2 લાખ સુધી બેંક દ્વારા લોન । ગુજરાત સરકારની યોજના । Mahila Yojana Gujarat | લોન યોજના ગુજરાત । Women Empowerment Schemes | મહિલાઓની યોજના
ભારતમાં Ministry Of Women & Child Development દ્વારા વિવિધ મહિલાઓની યોજનાઓ ચલાવવામાં આવે છે. કેન્દ્ર સરકાર હેઠળ ગુજરાત સરકારમાં પણ ઘણા બધા વિભાગો કાર્યરત છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાલક્ષી યોજનાઓ, મહિલા સશકિતકરણની પ્રોગ્રામ, સ્ત્રીઓના પોષણ માટે કામગીરી કરવામાં આવે છે. Women and Child Development Department દ્વારા મહિલા આર્થિક વિકાસ નિગમ કાર્યરત છે. આ નિગમ દ્વારા નવી યોજનાઓ, મહિલા જાગૃતિ શિબિર, મહિલા કલ્યાણ મેળા, પ્રદર્શન સહ વેચાણ તથા મહિલા સ્વાવલંબન યોજના વગેરે ચલાવવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ 1975 દરમિયાન વિશ્વ સ્તરીય મહિલાઓની વિવિધ સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે ખૂબ ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવ્યો. જેની ફલશ્રુતિ સ્વરૂપે ગુજરાતમાં 1981માં ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમની સ્થાપના કરવામાં આવી હતી. Gujarat Women Economic Development Corporation Ltd. દ્વારા મહિલાઓ માટે લોન યોજનાઓ ચલાવવામાં આવે છે. આ વિભાગ દ્વારા Women Empowerment Schemes અને સરકારી લોન યોજના દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
Mahila Swavalamban Yojana Gujarat
મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા Mahila Yojana 2021, મહિલાઓની જાગૃતિ શિબિર તથા સેમિનારનું આયોજન કરી, મહિલાઓ સાથે વિચાર-વિમર્શ કરી તેમના આર્થિક તેમજ સામાજિક ઉત્થાન માટે જરૂરી તાલીમ તથા સ્વરોજગારને લગતી યોજનાઓ અમલમાં મુકવામાં આવી. જેથી મહિલાઓ આવી સરકારી સહાય અને સરકારી યોજનાઓનો લાભ લઈને સમાજમાં સ્વમાનભેર જીવન વ્યતિત કરી શકે.
ગુજરાત રાજ્યના મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા Mahila Yojana તરીકે “મહિલા સ્વાવલંબન યોજના” ચલાવવામાં આવે છે. આ યોજના લોન યોજના તરીકે પણ ઓળખી શકાય. મહિલાઓ સ્વરોજગારી માટે પોતાની આવડતને અનુરૂપ નવો વ્યવસાય અને ધંધા માટે શરૂ કરવા લોન આપવામાં આવે છે. Subsidy Schemes for Women અંતગર્ત પ્રોજેક્ટ કોસ્ટ માટે 15 % સુધી સબસીડી આપવામાં આવશે.
મહિલા સ્વાવલંબન યોજનાનો ઉદ્દેશ
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ નામે મોરેન્ડમ ઓફ આર્ટીકલ્સ બહાર પાડેલ છે. જેમાં Government Scheme for Women દ્વારા મહિલાઓના આર્થિક તેમજ સામાજિક ઉત્થાન થાય તેની જોગવાઈઓ કરે છે. તેના માટે જરૂરિયાત મુજબની સવલતો, સહાય અને તાલીમ આપી મહિલાઓનો સામાજિક અને આર્થિક વિકાસ કરવાનો ઉદ્દેશ છે. સામાજિક ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી women empowerment schemes અને પ્રવૃત્તિઓનો ઝડપભેર અમલ કરી મહિલાઓ Sarkari Yojana નો લાભ તે ઉદ્દેશ છે.
Mahila Yojana Gujarat હેઠળ આર્થિક પ્રવૃતિ માટે લોન આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની ગ્રામ્ય અને શહેરી મહિલાઓના આર્થિક વિકાસ માટે સહાય કરવાનો છે. મહિલા સ્વાવલંબન યોજના અંતગર્ત મહિલાઓનો આર્થિક પ્રવૃત્તિ અને વિકાસ માટે લોન બેંકો દ્વારા આપવામાં આવે છે.
મહિલાઓ માટે આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવો.
વ્હાલી દીકરી યોજના
સખી વન સ્ટોપ સેન્ટર યોજના
ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના
મહિલા સ્વાવલંબન યોજના મેળવવા માટેની પાત્રતા
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા આ Scheme for women નો લાભ મેળવવા માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરેલી છે.
- લાભાર્થી મહિલા ગુજરાતની નાગરિક હોવી જોઈએ.
- લાભાર્થીની ઉંમર 21 થી 50 વર્ષ હોવી જોઈએ.
- મહિલા અરજદારની કુટુંબની આવક ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 (એક લાખ વીસ હજાર) સુધી હોવી જોઈએ.
- શહેરી વિસ્તારના મહિલા લાભાર્થીઓની કુટુંબની આવક 1,50,000/- (દોઢ લાખ) સુધી હોવી જોઈએ.
Mahila Swavalamban Yojana Benefits
મહિલા સ્વાવલંબન યોજના અન્વયે મહિલાઓએ નવો વ્યવસાય, ધંધો કે રોજગારી હેતુ માટે નાણાં જરૂરિયાત હોય તો તેમને બેંકો દ્વારા લોન આપવામાં આવે છે. બેંક દ્વારા રૂપિયા 2,00,000/- (બે લાખ) સુધી Loan આપવામાં આવે છે. જેમાં મહિલા દ્વારા જે પ્રોજેક્ટ માટે લોન લીધી હોય તેના ઉપર સબસીડી આપવામાં આવે છે. આ સબસીડી પ્રોજેક્ટ લોન ઉપર 15% સુધી અથવા વધુમાં વધુ રૂપિયા 30,000/- બે માંથી જે ઓછું હોય તે મુજબ મળવાપાત્ર થાય છે.
Keypoint of Mahila Swavlanban Yojana
યોજનાનું નામ | Mahila Swavalamban Yojana Gujarat |
ભાષા | ગુજરાતી અને English |
ઉદ્દેશ | મહિલાઓને ઉદ્યોગ-ધંધા માટે બેંકો દ્વારા લોન આપવામાં આવે છે. |
લાભાર્થી | સ્વરોજગાર માટે ધંધા-ઉદ્યોગ કરવા ઈચ્છુક મહિલાઓને |
સહાયની રકમ | પ્રોજેક્ટ લોન ઉપર 15% સુધી અથવા વધુમાં વધુ રૂપિયા 30,000/- બે માંથી જે ઓછું હોય તે મુજબ મળવાપાત્ર થાય છે. |
માન્ય વેબસાઈટ | http://gwedc.gov.in/ |
અરજી કેવી રીતે કરવી | જિલ્લાની કચેરી ખાતેથી રૂબરૂ અરજી ફોર્મ લઈને અરજી કરવી. |
મહિલા સ્વાવલંબન યોજના માટે ધંધા-ઉદ્યોગની યાદી
Mahila Arthik Vikas Nigam, Gandhinagar દ્વારા આ યોજના માટે ધંધા અને ઉદ્યોગ નક્કી કરેલા છે. જેના પર લોન માટે ભલામણ અને સબસીડી આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.
ક્રમ | ઉદ્યોગના વિભાગનું નામ | કુલ ઉદ્યોગની સંખ્યા |
1 | એન્જીનિયરીંગ ઉદ્યોગ | 44 |
2 | કેમીકલ અને સૌંદર્ય પ્રસાધન ઉદ્યોગ | 37 |
3 | ટેક્ષટાઈલ ઉદ્યોગ | 29 |
4 | પેપર પ્રિન્ટીંગ અને સ્ટેનરી ઉદ્યોગ | 11 |
5 | ખેત પેદાશ આધારિત ઉદ્યોગ | 9 |
6 | પ્લાસ્ટિક ઉદ્યોગ | 21 |
7 | ફરસાણ ઉદ્યોગ | 20 |
8 | હસ્તકલા ઉદ્યોગ | 16 |
9 | જંગલ પેદાશ આધારિત ઉદ્યોગ | 11 |
10 | ખનીજ આધારિ ઉદ્યોગ | 07 |
11 | ડેરી આધારિત ઉદ્યોગ | 02 |
12 | ગ્લાસ અને સિરામીક ઉદ્યોગ | 06 |
13 | ઈલેક્ટ્રીક અને ઈલેક્ટોનિક્સ ઉદ્યોગ | 06 |
14 | ચર્મોઉદ્યોગ | 05 |
15 | અન્ય ઉદ્યોગ | 17 |
16 | સેવા પ્રકારનાં વ્યવસાય | 42 |
17 | વેપાર પ્રકારનાં ધંધાઓ | 24 |
કુલ ધંધા અને ઉદ્યોગની સંખ્યા | 307 |
મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા કુલ-307 ધંધા અને ઉદ્યોગ માટે બેંકો દ્વારા લોન આપવા માટે ભલામણ કરવામાં આવે છે. આ 307 ઉદ્યોગનું લિસ્ટ નીચે આપેલા બટન પર Download કરી શકાશે.
મહિલા સ્વાવલંબન યોજના માટે ડોક્યુમેન્ટ
મહિલાઓ માટેની આ Government Yojana નો લાભ લેવા માટે ડોક્યુમેન્ટ નક્કી કરેલા છે. જે નીચે મુજબ છે.
- લાભાર્થીનું રેશનકાર્ડ
- આધારકાર્ડ
- આવકનોદાખલો
- જાતિનોદાખલો
- ઉંમરઅંગેનોદાખલો
- મશીનરી, ફર્નિચર, કાચા માલનું પાકું ભાવપત્રક
- અનુભવ અંગેનું પ્રમાણપત્ર / અભ્યાસ અંગેના પ્રમાણપત્ર
- ફોર્મમાં જણાવેલ વિગતો (બે નકલમાં) ભરવાની રહેશે.
Mahila Swavalamban Yojana Gujarat Pdf
આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા કક્ષાએ આવેલી મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતેથી મળશે. આ યોજનાનું ફોર્મ છપાયેલ અરજી ક્રમાંક સાથેનું હોવાથી જિલ્લાની કચેરી ખાતે રૂબરૂ મેળવવાનું રહેશે.
Mahila Swavalamban Yojana Helpline
આ યોજના હેઠળ લાભાર્થીઓને જરૂરી માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરવો. વધુ માહિતી અને મદદ માટે વડી કચેરી ગાંધીનગર ખાતે પણ સંપર્ક કરી શકાય છે.
વધુ માહિતી માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરવો, જે દરેક જિલ્લાના વડામથક ખાતે આવેલ હોય છે.
વડી કચેરીનું સરનામું:– ગુજરાત આર્થિક વિકાસ નિગમ લી.
ઉદ્યોગ ભવન, સેક્ટર-11, ગાંધીનગર
ફોન નંબર- 079-23227287 , 23230385
ઈમેઈલ – gwedcgnr@gmail.com
FAQ- પ્રશ્નોતરી
- મહિલા સ્વાવલંબન યોજનાની ઓનલાઈન અરજી કરી શકાય?
- Mahila Swavalamban Yojana Online Registration કરી શકાતું નથી. આ યોજનાનો લાભ લેવા માટે ફક્ત ઓફલાઈન અરજી કરી શકાય છે.
- આ યોજના હેઠળ કેટલા ધંધા-રોજગાર માટે લોન આપવામાં આવે છે.
- મહિલા યોજના હેઠળ 307 પ્રકારના ધંધા અને ઉદ્યોગ માટે બેંક દ્વારા લોન આપવામાં આવે છે.
- મહિલા સ્વાવલંવન યોજનાનું અરજી ફોર્મ કઈ જગ્યાએથી લેવાનું રહે છે?
- આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા કક્ષાએથી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી પરથી વિનામૂલ્યે અરજી ફોર્મ મળશે. આ અરજી ફોર્મ રજીસ્ટર નંબર સાથેના હોવાથી રૂબરૂ કચેરી પરથી લેવાનું રહેશે.
- Mahila Svavalamban Yojana અંતર્ગત કેટલી લોન મળવાપાત્ર છે?
- આ યોજના હેઠળ કુલ 307 ધંધા અને રોજગાર માટે જુદી-જુદી રકમમાં લોન માટે બેંકને ભલામણ કરવામાં આવે છે. આ યોજના દ્વારા કુલ 2 લાખ સુધી લાભાર્થી મહિલાને લોન મળવાપાત્ર થાય છે.
- આ લોન યોજના હેઠળ મહિલાઓને લોન પર કેટલી સબસીડી આપવામાં આવે છે?
- આ Swavalamban Scheme દ્વારા મહિલાઓને પ્રોજેક્ટ લોન ઉપર 15% સુધી અથવા વધુમાં વધુ રૂપિયા 30,000/- બે માંથી જે ઓછું હોય તે મુજબ મળવાપાત્ર થાય છે.
પ્રિય વાંચકો…! હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો “મહિલા સ્વાવલંબન યોજના” વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે આપેલા Comment Box માં કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા સગા-સંબંધીઓમાં માતા અને બહેનો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર….
કેટલા ટકા વ્યાજ આપવાનું રહેશે લોન લીધા પછી
હેલો
મારું નામ મિલન પંડયા છે મારી વાઈફ ને 4 વર્ષ નો બ્યુટીપાર્લર નો અનુભવ છે તને બ્યુટીપાર્લર નાખવાનું વિચાર્યું…. એના માટે હું ગામ ની sbi બેંક માં ગયો… બેંક એ વાત સાંભળ્યા પહેલા જ ના પાડી દીધી અમે આ લોન આપતાં જ નથી… પછી હું બાજુ ના ગામ ની બેંક માં ગયો ત્યાં એવો જવાબ મળ્યો કે તમારા સર્વિસ વિસ્તાર ની બેંક માંથી જ લોન મળે… સરકાર આમ બોલે મહિલા ઓને આગળ લાવવા અમે ગણી બધી યોજનાઓ બહાર પાડી છે એક બાજુ કોઇ બેંક લોન આપવા તૈયાર નથી હવે અમારે ક્યાં જવું ને કોને મળવું…. ધક્કા ખાઈ ખાઈ ને હવે વ્યાજે પૈસા લાવી અમે પાર્લર ચાલુ કરવાનાં છીએ… કોઇ સરકાર ની સહાય ની મારે જરૂર નથી 🙏
ભાઈ તમે મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીની રૂબરૂ મુલાકાત લો. અને તેમાં ચાલતી મહિલા સ્વાવલંબન યોજના હેઠળ અરજી કરો.
Vaghela સવિતાબેન મારે લોન લેવાની સે પણ મને કો લોન દેતુન જ નથી હું વિકલાંગ સુ 55%
ડોક્યુમેંટની માહિતી આપેલી છે. જો તમારે નવો વ્યવસાય ચાલુ કરવો હોય તો વાજપેઈ બેંકેબલ યોજનાનો લાભ લઈ શકો છો.
બેંક ના પાડી દે છે અમે લોન કરતા જ નથી આ સબસીડી વાળી…. પછી ક્યાં જવું જવાબ આપશો…
તો તમે લીડ બેંક મેનેજરને ફરિયાદ કરી શકો છો. અથવા મે.કલેકટર ઓફિસ ખાતે પણ અરજી કરી શકો છો ભાઈ.
આંબાવાડી વિસ્તારના સ્લમ ક્વાટરમાં રહેતા જયાબેન વાઘેલા અને તેમના પતિ બંને અપંગ છે…..મહેનત વાળું કામ કરી સકે તેમ નથી …. તેમને એક નાની દીકરી છે જે બીજા ધોરણમાં ભણે છે……આ પરિવાર તેમના જ વિસ્તારમાંજ કોઈ ધંધો કરી શકે એવી કોઈ યોજના વિષે કોઈ પાસે માહિતી હોય તો શેર કરવા વિનંતી છે…..અથવા ફોન પર મારો સંપર્ક (૯૪૨૭૬ ૩૪૮૩૮ અને ૮૭૫૮૦ ૯૪૨૬૧) કરી માહિતી આપવા વિનંતી……
વિનુભાઈ વણોલ
શિક્ષણ પ્રેરણા સમિતિ,
ઓર્ગેનીઝીંગ સેક્રેટરી
આંબાવાડી….અમદાવાદ
ધંધો કે રોજગાર ચાલુ કરવા માટે સરકારશ્રીની બે યોજનાઓ ચાલે છે. જેમાં મફત સાધન સહાય આપવામાં આવે છે. 1. માનવ કલ્યાણ યોજના અને 2. માનવ ગરિમા યોજના. અને આ બન્ને યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ છે.