WhatsApp ગ્રૂપમાં જોડાવો!
કાચા મંડપ સહાય યોજના । Kacha Mandap Sahay Yojana 2023

કાચા મંડપ સહાય યોજના । Kacha Mandap Sahay Yojana 2023

આપણાં રોજિંદી દીનચર્યામાં ફળ અને શાકભાજીનું ખૂબજ મહત્વ છે. રોજ નિશ્ચિત પ્રમાણમાં શાકભાજી અને ફાળો ખાવાથી શરીર તંદુરસ્ત રહે છે. હાલમાં બાગાયત વિભાગ દ્વારા મધમાખી ઉછેરના સાધનો માટે સહાય યોજના, નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર માટે સહાય યોજના , ટ્રેક્ટર સહાય યોજના 2023 ચલાવવામાં આવે છે. આ યોજનાઓ થકી ખેડૂતને ઉત્પાદનમાં વધારો થશે.

શાકભાજીમાં ટામેટાં, મરચાં અને અન્ય શાકભાજીનું વાવેતર મંડપ બાંધીને કરવામાં આવે છે. આ માટે સરકાર સહાય પણ પૂરી પાડે છે. આજના આ આર્ટીકલમાં આપણે કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ માટે સહાય યોજનાની વિગતવાર માહિતી આપીશું. Assistance Scheme for Trellis of Kacha Mandap Tomato/Chilli and other Vegetables in Gujarat હેઠળ શું લાભ મળે તેની ચર્ચા કરીશું.     

Kacha Mandap Sahay Yojana 2023

શાકભાજીની ખેતી અનેક રીતે કરવામાં આવે છે. તેમાં પાકા મંડપ અને અર્ધપાકા મંડપ જેવી રીતોનો સમાવેશ થાય છે. બાગાયત વિભાગ દ્વારા આ માટે સહાય પણ આપવામાં આવે છે. જેમાં Kacha Mandap Sahay Yojana 2023 શું છે? તેની માહિતી મેળવીશું. કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ માટે સહાય યોજના શું શું લાભ મળે? કેવી રીતે અરજી કરી શકાય? અને તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ તે તમામ માહિતી મેળવીશું.  

યોજનાનો હેતુ

ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીની કાચા મંડપ દ્વાર ખેતી કરતાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે. આ માટે સરકાર દ્વારા યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો હેતુ એ કાચા મંડપ દ્વારા ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીની ખેતી કરતાં ખેડૂતને સહાય પૂરી પાડવાનો છે.

Highlight Point of Kacha Mandap Sahay Yojana 2023

યોજનાનું નામકાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ માટે સહાય યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશઆ યોજનાનો હેતુ એ કાચા મંડપ દ્વારા ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીની ખેતી કરતાં ખેડૂતને સહાય પૂરી પાડવાનો છે.
વિભાગનું નામબાગાયતી વિભાગ
ક્યા લાભાર્થીઓને સહાય મળે?ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો
શું સહાય મળે? પ્રતિ હેક્ટર રૂ. 52,000 માં સામાન્ય ખેડુતને ખર્ચના 50 ટકા મુજબ મહત્તમ રૂ. 26,000/હે. ની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે. પ્રતિ હેક્ટર રૂ. 52,000 માં દેવીપૂજક ખેડુતને ખર્ચના 90 ટકા મુજબ મહત્તમ રૂ. 46,000/હે. ની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે.
ઓફિશિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજીની પદ્ધતિઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ31/05/2023

Read More: મધમાખી ઉછેરના સાધનો માટે સહાય યોજના । Bee Keeping Scheme In Gujarat


યોજનાની પાત્રતા અને નિયમો 

કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ માટે સહાય યોજનાની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.

  • આ યોજનામાં સામાન્ય, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
  • આ યોજનાનો લાભ ખેડૂત વધુમાં વધુ 3 વખત લઈ શકશે.
  • ખેડૂતે કાચા મંડપ માટે લાકડા અથવા વાંસના ટેકા પ્રતી હેક્ટર 16૦૦ નંગનો ઉપયોગ કરવાનો રહેશે.
  • ખેડૂતે 12-18 ગેજનો પ્રતી હેક્ટર 4૦૦ કિ.ગ્રા GI વાયરનો ઉપયોગ કરવાનો રહેશે.
  • ખેડૂતે અર્ધ પાકા મંડપ માટે અંદાજીત 2.50 x 2.50 મીટર અંતર રાખવું પડશે. 
  • શાકભાજી પાકોના કાચા મંડપ ઘટક માટે જે ખેડૂત ખાતેદાર 1.00 હેક્ટરથી વધુ વિસ્તારમાં સહાયનો લાભ લેવા માંગતા હોય તો તે માટે માઇક્રો ઇરીગેશન સીસ્ટમ (M.I.S.) ફરજીયાત અપનાવવાની રહેશે.
  • ખેડૂતને એક ખાતા દીઠ વધુમાં વધુ 2.0 હેક્ટર ની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે. 

Read More: Namo Tablet Yojana 2023| નમો ટેબ્લેટ યોજના


કાચા મંડપ સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો

        આ યોજના હેઠળ જુદી-જુદી જ્ઞાતિઓને અલગ અલગ લાભ આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.

અનુસુચિત જાતિના  ખેડૂતો માટેપ્રતિ હેક્ટર રૂ. 52,000 માં અનુ. જાતિના ખેડુતને ખર્ચના 75 ટકા મુજબ મહત્તમ રૂ. 39,000/હે. ની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે.
અનુસુચિત જનજાતિના  ખેડૂતો માટેપ્રતિ હેક્ટર રૂ. 52,000 માં અનુ. જન જાતિના ખેડુતને ખર્ચના 75 ટકા મુજબ મહત્તમ રૂ. 39,000/હે. ની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે.
સામાન્ય જાતિના ખેડૂતો માટેપ્રતિ હેક્ટર રૂ. 52,000 માં સામાન્ય ખેડુતને ખર્ચના 50 ટકા મુજબ મહત્તમ રૂ. 26,000/હે. ની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે. પ્રતિ હેક્ટર રૂ. 52,000 માં દેવીપૂજક ખેડુતને ખર્ચના 90 ટકા મુજબ મહત્તમ રૂ. 46,000/હે. ની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે.

Read More: ડ્રીપ ઇરીગેશનમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના


Kacha Mandap Sahay Yojana 2023 । કયાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ?

આઈ ખેડૂત પોર્ટલ પર ચાલતી કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ માટે સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.  

  • ખેડૂતની 7/12 ની જમીનની નકલ
  • આધારકાર્ડની નકલ
  • જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો Caste certificate
  • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો Caste certificate
  • રેશનકાર્ડની નકલ (Ration Card)
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • લાભાર્થી પાસે આત્માનું Registration કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • મોબાઈલ નંબર

કાચા મંડપ સહાય યોજના । Kacha Mandap Sahay Yojana 2023

How to Online Apply Kacha Mandap Sahay Yojana | ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

        કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ માટે સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તે માટે તમારે નીચે પગલાં અનુસરીને અરજી કરવાની રહશે.

  • પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
  • ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-3 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.
  • “બાગાયતી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-14 કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ પર ક્લિક કરવું.
How to Online Apply Kacha Mandap Sahay Yojana
  • જેમાં કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ માટે સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું page ખોલવાનું રહેશે.   
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે Registration કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી save કરો એના પર click કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.   

Read More: PM Kisan 14th Installment Release Date : 14 મો હપ્તો મે મહિનામાં આ તારીખે આવશે, આ લિસ્ટ તમારું નામ તપાસો.


FAQ

1. કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ માટે સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે?

Ans. કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ માટે સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/  છે.

2. Kacha Mandap Sahay Yojana 2023 અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?

Ans. કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ માટે સહાય યોજના માટે અરજી કરવાની અંતિમ તારીખ 31/05/2023 છે.

3. કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ માટે સહાય યોજનાનો હેતુ શું છે?

Ans. આ યોજનાનો હેતુ એ કાચા મંડપ દ્વારા ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીની ખેતી કરતાં ખેડૂતને સહાય પૂરી પાડવાનો છે.

Leave a Comment

close button