શુધ્ધ સંવર્ધન દ્વારા રાજ્યની સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકો માટે પ્રોત્સાહક યોજના

કૃષિ,ખેડુત ક્લ્યાણ અને સહકાર વિભાગ, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ અને હિતલક્ષી ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ બહાર પાડેલ છે. ikhedut Portal 2024 પર ખેતીવાડીની કુલ 28 યોજનાઓ ઓનલાઈન બહાર પાડવામાં આવેલ છે. પશુપાલકોને વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે પણ ઘણી બધી યોજનાઓ બહાર પાડેલ છે.

Incentive Scheme For Breeders Of Artificial Insemination-Born Calves

               આઈ-ખેડૂત પોર્ટલ પર હાલમાં પશુપાલનની યોજનાઓ અમલી બનાવેલ છે. જેમાં મફત ખાણ-દાણ સહાય યોજના, ચાફ કટર સહાય યોજના, કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકો માટે પ્રોત્સાહક યોજના વગેરે ઓનલાઈન મૂકવામાં આવેલ છે. કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓ માટે સરકાર શું-શું લાભ આપે છે? કેટલો લાભ આપે છે? અને ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ? તેની માહિતી મેળવીશું. તો ચાલો આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચજો.

Important Point

યોજનાનું નામશુધ્ધ સંવર્ધન દ્વારા રાજ્યની સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકો માટે પ્રોત્સાહક યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશરાજ્યના પશુપાલકો વધુમાં વધુ પશુપાલન કરીને સ્વ-નિર્ભર બને,
રાજ્યમાં સ્થાનિક ઓલાદની સંખ્યામાં વધારો થાય તે માટે આ યોજના બહાર પાડેલી છે.
લાભાર્થીગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા પશુપાલકો
સહાયપશુપાલક દીઠ એક વાછરડી માટે પ્રતિ વર્ષ એક વખત રૂ.૩૦૦૦/- સહાય મળવા પાત્ર છે.
એપ્લિકેશનનું માધ્યમઓનલાઈન
અરજી કેવી રીતે કરવીClick કરો.
અરજી કરવાની છેલ્લી તારીખતા-15/06/2024 થી 15/07/2024 સુધી

Read More: વ્હાલી દીકરી યોજના 2024 | Vahali Dikri Yojana 2024


યોજનાનો હેતુ

રાજ્યના પશુપાલકો વધુમાં વધુ પશુપાલન કરીને સ્વ-નિર્ભર બને તે જરૂરી છે. તે ગુજરાત સરકારનો મુખ્ય હેતુ છે. પશુપાલકો રાજ્યમાં સ્થાનિક ઓલાદની સંખ્યામાં વધારો થાય તે માટે આ યોજના બહાર પાડેલી છે. શુધ્ધ સંવર્ધન દ્વારા રાજ્યની સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકો માટે પ્રોત્સાહક યોજના માટેની આ યોજના છે.

યોજનાની પાત્રતા

પશુપાલન વિભાગ દ્વારા Incentive scheme for breeders of artificial insemination-born calves માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • લાભાર્થી ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ.
  • લાભાર્થી પશુપાલક હોવો જોઈએ.
  • સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાન દ્વારા જન્મેલ શુદ્ધ દેશી ઓલાદની વાછરડીના લાભાર્થીએ iKhedut પોર્ટલ પર અરજી કરવાની રહેશે.
  • ઓનલાઈન અરજીની તારીખે વાછરડીની ઉંમર ૧૧ માસથી વધુ ન હોવી જોઇએ.
  • આ યોજનાનો લાભ પશુપાલક દીઠ વધુમાં વધુ એક વાછરડી માટે પ્રતિ વર્ષ એક વખત મળવા પાત્ર છે.
  • લાભાર્થી દૂધ મંડળીમાં સભાસદ હોવો જોઈએ.
  • પશુપાલક લાભાર્થી આર્થિક રીતે નબળા, SC/ST, OBC અને સામાન્ય જાતિના લોકોને લાભ મળશે.
  • આઈ-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Read More: Pashupalan Yojana Gujarat List 2024 | આઈ ખેડૂત પશુપાલન યોજના 2024


યોજના હેઠળ શું લાભ મળશે?

         આ યોજના હેઠળ શું લાભ આપવામાં આવે છે, તે નક્કી કરેલ છે. જેમાં પશુપાલક દીઠ એક વાછરડી માટે પ્રતિ વર્ષ એક વખત રૂ.3000/- સહાય મળવા પાત્ર છે. 

યોજનાનો લાભ લેવા માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ?

Ikhedut Portal પર પશુપાલન વિભાગ દ્વારા વિવિધ યોજનાઓની ઓનલાઈન અરજી ચાલુ થયેલ છે. આ સહાય મેળવવા માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટ આપવાના રહેશે.

1. આધારકાર્ડની નકલ

2. જો ખેડૂત લાભાર્થી એસ.સી જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર

3. જો ખેડૂત લાભાર્થી એસ.ટી જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર

5. રેશનકાર્ડની નકલ

6.  જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર

7. આધાર નંબર સાથે જોડાયેલ બેંક એકાઉન્ટ

8. કેટલા પશુઓ ધરાવો છો, તેનો દાખલો

9. છેલ્લે કેટલા વર્ષમાં લાભ લીધો છે?તેની વિગતો

10. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો

11. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)

12. મોબાઈલ નંબર


Read More: PM Kisan Yojana 17th Payment Status : પીએમ કિસાન યોજનાનો ૧૭ મા હપ્તાની સહાય જમા થઈ કે નહિ? તે અહિંથી ચેક કરો.


How to Online Apply for Incentive Scheme For Breeders Of Artificial Insemination-Born Calves 2024 | કેવી રીતે ઓનલાઈન અરજી કરવી?

પશુપાલકો આઈ-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે છે. પશુપાલકો આ યોજનાની ઓનલાઈન એપ્લિકેશન ઘરે બેઠા જાતે પણ કરી શકે છે. તથા ગ્રામ પંચાયત ખાતેથી VCE (Village Computer Entrepreneur) પાસેથી ઓનલાઈન અરજી કરી શકે છે. આ યોજનાની ઓનલાઈન એપ્લિકેશન કેવી કરવી તેની Step By Step માહિતી નીચે મુજબ છે.


How to Online Apply for Incentive Scheme For Breeders Of Artificial Insemination-Born Calves 2024

  • જેમાં Google Search માં જે રિઝલ્ટ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
  • આઈ ખેડૂત પોર્ટલ ખોલ્યા બાદ ”યોજના” પર ક્લિક કરવું.
  • તેમાં યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ નંબર-2 પર “Pashupalan Yojana” ખોલવું.
  • “પશુપાલનની યોજનાઓ” ખોલ્યા પછી જ્યાં વિવિધ પશુપાલનની યોજનાઓ બતાવશે.
  • ત્યાર બાદ તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.

Ikhedut Portal Online Form

  • જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂતે ઓનલાઈન એપ્લિકેશનમાં સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ લાભાર્થીએ ફરીથી વિગતો ચેક કરીને અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.

Read More: Smartphone Sahay Yojana 2024 | સ્માર્ટફોન સહાય યોજના 2024


FAQ’s- વારંવાર પૂછાતા પ્રશ્નો

1. ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકો માટે પ્રોત્સાહક યોજના કયા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?

જવાબ: ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા પશુ ખાણદાણ યોજના ચલાવવામાં આવે છે.

2. Incentive Scheme For Breeders Of Artificial Insemination-Born Calves 2024 હેઠળ પશુપાલકોને શું સહાય આપવામાં આવે છે?

જવાબ: પશુપાલક દીઠ એક વાછરડી માટે પ્રતિ વર્ષ એક વખત રૂ.૩૦૦૦/- સહાય મળવા પાત્ર છે.

3. આ યોજનાનો લાભ મેળવવા માટે કેવી રીતે અરજી કરવાની રહેશે?

જવાબ: રાજ્યના પશુપાલકોને આ યોજનાનો લાભ મેળવવા માટે ikhedut Portal પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે.

Leave a Comment