Kishan Parivahan Yojana Online Apply | કિસાન પરિવહન માહિતી । 75,000 સુધી સબસીડી યોજના । ihedut portal online Registration । । ikhedut portal subsidy
કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચાલે છે. ખેડૂતો ખેતીમાં જુદી-જુદી પદ્ધતિ અપનાવીને પાક ઉત્પાદન વધારી તે જરૂરી છે. જેથી ikhedut portal ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવે છે. ખેડૂતોના ઉત્પાદન થયેલા પાકને નજીકના બજારો સુધી પાક ઉત્પાદન પહોંચાડવામાં તકલીફ ન રહે તે માટે સાધન સહાય આપવામાં આવે છે. ખેડૂતોને કિસાન પરિવહન યોજના હેઠળ સાધન સહાય આપવામાં આવે છે.
Kisan Parivahan Yojana in Gujarati
Government of Gujarat દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે નવી-નવી ખેડૂતલક્ષી યોજનાઓ અમલીકરણ કરે છે. Khedut Yojana ઓ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન બહાર દર વર્ષે બહાર પડે છે. ખેડૂતો દ્વારા ખેતરમાં ઉત્પન્ન પાકના પરિવહન માટે ટ્રેકટરનો ઉપયોગ કરે છે. ઘણા ખેડૂતોની ઓછી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને Goods Carriage Vehicle ઉપયોગ કરીને ખેત બજારોમાં મોકલતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને ખેતપેદાશોને સરળતાથી APMC કે અન્ય બજારમાં પહોંચાડી શકે અને ખેડૂતો ગુડ્ઝ કેરેજ વાહન ખરીદી શકે તે માટે કિસાન પરિવહન યોજના બહાર પાડેલ છે.
કિસાન પરિવહન યોજનાનો હેતુ
Kisan Parivahan Yojana Gujarat 2021 ઓનલાઈન અરજી કરવાની હોય છે. આ યોજના 100% રાજ્ય સરકારથી ચાલતી યોજના છે. આ યોજના દ્વારા ખેડૂતોને ગુડ્ઝ કેરેઝ વાહનની ખરીદી ઉપર સબસીડી આપવામાં આવે છે.
Kisan Parivahan Yojana ની પાત્રતા તથા શરતો
- ખેડૂત લાભાર્થી ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
- રાજ્યના નાના, સિમાંત અને મહિલા ખેડૂતોને તથા અનુસુચિત જાતિ,અનુસૂચિત જન જાતિ,સામાન્ય અને અન્ય ખેડૂતોને આ યોજનાઓને લાભ મળશે.
- લાભાર્થી ખેડૂત જમીન અથવા વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતા હોય તો લાભ મળે.
- લાભાર્થી ખેડૂતોઓએ માલ વાહક પરિવહન યોજનાનો પુનઃ લાભ મેળવવા માટે ઓછામાં ઓછી 5 વર્ષની સમય મર્યાદા અરજી કરી શકે.
- ખેડૂત લાભાર્થીએ આ યોજનાનો લાભ લેવા ikhedut portal પરથી Online Form ભરવાનું રહેશે.
યોજનાનું નામ | કિસાન પરિવહન યોજના 2021 |
ભાષા | ગુજરાતી અને English |
ઉદ્દેશ | ખેડૂતો ઉત્પન્ન થયેલો ખેત બજારો સુધી લઈ જવા વાહન ખરીદી પર સબસીડી |
લાભાર્થી | ગુજરાતના કિસાનોને |
સહાયની રકમ-1 | નાના,સીમાંત,મહિલા,એસ.સી અને એસ.ટી ખેડૂતોને કુલ ખર્ચના 35 % અથવા 75,000/- બે માંથી જે ઓછું હોય તે |
સહાયની રકમ-2 | જનરલ અને અન્ય કિસાનોને કુલ ખર્ચના 25 % અથવા 50,000/- બે માંથી જે ઓછું હોય તે |
માન્ય વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજી કેવી રીતે કરવી | Click કરો. |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31/10/2021 |
માલ વાહક વાહન ખરીદીની શરતો
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ikhedut portal parivahan માટે શરતો નક્કી કરેલ છે. કિસાનોએ આ યોજનાનો લાભ લેવા માટે નીચેની શરતોનું પાલન કરવાનું રહેશે.
- અરજદાર ખેડૂતો જમીન ધારણ કરેલા હોવા જોઈએ.
- જંગલીય વિસ્તાર માટે ટ્રાઈબલ જમીન ધરાવતા હોવા જોઈએ.(લાગુ પડતું હોય તો)
- આઈ ખેડૂત પોર્ટલ દ્વારા નક્કી એમ્પેનલ કરેલ તથા જાહેર કરેલ પ્રાઇઝ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પાસેથી ખરીદી કરવાની રહેશે.
- આ યોજના માટે પેનલમાં સમાવેશ થયેલ ઉત્પાદકના માન્ય વેપારી(વિક્રેતા) પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે.
કિસાન પરિવહન યોજનાનું સહાય ધોરણ
આ યોજનામાં ikhedut subsidy નક્કી કરેલી છે. આ યોજના અન્વયે અરજદાર ખેડૂતની જાતિ અને દરજ્જાના આધાર સબસીડી આપવામાં આવશે. જે નીચે મુજબ છે.
મહિલા, નાના, સીમાંત,S.C અને S.T ખેડૂતોને | આ ખેડૂત લાભાર્થીઓને કુલ ખર્ચના 35 % અથવા 75,000/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય મળવાપાત્ર થશે. |
સામાન્ય અને અન્ય ખેડૂતોને | આ ખેડૂતોને કુલ ખર્ચના 25 % અથવા 50,000/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સબસીડી મળશે. |
યોજનાનો લાભ માટે ડોક્યુમેન્ટ
i-khedut portal પર ચાલતી kisan parivahan yojana 2021ની ઓનલાઇન ફોર્મ ભરવાનું હોય છે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જરૂરી છે.
1. ikhedut portal 7-12
2. આધારકાર્ડ(Aadhar Card)ની નકલ
3. જો ખેડૂત એસ.સી અને એસ.ટી હોય તો castનું સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
4. ખેડૂતનું રેશનકાર્ડની નકલ
5. ખેડૂત દિવ્યાંગ ખાતેદારો માટે દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
6. ટ્રાઈબલ વિસ્તાર માટે વન અધિકાર પત્રની નકલ (હોય તો)
7. ખેતીના 7-12 અને 8-અ (Anyror Gujarat 7/12) જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
8. આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો
9. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
10. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
માલ વાહક વાહન યોજનાનો લક્ષ્યાંક
Ikhedut પર આ યોજનાનો કેટલા ખેડૂતોને સહાય આપવાની છે તે લક્ષ્યાંક નક્કી છે. આ યોજના અન્વયે રાજ્યમાં વર્ષ- 2021-22 માં કુલ 5000 કિસાનોની અરજીઓને મંજુર કરવામાં આવશે તથા સહાય અને સબસીડી આપવામાં આવશે.
ikhedut Portal New Registration
Kisan Parivahan Yojana Gujarat હેઠળ લાભ લેવા માટે કિસાનોએ i-ખેડૂત પોર્ટલના પરથી ઓનલાઈન અરજી કરવાનું રહેશે. લાભાર્થી ખેડૂતોએ પોતાના ગ્રામ પંચાયત ખાતેથી પણ ઓનલાઈન અરજી કરી શકે છે. તથા કિસાન જાતે પણ ઘરે બેઠા અરજી કરી શકે છે.
- સૌપ્રથમ https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
- આઈ ખેડૂત વેબસાઈટ ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
- યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-1 પર આવેલી “ખેતીવાડી ની યોજનાઓ” ખોલવું.
- “Khetiwadi ni yojana” ખોલ્યા બાદ જ્યાં ખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિક વિનામૂલ્યે, પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના, પાણીના ટાંકા બનાવાની યોજના, માલ વાહક વાહન યોજના વગેરે ઘણી બધી યોજનાઓ બતાવશે.
- જેમાં “Mal Vahak Vahan” યોજનામાં “અરજી કરો” તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
- ત્યાર બાદ તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
- જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
- લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- લાભાર્થી ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ લાભાર્થીએ ફરીથી વિગતો ચેક કરીને અરજી કન્ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્ફર્મ થયા બાદ અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
- લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
Application Status & Re-Print
લાભાર્થી ખેડૂત ikhedu application status online જોઈ શકશે તથા Arji Print કાઢી શકશે. હવે અરજીની કાર્યવાહી જાણવા માટે ikhedut portal દ્વારા સરળતાથી જાણી શકાશે.
- લાભાર્થી ખેડૂત દ્વારા પોતાની અરજી મેળવ્યા બાદ ગ્રામ સેવક પાસે સહી અને સિક્કા કરવાના રહેશે.
- ગ્રામ સેવકના સહી-સિક્કા બાદ લાભાર્થી જાતે ઓનલાઈન અપલોડ કરી શકે છે.
- ખેડૂતે ઓનલાઈન અરજી અપલોડ ન કરવી હોય તો ગ્રામ સેવક પાસે જમા કરાવી શકે અથવા તાલુકા અમલીકરણ અધિકારી અથવા મદદનીશ ખેતી નિયામક પાસે પણ જમા કરાવી શકે છે.
ikhedut portal Status | Click Here |
Application Print | Click Here |
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ
Kisan Parivahan Yojana Gujarat Apply Online અરજી ઓનલાઈન કરવાની રહેશે. આ યોજના માટે અરજદારોઓએ તારીખ- 09/06/2021 થી 31/10/2021 સુધી અરજી કરી શકશે. ત્યારબાદ અરજી કરવાની પ્રક્રિયા બંધ થશે.
FAQ’s Kisan Parivartan Yojana
ગુજરાતના ખેડૂતોને આ યોજના હેઠળ અંદાજીત કુલ 75,000/- સુધી સહાય મળશે.
ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ખેડૂતો દ્વારા ઉત્પાદન થયેલો પાક ખેત બજારો સુધી લઈ જવા માટે વાહન ખરીદી પર સબસીડી આપવામાં આવે છે.
Veey good bro…
Keep it up.,??
આપનો પણ ખૂબ ખૂબ આભાર