • રાજકોટ
  • મોરબી
  • જામનગર
  • દેવભૂમિ દ્વારકા
  • સુરેન્દ્રનગર
  • કચ્છ
  • સુરત
  • તાપી
  • નવસારી
  • વલસાડ
  • ડાંગ

Read More: મારા ફોનમાં આયુષ્માન કાર્ડ, માત્ર 5 મિનિટમાં ડાઉનલોડ કરો.


૨૩/૦૯/૨૦૨૪ થી ૨૯/૦૯/૨૦૨૪ સપ્ટેમ્બર ક્યાં-ક્યાં જિલ્લાઓમાં ઓનલાઈન અરજી થશે.

         તા-૨૩/૦૯/૨૦૨૪ થી તા-૨૯/૦૯/૨૦૨૪ સુધીમાં નીચેના જિલ્લાઓમાં ઓનલાઈન અરજી કરી શકાશે.

  • અમદાવાદ
  • ખેડા
  • આણંદ
  • ગાંધીનગર
  • જૂનાગઢ
  • ગીર સોમનાથ
  • અમરેલી
  • પોરબંદર
  • ભાવનગર
  • બોટાદ

Ikhedut Portal Latest Yojana 2024

૨૪/૦૯/૨૦૨૪ થી ૩૦/૦૯/૨૦૨૪ સપ્ટેમ્બર ક્યાં-ક્યાં જિલ્લાઓમાં ઓનલાઈન અરજી થશે.

         તા-૨૪/૦૯/૨૦૨૪ થી તા-૩૦/૦૯/૨૦૨૪ સુધીમાં નીચેના જિલ્લાઓમાં ઓનલાઈન અરજી કરી શકાશે.

  • મહેસાણા
  • પાટણ
  • બનાસકાંઠા
  • સાબરકાંઠા
  • અરવલ્લી
  • વડોદરા
  • છોટાઉદેપુર
  • પંચમહાલ
  • મહીસાગર
  • દાહોદ
  • ભરૂચ
  • નર્મદા

Related Articles

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker