Advertisement
ગુજરાત રાજ્ય સરકાર દરેક નાગરિકો અને વર્ગો માટે સહાય યોજના બહાર પાડતી હોય છે. Department of Social Justice & Empowerment, Government of Gujarat દ્વારા માનવ ગરિમા યોજના બહાર પાડવામાં આવેલ છે. જેના ઓનલાઈન ફોર્મ ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર ભરાય છે. જ્યારે કમિશ્નર કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા માનવ કલ્યાણ યોજના 2023 ના ઓનલાઈન ફોર્મ ચાલુ કરવામાં આવેલા છે.
જેમાં બ્યુટી પાર્લર કીટ સહાય યોજના, પ્રેસર કુકર સહાય યોજના, મફત સિલાઈ મશીન યોજના, મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના ,હેર કટીંગ કીટ સહાય યોજના, હેર કટીંગ કીટ સહાય યોજનાતથા પેપર કપ અને ડીશ બનાવવા માટે મશીન યોજના વગેરે ચાલે છે. આ તમામ યોજનાઓના ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના હોય છે. આજે આપણે Mafat Hath Lari Sahay Yojana વિશે માહિતી મેળવીશું.
Mafat Hath Lari Sahay Yojana
સમાજના દરેક વર્ગોનો વિકાસ થાય તે ખૂબ જરૂરી છે. એટલે જ સમાજના પછાત અને આર્થિક રીતે નાગરિકોને નવો ધંધો અને રોજગાર મેળવે તે ખૂબ જરૂરી છે. જેને ધ્યાને રાખીને સરકાર માનવ કલ્યાણ યોજના હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. મફત હાથ લારી સહાય યોજનાનો લાભ કોને મળશે ? આ લાભ કેવી રીતે અને શું મેળવી શકાશે? તેના માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે ? કેવી રીતે અરજી કરવાની રહેશે? તેની માહિતી આ આર્ટિકલ દ્વારા વિગતવાર મેળવીશું.
Advertisement
મફત હાથ લારી સહાય યોજના હેઠળ સાધન સહાય આપવાનો હેતુ (Perpose)
રાજ્યના તમામ નાગરિકો સ્વ-રોજગારી મેળવે તે ખૂબ જ જરૂરી છે. Manav Kalyan Yojana Gujarat હેઠળ અલગ-અલગ સાધન સહાય આપવામાં આવે છે. યુવાનો, મહિલાઓ અને વિવિધ સખીમંડળો વગેરે પોતાના આવડત અનુસાર નવો ધંધો કે વ્યવસાય કરે તે ખૂબ જરૂરી છે. સરકારશ્રીની આ વિવિધ પ્રકારની ફેરી યોજના છે. જેને આપણે સરળ શબ્દોમાં “મફત હાથ લારી સહાય યોજના” તરીકે ઓળખાય છે. આ યોજના હેઠળ હાથ લારીને લગતા જેમને ધંધો કે રોજગાર કરવો હોય તેમના માટે છે.
યોજનાની અગત્યની બાબતો
આર્ટિકલનું નામ | મફત હાથ લારી સહાય યોજના |
મુખ્ય યોજનાનું નામ | Manav Kalyan Yojana Gujarat |
મફત હાથ લારી સહાય યોજના કઈ યોજનાનો ભાગ છે? | માનવ કલ્યાણ યોજના 2023 |
આ યોજનાના હેઠળ શું લાભ મળે? | આ યોજના હેઠળ વિવિધ પ્રકારની ફેરીનો ધંધો કરવા માટે મફત હાથ લારીની સહાય આપવામાં આવે છે. |
Mafat Hath Lari Sahay Yojana કેટલી રકમની સહાય મળશે? | આ સહાય અન્વયે રૂપિયા 13800/- ની કિંમતની હાથ લારી આપવામાં આવે છે. |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
લાભાર્થીની પાત્રતા | રાજ્યના નક્કી થયેલી આવક મર્યાદા ધરાવતા તથા BPL કાર્ડ ધરાવતા સમાજના નબળા વર્ગને |
મળવાપાત્ર સહાય | રૂપિયા 13800/- ની કિંમતની હાથ લારી આપવામાં આવશે. |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન અરજી કરવાની રહેશે. |
Official Website | http://www.cottage.gujarat.gov.in/ |
Online Application Website | https://e-kutir.gujarat.gov.in/ |
e-Kutir Portal પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? | e-Kutir Online Process |
આ પણ વાંચો: Tractor Sahay Yojana 2023 | ટ્રેક્ટર સહાય યોજના 2023
મફત હાથ લારી સહાય યોજનામાં લાભ શું મળે અને કેટલા રૂપિયાની સહાય મળે?
Manav Kalyan Yojana 2023 હેઠળ લાભાર્થીઓને વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. જેમાં વિવિધ પ્રકારની ફેરીને લગતા ધંધો કે વ્યવસાય કરી શકે તે માટે આ યોજના છે. જેના અંતર્ગત રૂ. 13800/- ની કિંમતની મફત હાથ લારી સહાયરૂપે આપવામાં આવે છે.
Mafat Hath Lari Sahay Yojana PDF Form કેવી રીતે મેળવવું?
Commissioner of Cottage and Rural Industries દ્વારા અધિકૃત વેબસાઈટ બનાવવામાં આવી છે. જેમાં http://www.cottage.gujarat.gov.in/ અને https://e-kutir.gujarat.gov.in/ આ બે વેબસાઈટ છે. આ વેબસાઈટ પરથી વિનામુલ્યે મેળવી શકાશે.
આ પણ વાંંચો: PM Kisan Yojana Beneficiary List Check: આ યાદીના લાભાર્થીઓને રૂ.2000/- ની સહાય મળશે, તમારું નામ ચેક કરો.
Documents Required Of Mafat Hath Lari Sahay Yojana | ક્યા-ક્યા ડોક્યુમેન્ટ જરૂર પડશે?
માનવ કલ્યાણ યોજના હેઠળ અલગ-અલગ સાધનો વિનામૂલ્યે આપવામાં આવે છે. હાથ લારી કરીને જે ધંધા કરી શકે તે માટે, કમિશ્નર કુટિર અને ગ્રામોદ્યોગની કચેરી દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. જેનો લાભ લેવા માટે અગાઉથી ડોક્યુમેન્ટ નક્કી કરેલા છે. ઓનલાઈન અરજી કરતી વખતે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. જે નીચે મુજબના રહેશે.
- અરજદારો દ્વારા વિવિધ પ્રકારની ફેરી કરી હોય તે તાલીમ મેળવી હોય તો તેનું પ્રમાણપત્ર
- લાભાર્થીનું રેશનકાર્ડ
- ચૂંટણીકાર્ડની નકલ
- આધારકાર્ડની નકલ
- અરજદારનો ઉંમર અંગેનો પુરાવો
- લાભાર્થીની જે જાતિનો હોય તે અંગેનો દાખલો (સરકાશ્રી દ્વારા માન્ય કરેલ અધિકારીશ્રીનો)
- ગ્રામ્ય વિસ્તારનો BPL સ્કોર સાથેનો દાખલો / શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ
- આવક અંગેનો દાખલો
Read More: અન્ય સુગંધિત પાકો માટે સહાય યોજના । Assistance Scheme For Other Aromatic Crops In Gujarat
Read More: બાગાયતી યોજનાઓની યાદી 2023 | Bagayati Yojana List 2023-24
How To Online Apply Mafat Hath Lari Sahay Yojana । કેવી રીતે ઓનલાઈન અરજી કરવાની રહેશે?
Manav Kalyan Yojana Online Application અને તેના જેવી સ્વ-રોજગારલક્ષી યોજનાનો લાભ લેવા માટે ઈ-કુટીર પોર્ટલ પર કરવાની હોય છે. ઈ-કુટીર પોર્ટલ પર વિવિધ સાધન સહાય માટેકેવી રીતે કરવું તેની સ્ટેપ્સ બાય સ્ટેપ્સ માહિતી નીચે મુજબ છે.
- સૌથી પહેલાં Google માં “e-Kutir Portal” ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં કમિશ્નર કુટીર અને ગ્રામોદ્યોગની Official Website e-Kutir Portal ખૂલશે.
- ઈ-કુટીર પોર્ટલ પર ક્લિક કરતાં હવે “માનવ કલ્યાણ યોજના pdf” પહેલી યોજના દેખાશે.
- E Kutir Portal પર જો તમે અગાઉ User Id અને Password બનાવેલ હોય તો “Login to Portal” કરવાનું રહેશે.
- લોગીન કર્યા બાદ Manav Kalyan Yojana 2023 નામની અલગ-અલગ યોજના બતાવશે..
- જેમાં યોજનાનું ઓનલાઈન ફોર્મ ખૂલશે.
- જેમાં “વ્યક્તિગત માહિતી (Personal Detail) માં તમામ માહિતી ભરીને “Save & Next” પર ક્લિક આપવાનું રહેશે.
- હવે ખાસ તમારા અનુભવ અને અભ્યાસને ધ્યાનમાં રાખીને “વિવિધ પ્રકારની ફેરી” માટે અરજી સિલેક્ટ કરવાનું રહેશે.
- મફત લારી સહાય યોજના માટે તમે જે તાલીમ મેળવી હોય તે પ્રમાણપત્ર તથા અનુભવના પ્રમાણપત્રોની વિગતો દાખલ કરો.
- અરજદારે હવે આધારકાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ, BPL ના ડોક્યુમેન્ટે અને ધંધાના અનુભવ અંગેનો દાખલો વગેરે Document Upload કરવાના રહેશે.
- ત્યારબાદ આપેલી નિયમો અને શરતો વાંચીને “Confirm Application” ક્લિક કરવાનું રહેશે.
- છેલ્લે, ઓનલાઈન અરજીનો જે એપ્લિકેશન નંબર આવે તે સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે.
Read More: માનવ ગરિમા યોજના 2023 | Manav Garima Yojana For SC
FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો
જવાબ: આ યોજના માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે. આ યોજનાની ઓનલાઈન અરજી કરવા માટે https://e-kutir.gujarat.gov.in/ અધિકૃત વેબસાઈટ બનાવેલ છે.
જવાબ: મફત હાથ લારી સહાય યોજના માટે આર્થિક રીતે પછાત વર્ગની અને પાત્રતા ધરાવતા અરજદારો અરજી કરી શકશે.
જવાબ: રાજ્યના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આ યોજના હેઠળ મફત હાથ લારી સહાય યોજના આપવામાં આવશે, જેની કિંમત રૂપિયા 13800/- થાય છે.
જવાબ: લાભાર્થીઓ આ યોજનાની વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા કક્ષાએ “જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર”નો સંપર્ક કરી શકાશે.
Teri bahan Kamlesh Bhai chunara humne aayojana madiche lari per humne khoob Anand dhanyvad
Thank You