WhatsApp ગ્રૂપમાં જોડાવો!
ખેડૂત મોબાઈલ સહાય યોજના | Khedut Mobile Sahay Yojana 2023

[6000] ખેડૂત મોબાઈલ સહાય યોજના | khedut Mobile Sahay Yojana 2023

Short Briefing : Khedut Mobile Sahay Yojana | Gujarat Farmer Free Smartphone Scheme 2023 Registration | Farmer Smart phone Sahay Yojana | ખેડૂતને મોબાઈલ ખરીદી પર સહાય । ikhedut Portal 2023

         કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોના હિતને ધ્યાને રાખીને ઘણી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. જેના માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવેલ છે. જેમાં વર્ષ 2023-24 માટે યોજનાઓ અમલી બનાવેલ છે. જેમાં પશુપાલની યોજનાઓ 2023, બાગાયતી યોજનાઓ વગેરે ઓનલાઈન મૂકવામાં આવેલ છે. જેમાં ઘણી બધી યોજનાઓ ખેડૂતો, પશુપાલકો માટે ચાલે છે. જેમાં મફત ખાણ-દાણ સહાય યોજના, પાવર ટીલર સહાય યોજના વગેરે કાર્યરત છે.


વર્તમાન ડિજીટલ યુગ છે. અત્યારે હાલમાં Artificial Intelligence, Chat GPT, Open AI વગેરે ટેકનોલોજી આવી રહી છે. ત્યારે ગુજરાતના ખેડૂતો પણ ડિજીટલ બને તેવુ ધ્યેય રાખ્યું છે. ડીજીટલ સેવાનો વ્યાપ વધારવા માટે ખેડૂતો દ્વારા સ્માર્ટફોન ખરીદવામાં આવે તો સહાય આપવામાં આવશે. આ યોજના દ્વારા ખેડૂત મોબાઈલ સહાય યોજના વિશે માહિતી મેળવીશું. Khedut Mobile Sahay Yojana 2023 નો લાભ લેવા માટે શું શું ડૉક્યુમેન્‍ટ જોઈએ, કેવી રીતે લાભ મળે તેની માહિતી મેળવીશું.

Khedut Mobile Sahay Yojana 2023

ભારત દેશમાં અને ગુજરાતમાં કૃષિક્ષેત્રે Digital Service નો વ્યાપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. કૃષિ ક્ષેત્રે ડગલે ને પગલે ખેડૂતો IT Technology ના ઉપયોગ થકી અવનવી તકનીક અપનાવી રહ્યા છે. આ તકનીકના ઉપયોગ દ્વારા ખેડૂતો પોતાની આવક વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ડીજીટલ ટેકનોલોજી દ્વારા ખેડૂતો હવામાન ખાતાની આગાહી, વરસાદની આગાહી, સંભવિત રોગ જીવાતના ઉપદ્વવની માહિતી, નવી ખેત પદ્ધતિઓ તથા ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓની માહિતી મેળવી શકે છે. જેના માટે સ્માર્ટફોનની ઉપયોગ દિન પ્રતિદિન વધી રહ્યો છે. જેને ધ્યાને રાખીને કૃષિ વિભાગ દ્વારા Gujarat Farmer Free Smartphone Scheme 2023 બનાવેલ છે.

  ખેડૂતો smartphone ઉપયોગ દ્વારા ખેતી વિષયક માટે ફોટોગ્રાફ્સ, ઈ-મેઈલ, SMS તથા વીડિયોની આપલે કરી શકે છે. જેનાથી રાજ્યના ખેડૂતો વધુ માહિતીસભર થશે. જેને ધ્યાને લઈને ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો ડિજિટલ કેમેરા, મલ્ટી મીડિયા પ્લેયર, ટચ સ્ક્રીન, વેબ બ્રાઉઝર તથા ઇન્ટરનેટ કનેકટીવિટી વગેરે સુવિધા સાથેના સ્માર્ટફોન ખરીદી તો સહાય આપવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.

ખેડૂત મોબાઈલ સહાય યોજનાનો હેતુ

ગુજરાતના ખેડૂતો ડિજિટલ સર્વિસનો વધુમાં વધુ લાભ લે અંત્યત જરૂરી છે. ખેડૂતો ડીજીટલ સેવા હેઠળ ખેડૂત ઉપયોગી માહિતી મેળવે,રોગ જીવાત નિયંત્રણની તકનીક, ખેડૂતલક્ષી સહાય વગેરે માહિતી મોબાઈલના ટેરવે મેળવે તે અગત્યનો હેતુ છે. આ હેતુસર ખેડૂતો સ્માર્ટફોનની ખરીદી કરે તો સહાય આપવામાં આવશે.

Highlight Point of Gujarat Farmer Smartphone Scheme  

યોજનાનું નામખેડૂત મોબાઈલ સહાય યોજના 2023
ભાષાગુજરાતી અને અંગ્રેજી
ઉદ્દેશરાજ્યના ખેડૂતોને ડિજીટલ સેવાઓનો લાભ લેવા માટે
સ્માર્ટફોનની ખરીદી પર 40% ટકા અથવા રૂ.6000 સુધી સહાય
આ બન્નેમાંથી જે ઓછું હોય તે
લાભાર્થીરાજ્યના ખેડૂતો
સહાયરાજ્યના ખેડૂતો 15,000 સુધીનો મોબાઈલ ખરીદે તો
રૂ.6000/- સુધીની સહાય અથવા
ખરીદ કિંમત પર 40 % સુધી સહાય.
ઓફિશીયલ વેબસાઈટIkhedut Gujarat
અરજી કરવા માટેની તારીખ16/09/2023 થી તા-15/10/2023 ઓનલાઈન ચાલુ
ઓનલાઈન અરજી કરવા માટેની Direct LinkIkhedut Portal Direct Link

આ પણ વાંચો: આયુષ્માન કાર્ડ લિસ્ટમાં તમારું નામ છે કે નહી? તે અહી ચેક કરો.


ખેડૂત મોબાઈલ યોજના હેઠળ લાભાર્થીની પાત્રતા

રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન પર ખરીદી પર સહાય મેળવવા માટે તેની પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.

  • લાભાર્થી ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
  • ખેડૂત લાભાર્થી જમીન ધરાવતો હોવો જોઈએ.
  • ખેડૂત ખાતેદાર એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ ફક્ત એક જ વાર સહાય મળશે.
  • સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોને ikhedut 8-A મા દર્શાવેલ ખાતેદાર પૈકી એક જ ખાતેદારને લાભ મળવાપાત્ર થશે.
  •  આ સહાય ફક્ત સ્માર્ટફોન લની ખરીદી માટે જ રહેશે. સ્માર્ટફોન માટેની અન્ય એસેસરીઝ જેવી કે બેટરી બેકઅપ ડીવાઇઝ, ઈયર ફોન કે ચાર્જર વગેરે જેવા સાધનોનો સમાવેશ થશે નહીં.

આ પણ વાંચો: GSRTC Online Concession Bus Pass । ઓનલાઈન કન્શેશન બસ પાસ


Farmer Smart Phone Scheme Gujaratમાં મળવાપાત્ર લાભ

ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં સહાયની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. જેમ કે અગાઉ 10% સહાય મળતી હતી. જે હવે 40 % સહાય મળશે.

    ● ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોમાં 15,000 સુધીના સ્માર્ટફોન પર સહાય મળવાપાત્ર થશે.

    ● ખેડૂત સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40% સુધી અથવા રૂપિયા 6000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળશે.

    ● દા.ત. કોઈ ખેડૂત 8000/- ની કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો ખરીદ કિંમતના 40% મુજબ રૂ.3200 ની સહાય મળશે.

    ● અથવા કોઈ ખેડૂત રૂ.16,000/- ની કિંમતનો SmartPhone ખરીદે તો 40% લેખે રૂ.6400/- થાય પરંતુ નિયમોનુસાર રૂ.6000/- ની સહાય મળવાપાત્ર થશે.

    ● આ સહાય ફક્ત સ્માર્ટફોનની ખરીદી માટે જ રહેશે.

    ● સ્માર્ટફોન સિવાય અન્ય એસેસરીઝ જેવી કે બેટરીબેક અપ, ઈયર ફોન, ચાર્જર જેવા સાધનોનો સમાવેશ થશે નહીં.


આ પણ વાંચો: PM Kisan 15th Installment Beneficiary New List : આ ખેડૂતોને 15 મા હપ્તાની સહાય મળશે.- તમારું નામ ચેક કરો.


ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ? । Documents Required for Farmer Smartphone Scheme

Krushi ane Sahkar Vibhag દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે.

  • રદ કરેલ ચેકની નકલ
  • બેંક ખાતાની પાસબુક
  • સ્માર્ટફોન ખરીદી કરેલ હોવા અંગેનું GST નંબર ધરાવતું અસલ બિલ
  • મોબાઈલનો IMEI નંબર
  • ખેડૂતના જમીનના ડોક્યુમેન્ટ

Read More: How to Link Your Aadhaar and Bank Account to NPCI । એનપીસીઆઈ સેવા વિષે સંપૂર્ણ માહિતી.


Khedut Mobile Sahay Yojana હેઠળ ખરીદીના નિયમો

આ યોજનાનો લાભ લેવા માટે ખરીદીના નિયમો બનાવેલ છે. લાભાર્થી ખેડૂત દ્વારા નિયમોનું પાલન કરનાર ખેડૂતને સહાય આપવામાં આવશે. સહાય મેળવવા માટે નિયમો નીચે મુજબ છે.

  • ઓનલાઈન અરજી કર્યા બાદ તાલુકા અમલીકરણ અધિકારીશ્રી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે.
  • મંજુર થયેલ અરજીઓની જાણ SMS/ઈ-મેઈલ કે અન્ય વ્યવસ્થા દ્વારા જાણ કરવામાં આવશે.
  • આ યોજના માટે પસંદ થયેલા લાભાર્થીઓને પૂર્વ મંજૂરીના આદેશથી દિન-15 માં સ્માર્ટફોનની ખરીદી કરવાની રહેશે.
  • નિયત સમયમાં SmartPhoneની ખરીદી કર્યા બાદ લાભાર્થી ખેડૂતે અરજીપત્રકમાં સહી કરવાની રહેશે
  • સહી કરેલ પ્રિંટઆઉટ સાથે અન્ય તમામ ડોક્યુમેન્ટ સાથે ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારીશ્રી પાસે જમા કરવાના રહેશે.
  • આ યોજના અમલમાં આવ્યા બાદ નિયત સમય મર્યાદામાં સ્માર્ટફોન ખરીદીનું બિલ રજૂ કરવાનું રહેશે.

ખેડૂત મોબાઈલ સહાય યોજના | khedut mobile sahay yojana 2023

Read More: સરકારે મફતમાં આધારકાર્ડ અપડેટ કરવાની તારીખ લંબાવી, જાણો છેલ્લી તારીખ કઈ છે.


How To Online Apply Khedut Mobile Sahay Yojana 2023

ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજદાર ખેડૂતે અરજીની પ્રિન્ટ આઉટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે. આ યોજના માટે વધુ માહિતી માટે તમારા વિસ્તારના ગ્રામ સેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી(ખેતી) અથવા જિલ્લા કક્ષાએ “જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી” નો સંપર્ક કરવાનો રહેશે. Khedut Mobile Sahay Yojana 2023 ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી નીચે મુજબ આપેલી છે.

  • સૌપ્રથમ પોતાન મોબાઈલ કે કોમ્પ્યુટર પર Google ઓપન કરીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.

Now Apply Online Farmer Smartphone Sahay Yojana | ખેડૂત મોબાઈલ સહાય યોજના ચાલુ
Image Credit:- Google Technology Company

  • આઈ ખેડૂત પોર્ટલ વેબસાઈટમાં Home Page પર “યોજના” પર દેખાશે તેના પર ક્લિક કરવાની રહેશે.
  • વેબસાઈટ પર યોજના પર ક્લિક કર્યા પછી નવું પેજ ખૂલશે જેમાં “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.
  • “Khetivadi ni yojana” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-2 પર આપેલી “સ્માર્ટફોન ની ખરીદી પર સહાય” યોજના પર ક્લિક કરીને આગળ પ્રક્રિયા ચાલુ રાખવાની રહેશે.
  • જેમાં “Smartphone Ni Kharidi Par Sahay”  યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને નવું પેજ ખોલવાની રહેશે.
  • જો તમે ikhedut portal પર રજીસ્ટર આગાઉ કરેલું હોય તો “હા” સિલેટર કરવાનું રહેશે અને રજીસ્ટેશન નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.

Smartphone Sahay Yojana Gujarat | ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના । ikhedut yojana
Image Credit: Government Official Website (https://ikhedut.gujarat.gov.in/)

Online Application Form । ઓનલાઈન અરજી ફોર્મ

  • ખેડૂત દ્વારા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખીને  Captcha Image નાખવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂત દ્વારા ikhedut પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ પસંદ કરીને Online Arji કરવાની રહેશે.
  • ખેડૂત લાભાર્થી દ્વારા Farmer Smartphone Sahay Yojana ની સંપૂર્ણ માહિતી પછી તેની ચકાસણી કર્યા બાદ “અરજી સેવ કરો” તેના પર ક્લિક કરવાનું રહેશે.
Online Apply Farmer Smartphone Scheme Gujarat | Ikhedut Yojana | khedut mobile Yojana | મોબાઈલ સહાય યોજના
Image Credit: Government Official Website (https://ikhedut.gujarat.gov.in/)
  • આ યોજનામાં ઓનલાઈન ભરેલી માહિતીની પૂરેપૂરી ચોક્ક્સાઈ કર્યા બાદ Application Confirm કરવાની રહેશે.
  • લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એક વાર કન્‍ફર્મ કર્યા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં.
  • ખેડૂત લાભાર્થીએ Online Arji કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ કઢાવાની રહેશે.
  • અરજી પ્રિન્‍ટ કરીને જરૂરી સહિ અને સિક્કા કર્યા બાદ આપના વિસ્તારના ગ્રામ સેવક તથા સંબંધિત તાલુકા વિસ્તરણ અધિકારી(ખેતી) ડોક્યુમેન્‍ટ સાથે આપવાની રહેશે.
Video Credit: Sarkari Yojana Gujarat Youtube Channel

આ પણ વાંચો: RBI New Rules: રિઝર્વ બેંકે બહાર પાડ્યા નવા નિયમો, હવે લોન લેનાર વ્યક્તિઓને થશે આટલો ફાયદો.


Important links of Farmer Smartphone Scheme

1Official ikhedut Website
2Download New Smartphone GR
3Print Application
4Application Status
5Home Page

FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

ખેડૂતો માટે નવી મુકાયેલી યોજના વિશે નાગરિકોના મનમાં ઘણા પ્રશ્નો ઉપસ્થિત થયેલ છે. જેમ કે લાભ કોને મળે, કેવી રોતે મળે વગેરે. જેમાં મુખ્ય પ્રશ્નો અને જવાબો નીચે મુજબ છે.

1. ખેડૂત મોબાઈલ સહાય યોજના હેઠળ કેટલા ટકા સુધી લાભ મળે?

જવાબ: નવા સુધારા મુજબ ખેડૂતોને મોબાઈલ ખરીદી પર 40℅ સુધી સહાય આપવામાં આવશે. અથવા રૂપિયા 6000 સુધી સહાય મળશે. આ બે પૈકી જે ઓછું હશે તે લાભ મળશે.

2. ખેડૂત સ્માર્ટફોન સહાય યોજનામાં કેટલા રૂપિયા સહાય મળે છે?

જવાબ: ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત ક્લ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તા-07/02/2022 ના નવા ઠરાવના આધારે સ્માર્ટફોન સહાય યોજના હેઠળ ખેડૂતને કુલ રૂ.6000/- ની સહાય મળશે.

3. Khedut Mobile Sahay Yojana નો લાભ લેવા કેવી રીત અરજી કરવાની રહેશે.?

જવાબ: ખેડૂત મોબાઈલ સહાય યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

4. મોબાઈલ સહાય યોજનાની ઓનલાઈન અરજી કઈ તારીખ સુધી કરી શકાશે?

જવાબ: આ યોજના હેઠળ આઈ-ખેડૂત પોર્ટલ પર તા-16/09/2023 થી તા-15/10/2023 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.

16 thoughts on “[6000] ખેડૂત મોબાઈલ સહાય યોજના | khedut Mobile Sahay Yojana 2023”

Leave a Comment

close button