Short Briefing : ગુજરાતની મહિલાઓને 2 લાખ સુધી બેંક દ્વારા લોન । ગુજરાત સરકારની લોન યોજના । Mahila Loan Yojana Gujarat | મહિલા યોજના । Women Empowerment Schemes | મહિલાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા લોન આપતી યોજના
ગુજરાત રાજ્યમાં અંદાજિત 26 વિભાગો કામ કરે છે. જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં મુખ્યત્વે વિધવા સહાય યોજના, વ્હાલી દીકરી યોજના, વિધવા પુન:લગ્ન યોજના વગેરે ચલાવવામાં આવે છે. આ ઉપરાંત મહિલાઓ આર્થિક સામાજિક અને શૈક્ષણિક સ્વનિર્ભર બને બને તે માટે અનેક મહિલાલક્ષી યોજનાઓ ચલાવવામાં આવે છે.
મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ મહિલા આર્થિક વિકાસ નિગમ કાર્યરત છે. આ નિગમ દ્વારા મહિલા જાગૃતિ શિબિર, મહિલા કલ્યાણ મેળા, પ્રદર્શન સહ વેચાણ તથા મહિલા સ્વાવલંબન યોજના વગેરે ચલાવવામાં આવે છે.આજે આ આર્ટિકલમાં ‘મહિલા લોન યોજના’ની સંપુર્ણ માહિતી મેળવીશું.
Mahila Swavalamban Yojanનો હેતુ
મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા મહિલાઓને સરકારી સહાય અને સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવે છે. જેમાં મહિલાઓ સ્વ-નિર્ભર બની શકે તે માટે “મહિલા સ્વાવલંબન યોજના” ચલાવવામાં આવે છે. આ યોજના એક લોન યોજના છે. જેમાં મહિલાઓને સ્વરોજગારી માટે તેમજ તેમની આવડત પ્રમાણે નવો વ્યવસાય અને ધંધા માટે ચાલુ કરવામાં મદદ કરવામાં આવે છે. આ યોજના હેઠળ બેંક દ્વારા લોન આપવામાં આવે છે. નિગમ દ્વારા Subsidy Schemes for Women અંતગર્ત માટે 40 % સુધી સબસીડી પણ આપવામાં આવે છે.
Important Point Of Mahila Svavlamban scheme
આર્ટિકલનું નામ | મહિલા સ્વાવલંબન યોજના |
ક્યાં વિભાગ/નિગમ દ્વારા ચલાવવામાં આવે છે? | ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ |
યોજનાનો લાભ કોણે મળે છે? | જે મહિલાઓ નવો વ્યવસાય કરવા માંગતી હોય તેમને |
કેટલી લોન મળે? | રૂપિયા 2,00,000/- સુધી |
કેટલા ટકા સબસીડી મળે? | અંદાજીત 30 થી 40 % સુધી |
અધિકૃત વેબસાઈટ | https://wcd.gujarat.gov.in/ |
મહિલા સ્વાવલંબનનો ઠરાવ ડાઉનલોડ કરવા માટે | અહીં ક્લિક કરો |
Read More: ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ અને મરજિયાત રજાઓની યાદી 2024 બહાર પાડી.
Mahila Swavalamban Yojana મેળવવા માટેની પાત્રતા
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા આ યોજનાનો લાભ મેળવવા માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરેલી છે.
- લાભાર્થી મહિલા ગુજરાતની નાગરિક હોવી જોઈએ.
- લાભાર્થીની ઉંમર 18 થી 65 વર્ષ હોવી જોઈએ.
- મહિલા અરજદારની કુટુંબની આવક ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 (એક લાખ વીસ હજાર) સુધી હોવી જોઈએ.
- શહેરી વિસ્તારના મહિલા લાભાર્થીઓની કુટુંબની આવક 1,50,000/- (દોઢ લાખ) સુધી હોવી જોઈએ.
Read More: શું તમારી આસપાસ કોઈને વિધવા સહાયની સહાય મળે છે? તો તેમને આ પ્રમાણપત્ર આપવામાંથી આવી મુક્તિ. જાણો વધુ માહિતી.
Mahila Swavalamban Yojana માં મળવાપાત્ર લાભ
મહિલા સ્વાવલંબન યોજના અન્વયે મહિલાઓએ નવો વ્યવસાય, ધંધો કે રોજગારી હેતુ માટે નાણાં જરૂરિયાત હોય તો તેમને બેંકો દ્વારા લોન આપવામાં આવે છે. બેંક દ્વારા રૂપિયા 2,00,000/- (બે લાખ) સુધી લોન આપવામાં આવે છે. જેમાં મહિલા દ્વારા જે પ્રોજેક્ટ માટે લોન લીધી હોય તેના ઉપર સબસીડી આપવામાં આવે છે.
મહિલા સ્વાવલંબન યોજનામાં સબસીડીનું ધોરણ
બેન્ક દ્વારા જે લોન આપવામાં આવતી હતી, તેમાં 15 ટકા અથવા 30,000 જે ઓછું હોય તેટલી સબસીડી આપવામાં આવતી હતી. પણ નવા ઠરાવ મુજબ 35 થી 40 % નીચે મુજબની સબસીડી આપવામાં આવશે.
મહિલા સ્વાવલંબન યોજનામાં સબસીડીનું ધોરણ | ||
જનરલ કેટેગરી | અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ | વિધવા મહિલા તથા 40 % થી વધુ દિવ્યાંગતા ધરાવતી મહિલા |
પ્રોજેક્ટ કોસ્ટના 30 % અથવા 60,000/ જે ઓછુ હોય તે | પ્રોજેક્ટ કોસ્ટના 35 % અથવા 70,000/- જે ઓછુ^ હોય તે | પ્રોજેક્ટ કોસ્ટના 40% અથવા 80,000- જે ઓછું હોય તે |
Read More: ઇલેક્ટ્રિક બાઇક માટે ગુજરાત સરકારની નવી યોજના: અરજી કેવી રીતે કરવી અને કેટલું મળશે?
મહિલા સ્વાવલંબન યોજના માટે ધંધા-ઉદ્યોગની યાદી
મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા અંદાજિત કુલ-307 ધંધા અને ઉદ્યોગ માટે સબસીડી આપવામાં આવે છે. જેમાં બેંકો દ્વારા લોન આપવા માટે ભલામણ કરવામાં આવે છે. જે નીચે મુજબ છે
ક્રમ | ઉદ્યોગના વિભાગનું નામ | કુલ ઉદ્યોગની સંખ્યા |
1 | એન્જીનિયરીંગ ઉદ્યોગ | 44 |
2 | કેમીકલ અને સૌંદર્ય પ્રસાધન ઉદ્યોગ | 37 |
3 | ટેક્ષટાઈલ ઉદ્યોગ | 29 |
4 | પેપર પ્રિન્ટીંગ અને સ્ટેનરી ઉદ્યોગ | 11 |
5 | ખેત પેદાશ આધારિત ઉદ્યોગ | 9 |
6 | પ્લાસ્ટિક ઉદ્યોગ | 21 |
7 | ફરસાણ ઉદ્યોગ | 20 |
8 | હસ્તકલા ઉદ્યોગ | 16 |
9 | જંગલ પેદાશ આધારિત ઉદ્યોગ | 11 |
10 | ખનીજ આધારિ ઉદ્યોગ | 07 |
11 | ડેરી આધારિત ઉદ્યોગ | 02 |
12 | ગ્લાસ અને સિરામીક ઉદ્યોગ | 06 |
13 | ઈલેક્ટ્રીક અને ઈલેક્ટોનિક્સ ઉદ્યોગ | 06 |
14 | ચર્મોઉદ્યોગ | 05 |
15 | અન્ય ઉદ્યોગ | 17 |
16 | સેવા પ્રકારનાં વ્યવસાય | 42 |
17 | વેપાર પ્રકારનાં ધંધાઓ | 24 |
કુલ ધંધા અને ઉદ્યોગની સંખ્યા | 307 |
Document Required of Mahila Swavalamban Yojana મહિલા સ્વાવલંબન યોજના માટે ડોક્યુમેન્ટ | Document
આ યોજનાનો લાભ મેળવવા માટે નીચે મુજબના જરૂરી ડોક્યુમેન્ટ જોઈએ.
- લાભાર્થીનું રેશનકાર્ડ
- આધારકાર્ડ
- આવકનો દાખલો
- જાતિ અંગેનો દાખલો
- ઉંમરનો દાખલો
- મશીનરી, ફર્નિચર, કાચા માલનું પાકું ભાવપત્રક
- અનુભવ અંગેનું પ્રમાણપત્ર / અભ્યાસ અંગેના પ્રમાણપત્ર
- ફોર્મમાં જણાવેલ વિગતો (બે નકલમાં) ભરવાની રહેશે.
નોંધ: ફોર્મ ભરીને મહિલા અને બાળ અધિકારીની કચેરી એ જમા કરવાનું હોય છે.
Read More: Vahali Dikri Yojana Form 2024 Pdf Download : મફતમાં વહાલી દીકરી યોજના ફોર્મ PDF ડાઉનલોડ કરો.
મહિલા સ્વાવલંબન યોજનાની અરજી કેવી રીતે કરવી ?
આ યોજનાનું અરજીપત્રક છપાયેલ અરજી ક્રમાંક સાથેનું હોવાથી મહિલા અને બાળ અધિકારીની કચેરીથી મળશે. આ ઉપરાંત ફોર્મ સાથે જરુરી ડોક્યુમેન્ટ જોડીને ત્યાંજ સબમીટ કરવાનું હોય છે.
અરજી મંજુરીની પ્રક્રિયા
આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા કક્ષાએ આવેલી મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતેથી આ યોજનાનું ફોર્મ મળશે. જેમાં ફોર્મ સાથે માંગવામાં આવેલા આધારા-પુરાવાને જોડીને બે નકલમાં ફોર્મ મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતે જમા કરાવવાનું હોય છે. ત્યારબાદ ફોર્મ મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ખરાઇ કરીને જે-તે બેન્કમાં મોકલવામાં આવે છે. બેન્ક દ્વારા જરૂરી પ્રક્રિયા પૂરી કરીને જો બેંકને યોગ્ય લાગે તો ફોર્મ અને લોન મંજુર કરવામાં આવે છે. ત્યારબાદ મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા સબસીડી ચુકવવાની પ્રક્રિયા કરવામાં આવે છે
Mahila Swavalamban Yojana Helpline
આ યોજના હેઠળ લાભાર્થીઓને જરૂરી માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરવો. વધુ માહિતી અને મદદ માટે ઉદ્યોગભવન ખાતે આવેલ વડીકચેરી ગાંધીનગર ખાતે પણ સંપર્ક કરી શકાય છે.
વધુ માહિતી માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરવો, જે દરેક જિલ્લાના મુખ્ય મથકે આવેલ હોય છે.
વડી કચેરીનું સરનામું | ગુજરાત આર્થિક વિકાસ નિગમ લી. |
સરનામું | ઉદ્યોગ ભવન, સેક્ટર-11, ગાંધીનગર |
ફોન નંબર- | 079-23227287 , 23230385 |
ઈમેઈલ | gwedcgnr@gmail.com |
Read More: બેંક ઓફ બરોડા પર્સનલ લોન 2024: 5 હજાર ની લોન તરત મળશે, જાણો કેવી રીતે
FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો અને તેના જવાબો
જવાબ: આ યોજનાની અરજી માત્ર ઓફલાઈન કરવાની રહેશે. Mahila Swavalamban Yojana Online Registration કરી શકાતી નથી.
જવાબ: મહિલા યોજના હેઠળ 307 પ્રકારના ધંધા અને ઉદ્યોગ માટે બેંક દ્વારા લોન આપવામાં આવે છે.
જવાબ: આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા કક્ષાએથી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી પરથી વિનામૂલ્યે અરજી ફોર્મ મળશે. આ અરજી ફોર્મ રજીસ્ટર નંબર સાથેના હોવાથી રૂબરૂ કચેરી પરથી લેવાનું રહેશે.
જવાબ: આ યોજના હેઠળ કુલ 307 ધંધા અને રોજગાર માટે જુદી-જુદી રકમમાં લોન માટે બેંકને ભલામણ કરવામાં આવે છે. આ યોજના દ્વારા કુલ 2 લાખ સુધી લાભાર્થી મહિલાને લોન મળવાપાત્ર થાય છે.
જવાબ: મહિલા સ્વાવલંબન યોજનામાં અરજી ફોર્મ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી મારફતે બેંકને મોકલવામાં આવે છે. ત્યારબાદ બેંક દ્વારા લોન મંજુર કરવામાં આવે છે.
જવાબ: મહિલા સ્વાવલંબન યોજના હેઠળ મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા કેટેગેરી પ્રમાણે 30 થી 40 % સુધીની સબસીડી ચુકવવામાં આવતી હોય છે.