Short Brief: Mal Vahak Vahan Yojana 2022 | Kishan Parivahan Yojana Apply Online | કિસાન પરિવહન યોજના વિશેની માહિતી । ikhedut subsidy | માલ વાહક વાહન યોજનામાં કુલ 75,000 સુધી સબસીડી મળવાપાત્ર
ગુજરાત રાજ્યમાં અલગ-અલગ વિભાગ દ્વારા ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. કૃષિ,ખેડુત ક્લ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. ખેડૂતો ખેતી કામમાં અવનવી રીતો અપનાવીને, પાક ઉત્પાદન વધારી તે માટે સરકારશ્રી દ્વારા પ્રોત્સાહન પૂરૂ પાડવામાં આવે છે. જેના માટે iKhedut Portal બનાવવામાં આવે છે.
આ પોર્ટલ પર ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજના વગેરે ચલાવવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા Kheti Vadi Vibhag ની કિસાન પરિવહન યોજના 2022 વિશે વાત કરીશું. Kisan Parivahan Yojana 2022 નો લાભ લેવા માટેની શું-શું પાત્રતા છે, અને લાભ કેવી રીતે આઈ ખેડૂતો પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાય તેની માહિતી મેળવીશું.
Kisan Parivahan Yojana 2022
કેંદ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે અવનવી ખેડૂતલક્ષી યોજનાઓ અમલીકરણ કરે છે. જે ઉદ્દેશને સિદ્ધ કરવા માટે રાજ્ય સરકાર ખેડૂત યોજનાઓ દર વર્ષે બહાર પડે છે. ખેડૂતો દ્વારા ખેતરમાં ઉત્પન્ન થતાં પાકના પરિવહન માટે ટ્રેકટરનો ઉપયોગ કરે છે. ઘણા ખેડૂતોની ઓછી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને Goods Carriage Vehicle નો પણ ઉપયોગ કરીને ખેત બજારોમાં મોકલતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને ખેતપેદાશોને સરળતાથી ખેત બજારો સુધી પહોંચાડી શકે અને ખેડૂતો ગુડ્ઝ કેરેજ વાહન ખરીદી શકે તે માટે કિસાન પરિવહન યોજના 2022 બહાર પાડેલ છે.
કિસાન પરિવહન યોજનાનો હેતુ
ખેડૂતો દ્વારા ઉત્પાદન થયેલા પોતાના પાકને નજીકના બજારો સુધી, પહોંચાડવામાં તકલીફ ન રહે તે માટે સાધન સહાય આપવામાં આવે છે. ખેડૂતોને માલ વાહક સાધનની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. Kisan Parivahan Yojana Gujarat 2022 ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે.
Hightlight of Kisan Parivahan Yojana 2022
યોજનાનું નામ | કિસાન પરિવહન યોજના 2022 |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | ખેડૂતો દ્વારા ઉત્પન્ન થયેલો પાક APMC સુધી લઈ જવા માલ વાહન સાધનની ખરીદી પર સબસીડી |
લાભાર્થી | ગુજરાતના પાત્રતા ધરવતા ખેડૂતોને |
સબસીડી નંબર-1 | નાના,સીમાંત,મહિલા, એસ.સી/એસ.ટી ખેડૂતોને કુલ ખર્ચના 35 % અથવા 75,000/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે. |
સબસીડી નંબર-2 | સામાન્ય અને અન્ય ખેડૂતોને કુલ ખર્ચના 25 % અથવા 50,000/- બે માંથી જે ઓછું હોય તે |
અધિકૃત વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી | Click કરો |
અરજી કરવાની છેલ્લી તારીખ | 20/10/2022 |
Read More: SBI E-Mudra Loan Apply Online | ઈ-મુદ્રા લોન
Also Read More: આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કેવી રીતે કરવી?
Also Read More: PM KUSUM Scheme In Gujarati | પ્રધાનમંત્રી કુસુમ યોજના
યોજના માટેની પાત્રતા
કૃષિ સહાય યોજના હેઠળ આ યોજનાનો લાભ આપવા માટે લાભાર્થીઓની પાત્રતા નક્કી કરેલી છે. કૃષિ વિભાગ દ્વારા કેટલીક પાત્રતા નક્કી કરેલ છે તે નીચે મુજબ છે.
- અરજદાર ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.
- નાના, સિમાંત, મહિલા, અનુસુચિત જાતિ,અનુસૂચિત જન જાતિ,સામાન્ય અને અન્ય ખેડૂત લાભાર્થીઓને આ યોજનાઓને લાભ મળશે.
- લાભાર્થી ખેડૂત જમીન ધરાવતો હોવો જોઈએ.
- લાભાર્થી ખેડૂત વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતા હોય તો પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે.
- લાભાર્થી ખેડૂતોઓએ કિસાન પરિવહન યોજનાનો પુનઃ લાભ મેળવવા માટે ઓછામાં ઓછી 5 વર્ષની સમય મર્યાદા અરજી કરી શકે.
- ખેડૂત લાભાર્થીએ આ યોજનાનો લાભ લેવા Ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની હોય છે.
કિસાન પરિવહન યોજનાની સાધન ખરીદીની શરતો
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ikhedut portal Parivahan માટે ખરીદી માટેની શરતો નક્કી થયેલ છે. ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક શરતોનું પાલન કરવાનું રહેશે.
- આઈ ખેડૂત પોર્ટલ દ્વારા નક્કી એમ્પેનલ કરેલ તથા જાહેર કરેલ પ્રાઇઝ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પાસેથી ખરીદી કરવાની રહેશે.
- આ યોજના માટે પેનલમાં સમાવેશ થયેલ ઉત્પાદકના માન્ય વેપારી(વિક્રેતા) પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે.
- ખેડૂત આ સહાય મેળવવા માટે પાકું લાઈસન્સ ધરાવતો હોવો જોઈએ.
કિસાન પરિવહન યોજનાનું સહાય ધોરણ
કિસાન પરિવહન યોજનામાં ikhedut subsidy અગાઉથી નક્કી કરેલી છે. આ સબસીડી યોજના 2022 અન્વયે અરજદાર ખેડૂતની જાતિ અને દરજ્જાના આધારે આપવામાં આવશે. જે નીચે મુજબ છે.
સામાન્ય અને અન્ય ખેડૂતોને | Kisan Parivahan Yojana ખેડૂતોને કુલ ખર્ચના 25 % અથવા 50,000/- બેમાંથી જે ઓછું હોય તે મુજબ સબસીડી મળશે. |
મહિલા, નાના, સીમાંત,અનુસુચિત જાતિઅને અનુસુચિત જન જાતિ ખેડૂતોને | કિસાન પરિવહન યોજના હેઠળ ખેડૂત લાભાર્થીઓને કુલ ખર્ચના 35 % અથવા 75,000/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સબસીડી મળશે. |
Document Required of Kisan Parivahan Yojana
ikhedut Portal પર ચાલતી Kisan Parivahan Yojana 2022 નો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જોઈએ.
1. ikhedut Portal 7-12 (Anyror Gujarat 7/12 પરથી ડાઉનલોડ કરી શકાય)
2. લાભાર્થીના આધારકાર્ડની નકલ (આધારકાર્ડ ડાઉનલોડ કરો.)
3. જો ખેડૂત S.C.જ્ઞાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
4. જો ખેડૂત S.T. જ્ઞાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
5. રેશનકાર્ડની નકલ
6. જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
7. વન અધિકાર વિસ્તારના લાભાર્થીઓ માટે વન અધિકાર પત્રની નકલ (હોય તો)
8. ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
9. આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો
10. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
11. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
12. લાઈસન્સ
How to Online Registration Kisan Parivahan Yojana
Kisan Parivahan Yojana Gujarat હેઠળ લાભ લેવા માટે ખેડૂતોએ ikhedut Portal પરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે છે. ખેડૂતોએ લાભાર્થી ઓનલાઈન એપ્લિકેશન ઘરે બેઠા જાતે પણ કરી શકે છે. તથા પોતાની ગ્રામ પંચાયત ખાતેથી કોમ્પ્યુટર સાહસિક (VCE) મારફતે પણ ઓનલાઈન અરજી કરી શકે છે. કિસાન પરિવહન યોજનાની ઓનલાઈન અરજી કેવી કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ Google Search માં “ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં Google Search માં જે પરિણામ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
- આઈ ખેડૂત પોર્ટલ ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
- યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ નંબર-1 પર “Kheti Vadi ni Yojana” ખોલવું.
- “ખેતીવાડી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં સરકારી અન્ય યોજના, ખેડૂત યોજના બતાવશે.
- જેમાં “માલ વાહક યોજના” માં “અરજી કરો” તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
- ત્યાર બાદ તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
- જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
- લાભાર્થીએ ikhedut portal પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- લાભાર્થી ખેડૂતે કિસાન પરિવહન યોજનાનું ઓનલાઈન ફોર્મ ખૂલશે, જેમાં સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ લાભાર્થીએ ફરીથી વિગતો ચેક કરીને અરજી કન્ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્ફર્મ થયા બાદ અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
- લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
iKhedut Portal Application Status & Re-Print
લાભાર્થી ખેડૂત ikhedu application status online જોઈ શકશે તથા Arji Print કાઢી શકશે. હવે અરજીની કાર્યવાહી જાણવા માટે ikhedut portal દ્વારા સરળતાથી જાણી શકાશે.
ikhedut portal Status | Click Here |
Application Print | Click Here |
Online Application Last Date
Kisan Parivahan Yojana Online Apply કરવાની રહેશે. આ યોજના માટે અરજદારોઓએ તારીખ- 21/09/2022 થી 20/10/2022 સુધી સુધી અરજી કરી શકશે. ત્યારબાદ અરજી કરવાની પ્રક્રિયા બંધ થશે.
Read More: Saral Pension Yojana: એક વખત પ્રીમિયમ ભરો અને દર મહિને મેળવો નિશ્ચિત રકમ
Also Read More: સોલાર ફેન્સીંગ યોજના : ઝટકા મશીન માટે રૂપિયા 15000 ની સહાય મેળવવા માટે અરજી કેવી રીતે કરવી ?
Also Read More: સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટરનો ઉપયોગ કેવી રીતે કરવો
FAQ’s Kisan Parivahan Yojna 2022
રાજ્ય કક્ષાએ કૃષિ,ખેડુત ક્લ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. અને જિલ્લા કક્ષાએ વધુ માહિતી માટે ખેતી નિયામકશ્રીની કચેરી સંપર્ક કરી શકાશે.
ગુજરાતના ખેડૂતો જેઓ નાના,સીમાંત,મહિલા,એસ.સી, એસ.ટી ખેડૂતોને કુલ ખર્ચના 35 % અથવા 75,000/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે. તથા સામાન્ય અને અન્ય ખેડૂતોને કુલ ખર્ચના 25 % અથવા 50,000/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.
ખેડૂતો દ્વારા ઉત્પાદન થયેલો પાક ખેત બજારો સુધી લઈ જવાની જરૂરિયાત હોય છે. ખેડૂતોને આવા માલ વાહક વાહનની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે.
ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે ikhedut Portal પર Online Application કરવાની રહેશે.