Short Briefing : મહિલાઓને 2 લાખ સુધી બેંક દ્વારા લોન । ગુજરાત સરકારની લોન યોજના । Mahila Yojana Gujarat | લોન યોજના ગુજરાત । Women Empowerment Schemes | મહિલાઓની યોજના
ભારતમાં Ministry Of Women & Child Development દ્વારા વિવિધ મહિલાઓની યોજનાઓ ચલાવવામાં આવે છે. કેન્દ્ર સરકાર હેઠળ ગુજરાત સરકારમાં પણ ઘણા બધા વિભાગો કાર્યરત છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિધવા સહાય યોજના, વ્હાલી દીકરી યોજના, વિધવા પુન:લગ્ન યોજના વગેરે ચલાવવામાં આવે છે. Women and Child Development Department દ્વારા મહિલા આર્થિક વિકાસ નિગમ કાર્યરત છે. આ Nigam Loan દ્વારા નવી યોજનાઓ, મહિલા જાગૃતિ શિબિર, મહિલા કલ્યાણ મેળા, પ્રદર્શન સહ વેચાણ તથા મહિલા સ્વાવલંબન યોજના વગેરે ચલાવવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ 1975 દરમિયાન વિશ્વ સ્તરીય મહિલાઓની વિવિધ સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે ખૂબ ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવ્યો. જેની ફલશ્રુતિ સ્વરૂપે ગુજરાતમાં 1981માં ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમની સ્થાપના કરવામાં આવી હતી. Gujarat Women Economic Development Corporation Ltd. દ્વારા મહિલાઓ માટે લોન યોજનાઓ ચલાવવામાં આવે છે. આ વિભાગ દ્વારા Women Empowerment Schemes અને સરકારી લોન યોજના દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
Mahila Swavalamban Yojana 2023
મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા Mahila Loan Yojana 2023, મહિલાઓની જાગૃતિ શિબિર તથા સેમિનારનું આયોજન કરી, મહિલાઓ સાથે વિચાર-વિમર્શ કરી તેમના આર્થિક તેમજ સામાજિક ઉત્થાન માટે જરૂરી તાલીમ તથા સ્વરોજગારને લગતી યોજનાઓ અમલમાં મુકવામાં આવી. જેથી મહિલાઓ આવી સરકારી સહાય અને સરકારી યોજનાઓનો લાભ લઈને સમાજમાં સ્વમાનભેર જીવન વ્યતિત કરી શકે.
ગુજરાત રાજ્યના મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા Mahila Yojana તરીકે “મહિલા સ્વાવલંબન યોજના” ચલાવવામાં આવે છે. આ યોજના લોન યોજના તરીકે પણ ઓળખી શકાય. મહિલાઓ સ્વરોજગારી માટે પોતાની આવડતને અનુરૂપ નવો વ્યવસાય અને ધંધા માટે શરૂ કરવા લોન આપવામાં આવે છે. Subsidy Schemes for Women અંતગર્ત પ્રોજેક્ટ કોસ્ટ માટે 15 % સુધી સબસીડી આપવામાં આવશે.
મહિલા સ્વાવલંબન યોજનાનો ઉદ્દેશ
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ નામે મોરેન્ડમ ઓફ આર્ટીકલ્સ બહાર પાડેલ છે. જેમાં Government Scheme for Women દ્વારા મહિલાઓના આર્થિક તેમજ સામાજિક ઉત્થાન થાય તેની જોગવાઈઓ કરે છે. તેના માટે જરૂરિયાત મુજબની સવલતો, સહાય અને તાલીમ આપી મહિલાઓનો સામાજિક અને આર્થિક વિકાસ કરવાનો ઉદ્દેશ છે. સામાજિક ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી women empowerment schemes અને પ્રવૃત્તિઓનો ઝડપભેર અમલ કરી મહિલાઓ સરકારી યોજનાઓનો લાભ તે ઉદ્દેશ છે.
Mahila Yojana Gujarat હેઠળ આર્થિક પ્રવૃતિ માટે લોન આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની ગ્રામ્ય અને શહેરી મહિલાઓના આર્થિક વિકાસ માટે સહાય કરવાનો છે. મહિલા સ્વાવલંબન યોજના અંતગર્ત મહિલાઓનો આર્થિક પ્રવૃત્તિ અને વિકાસ માટે લોન બેંકો દ્વારા આપવામાં આવે છે.
Important Point
આર્ટિકલનું નામ | મહિલા સ્વાવલંબન યોજના |
આ યોજના કોણા દ્વારા ચલાવવામાં આવે છે? | ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ |
કોણે મળે? | જે મહિલાઓ નવો વ્યવસાય કરવા માંગતી હોય એમને મળવાપાત્ર થશે |
લોનની રકમ | રૂપિયા 2,00,000/- સુધી |
કેટલા ટકા સબસીડી મળે? | અંદાજીત 30 % સુધી |
અધિકૃત વેબસાઈટ | https://mela.gwedc.gov.in/ |
હેલ્પલાઈન નંબર | 079-232 30 713 |
Read More: Aadhaar Number Deseeded from NPCI Mapper by Bank । પીએમ કિસાન સહાય જમા થતી નથી?
મહિલા સ્વાવલંબન યોજના મેળવવા માટેની પાત્રતા
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા આ Scheme for women નો લાભ મેળવવા માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરેલી છે.
- લાભાર્થી મહિલા ગુજરાતની નાગરિક હોવી જોઈએ.
- લાભાર્થીની ઉંમર 21 થી 50 વર્ષ હોવી જોઈએ.
- મહિલા અરજદારની કુટુંબની આવક ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 (એક લાખ વીસ હજાર) સુધી હોવી જોઈએ.
- શહેરી વિસ્તારના મહિલા લાભાર્થીઓની કુટુંબની આવક 1,50,000/- (દોઢ લાખ) સુધી હોવી જોઈએ.
Read More: Tabela Loan Yojana Gujarat 2023 | તબેલા લોન યોજના 2023
Mahila Swavalamban Yojana Benefits
આ લોન યોજના અન્વયે મહિલાઓએ નવો વ્યવસાય, ધંધો કે રોજગારી હેતુ માટે નાણાં જરૂરિયાત હોય તો તેમને બેંકો દ્વારા લોન આપવામાં આવે છે. બેંક દ્વારા રૂપિયા 2,00,000/- (બે લાખ) સુધી Loan આપવામાં આવે છે. જેમાં મહિલા દ્વારા જે પ્રોજેક્ટ માટે લોન લીધી હોય તેના ઉપર સબસીડી આપવામાં આવે છે. આ સબસીડી પ્રોજેક્ટ લોન ઉપર 15% સુધી અથવા વધુમાં વધુ રૂપિયા 30,000/- બે માંથી જે ઓછું હોય તે મુજબ મળવાપાત્ર થાય છે.
Keypoint of Mahila Swavlanban Yojana
યોજનાનું નામ | Mahila Swavalamban Yojana Gujarat |
ભાષા | ગુજરાતી અને English |
ઉદ્દેશ | મહિલાઓને ઉદ્યોગ-ધંધા માટે બેંકો દ્વારા લોન આપવામાં આવે છે. |
લાભાર્થી | સ્વરોજગાર માટે ધંધા-ઉદ્યોગ કરવા ઈચ્છુક મહિલાઓને |
સહાયની રકમ | પ્રોજેક્ટ લોન ઉપર 15% સુધી અથવા વધુમાં વધુ રૂપિયા 30,000/- બે માંથી જે ઓછું હોય તે મુજબ મળવાપાત્ર થાય છે. |
માન્ય વેબસાઈટ | http://gwedc.gov.in/ |
અરજી કેવી રીતે કરવી | જિલ્લાની કચેરી ખાતેથી રૂબરૂ અરજી ફોર્મ લઈને અરજી કરવી. |
મહિલા સ્વાવલંબન યોજના માટે ધંધા-ઉદ્યોગની યાદી
Mahila Arthik Vikas Nigam, Gandhinagar દ્વારા આ યોજના માટે ધંધા અને ઉદ્યોગ નક્કી કરેલા છે. જેના પર લોન માટે ભલામણ અને સબસીડી આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.
ક્રમ | ઉદ્યોગના વિભાગનું નામ | કુલ ઉદ્યોગની સંખ્યા |
1 | એન્જીનિયરીંગ ઉદ્યોગ | 44 |
2 | કેમીકલ અને સૌંદર્ય પ્રસાધન ઉદ્યોગ | 37 |
3 | ટેક્ષટાઈલ ઉદ્યોગ | 29 |
4 | પેપર પ્રિન્ટીંગ અને સ્ટેનરી ઉદ્યોગ | 11 |
5 | ખેત પેદાશ આધારિત ઉદ્યોગ | 9 |
6 | પ્લાસ્ટિક ઉદ્યોગ | 21 |
7 | ફરસાણ ઉદ્યોગ | 20 |
8 | હસ્તકલા ઉદ્યોગ | 16 |
9 | જંગલ પેદાશ આધારિત ઉદ્યોગ | 11 |
10 | ખનીજ આધારિ ઉદ્યોગ | 07 |
11 | ડેરી આધારિત ઉદ્યોગ | 02 |
12 | ગ્લાસ અને સિરામીક ઉદ્યોગ | 06 |
13 | ઈલેક્ટ્રીક અને ઈલેક્ટોનિક્સ ઉદ્યોગ | 06 |
14 | ચર્મોઉદ્યોગ | 05 |
15 | અન્ય ઉદ્યોગ | 17 |
16 | સેવા પ્રકારનાં વ્યવસાય | 42 |
17 | વેપાર પ્રકારનાં ધંધાઓ | 24 |
કુલ ધંધા અને ઉદ્યોગની સંખ્યા | 307 |
Read More : આઈ ખેડૂત પોર્ટલ પર કેવી રીતે ઓનલાઈન અરજી કરવી | How to Online Registration ikhedut Portal
મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા કુલ-307 ધંધા અને ઉદ્યોગ માટે બેંકો દ્વારા લોન આપવા માટે ભલામણ કરવામાં આવે છે. આ 307 ઉદ્યોગનું લિસ્ટ નીચે આપેલા બટન પર Download કરી શકાશે.
મહિલા સ્વાવલંબન યોજના માટે ડોક્યુમેન્ટ | Document Required for Mahila swavlamban Yojana
મહિલાઓ માટેની આ Government Yojana નો લાભ લેવા માટે ડોક્યુમેન્ટ નક્કી કરેલા છે. જે નીચે મુજબ છે.
- લાભાર્થીનું રેશનકાર્ડ
- આધારકાર્ડ
- આવકનોદાખલો
- જાતિનોદાખલો
- ઉંમરઅંગેનોદાખલો
- મશીનરી, ફર્નિચર, કાચા માલનું પાકું ભાવપત્રક
- અનુભવ અંગેનું પ્રમાણપત્ર / અભ્યાસ અંગેના પ્રમાણપત્ર
- ફોર્મમાં જણાવેલ વિગતો (બે નકલમાં) ભરવાની રહેશે.
Read More: Purna Yojana | મહિલા અને બાળકોની તંદુરસ્તી માટે સરકારનુ પોષણ અભિયાન
Mahila Swavalamban Yojana Gujarat Pdf
આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા કક્ષાએ આવેલી મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતેથી મળશે. આ યોજનાનું ફોર્મ છપાયેલ અરજી ક્રમાંક સાથેનું હોવાથી જિલ્લાની કચેરી ખાતે રૂબરૂ મેળવવાનું રહેશે.
Mahila Swavalamban Yojana Helpline
આ યોજના હેઠળ લાભાર્થીઓને જરૂરી માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરવો. વધુ માહિતી અને મદદ માટે વડી કચેરી ગાંધીનગર ખાતે પણ સંપર્ક કરી શકાય છે.
વધુ માહિતી માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરવો, જે દરેક જિલ્લાના વડામથક ખાતે આવેલ હોય છે.
વડી કચેરીનું સરનામું:– ગુજરાત આર્થિક વિકાસ નિગમ લી.
ઉદ્યોગ ભવન, સેક્ટર-11, ગાંધીનગર
ફોન નંબર- 079-23227287 , 23230385
ઈમેઈલ – gwedcgnr@gmail.com
Read More: Public Provident Fund Calculator । ઓનલાઇન ગણતરીથી જાણો PPFમાં તમને કેટલા પૈસા મળશે?
FAQ- પ્રશ્નોતરી
જવાબ: Mahila Swavalamban Yojana Online Registration કરી શકાતું નથી. આ યોજનાનો લાભ લેવા માટે ફક્ત ઓફલાઈન અરજી કરી શકાય છે.
જવાબ: ગુજરાત રાજ્યમાં મહિલા સ્વાવલંબન યોજના “મહિલા લોન યોજના” તરીકે પ્રચલિત છે.
જવાબ: મહિલા યોજના હેઠળ 307 પ્રકારના ધંધા અને ઉદ્યોગ માટે બેંક દ્વારા લોન આપવામાં આવે છે.
જવાબ: આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા કક્ષાએથી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી પરથી વિનામૂલ્યે અરજી ફોર્મ મળશે. આ અરજી ફોર્મ રજીસ્ટર નંબર સાથેના હોવાથી રૂબરૂ કચેરી પરથી લેવાનું રહેશે.
જવાબ: આ યોજના હેઠળ કુલ 307 ધંધા અને રોજગાર માટે જુદી-જુદી રકમમાં લોન માટે બેંકને ભલામણ કરવામાં આવે છે. આ યોજના દ્વારા કુલ 2 લાખ સુધી લાભાર્થી મહિલાને લોન મળવાપાત્ર થાય છે.
પ્રિય વાંચકો…! હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો “મહિલા સ્વાવલંબન યોજના” વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે આપેલા Comment Box માં કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા સગા-સંબંધીઓમાં માતા અને બહેનો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર….
આ યોજના મા જે લોન મળે તેં જે તેં માહિલા ના ખાતામાં જમા થાય કે જે તેં ટ્રસ્ટને aapavaanu🌹થાય છે. કેમ કેમ અમારા ગામમાં તૉ બે લાખ ની લોન મંજુર કરવામાં આવી છે અને e લોન ની રકમ ટ્રસટીને આપી દેવાનું છે એમ જણાવેલ છે. અને લોના હપ્તા ટ્રસટી દ્રારા ભરવામાં આવશે એમ જણાવેલ છે.ટ્રસટી સાથે દરેક માહિળાઓનું જોઈન્ટ ખાતું ખોલવામાં આવેલ છે. ટ્રસટી દ્રારા દરેક માહિલ્લાને એક સીલાઈ મશીન આપવામાં આવેલ છે. E મશીનની કિંમત તેમના દ્રારા રૂ.50,000/- સે એમ જણાવેલ છે. મશીન સિવાઈ બીજું કશું આપેલ નથી. કપરાડા તાલુકા તમે પાર્શનલી ખાનગી રીતે ચકાસની કરી શકો છો.
આ લોન જે તે વ્યક્તિના ખાતામાં જાય છે. મહિલા સ્વાવલંબન યોજનાની વધુ માહિતી માટે જિલ્લા કલેકટરશ્રીની કચેરીઓ(જિલ્લા સેવા સદન) ખાતે કાર્યરત “જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી” નો સંપર્ક કરો. અને જો તમે મહિલા ઉત્ક્રર્ષ યોજનાની વાત કરતા હોવ તો તેની તપાસ “જિલ્લા પંચાયત ખાતે તપાસ કરવાની રહેશે.
Aa yojana Gujarat na kaya kaya jhila ma lagu che
તમામ જિલ્લાઓ ખાતે કાર્યરત છે. આપશ્રી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે રૂબરૂ મુલાકાત કરો. વધુમાં તમે વાજપાઇ બેન્કેબલ યોજના નો પણ લાભ લઈ શકો છો.