Khedut Akasmat Vima Yojana  | ખેડૂત અકસ્માત વીમા યોજના

અકસ્માત સહાય યોજના pdf | gujarat government accident yojana pdf download | મૃત્યુ સહાય યોજના । Farmers Accidental Insurance Scheme detail in Gujarati | જૂથ વીમા યોજના

કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. Gujarat Government Schemes For Farmers જેવી  કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, ટ્રેક્ટર સહાય યોજના તથા સાધન ખરીદી પર સબસીડી પણ આપવામાં આવે છે. પરંતુ ખેડૂતોના જીવનને રક્ષણ આપવા માટે પણ સરકાર સતત ચિંતિત છે. જેને ધ્યાને રાખીને ખેડૂતોને આકસ્મિક મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની Khedut Vima Yojana વર્ષ 26 જાન્યુઆરી 1996 ના રોજ અમલી બનાવેલ હતી.

ખેડૂત અકસ્માત વીમા યોજનાના મુખ્ય મુદ્દાઓ

    Farmers Accidental Insurance Scheme

    ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને જીવન રક્ષણ આપવા માટે ખાતેદાર ખેડૂત વીમા યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજના 100% રાજ્ય સરકાર દ્વારા સંચાલિત છે. આ યોજનામાં રાજ્યના તમામ ખેડૂત ખાતેદારોના વીમાની રકમ રાજ્ય સરકારશ્રી દ્વારા ચૂકવણી કરવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં તા-01/04/2008 થી આ વીમા યોજનાનું સંચાલન “ગુજરાત સામૂહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજના” હેઠળ કરવામાં આવે છે. આ વીમા નિયામકશ્રીની કચેરી ગાંધીનગર ખાતે આવેલ છે.

    ખેડૂત અકસ્માત વીમા યોજનાનો હેતુ

    ખેડૂતોનું જીવન સંઘર્ષમય હોય છે. દિવસ રાત ખેતરમાં કામગીરી દરમિયાન અકસ્માતે મૃત્યુ થાય તો એમના પરિવાર પર આકસ્મિક દુ:ખદ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આવી દુ:ખદ પરિસ્થિતિમાં સહકાર આપવા માટે રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. ખાતેદાર ખેડૂતના મૃત્યુના કિસ્સામાં કે કાયમી અપંગતા આવે તો તેના વારસદારને જૂથ વીમા યોજના હેઠળ સીધી આર્થિક સહાય આપવામાં આવે છે.

    Important Point of Khedut Akasmat Vima Yojana

    યોજનાનું નામKhedut Akasmat Vima Yojana
    ભાષાગુજરાતી અને English
    ઉદ્દેશખેડૂતનું અકસ્માતે મૃત્યુ અને કાયમી અપંગતાના
    કિસ્સાઓમાં તેમના વારસદારને સીધી આર્થિક સહાય
    લાભાર્થીગુજરાતના ખેડૂતોને
    સહાયની રકમમૃત્યુના કિસ્સામાં 2 લાખ સુધી વીમા રકમ
    માન્ય વેબસાઈટhttps://dag.gujarat.gov.in/index-guj.htm  
    અરજી કેવી રીતે કરવીખેડૂતનું મૃત્યુ થયાના 150 દિવસમાં અરજી ફોર્મ ભરીને
    સંબંધિત જિલ્લા ખેતીવાડીની કચેરીમાં જમા કરાવવી.

    Khedut Akasmar Yojana નો લાભ કોને મળે?

    આ યોજનાનો લાભ લેવા માટે Juth Vima Yojana દ્વારા નિયમો અને પાત્રતા નક્કી થયેલી છે, જે નીચ મુજબ છે.

    • ગુજરાતના વ્યક્તિગત કે સંયુક્ત જમીન ધારણ કરનાર બધા જ ખાતેદાર ખેડૂતોના વારસદારોને મળવાપાત્ર થાય.
    • ખાતેદાર ખેડૂતના સંતાન(પુત્ર/પુત્રી) ને મળવાપાત્ર થશે.
    • ખાતેદાર ખેડૂત પતિ કે પત્નીનું અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અપગંતાના કિસ્સામાં આ યોજનાનો લાભ મળે.
    • આ યોજનાનો લાભ 5 વર્ષ થી 70 વર્ષની ઉંમર ધરાવતા ખાતેદાર ખેડૂતના વારસદારને મળવાપાત્ર થાય છે.
    • 150 દિવસમાં સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીમાં અરજી કરવાની રહેશે.
    Khedut Akasmat Vima Yojana form pdf | Khedut Akasmat vima Yojana Gujarat | Farmers Accidental Insurance Scheme | akasmat mrutyu sahay yojana gujarat | ખેડૂત અકસ્માત વીમા યોજના । મૃત્યુ સહાય યોજના
    Image Credit :- Government Of Gujarat Official Website (https://dag.gujarat.gov.in/)

    ખેડૂત અકસ્માત સહાયના નવા ધારા-ધોરણ

    ગુજરાતના Krushi ane Kalyan Sahkar Vibhag દ્વારા તા-13/11/2018 ના નવા સુધારા ઠરાવથી લાભાર્થીને નીચે મુજબની વીમા સહાય મળવાપાત્ર થાય છે.

    • ખાતેદાર ખેડૂતના અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં કે કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં 100% લેખે રૂપિયા 2.00 લાખ સુધી સહાય મળશે.
    • ખેડૂતને અકસ્માતને કારણે શરીરના અંગ ગુમાવશે તો સહાય મળશે. જેમાં બે આંખ, બે અંગ, હાથ અને પગ તથા એક આંખ અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં 100% લેખે રૂપિયા 2.00 લાખ મળશે.
    • આંખના કિસ્સામાં 100% સંપૂર્ણ દ્રષ્ટિ જવી, હાથનાં કિસ્સામાં કાંડાથી ઉપરનો ભાગ તથા પગનાં કિસ્સામાં જો ઘૂંટણ ઉપરથી કપાયેલ હોય તો આ યોજના હેઠળ 2.00 લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર થશે.
    • ખાતેદાર ખેડૂતના અકસ્માતને કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં 50% લેખે રૂપિયા 1.00 લાખ મળવાપાત્ર થશે.

    ખેડૂત અકસ્માત યોજનાનો લાભ કેવી રીતે મળે?

    ગુજરાતના ખેડૂતના અકસ્માતે મૃત્યુના કિસ્સામાં અને અકસ્માત દરમિયાન કાયમી અપંગતાના કિસ્સામાં આ યોજનાનો લાભ મળે. ખાતેદાર ખેડૂતે દ્વારા નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. ખેડૂત ખાતેદારના વારસદારે તમામ જરૂરી પુરાવો, કાગળો સહિતની અરજી કરવાની રહેશે. આ અરજી મૃત્યુ તારીખથી 150 દિવસની અંદર જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયતે કરવાની રહેશે. ખેડૂતના મૃત્યુના 150 દિવસ પછી મળેલ અરજી માન્ય રાખવામાં આવશે નહીં.

    Khedut Akasmat Vima Yojana Gujarat Documents

    Agriculture & Farmers Welfare દ્વારા ચાલતી ખેડૂત વીમા યોજના માટે ડોક્યુમેન્‍ટ નક્કી કરવામાં આવેલ છે. આ તમામ ડોક્યુમેન્‍ટ ગુજરાતના Juth Vima Yojana દ્વારા નક્કી કરેલા છે. જે નીચે મુજબ છે.

    • અકસ્માતે મૃત્યુ / કાયમી અપંગતા વીમા સહાય મેળવવા માટેની નિયત નમૂનાની અરજી
    • 7/12, 8-અ અને ગામના નમૂના નંબર-6 (હક્કપત્રક) (મૃત્યુ તારીખ પછીના પ્રમાણિત ઉતારા)
    • પી.એમ.(પોસ્ટ મોર્ટમ રિપોર્ટ)
    • F.I.R / પંચનામા રિપોર્ટ / પોલીસ ઈન્‍સ્કપેક્ટર અથવા કોર્ટ હુકમ
    • મૃતક ખાતેદારનું પ્રમાણપત્ર
    • ઉંમર અંગેનો પુરાવો
    • સબડિવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા કેસ એપ્રુવ કર્યા અંગેનો રિપોર્ટ
    • કાયમી સંપૂર્ણ અપંગતાના કેસમાં મેડિકલ બોર્ડ
    • સિવિલ સર્જનનું ફાઈનલ એસેસમેન્ટ દર્શાવતું પ્રમાણપત્ર
    • અપંગતા બતાવતો પોસ્ટકાર્ડ સાઈઝનો ફોટોગ્રાફ
    • મૃતક ખેડૂત અકસ્માત સમયે વાહન ચલાવતા હોય તો તેમનુ માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ
    • બાંહેધરી પત્રક
    • પેઢીનામું
    • વારસદારના કેસમાં અસલ પેઢીનામું (પતિ / પત્ની વારસદારના હોય તેવા કિસ્સામાં)

    Khedut Akasmat Vima Yojana Form pdf

    ગુજરાત સરકારની ખેતી નિયામકશ્રીની કચેરી અને વેબસાઈટ દ્વારા અકસ્માત સહાય યોજના pdf તથા જૂથ વીમા યોજના ફોર્મ બહાર પાડવામાં આવેલ છે. સરકારના ઠરાવો અને પરિપત્રોનો અભ્યાસ કરીને Khedut Akasmat સમયે આ મૃત્યુ સહાય યોજના નો લાભ લઈ શકાય. નાણા વિભાગ ગુજરાત સરકાર દ્વારા વિવિધ ઠરાવોઓમાં સુધારો કરેલ તે તથા ખેડૂત અકસ્માત વીમા યોજના ફોર્મ pdf નીચેના બટન પરથી Download કરી શકાશે.

    juth vima yojana gujarat GR |
juth vima form pdf | Gujarat Samuhik Juth Akasmat Vima Yojana | કૃષિ અને સહકાર વિભાગ । juth vima yojana online | juth vima form pdf
    Government Official GR (Juth Vima Yojana GR)
    • વિવિધ ખાતા દ્વારા ચાલતી જૂથ અકસ્‍માત વીમા યોજનાઓનું એકત્રીકરણ કરવા બાબતનો ઠરાવ. તારીખ- 25-06-2007 નો નવો સુધારા Tharav
    • ગુજરાત સામુહિક Juth Akasmat Vima Yojana માં સુધારો કરવા બાબતનો ઠરાવ તા-13/06/2016 (New Application Form)
    • ગુજરાત સામુહિક જૂથ અકસ્માત વીમા યોજના હેઠળની ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુ/કાયમી અપંગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની, તથા ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજનામાં સહાયના ધોરણમાં વધારો કરવામાં આવેલ તથા ખાતેદાર ખેડૂતના કોઇપણ સંતાનને લાભ આપવા તેમજ અકસ્માતે મૃત્યુ કે કાયમી અપંગતાની તારીખ સુધીમાં નવા ઉમેરાયેલા ખેડૂતોને લાભ આપવા બાબતનો તા-13/11/2018 નો ઠરાવ.
    • ગુજરાત સામુહિક જૂથ અકસ્માત વીમા યોજના હેઠળની ખાતેદાર ખેડૂતો બાબતે સુધારા સૂચવતો નવો ઠરાવ. Tharav Date- 06/12/2018

    વીમા યોજનામાં થયેલ નવા સુધારા-વધારાઓ 

    ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા તા-25/06/2007 ના ઠરાવથી જુદા-જુદા વિભાગોનાં ચાલતી વીમા યોજનાઓનું એકત્રીકરણ કરવામાં આવેલ છે. આ એકત્રીકરણ કરેલ યોજનાઓને જૂથ અકસ્માત વીમા યોજનાના નામથી ઓળખવામાં આવે છે. જેમાં ખેડૂત અકસ્માત વીમા યોજનાનો પણ  સમાવેશ કરવામાં આવેલ છે. તા.01/04/2008 થી વીમા નિયામકશ્રી, ગાંધીનગર મારફત યોજનાનો અમલ કરવામાં આવે છે. નાણાં વિભાગના તમામ ઠરાવોમાં સુધારા-વધારા કરીને તા-01-04-2013 ના રોજ સર્વ સામાન્ય ઠરાવ બહાર પાડવામાં આવેલ છે.

    ગુજરાત સરકારશ્રી દ્વારા ખાતેદાર ખેડૂત અક્સ્માત વીમા યોજનામાં તા.01/04/2012 થી ખાતેદાર ખેડૂત ઉપરાંત ખાતેદાર ખેડૂતના પ્રથમ હયાત સંતાન (પુત્ર/પુત્રી)ને સમાવેશ કરેલ છે. તથા તા.01/04/2016 થી ખાતેદાર ખેડૂતના પતિ/પત્નીનો પણ સમાવેશ કરવામાં આવેલ હતો.

    કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના તા.13/11/2018 ના ઠરાવમાં સુધારો કરવામાં આવેલ છે. ખેડૂત અકસ્માત વીમા યોજનામાં સહાય ધોરણમાં વધારો કરવા આવેલ છે. ખાતેદાર ખેડૂતના પ્રથમ હયાત સંતાનને બદલે કોઇ પણ સંતાન (પુત્ર/પુત્રી)ને લાભ આપવાનું નક્કી કરવામાં આવેલ છે. તેમજ અકસ્માતે મૃત્યુ કે કાયમી અપંગતાની તારીખ સુધીમાં મહેસૂલી રેકર્ડમાં પાકી નોંધ પ્રમાણિત થયેલ હોય તેમનો સમાવેશ કરેલ છે.  તેવા તમામ ખાતેદાર ખેડૂતો આ યોજનાનો લાભ આપવામાં આવશે.

    FAQ’s Of Khedut Akasmat Vima Yojana

    ગુજરાતના ખેડૂતો વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે i-khedut પોર્ટલનો ઉપયોગ કરી છે. પરંતુ આ વીમા અકસ્માતનો લાભ કેવી રીતે લેવો તે બાબતે ઘણા પ્રશ્નો હોય છે. જેમાં નીચે મુજબ કેટલાક પ્રશ્નો આપેલા છે.

    • ખેડૂત અકસ્માત વીમા યોજનાનો લાભ કોને મળે?
      • આ યોજનાનો લાભ ગુજરાતના તમામ ખાતેદાર ખેડૂતો મળવાપાત્ર થાય છે. આ યોજના હેઠળ વીમાના પ્રીમીયમની રકમ Government of Gujarat ચૂકવણી કરશે.
    • ખાતેદાર ખેડૂતના અકસ્માતમાં મૃત્યુ પછી કેટલા દિવસમાં અરજી કરવાની રહેશે?
      • આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતના મૃત્યુ બાદ 150 દિવસની અંદર અરજી કરવાની રહેશે.
    • આ યોજનાઓ લાભ લેવા માટે કઈ જગ્યાએ અરજી કરવાની રહેશે?
      • ખેડૂત અકસ્માત યોજનાનો લાભ લેવા માટે ખેડૂતના વારસદારોએ સંબંધિત જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી ખાતે ઓફલાઈન(રૂબરૂ) અરજી કરવાની રહેશે.
    • ખેડૂત અકસ્માત યોજના હેઠળ કેટલી વીમા રકમ મળે?
      • ખેડૂતનું અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં તથા કાયમી અપંગતાના કિસ્સામાં રૂપિયા 2.00 લાખ સુધી વીમા રકમ મળે તથા શરીરના અમુક અંગોના નુકશાનના કિસ્સામાં રૂપિયા 1.00 લાખ વીમા રકમ મળે.
    • Khedut Vima Yojana ના વીમા રકમનું પ્રિમીયમની ચૂકવણી કોના દ્વારા કરવામાં આવે છે?
      • આ યોજના 100% ગુજરાત સરકાર દ્વારા સંચાલિત છે. ગુજરાતના તમામ ખેડૂત ખાતેદારના પ્રીમિયમની રકમ ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે.

     

    9 thoughts on “Khedut Akasmat Vima Yojana  | ખેડૂત અકસ્માત વીમા યોજના”

      • ખેડૂત ખાતેદારના મૃત્યુ કે અકસ્માતમા6 કાયમી અપંગતા પછી 150 દિવસની અંંદર અરજી કરવાની રહેશે.

        Reply
    1. મારા દાદા ના નામે જમીન ચે અને મારા પપ્પા તેમનું વારસદાર માં નામ નાખવા માટે જવાના હતા પરંતુ મારા પપ્પા નું accident થાઈ ગયું તો હવે મારા પાપા ને સહાય મળી શકે

      Reply

    Leave a Comment